# exploring jnd
# traveling
મિત્રો આ મારુ પ્રથમ લેખન કાર્ય છે આશા છે પસન્દ આવશે ...
જૂનાગઢ થી 13 કિલોમીટર દૂર આવેલ આ જગ્યા હસનાપુર ડેમ નામે ઓળખાય છે.....
ભેસાણ રોડ પર જતા ત્યાંથી માત્ર 7 km દૂર આવેલું આ સ્થળ મનમોહી લે એવું છે ...ભેસાણ રોડ પર જતા શરૂઆત જ જંગલ થી થઈ છે અને ચારેબાજુ ઘનઘોર વૃક્ષો વચ્ચે અને એ જ રસ્તે સામે ગિરનાર પર્વત પણ સામે દેખાઈ અને તમારી સાથે ચાલતો હોય એવું લાગે...અને આખા રસ્તા પર જે અલગ અલગ એન્ગલ થઈ ગિરનાર જોવા મળે છે તે અદભુત છે અને છેક સુધી શુદ્ધ હવા મળે છે એ તો વાત અલગ જ છે ( જોકે જૂનાગઢ માં ખૂબ શુધ્ધ હવા છે. જ અને ડૉક્ટર પણ કહે છે કે જો ફેફસા સારા કરવા હોઈ અને જીવનના 10 વરસ વધારવા હોઈ તો જૂનાગઢ રેવા ચાલ્યા જાવ)
હસનાપુર ડેમ પહોંચતા પહોંચતા તમને એવું લાગશે કે તમે કેરળ માં ફરો છો કારણકે ત્યાંના એવા રસ્તા ચારબાજુ લીલાછમ વૃક્ષો.. (અને હા આ જગ્યા માથેરાન ને તો ટક્કર આપે એવી છે જ બસ ફરક એટલી છે કે માથેરાન માં ચાલવાનું વધુ છે અને અહીં ઓછું , પણ હા એડવેન્ચર જરાઈ ઓછો નથી ...
મારા ભાઈ આ મને કિધેલું કે આ એક એવુ અભ્યારણ છે જેની કોઈ ને ખબર નથી હજી એટલે જ કદાચ ખૂબસૂરતી હજુ જળવાઈ રહી છે ...જે દિવસે અહીંયા સિંગ ચના વાડા આવશે એટલે આ જગ્યા ની પથારી ફેરવશે ..
અહીં ફરવાનો સમય સાંજે 6 સુધી જ છે , અંદર લાસ્ટ એન્ટ્રી 4 વાગ્યા પછી નથી હોતી...
જો સંજય લીલા ને ખબર હોત આ જગ્યા તો કદાચ આજે જગજાહેર જગ્યા હોત...પણ ખૂબ ઓછા લોકો ને ખબર છે આની..
તમે ત્યાં નય જાવ તો તમને આખી જિંદગી નો અફસોસ રહી જશે અને જે લોકો સાવ જુનગઢ ના છે એને હજી ખબર નહીં હોય અને હવે જશે તો પણ અફસોસ થાશે કે હું પેલા કેમ અહીં ના આવ્યો..
ખૂબ રમણીય સ્થળ , શુદ્ધ હવા મન ને શાંતી અને સેલ્ફી લવરીયાવ માટે આ જગ્યા સ્વર્ગ થી નાની નથી , ચારેબાજુ પહાડ અને તેના વિવિધ આકાર અને આજુબાજુ લીલાછમ જંગલો..અને નીચે ડેમ અને ડેમ નું ઊંડા પાણી માં રહેલ મગર અને માછલી ઓને જોવા નો આનંદ અનેરો છે...
હા ત્યાં પોહચતાં પોહચતાં હરણ ,વાંદરા અને સાબર જોવા મળશે અને જો સિંહ પણ મલી જાય તો નવાઈ નહીં .બસ એને હરી ના કરતા કારણકે ત્યાં તમારે ચાલી ને જવું પડશે ( કર્ણાટક જેવું નહિ કે બસ માં જ સિંહદર્શન થઈ) ..
અને ડેમ પર તો જાણે પોપટ ની ઉદ્દભવ જ ત્યાંથી થતો હોય એવું લાગે એક સાથે 100 જેટલા પોપટ ત્યાં જોશો એટલે સમજાઈ જશે ...
ધીરે ધીરે મગર પણ પાણી માં ફરશે અને તમને દેખાશે પણ માણસ ના ડર થી થોડો નજીક આવી પાછો પાણી માં ચાલી જશે...( જોકે હવે માણસો એ જંગલ કાપી જંગલી પ્રાણી નો જીવ લીધો છે એમ એક દિવસ બધુ પાણી પણ જપ્ત કરી , પાણી માં રહેલા જીવનો વિનાશ નોતરશે તો નવાઈ નહી
જેમ પરિક્રમા કરી કરી ને જંગલ ની પથારી ફેરવે છે એમ)
ચારેબાજુ પહાડ અને નીચે નદી અને જંગલો જોઈ ને પડેલા ફોટા તમારા મોબાઈલ અને લેપટોપ ના વોલપેપર ઉપર જરૂર આવી જશે અને જો કોમ્પ્યુટર કંપની વાળાને ખબર પડશે તો એ પણ defalut wallpaper પર હંમેશા આવી જશે ..
જેમ સરદાર સાહેબ ની પ્રતિમા બનાવ્યાં બાદ કેવડિયા કોલોની નો ઉદ્ધાર મોદી સાહેબે કર્યો એમ જો અહીં પણ સરકાર થોડો વિકાસ કરે અને આ ગુપ્ત જગ્યા પર થોડુ ધ્યાન આપે તો ખૂબ મોટો પર્યટન સ્થળ બની શકે છે અને વિદેશીઓ પણ આપોઆપ આકર્શે..અહીં 5 સ્ટાર હોટેલ બને તો પણ આર્થિક વિકાસ નું માઘ્યમ બની શકે છે..
આ જગ્યા વિશે હજુ સારું લખાય એમ છે પણ મારી આંખ કરતા તમારી આંખે જોશો તો એમાં ચાર ચાંદ લાગી જશે
હસનાપુર ડેમ - જૂનાગઢ