પાંત્રીસેક વરસની નયના મેવાસી તે સાચી હતી. પણ એમ છતાં એનો પતિ પંકજ મેવાસી પણ કાય સાવ ખોટી ન હતી. છ મહિના પહેલા જ નયનાને એની ટેનીસની નેશનલ કક્ષાએ નામના મળી હતી. અઠારેક વરસની ઉમરે આ તરફ આગળ વધવાનો આરંભ કર્યો અને અત્યારે ઝડપથી પ્રગતિનાં પગથિયાં ચડીને બાર વરસની કારકિર્દી નેશનલ લેવલની પ્રતીનિધિત્વ સંભાળવાની હતી. સહુ કોયને ખાતરી હતી કે થોડા વરસમાં જરૂર ઇન્ટર નેશનલ એવોર્ડ પણ અપાવશે અને આ ક્ષેત્રે દશેય દિશાઓમાંથી ઢગલા બંધ તકો ઉપલબ્ધ થાય તેવી સંભાવનાઓ હતી જ. બાવીશ વરસની ઉંમરે નયનાના લગ્ન થયા ત્યારે એનો પતિ પંકજ પી.એચ.આઈ હતો. આમ પાંચ આંકડાની મોટી ગણાતી રકમનો પગાર મેળવતો હતો. નયનાને વારંવારં બહાર રમવા જવાનું રહેતું બન્ને ખુશ હતા.
આઠવર્ષ લગ્ન જીવનના કારકિર્દીના શિખર સર કરતાં ક્યાં પસાર થય ગયાં એ નયનાને ખ્યાલ જ ન રહ્યો પણ પંકજ જાણતો હતો. માત્ર પતિ-પત્ની બે રહેવાથી પરિવાર નહીં પણ પરિવારમાં બાળક એટલે કે સંતાન પણ હોવું જોઇએ. આ વાત નયનાને હળવેથી કાનમાં કહી પણ પતિની આ વાત નયનાને ન ગમી તે ખંભો ઉલાળી અને બેડરૂમમાં પલંગમાંથી પણ દૂર ચરકી ગઇ અને પંકજને કહ્યું, "અત્યારથી બાળકને જન્મ આપી મારી કારકિર્દી પર હું ધૂળ નથી નાખવા માગતી હવે નેશનલ નહી પણ ઈન્ટરનેશનલ લેવલ ઉપર પણ રમવાનો મારો ચાન્સ છે."
પણ પંકજ આ વિશે કશો વિરોધ કરી ના શકયો પણ થોડા પ્રેમની હૂંફમાં પોતાને જકડી લીધી પ્રેમથી પોતાની કેરીયરમાં આગળ વધે તેવી સહજતા દર્શાવી આ હુંફાળા પ્રેમના આલિંગનમાં નયના પંકજની બાહોમાં આવી ગઇ.
થોડા સમયમાં ઇન્ટરનેશનલ ગેમ્સમાં ભાગ લેવા જવામાં નામ સામેલ થઈ ગયું, ચારેય બાજુથી શુભેચ્છાનો વરસાદ વરસ્યો. પણ તોય એક વાતથી ગભરાઇ ગઇ ન સમજ આવે એવું કાંઇક થઈ ગયું. મહિના ઉપર આઠ દિવસ થયા ખ્યાલ આવ્યો કે કશું ખોટું થયું છે. પણ ગાયનીક પાસે તપાસ કરાવી તો ડૉકટરે પરીક્ષણ કરી અભિનંદન મેડમ ! તમે 'મા' બનવાના છો નયના આ સાંભળી કશો પ્રતિભાવ વ્યક્ત ન કર્યો. મોં સિવાઈ ગયું. ભારે અસ્વસ્થ થઈ ગઈ. મા નહોતી બનવા માગતી. હજુ તો ઇન્ટરનેશનલ ગેમ્સ રમવાનો મોકો મળ્યો આવેલ તક ચુકી જાય તો કારકિર્દીનો અકાળે અંત આવી જાય ના મારેમાં નથી બનવું.
પંકજને વાત કરી તો તે ખુશ થયો પણ રાજીપો તો પ્રગટ થઈ જાય એવી કાળજી રાખવા તો તે ઉત્સાહમાં હતો કહ્યું, 'હમણા થોડા દિવસ તારા શરીરને આરામ આપ બહુ બોજો ન લે. પણ નયના આવું કરવા તૈયાર ન હતી પંકજને કહ્યું, "મારે મા નથી બનવું મારી કેરીયર બાજુએ મૂકી આ બાળોતીયો નથી ધોવા.
બાળક પડાવી ?"
પંકજ ચોકી ઊઠયો, "નયના આપણા ઘરમાં બધું જ છે સુખી છીએ હવે થોડા વરસ નહીં રમે તો આપણા જીવનમાં ક્યાય ખોટ નહીં આવે અને જે ખોટ હતી એ ઈશ્વરે પૂરી કરી તો વધાવી લઈએ..." નયનાથી ચીસ પડાઈ ગઈ, "તો મારી કેરીયર ખતમ કરવા માંગો છો આ માટે ભલભલા જીંદગીભર મહેનત કરે છે. ને મને તક મળી તો આપ મા બનાવવા માગો મારાથી તો નહિ બને..".
પંકજ જાણતો હતો કે નયનાને નયનાને કેરીયરનો જબર મોહ છવાયો વધુ દલીલો કરવાથી ફાયદો નથી. ને આગળનો સંસાર ડોળાય આવી ભીતી છતાં બોલવું પડ્યું નયના આપણી ઉંમર પણ છે પછી આનાથી મોટી ઉંમરે સંતાનના ઉછેરમાં સમય નહિ મળે..
હું કાય સાંભળવા નથી માંગતી જવાબ નયના તરફથી આવ્યો તે જાણતી હતી કે પંકજની તર્ક સાચી છે પણ કારકિર્દીની ઉજ્જવળ તકમાં તેને ઘરમાં ચિત્ત લાગતું ન હતું.
પંકજ પણ મનાવવા ઘણી કોશિશ કરી પણ એજ વાત આવી ને અટકી જતી... "ના, હું મા બનવા નથી માંગતી." અને હવે આ સમય વધારે પસાર કરવો નયના માટે પરવડે તેવો પણ ન હતો ઉપસી રહેલ પેટ ઉપર ક્યારેક હાથ ફેરવતી તો એવું લાગતું અંદરથી કોઈ સાદ પાડતું હોઇ એવું અનુભવાતું.
એવામાં ટેનીસની ઇન્ટરનેશનલ ગેમ્સ રમવા જવાનુ થયું આ કંઇ મુશ્કેલ ન હતું પણ એનાથી એક મુશ્કેલી પણ પેદા થતી હતી. વહેલી તકે ગર્ભપાત કરાવી લેવા માંગતી હતી. જો આ આયોજનને ત્રણેક મહિના બાકી ત્યાં આ જેટલું વહેલું થઈ શકે એટલું વધુ સુરક્ષીત હતું.
જો મોડું થાય તો આ તક જતી રહે એથી ગર્ભપાત કંઇ જોખમી ન હતું. પંકજને માટે પણ હવે બીજો કોઇ વિકલ્પ નહોતો નયના સાથે એ પણ નર્સિગ હોમમાં ગયો અને ડૉકટરે ફરી વાર સંપુર્ણ તપાસ કરી ઓપરેશન રૂમમાં સુવડાવી. ગર્ભમાંના શિશુને બધું અજાણું લાગતું હતું જે પૃથ્વી પર તે જન્મ લેવા માંગતો હતો પૃથ્વી કેવી હશે એવી જિજ્ઞાસા હતી.
માતાના ગર્ભમાંથી નીકળી પ્રુથ્વીના સૂર્યના કિરણોના પ્રકાશની પ્રતીક્ષા કરી રહ્યું અને માતાનો ચહેરો કેવો ?
આવા પોચા પોચા હુંફાળા ગોળ વીટાયેલ અસ્તિત્વની આરપાર સંવેદના કશું વધારે હતી. જ્યારે ડૉકટરનો હાથ ગર્ભસ્થ શિશુના પર પડ્યો ત્યાં શિશુ ધ્રુજી ઊઠયું ઇન્જેક્શનની સીરીજમાં દવાઓ ભરવામાં આવી ત્યારે ચિત્કાર ઉઠીયો મારે બહાર આવવું છે. બહારના પ્રકાશને પામવો છે મને આવવા દો મને બહાર આવી ધરતીની શોભાને માણવા દો ઈશ્વરને પ્રાર્થના કરવા લગ્યો ઈશ્વર તે બધાની મદદ કરી મને પણ આ રાક્ષસથી બચાવી લે પણ ઈશ્વરે જવાબ આપ્યો હોય એમ એક માતા આ પગલું લે ત્યારે તેની આગળ અમે પણ હારી જઈએ છીએ.
નર્સિગ હોમના ડૉકટર ઇજેક્શન સોય નયનાના શરીરમા દાખલ કરી ત્યાં ગર્ભના શિશુનું હદય ધબકતું બંધ થય ગયું ચીપીયાના બન્ને ભાગ વચ્ચે ભ્રુણને પકડી બહાર કાઢીયું ત્યારે નયનાને ગેમ્સ જીતીને હાશકારો થાય તેવો અનુભવ થયો.
પંકજ ત્યાંજ ભાગી પડેલા હદય સાથે કપાળ ઉપર હાથ રાખી બેચી ગયો અને પોકારી ઉઠીયો... ભ્રુણ હત્યા થઈ છે. મને સજા કરો...