be jivo nu avagaman in Gujarati Adventure Stories by Dp, pratik books and stories PDF | બે જીવોનું આવાગમન

Featured Books
Categories
Share

બે જીવોનું આવાગમન

          (એક દુહો એક વાર્તા)સત્ય ઘટના નો પ્રસંગ

દુહો: ધન્ય છે તુજ જનેતા ને....
ધન્ય છે તારી કુંખ ને.. 
ત્યજી દીધો જીવ સુખ તણો,
જન્મ આપવા સંતાન ને...

જોયું ના તમ મુખ બાળ નું..
ને જમ ના તેડા આવ્યા...
મેલી માયા તમ જગ તણી.
કેમ સ્વર્ગે સિધાર્યાં,.....?3.

         એક સમય ની વાત છે. અમદાવાદ શહેર ની પોળ માં રહેતી,ભાનુ નામે એક 35 વર્ષય મહિલા. સ્વભાવે નિર્મળ, મધુર બોલી,પતિ અને ત્રણ દિકરીયો સાથે સાસુ સસરા અને તેના પિયરયાઓ નો પ્રેમ. જાણે ભાનુ નશીબ માં લખાવીને આવી હતી. ખુદ હસમુખો સ્વભાવ ધરાવતી સ્ત્રી,તેના પરિવાર સાથે ખુબ ખુશ રહેતી. પણ ભાનુ ને એક ચિંતા ખુબ સતાવતી, ભાનુ ને ત્રણ પરી જેવી દીકરી હોવા છતાં પણ તેને એક દીકરા ના ઓરતા હતા. ભાનુ વારંવાર તેના પતિ દિનેશ ને કહેતી. 
આપણે એક દીકરો હોયતો કેટલું સારું. દિનેશ પણ તેને આશ્વાસન આપતા કહેતો. ભાનુ આપણે ત્રણ દીકરી છે એ કાય દીકરા થી ઓછી થોડી છે. છતાંય ભાનુ નું મન નહતું માનતું, તેને થતું ત્રણ બહેનો વચ્ચે એક ભાઈ હોય તો કેટલો સહારો રહે મારી દિકરીયો ને. ક્યાંય હાથ લાંબો કરવાની વેળા ના આવે. ભાનુ ના સાસુ ખુબ પ્રેમાળ સ્વભાવના ભાનુ ને સમજાવતા કે.

 બેટા ભાનુ તું ચિંતા ના કર,અને માતાજી પર શ્રદ્ધા રાખ, સૌ સારવાના થશે.

 ભાનુ પણ શ્રદ્ધા રાખનારી સ્ત્રી 
હતી. માતાજી ને રોજ બે વખત પૂજા પાઠ કરે માતાજી ને અરજ કરે.

હે માઁ મારા કુળ ની રખેવાળ મા ચામુંડ, તે મને ઘણું સુખ સાહિબી આપી છે. પણ માં મારે એક દીકરાની ખોટ છે. માઁ મને ખોળાનો ખૂંદ નાર દે. 
ભાનુ ના હૃદય ભીંજાતા શબ્દો થી તેના પરિવારના બધા, સદસ્યો રડતા,તેની ફુલ જેવી ત્રણેય દીકરીયો પણ કહેતી. માઁ,તું રડ નહિ તારા આંસુ જોઈ અમને પણ રડું આવે છે.
દીકરી ના શબ્દો સાંભળી ભાનુ તેમને ભેટી વળી. ના ના બેટા હું જે કઈ કરું છું તમારા માટે જ કરું છું.
      પ્રેમાળ સ્વભાવવાળી ભાનુ ની આશા પુરી થાય એવા આશીર્વાદ તેના પાડોશી લોકો પણ આપતા,સુખ અને આશા ની વચ્ચે દિવસ જતા વાર નો લાગે. ભાનુ ને દિવસો જવા ના એંધાણ વર્તાણા, ભાનુ ખુબ ખુશ થઇ,તેની ખુશી નો કોઈ પાર નહતો. તેણે દિનેશ ને વાત કરી, વાત કરતા કરતા ભાનુ ની આંખો છલકાય ગઈ. ભાનુ ની આવી ખુશી જોય દિનેશ પણ પોતાની કુળદેવી ચામુંડ ને અરજ કરવા લાગ્યો.  
હે માઁ ચામુંડ જો તે, ભાનુ ની અરજ સાંભળી હોય તો તેના કુખે, દીકરો જ દેજે માઁ, મારી તને આટલીજ અરજ છે, કહી દિનેશ ભાનુ ને ભેટી વળ્યો. 
ભાનુ ના સાસુ સસરા પણ તેને ખુબ ખુબ વધામણી આપી, પિયરેથી પણ શુભેચ્છા ઓ આવવા લાગી. ભાનુ ના ઘરે એક નવા મહેમાન આવવાની તૈયારી થવા લાગી. ખુશી ના અવસર માં દિવસો જતા વાર ના લાગે. એક માહ બે માહ એમ કરતા કરતા,ભાનુ ને 9 મહિના પુરા થવા ની વેળા આવી. ભાનુ ને ઘર કામ કરતા કરતા,અચાનક પેટ માં પીડા ઉપડી, બેચેની ની હાલત માં ભાનુ ને ક્યાંય રહેવાય નહિ. ભાનુ એ તેની સાસુ ને બુમ પાડતા,કહ્યું,માઁ..... માઁ.... મને પેટ માં પીડા થાય છે, માઁ! 
ભાનુ ના આવા શબ્દો સાંભળી તેના સાસુ, ખુશ થયા અને કહ્યું.  વહુ બેટા તું ચિંતા ના કર આતો, નવા મહેમાન આવા ના એંધાણ છે આવું થતું રહે. પણ ભાનુને પીડા ખુબ વધારે હતી તેને સહન નહતી થતી. તેણે, એના સાસુ ને કહ્યું,માઁ, પીડા ખુબ વધારે છે તમે તમારા દીકરા ને બોલાવો(દિનેશ) કહી ભાનુ જમીન પર ઢળી પડી. તેના સાસુ ચિંતા માં આવી ગયા, અને દિનેશને ખબર કરી. દિનેશ ઉતામળો ઘરે આવ્યો    ભાનુ ને દવાખાને લઇ ગયા  દવાખાને પહોંચતા જ ભાનુ ની સારવાર થવા લાગી. બેભાન હાલત માં પડેલી ભાનુ ના રિપોર્ટ કરવા માં આવ્યા,બધા રિપોર્ટ, થઇ ગયા ત્યાં સુધી માં ભાનુ ભાન માં આવી ગઈ. ભાનુ એ આંખ ખોલી ત્યાં,તેની નજર સમક્ષ,દિનેશ તેના સાસુ સસરા,અને ત્રણેય દિકરીયો હતી. ભાનુ થોડી પીડા માં હતી, છતાં બોલવાની કોશિશ કરતી,પણ દિનેશ તેને આરામ કરવાનું કહેતો.

ડોક્ટરે ભાનુ ના બધા રિપોર્ટ ચેક કર્યા, અને તેમાં એક ચિંતા જનક વાત જાણવા મળી. ડોક્ટરે ભાનુ ના પતિ દિનેશ ને પોતાના કેબિન માં બોલાવ્યો, અને ખુરસી પર બેસાડી ને કહ્યું.

દિનેશભાઈ આમતો બધું સારું જ છે, પણ,,!  ,ડોક્ટર ના એક શબ્દ "પણ" ઉપર દિનેશ ચિંતા કરવા લાગ્યો,અને કહ્યું,"પણ"! પણ શું ડોક્ટર સાહેબ? કોઈ ચિંતા જનક વાત છે,? દિનેશ ના ઉદાસ ભર્યા શબ્દો સામે ડોક્ટર પણ કઈ બોલી શકે એમ નહતા,છતાંય કોશિશ કરી ને કહ્યું. જુવો દિનેશ ભાઈ,હું તમને જે કહું છું એ ધ્યાન થી સંભાળજો બાદ માં તમારે નિર્ણય લેવાનો છે. 
સામે થી દિનેશે કહ્યું,શું  ડૉ સાહેબ.?

ડૉ: -વાત માં એમ છે કે તમારી પત્ની ના ગર્ભ માં બાળક જે અવસ્થા માં છે,તે અન્ય કરતા અલગ છે.  ડૉ, ની વાત દિનેશ સમજી ના શક્યો એટલે પૂછી લીધું. અલગ માતલબ,? ત્યારે ડૉ, સીધા શબ્દો માં કહી દીધું કે અમે માઁ અથવા બાળક આ બન્ને માંથી કોઈ એક ને'જ બચાવી શકશું 
 ડૉ ના આવા અણગમા શબ્દો સાંભળતાજ, દિનેશના પગ નીચેથી જમીન ખસી ગઈ. ડૉ- કટરે દિનેશને આશ્વાસન આપતા કહ્યું. દોસ્ત થોડી હિમ્મત રાખો તમે તૂટી જશો તો બાકી પરિવાર ને કોણ સંભાળશે. ડોક્ટર ની વાત થી દિનેશ અંભિગય હતો શું. ડૉ સાહેબ, આમ કેવી રીતે ધીરજ રાખું. હું મારી પત્ની ને ખુબ પ્રેમ કરું છું. એ... છે. તો હું છું  આમ કઈ રીતે એના જવાની તૈયાતી કરું સાહેબ ? દિનેશના આંશુ રોકાતા નહિને ડોક્ટર પણ ઉદાસ હતા. થોડા સમય પછી દિનેશ થોડો હળવો થયો, અને ડોકટરને વાત કરી સાહેબ બીજો કોઈ ઉકેલ નથી? 
ડૉ, શું જવાબ આપે, ના ભાઈ બીજો કોઈ ઉકેલ નથી. માઁ ને બચાવશો તો બાળક ગુમાવી બેશશો,અને બાળક બચાવશો તો પત્ની ગુમાવી બેશસો. ડૉ, ની વાત થી દિનેશે એકજ નિર્ણય લીધો. કઈ પણ થાય મારી પત્નીને બચાવો મારે એની જરૂર છે. 
દિનેશ એક શ્વાસે દોડીને ઓપ્રેસન રૂમમાં ગયો અને ભાનુ ને બાથ માં ભરી લીધી. ભાનુ થોડી ભાન માં હતી એટલે એણે દિનેશનો હાથ પકડીને બોલવાની કોશિશ કરતા કહ્યું. એ દિનુ, શું થયું કેમ ઉદાસ છો? દિનેશ કઈ પણ બોલવાના હોશ માં નહતો છતાં ભાનુ બોલ્યા કરે અંતે દિનેશની આંખો ભરાય આવી ને ઊંચા આવજે કહ્યું.
 શું કહું તને ?  દિનેશના ઊંચા અવાજ થી ભાનુ ચિંતા માં આવી ગઈ. રડતા રડતા દિનેશે કહ્યું,ભાનુ...,તારી માનતા તારી શ્રદ્ધા તારો જીવ લેવા આવી છે. દિનેશના આવા વમળા શબ્દો થી ભાનુ ની હાલત કફોડી થતી ગઈ. દિનેશ નીચું મો રાખીને બોલતો ગયો. ડૉકટરે કહ્યું છે કે માઁ અથવા દીકરા બે માંથી એક ને બચાવી શકશું ભાનુ.  ભાનુ હું તને ખોવા નથી માંગતો. મેં ડૉ,ને કહી દીધું કે મારે મારી પત્ની જ જોઈએ,મારે બીજું કોઈ સંતાન નથી જોતું. દિનેશ ના શબ્દો સાંભળી,ભાનુ એ કહ્યું. આ તમે શું કર્યું દિનેશ, તમને ખબર તો છે,મારે એક દીકરા પ્રત્યે કેટલી લાગણીયો ભરી છે, મારે આ બાળક ને દુનિયા માં લાવો છે.  આ વાત થી દિનેશ સહમત ના હતો તેણે ભાનુ ને કહી દીધું.  ના હવે હું તારી કોઈ વાત સાંભળવા નથી માંગતો,મને તારી જરૂર છે બસ.  આટલું કહી દિનેશ જયારે બહાર તરફ વળીયો ત્યાં ભાનુ એ હિમ્મત કરી તેનો હાથ પકડી લીધો, અને સમજાવવા લાગી.  દિનેશ,તમે ચિતા ના કરો મને કશું નહિ થાય માંતાજી પર ભરોષો રાખો બધું સારું થઇ જશે. તમે આપણી ત્રણેય દીકરી સામે ધ્યાન થી જોયું છે?, મને એમના સ્વભાવ માં એક ભાઈ ને જોવા ના ઓરતા દેખાઈ છે,બીજા ભાઈ બહેનો ને રમતા જોઈ મારી દિકરીયો ઉદાસ થતી જતી હોય છે. એમને પણ એક ભાઈ જોઈએ છે,! ભાનુ ની વાત વચમાં કાપી દિનેશે કહ્યું.  પણ એમને ભાઈ કરતા વધારે એક માઁ ની પણ જરૂર છે, તું આવો નિર્ણય લઈશ તો મારી ત્રણેય દીકરી ઓને કોણ સાચવ શે. ભાનુ તું આવું ના બોલ મને અને મારી દીકરીયો ને તારી જરૂર છે. અમે તને ખોવા નથી માગતા,!દિનેશ નો હાથ પકડી ભાનુ એ તેના માથે મુક્યો અને કહ્યું.  દિનેશ તમને મારા સમ હવે એક શબ્દ પણ બોલ્યા છો,જાવ જઈ ને  ડોક્ટર ને બોલાવો મારે તેમની સાથે વાત કરવી છે. દિનેશ હવે કશું બોલ્યા વગર ડોક્ટર ને બોલાવી લાવ્યો. ડોક્ટર ના આવ્યા બાદ, ભાનુ એ હસતા મુખે દિનેશ ને કહ્યું તમે થોડાક સમય માટે બહાર જાવ,દિનેશે ના' પાડતા કહ્યું ના હું અહીંજ ઉભો રહીશ. પણ ભાનુ એ વચન લીધું હતું એટલે ના છૂટકે, દિનેશે બહાર જવું રહ્યું. 
દિનેશ ના બહાર ગયા પછી, ભાનુ એ ડૉ ને,વાત કરી અને ડીલીવરી પેપર ઉપર સહી કરી ને અંગુઠો મારી દીધો. પછી ડૉ, બાહર આવી ને ભાનુ ના કહેવા પ્રમાણે દિનેશ ને કહ્યું અને સહી લેવાની વાત કરી.  પણ ડૉ, ની વાત થી દિનેશ સહમત ના થયો ને ઓપ્રેસન રૂમ માં પાછો આવ્યો અને ભાનુ ને સમજાવવા ની કોશિશ કરી પણ ભાનુ એકની બે ના થઇ,અને દિનેશ ને ના છૂટકે પેપર પર સહી કરાવી દીધી.
થોડા સમય બાદ ઓપ્રેસન સરું થયું, નર્સ વારંવાર રૂમ ની અંદર બહાર, વસ્તુ લેવા માટે અવર જવર કરે. આ બાજુ દિનેશ અને તેનો પરિવાર ચિંતા માં માતાજી ને પ્રાર્થના કરે,અરજ કરે,ત્રણેય દિકરીયો પણ બહાર બેઠી માઁ અને ભાઈ ને બહાર આવવા ની રાહ જુવે.  ઓપ્રેસન માં પુરા 2 કલાક,34 મિનિટ થઇ, ઘણી બધી જજમો જહેજ પછી ડોકટર ની ટીમ બાળકને દુનિયામાં લાવ્યા પણ ડૉ ને લાગ્યું જાણે બાળક મૃત જન્મયું છે.  આ બાજુ ભાનુ ચેતનામાં અને એક બાજુ બાળક  શુન હતું. ડૉ પણ ચિંતા માં આવી ગયા હવે શું કરશું? મેં તો વચન આપ્યું હતું કોઈ પણ એક ને બચાવવાનું, પણ અહીં તો બન્ને ની હલાત ખરાબ હતી, કોઈપણ હાલત માં ડૉકટરે બંને ને ઓક્સિજન પંપ,ઇન્જેક્શન આપી બચાવવાની કોશિશ કરી. પણ થયું એવું કે જેમ જેમ બાળકમાં જીવ આવતો જાય તેમ તેમ ભાનુ પોતાના શરીર નો ત્યાગ કરતી ગઈ.  બાળકનું હૃદય ધબકતું થયું અને ભાનુ એ પોતાના પ્રાણ છોડી દીધા. બાળકનો રડતો આવાજ આવવાથી દિનેશ નો પરિવાર રાજી થવા લાગ્યો.  ત્રણેય દિકરીયો હસવા કુદવા લાગી. પણ દિનેશ ચિંતા માં હતો,એતો બસ ડૉકટર ને બહાર આવવા ની રાહ જોતો હતો. ડૉકટર રૂમમાં થી બહાર આવ્યા અને દિનેશે તેમને કહ્યું. સાહેબ શું થયું? સફળતા મળી ને? મારી ભાનુ સ્વસ્થ છે ને? દિનેશ ના સવાલ આગળ ડૉકટરે નીચા મોઢે એટલુંજ કહ્યું માફ કરજો, હું તમારી પત્ની ને બચાવી ના શક્યો.
 એટલું સાંભળી દિનેશ નીચે પડી ગયો,થોડા સમય પહેલા ખુશી નો માહોલ હતો અને હવે  ચંદ મીનટો માં માતમ છવાય ગયો. કેમ કે  આખા ઘર નું ધ્યાન રાખતી નજર આજ બંધ થઇ ગઈ હતી.

          દુહો,: હજુ દીઠુંના તમ,બાળ મુખડું ને..
            જમ ના તેડા આવ્યા,
            મેલી ધાવણયા બાળ ને..
             માત સ્વર્ગે સિધાર્યાં.....