Manasvi - 4 in Gujarati Fiction Stories by Well Wisher Women books and stories PDF | મનસ્વી - ૪

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

મનસ્વી - ૪

મનસ્વી -

વેલ વિશર વુમન સહિયારી નવલકથા

મનસ્વી પોતાના શબ્દો ગોઠવવા માંડી. સ્તુતિએ તો ખૂબ સહજતાથી કહ્યું,

હા, બોલ મમ્મા, હું નહીં સમજું તો તને કોણ સમજશે પરંતુ હતી તો હજુ બાર વર્ષની, બાળક કહેવાય. આવડા બાળક પાસેથી એકલતા શું છે સમજવાની અપેક્ષા રાખવી ખૂબ મોટી વાત હતી. વળી આજ સુધી સ્તુતિ અને મનસ્વી વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિની કલ્પના મનસ્વીએ પોતે પણ નહોતી કરી. અત્યારે તો સ્તુતિને લાગે કે સાગર સારો છે પણ જ્યારે ખરેખર સ્વીકારવાનું આવે ત્યારે કદાચ તેનું બાળમન ગૂંચવાઈ જાય. ઉંમરે તેને લિવ-ઈન રિલેશન શું છે કેવી રીતે સમજાવવું?

મનસ્વી ને મૂંઝાતી જોઈ ને સ્તુતિએ ફરી પૂછ્યું, બોલ મમ્મા, તું સાગર અંકલ વિષે કંઈક કહેવા માગે છે ને, તને ગમે છે ? સ્તુતિના આટલા સહજપણે પૂછાયેલા પ્રશ્ને મનસ્વીની હિંમત વધારી. બોલી, સ્તુતિ દિકુ, જો તારા પપ્પાથી છૂટા પડયાની વાત તો તું જાણે છે અને ત્યારથી તું મારી દુનિયા છો અને તું મારું સર્વસ્વ રહીશ. વાત એમ છે કે સાગર પણ ઘણા વર્ષથી એકલો છે અને તે મારી સાથે આઈ મીન આપણી સાથે સ્પેશ્યલ ફ્રેંડશીપ કરવા માંગે છે.”

મમ્મા, તારા ક્લાયન્ટ છે અને તને ઘણી હેલ્પ કરે છે તો ફ્રેન્ડ કહેવાય ને.”

હા દિકુ, ફ્રેન્ડ તો કહેવાય પણ આવા ફ્રેંડસ તો ઘણા હોય. સાગરને એનાથી વધારે સંબંધ રાખવો છે. ઈચ્છે છે કે આપણે ત્રણે સાથે રહીએ . રોજ-બરોજ ની તકલીફો -ખુશીઓ શેર કરીએ .”

ડઝ હી વોન્ટ ટુ મેરી યુ ?”, સ્તુતિએ મનસ્વીની સામે જોઈને પૂછ્યું.

નો…. નોટ એક્ઝેકટલી, મને એવું લાગે છે કે આપણે થોડો સમય સાથે રહીએ, એક બીજા ને સમજીએ પછી જો આપણને સાગર સાથે ગમે અને સાગરને આપણી સાથે, બધાને સાથે ફાવે તો પછી સંબંધને નામ આપીશું. મનસ્વીને આશ્ચર્ય થયું, પોતે આટલા સ્પષ્ટ શબ્દોમાં કેવી રીતે બોલી ગઈ! હવે તે સ્તુતિના જવાબની રાહ જોવા લાગી.

એટલે લિવ-ઈન રિલેશનશીપ મમ્મા ?” સ્તુતિએ પૂછ્યું.

સ્તુતિને મોઢે આટલો મોટો શબ્દ સાંભળી મનસ્વીને નવાઈ લાગી. “હા સ્તુતિ, ”. એણે કહ્યું.

મમ્મા, તું શું ઈચ્છે છે ?” ઠવકાઈથી સ્તુતિએ પૂછ્યું.

ફ્રેન્કલી કહું દીકા, મેં નિર્ણય તારા પર છોડયો છે યુ આર મોસ્ટ ઇમ્પોર્ટેન્ટ. તને ગમે તો હું દિશા તરફ જોઉં.”

ઘડિયાળ :૩૫ નો સમય બતાવતી હતી.

જો મમ્મા, આપણી વાતોમાં મારે સ્કૂલે જવાનું મોડું થાય છે. ચાલ જલ્દીથી મને ડ્રોપ કર અને તું તારા કામ ઉપર જા, મારે સ્કૂલ મિસ નથી કરવી અને હા...તારા મિ. સાગરને કહી દેજે કે મારી મમ્મા સાથે રહેવું હશે તો તેમણે પહેલાં મારી સાથે નિરાંતે વાત કરવી પડશે અને હું તેમનો ઇન્ટરવ્યૂ લઈ નક્કી કરીશ કે તે આપણા સ્પેશ્યલ ફ્રેન્ડ બનવા લાયક છે કે નહીં. સ્તુતિએ હસતાં હસતાં કહ્યું. મનસ્વી દીકરી ઉપર વારી ગઇ.મા દીકરી નીકળ્યા અને સ્કૂલે પહોંચ્યાં. એકટીવા ઉપરથી નીચે ઉતરતાં સ્તુતિને જરાક ચક્કર જેવું લાગ્યું પણ પોતે કશું કહે તો મમ્માને ચિંતા થાય એટલે કશું બોલી નહીં અને મનસ્વીને ગાલ ઉપર કીસ કરતાં બોલી, મારી સ્વીટ મમ્મા, ચિંતા કરીશ, સાગર અંકલને કહી દેજે કે આજે સાંજે આપણે ડિનર લેવા સાથે જઈએ છીએ અને તે સ્તુતિની ટેસ્ટ ફેસ કરવા તૈયાર રહે .”

ઘર તરફ એકટીવા પાછું વાળતાં મનસ્વી ખાસ્સી હળવાશનો અનુભવ કરતી હતી. સ્તુતિએ વાતને એકદમ મેચ્યોરિટીથી લીધી હતી. મનસ્વી વિચારતી હતી, લાગે છે હવે બધું સારું થશે, પણ હવે સાગરને કયા શબ્દોમાં ગોઠવીને કહેવું કારણ કે લિવ-ઈનની વાત તો પોતાની અને કશ્તીની મુલાકાતની નીપજ હતી. સાગરે તો સ્પેશ્યલ ફ્રેંડશીપ માગી હતી અને સ્તુતિ તો સાગર સાથે સીધી વાત કરવા માગતી હતી. સાંજે સ્તુતિ અને સાગરની મુલાકાત કરાવતાં પહેલાં પોતે સાગરને મળી બધી વાતની ચોખવટ કરવી પડશે. સાગર લિવ-ઈન વિષે શું માને છે અને બ્લડ ટેસ્ટ માટે રાજી થશે કે તેને અપમાન ગણશે .જો સાગર તૈયાર થાય તો વાત આગળ વધશે .” વિચારોમાં ને વિચારોમાં મનસ્વી એક-બે વાર ભટકાઈ પડતાં બચી . ઘેર પહોંચી ઝડપથી તૈયાર થઈ. રૂટિન પ્રમાણે એક ક્લાયન્ટને બોડકદેવમાં મળવાનું હતું અને ત્યાંથી સાગરની મેઈન ઓફિસ નજીક હતી એટલે તેણે સાગરને ફોન કર્યો, તમને જવાબ આપતાં પહેલાં મારે તમને મળવું છે. અમુક ચોખવટો કરવી જરૂરી છે. તમને ૧૨:૦૦ ની આસપાસ મળવું ફાવે?”

હા ચોક્કસ, બોલો ક્યાં મળીએ?” સાગરે ઉત્સાહથી જવાબ આપ્યો.

હું તમારી ઓફિસે ૧૨:૦૦ ની આસપાસ પહોંચું.

મનસ્વી ફોન મૂકી ઉતાવળે પોતાના ક્લાયન્ટ સાથે કામ પતાવવા નીકળી. મનસ્વીના મનમાં ઉત્સાહ અને અવઢવ બંને એક સાથે હિલોળા લેતા હતા. અત્યાર સુધી એને સાગર સાથે પ્રોફેશનલ સંબંધ હતો. સિંગલ મધર છે એટલી તો સાગરને ખબર હતી પણ અંકુશ બાબત કંઈ જાણતો નહોતો. એને :૩૦ વાગ્યે સ્તુતિને લેવા જવાનું હોય એટલે તે પહેલાં બધી વાત કરવાની છે અને સાંજનું ડિનર પણ નક્કી કરવાનું છે. જો સાગર લિવ-ઈન કરાર કરવા માટે તૈયાર નહીં થાય તો ….? જો તેને બ્લડ ટેસ્ટ કરાવવામાં વાંધો હશે તો? ફરી એકવાર મનસ્વીનું એકટીવા સ્કિડ થતાં થતાં રહી ગયું.

સ્વસ્થ થા મનસ્વીએણે પોતાની જાતને ટપારી, સાગર એક પણ બાબતની ના પાડે તો વાત ત્યાં પૂરી, જીવન જેમ જતું હતું તેમ રહેશે પણ હવે કોઈ અવિચારી પગલું લેવું નથી. ક્લાયન્ટ સાથેની મિટિંગ ધાર્યા કરતાં ઝડપથી પતી. દિવસની શરૂઆત સારી થઈ બધું સારું થવાનું છે. હજુ માંડ ૧૧:૩૦ થયા હતા એટલે મનસ્વીએ વાત કરવા કશ્તીને ફોન લગાડ્યો. ટૂંકમાં વાત કરી, કશ્તી જાણીને ખુશ થઈ.શુભેચ્છા આપી. હવે મનસ્વી સંપૂર્ણ રીતે સજ્જ હતી સાગર સાથે સ્પષ્ટ વાત કરવા. સાગરની ઓફિસ તરફની દિશામાં ચાલી પડી. વિચારોમાં ખોવાયેલી ફરી એક વાર કોઇની સાથે ભટકાઈ પડી. એણે માણસની સામે જોયું. એની નજર માની શકી. અંકુશ હતો. લઘરવઘર હાલતમાં જલ્દી ઓળખાયો નહીં. મનસ્વી જોયું જોયું કરી, સોરી બોલીને આગળ વધી. એને સાગરની ઓફિસે પહોંચવું હતું.

સાગર પોતાની અતિ સુરુચિ પૂર્વક સજાવેલી ભવ્ય ઓફિસમાં અધીરો બનીને રાહ જોતો હતો ૧૨:૦૦ વાગવાની. ફૂટ, ૧૦ ઇંચ ઊંચાઈ, સપ્રમાણ બાંધો, ઘૂંટાયેલો અવાજ અને વ્યવહારની શાલીનતા તેના સુંદર વ્યક્તિત્વને પ્રભાવશાળી બનાવતા હતા.

સાગર અને રિયાના લગ્ન વડીલોની પસંદગીથી થયેલા. બે સંપન્ન પરિવારોના સુંદર યુગલ પર બધાના આશીર્વાદનો વરસાદ થયેલો. બંને એકબીજાના પૂરક હતા. રિયા કલાકાર હતી. એકઆદબે ગ્રુપ શો પણ કરેલા.અતિ સંવેદનશીલ હતી . ત્રણેક વર્ષ તો હરવાફરવામાં ગયા. સસરાનો મોટો બંગલો સજાવવામાં એની બધી ટેલેન્ટ વપરાઇ જતી હતી. બધા ખુશ હતા. પણ પછી બંનેને બાળકની ઝંખના થઇ. બધા ટેસ્ટ, બાધા - માનતા બધું કર્યા પછી પણ બાળક થવાની આશા દેખાણી. લગ્નના પાંચ વર્ષ પછી સાગર અને રિયા બંનેના માતાપિતા સાથે ચારધામની યાત્રા કરવા ગયા પરંતુ ત્યાં પૂર આવતાં ચારમાંથી કોઈ પાછું આવ્યું. એકલા થઈ ગયા સાગર અને રિયા. સાગર બંને પરિવારના બિઝનેસમાં ખૂંપી ગયો. ખૂબ કામ રહેતું આખરે એણે બધું સરસ રીતે ગોઠવી લીધું. ત્યાં સુધીમાં રિયા એકલતાથી કંટાળી ગઇ હતી. બાળકની ઝંખના તીવ્રતર થતી જતી હતી. ઓછાબોલી છોકરી કોઈને કશું કહેતી નહીં.માત્ર કેનેડા રહેતી એની એક સમવયસ્ક માશીની દીકરી સાથે ક્યારેક ફોન પર વાતો કરતી. ધીમે ધીમે રિયા ડિપ્રેશન, અનિદ્રા, બ્લડપ્રેશર વગેરે રોગોનો શિકાર બનતી જતી હતી. ખોરાક કરતાં વધુ તો દવા લેવી પડતી. એકવાર કબાટો ગોઠવાતા તેની નજર એક ફાઇલ ઉપર પડી જેમાં સ્પષ્ટ રિપોર્ટ હતા કે સાગર પિતા બનવા સક્ષમ નથી. આટલી મોટી વાત સાગરે એનાથી છૂપાવી? હતાશામાં ડૂબેલી રિયા વધુ એક આઘાત સહન કરી શકી અને રાત્રે જ્યારે સાગર ઘરે આવ્યો ત્યારે તેને પલંગ ઉપર ઊંઘની દવાનો ઓવરડોઝ લીધેલી રિયા મળી. હોસ્પિટલ પહોંચ્યા ત્યાં સુધીમાં તો ખૂબ મોડું થઈ ચૂક્યું હતું. પોતાની પત્નીના આપઘાતનું કારણ એની ભૂલ હતી એવા અપરાધભાવથી પીડાતા અને એના મરણના આઘાતમાંથી માંડમાંડ બહાર આવેલા સાગરને કોઈ આકર્ષી શકતું નહીં. સાગર ખૂબ મોટો બિઝનેસમેન હોવાને કારણે તેની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ બાંધવા અનેક સ્ત્રીઓ આતુર રહેતી પરંતુ મનસ્વીની ખુદ્દારી, આત્મવિશ્વાસ, લોકો સાથે થોડું અંતર રાખીને પણ મૈત્રીપૂર્ણ રહેવાની રીત, સિંગલ પેરન્ટ હોવાની જવાબદારીને સરસ રીતે નિભાવવાની એની આવડત અને સાદગીભરી સુંદરતા સાગરને સ્પર્શી ગયા. સાગરને લાગ્યું કદાચ આવી વ્યક્તિ સાથે પોતાનું જીવન જોડવાનું પસંદ કરશે. વ્યક્તિ કદાચ એને સધિયારો આપી શકશે.પણ કોઈપણ પ્રકારની ઉતાવળ કરવા નહોતો માગતો માટે એણે મનસ્વી સમક્ષસ્પેશ્યલ ફ્રેંડશીપની વાત મૂકી હતી, લગ્નની નહીં..

સાગરે મનોમન મનસ્વીની બધી શરતો માનવાનું નક્કી કરી લીધું હતું. ૧૨:૦૦ થયા, ૧૨:૩૦ થયા, :૦૦ અને પછી :૦૦ વાગ્યા પણ તો મનસ્વી આવી તો તેનો કોઈ ફોન. સાગરે રાહ જોવાનું છોડી ફોન લગાવ્યો સામે છેડે રિંગ જતી હતી પણ નો રિસ્પોન્સ…...

એકતા દોશી.

અમદાવાદ.

***