Ek Kiran in Gujarati Motivational Stories by payal solanki books and stories PDF | એક કિરણ

Featured Books
Categories
Share

એક કિરણ

દિવાળી ની રાત આમ તો અમાસ ની રાત હોયછે.પરંતુ લોકો તેને દિવા અને બાળકો ફટાકડા થી પૂનમ કરતા પણ વધારે પ્રકાશીત કરી દે છે.

       પરંતુ ,આ પ્રકાશ ને દિપક જોઈ શકતો નથી. આણંદ ની આંબાવાડી પોળ માં રહેતો દિપક.જેનું નામ તો દિપક છે પણ તેના આંખે અંધારું છે.

     દિપક એક કેમિકલ ઇજનેરી કોલેજ માં અભ્યાસ કરતો.મોટા અરમાનો અને જીંદાદિલી  સાથે જીવતો દિપક કોલેજ માં ટેકનીકલ ફોલ્ટ ના કારણે આગ લાગતા અકસ્માત નો ભોગ બન્યો. અને ત્યારબાદ તેના જીવન માં અંધકાર ફેલાય ગયો. દિપક ના પિતા મોટા ઉદ્યોગપતિ હતા .મોટા-મોટા ડોક્ટરો ને બતાવ્યા છતાં કોઈ ઇલાજ શક્ય ન બન્યો.

          દિવાળી ની રજા માં દિપક તેના ફાર્મહાઉસ પાલનપુર ના ગામ ઉંબર માં આરામ માટે ગયો. ત્યાં તેની મુલાકાત કિરણ સાથે થઈ.

   કિરણ સવાર ની કિરણ પેલા ઉઠતી અને સદાય   હસ્તી-બોલતી અને બીજા ને પણ હસતા રાખતી. જીવન ને પોઝિટિવ વિચારો થી જોવાવાળી આ છોકરી એ દિપક નું જીવન જ બદલાવી દીધું.

           કિરણ little house ચલાવતી હતી.જે દિપક ના ફાર્મહાઉસ ની તદ્દન નજીક હતું. દિપક બાળકો નો અવાજ સાંભળી ને ગાર્ડન માં આવતો. એકવાર ક્લાસ પુરા થતાં કિરણ દિપક પાસે આવી તેની સાથે વાતો કર્યા પછી તેના અંધાપા વિશે જાણ થઈ.
    એક સાંજે દિપક ના ફાર્મહાઉસ ની બાલ્કની માં દિપક અને કિરણ બેઠા હતાં. ત્યારે,દિપકે કિરણ ને પૂછયું ,"કિરણ ,તું હંમેશા ખુશ રહે છે અને બીજા ને પણ ખુશ રાખે છે. શું છે તારા જીવન માં આ ખુશી નું રહસ્ય ?" ત્યારે પહેલીવાર  કિરણ ના આંખો ના ખૂણે આંસુના મોતી સરી પડ્યાં અને કિરણે ખૂબ સરસ પ્રત્યુત્તર આપ્યો.
       કિરણે કહ્યું, ' દિપક, તું lacky છે કે તારા જીવન માં તારા માં-બાપ તો છે ને. જ્યારે મેં મારી આંખો ખુલી છે ત્યાર થી અનાથ આશ્રમ ના બાળકો સાથે જ મોટી થઈ છું. ભણવામાં સારી હોવાથી મને સારી નોકરી તો મળી ગઈ. પરંતુ, ભગવાન ને કંઈક ઓર જ મંજૂર હતું. જીવન ની બહુ જ સોનેરી ક્ષણોએ મારી મુલાકાત નિર્ભય સાથે થઈ. ઇન્ડિયન એરફોર્સ ના આ જવાન એ મારા જીવન ની કાયાપટલ કરી દીધી.
               લગ્ન થયા મારા અને નિર્ભય ના.અને લગ્ન ના   પાંચમાં દિવસે જ તેને ઓર્ડર આવતાં ડ્યૂટી પર જતો રહ્યો . હું એકલી-એકલી ઘર થી કંટાળી જતી એટલે મેં little house માં job કરવા લાગી.
      કહેવાય છે ને કે, સુખ અને દુઃખ એ જીવન ની બે બાજુ છે .હવે મારા જીવન ની બીજી બાજુ શરૂ થઈ .1999 ના ભારત-પાકિસ્તાન ના યુદ્ધ માં નિર્ભય શહીદ થઇ ગયો. અને મારા જીવન ની અગ્નિપરીક્ષા શરૂ થઈ ગઈ .સમાજ ના નિયમો અને રીતી તો નિભાવી .પરંતુ, એકલા એક વિધવા કોની કોની સાથે લડે? આ પ્રશ્ન થી દૂર ભાગી. હું પાલનપુર ના આ નાનકડા ગામ માં રહેવા આવી ગઈ અને જીવન ને એક નવી કિરણ આપી. 
         ગામ ના લોકો એ મને અને મે તેમને અપનાવ્યા. દિવસ આખો હસતી અને હસાવતી કિરણ ને રોજ રાત નું અંધારું કોરી ખાઈ છે. પરંતુ, જે જીવન માં વિપદા જ ન હોય એ જીવન શું જીવન? ,એમ માની આ સમય વિતાવું છું.'

      કિરણ ની આખી દસ્તાન સાંભળ્યા પછી દિપક ને થાય છે કે ,પોતે જે રીતે હાર માની ને બેઠો છે તે ખોટું છે.
         રજાઓ પુરી થતાં દિપક ફરી પોતાના ઘરે આંબાવાડી ની પોળ માં જાય છે. પરંતુ,જતાં પહેલાં તે કિરણ ને મળે છે અને પ્રોમિસ આપે છે કે તે નેકસટ દિવાળી એ એક નવો દિપક જોશે.
     દિપક ફરી થી પોતાનું ઇજનેરી ભણતર પૂરું કર્યું. અને પરીક્ષા માં ઉત્તીર્ણ થયો. બીજી દિવાળી એ તે ફરી પાલનપુર ના ઉંબર ગામ જાય છે ત્યારે કિરણ ને પોતાની વાત કરે છે. આમ , દિપક ને કિરણે જીવન નું સાચું કિરણ આપ્યું. ??????