thadkar 1 in Gujarati Fiction Stories by Mrugesh desai books and stories PDF | થડકાર ૧ 

Featured Books
Categories
Share

થડકાર ૧ 

આરોહી એ ચોથા માળ ના ફ્લેટ નો દરવાજો ખોલ્યો.આજે ઓફિસે માં બહુ કામ હતું એટલે એ ખુબ થાકી ગઈ હતી .એને એવું વિચાર્યું હતું કે એ જેવી ઘર માં જશે એવી જ સીધી બેડરૂમ માં જઈને પલંગ માં પડશે .પણ એને ક્યાં ખબર હતી કે ઘર માં જતા જ નવી મુસીબત એની રાહ જોવે છે.એ દરવાજો ખોલીને અંદર આવી..

***********

અનિકેતે ગાડી પાર્કિંગ માં પાર્ક કરી ઓફિસે બેગ લઈને તે લિફ્ટ માં આવ્યો આકે અને ઘેર આવવા નો મૂળ નતો પણ ઘેર આવવું પડ્યું હતું . આખો દિવસ એસી કેબીન માં બેસીને કામ કરીને એને માનસિક થાક લાગ્યો હતો એટલે એ આજે ક્લબ માં જવા માંગતો હતો પણ કોણ જાણે કેમ એને અચાનક શુ સુજ્યું કે એને ગાડી ક્લબ તરફ વાલ્વને બદલે ઘર તરફ વળી.એ કોઈ વાતે વિચાર કરી રહ્યો હતો ને અચાનક લિફ્ટ ચૌદમા માળે ઉભી રહી એને લિફ્ટ માંથી બાર નીકળી ને ફ્લેટ નો દરવાજો ખોલ્યો એને ક્યાં ખબર હતી કે એ ક્લબ ની જગ્યાએ ફ્લેટ માં આવ્યો ને એની જિંદગી બદલાઈ જવાની હતી.

*******
સીટી મોલ ની દરેક ઓફિસો માં લગભગ એક વાગે તો લંચ પડી જતો . અનિકેત અને આરોહી ની ઓફિસ માં પણ એવુજ બનતું.પરંતુ એ બંને માટે લંચ નું ઈમ્પોર્ટન્ટ જમવા પૂરતું નહતું . છેલ્લા બે વર્ષ થી આ ઘટના ક્રમ ચાલતો હતો . અનિકેત અને આરોહી ઓફિસ ના લંચ ટાઈમ માં છેલ્લા બે વર્ષ થી એક જ રેસ્ટોરન્ટ માં આવતા . બંને જ્ણ એક ચોક્કસ ટેબલ પર બેસ્ટ અને એ પણ એવી રીતે કે બંને જ્ણ એક બીજાને જોઈ શકે . આમ આખા લંચ દરમિયાન બંને ફક્ત એકબીજાને જોઈને જમતા. ના કોઈ હવે ભાવ ના કોઈ વાત ચિત..ના સ્માઈલ ના કોઈ ઈશારા ફક્ત બંને એક બીજા ની સામે જોતા અને લંચ નો સમય પૂરો થતા બંને એક બીજાની સામે એક છેલ્લી નજર એવી રીતે નાખી ને જતા કે જાણે એકબીજાને ફરિયાદ કરતા હોય કે હવે ફરી ક્યારે મળીશું..?  જલ્દી મળીયે તો સારું.

અનિકેત ૫૫ વર્ષ ની ઉમર નો હતો . પરંતુ તેને હજી સુધી લગ્ન નતા કર્યા  તેના માં બાપ નાનપણ માં જ મૃત્યુ પામ્યા હતા તે અનાથ આશ્રમ માં રહી ને મોટો થયો હતો ને ભણ્યો હતો..બેંક ની aekzam પાસ કરીને તે સામાન્ય કલાક માંથી અત્યારે પ્રાઇવેટ ફાઇનાન્સ કંપની માં મેનેજર બન્યો hto.અને એકલો રહેતો hto.અનાથ આશ્રમ ના બે કાર મિત્રો ને તેની ઓફિસ નો સ્ટાફ આ સિવાય અનિકેત નું ખાસ કોઈ ઓળખીતું ન હતું. 


આરોહી મંદ ૨૫ ની હતી. એકદમ લેવિસ લુક પાણીદાર આંખો .બરડા પર ફેલાયેલા વાલ ને જીન્સ ti  શર્ટ તેની હંમેશા નો પહેરવેશ હતી
તેના ફેમિલી માં ખાસ કોઈ હતું નહીં તેની માતા જ હતી જે અત્યારે જર્મની રહેતી હતી. તેના પિતા પાઇલોટ હતા જે દાસ વર્ષ પહેલા એક પ્લેન અકસ્માત માં મૃત્યુ પામ્યા હતા..પણ આરોહી ને નાનપણ થી ભારત પ્રત્યે બહુ લગાવ હતો એટલે એ જર્મની ને બદલે ભારત માં સ્થાઈ થવા માંગતી હતી . તે છેલ્લા ૬ વર્ષ થી ભારત માં હતી એ એક ફેશન ડિઝાઈનર કંપની માં જોબ કરતી હતી એમાંથી એને પોતા નો ફ્લેટ ખરીદ્યો હતો. તેને મન તો અનિકેત જ પોતા નો સૌથી નજીક નો મિત્ર હતો.

તાજુબ ની વાત તો એ છે કે અનિકેત અને આરોહી બંને છેલ્લા બે વર્ષ થી એકબીજા સાથે અજીબ રીતે વર્તતા હતા . પરંતુ નાનને હજી સુધી એક બીજાના નામ પણ જાણતા ન હતા!!