21mi sadi oni strio ni kahani in Gujarati Magazine by Shaimee oza Lafj books and stories PDF | 21મી સદી ઓ ની સ્ત્રીઓ ની કહાની

Featured Books
Categories
Share

21મી સદી ઓ ની સ્ત્રીઓ ની કહાની

21 મી સદી ની સ્ત્રીને લગતી સમસ્યા….
    સ્ત્રીઓનો દરજ્જો હંમેશા પુજનીય રહ્યો છે, સ્ત્રીઓની સરખામણી કાલિ,દુર્ગા,સરસ્વતી સાથે કરવામાં આવે છે.

જ્યારે છોકરી જન્મે ત્યારે તેને અંદર જ મારી નાંખવા માં આવે છે. આપણે સુધરેલી ભાષા મા કહીએ તો કીરેટન કહેવાય છે, મિત્રો સમાજ માં મોટી મોટી સુધરેલી વાતો કરનાર વેલ એજ્યુકેટેડ વર્ગ આ કાર્ય કરતાં હોય છે. આ મારે બહુ શરમ થી કહેવું પડે છે,અને ડોક્ટરો પણ પૈસા ની લાલચ માં આવું કૃત્ય કરતા જોવા મળશે, ભલે ને દવાખાનાં પર બોર્ડ માં માર્યુ,હોય કે “અમે ગર્ભ પરીક્ષણ નથી કરતાં,આ ગભઁ પરીક્ષણ ગુનો છે”,પણ પૈસા જોસે તો તે છકી જશે.ત્યારે ક્યાં જાય છે. બધી સુધરેલી વાતો? મને તો એજ નહીં સમજાતું.ત્યારે ક્યાં જાય છે કાયદો?છોકરી ને જન્મતાં વાત જ ભેદ કરવામાં માં આવે છે કે તું છોકરી છે.તુ કોઈ બીજા ઘર ની છે, તુ પારકા ઘરની અનામત છે. તેને બિમારી ને પોતાનું બચપન પણ ન માણવા દે આ હરામી સમાજ.તેને જન્મતાં ની સાથે જ મગજ માં ઠસાવે કે તારે પારકા ઘરે જવાનું ત્યાં અમારું નામ કાઢવાનું..કોઈ છોકરા ને શીખવે કે તારે બધી છોકરી ઓનું અને સ્ત્રી ઓનું સમ્માન કરવું તેવું. મારે તો એ જ જોવુ છે.બિચારી નાની જન્મેલી બાળકી ને ખબર પણ ન હોય સાસરા નો મતલબ શુ થાય તે?..છોકરો કરે તે બધું માફ ને છોકરી નું સમાજ મા ચિતરાય ને તેનું તો સમાજે ઉપનામ પણ વિચારી રાખ્યું હોય કેરેકટરલેસ, દુર્ગુણી,ખરાબ લક્ષણ વાળી વગેરે.વાહ સુધરેલો સમાજ ? છોકરો ભૂલ કરે તો માસુમીયત છોકરી કરે તો માન મર્યાદા, ના પાઠ ભણવા માં આવે.ભગવાને તો બંને ને સરખાં બનાયા છે.તેમને તો કોઈ ભેદભાવ કર્યા નથી.બંને નુ સરખું જ મહત્વ છે.તો પછી આવા ભેદભાવ કેમ આચરવા માં આવે છે. આ કામ એ અભણ લોકો દ્વારા નહીં પણ વેલ એજ્યુકેટેડ શિક્ષિત વર્ગ દ્વારા આચરવા માં આવે છે.
“ દુનિયા ની ઓળખ છે સ્ત્રી;
દુનિયા પર ઉપકાર છે સ્ત્રી;
દરેક ઘરની જાન સ્ત્રી;
બેટી,માં, બહેન, પત્ની, ભાભી બનેલી
ઘરઘરની શાન છે સ્ત્રી;
ના સમજો એને કમજોર તમે ક્યારેય 
બધા સંબંધો  ને એકતાંતણે બાંધી રાખે છે,
મર્યાદા અને સમ્માન છે.સ્ત્રી
તમે પુરુષો એ ન  ભુલો કે અમે છીએ
માટે તમે અમારા લીધે જ આ દુનિયા માં છો.
માટે અમને કમજોર સમજવાની ભુલ ન કરો,સ્વાર્થી પુરુષો “.
સમાજ સુધરેલી મોટી મોટી વાતો કરે મોર્ડન જમાના ની કે “સ્ત્રી અને પુરુષ સમાન” છે અને સ્ત્રી સ્વાતંત્રતા ના ભાષણ દરેક કરશે.પણ કેટલાક જુની રુઢીને જકડી રાખે અને પોતાની પુરાની ,વિચારસરણી ક્યાંક તો લોકો ને જકડી રાખે છે. પોતાની આ વિચારસરણી સ્ત્રીઓ પર જ થોપવા માં આવે છે? મને એજ નહીં સમજ નહીં આવતું.

     કોઈકવાર તો કપડાં પરથી છોકરી નું ચારિત્ર્ય નક્કી કરે બોલો આ સમાજ,જીન્સ કે મોર્ડન કપડાં પહેરે તો સમાજ બિચારી ને ચારિત્ર્યહીન નું લેબલ મારે આ સુધરેલો સમાજ.આપણા લોકો ના મગજ માં ઠસી ગયું છે, કે કુર્તી, ને સાડી પહેરે તો સંસ્કારી, નહીં તો ચારીત્ર્યહીન આપણા સમાજ ના લોકોને સાડી પહેરી ને દારૂ પીતી સ્ત્રી હોય તો ચાલે પણ જીન્સ ને મોર્ડન કપડાં પહેરનાર બિલકુલ પસંદ નથી.આપણો  સમાજ પુરાની રૂઢીઓનાં વાદળો થી ઘેરાયેલો છે.
      જ્યારે છોકરી કોલેજ માં આવે તો તેની પર જાત જાત ના નિયંત્રણો ચાલું થઇ જાય.  ત્યારે ક્યાં જાય છે સમાનતા નાં ભાષણો ? સ્ત્રી સ્વાતંત્રતા ની આઝાદી ની વાતો તો ખાલી ભાષણો માં જ ચાલે, વાસ્તવમાં માં ન પછી ક્યા જાય બધી વાત મને પણ ખબર નથી પડતી.
      જ્યારે છોકરી માસીકધર્મ માં પ્રવેશે ત્યારે તો તેના  મગજ માં જાતજાતના વહેમો ઘુસાડવા માં આવે છે. તેને એ ટાઇમ કંઇ જ ખબર ન હોય  તો તેને  યોગ્ય દિશા દોરવા ની જરુર હોય છે. સરખી રીતે સમજાવવા ની  જગ્યા એ મમ્મી એ તેને વહેમ માં ક્યા નાખવાની જરુર છે?
        અને જ્યારે 18માં વર્ષ માં પ્રવેશે છે,ત્યારે તો એની વાટ જ લાગી જાય છે. તેને કા તો લગ્ન માટે દબાણ કરવામાં આવે છે , તેને લગ્ન માટે ની જાતજાત ની તાલીમો આપવામાં આવે જેમકે તું આમ્ બોલજે તેની સ્ક્રીપ્ટ તો પેલા થી તૈયાર કરી રાખી હોય.એમાં જો કોઈ જો કાળી હોય, બહુ પાતળી , જાડી ,કદરૂપી  હોય તો એનું તો આવીજ બને, બિચારી ને સામે વાળા ના કારણે જાત જાતની માનસિક રીતે યાતના ઓ આપવા માં આવે,અને જો સામેવાળા ના પર આધાર રહે  જાણેકે તે છોકરી બિઝનેસ માટે ડિલ ન કરવાની હોય , લગ્ન પહેલાં અમને ગમે તેવું ને   લગ્ન પછી સામેવાળા  ને ગમે તેમ આ બધુ શુ છે ? સ્ત્રી ને શું પોતાની જીંદગી  ન જીવી શકે પોતાની રીતે , કોઇ હક નથી પોતાના નિર્ણયો લેવાનો  ને પોતાનું બચપણ માણવા નો. લગ્ન જ બધુ છે?
    અને આપણા સમાજ ના સુધારણા ની વાતો કરતાં લોકો કહે કે છોકરી સુંદર જ હોવી જોઈએ અને કોઇ છોકરી બિચારી , કદરૂપી ,જાડી,કાળી, પાતળી હોય તો તેને સામે વાળા ને અનુકૂળ કરવા માટે તેને જાતજાત ની યાતનાઓ આપવા માં આવે. અને તેને સમાધાન અને કોમ્પ્રોમાઇસ કરવાનું શીખવવામાં આવે.મમ્મી પપ્પા એ તેને લગ્ન માટે દબાણ કરવાની જગ્યાએ મિત્રતા કેળવી ને તેની જગ્યાએ પોતાની જાત ને મુકીને જુઓ તો આવો ખ્યાલ ક્યારે નહીં આવે. અને મમ્મી પપ્પાએ પોતાના છોકરા છોકરી જોડે મિત્ર બની રહેવું જેથી બાળકો સંકોચવગર બધી વાત કહી શકે.અને તે કેવી છે.અને તેને તેવુ મળશે તેવુ નહીં તેની પબ્લિક વચ્ચે ક્યાં તેનો પ્રચાર કરવાનો આવે છે. અમૂક મા બાપ તો હદ કરે છે,એને મળશે ત્યાર સારું જ મળશે,ઉપર વાળા એ નક્કી કરીને રાખેલુ જ હોય છે. આમા તમારી મરજી ન ચાલે.અને અમુક તો હદ કરે  પોતાના બાળક ના દિમાગ ને પથારી ફેરવે જેના તેના સાથે સરખામણી કરી કરી ને તુ પેલાની છોકરી જેવી સુંદર નથી તુ ઢીકણા ની છોકરી જેવી હોશીયાર નથી. તુ બહુ દુખી
 થઇશ તેવી ભવિષ્યવાણી કરવાની ક્યા આવે છે. 
અને આમા પાડોશી ઓ ને બીજા ની છોકરી ઓના લગ્નની વધુ ચિંતા હોય. આ હકીકત હોય, આમને ખબર નહીં કોઈને લગાડવામાં કેમ આટલી ચિંતા હોય છે. મને તો એ નથી સમજાતું.
સ્ત્રી ને પુરુષ બે સિક્કા ની બે બાજુ છે.બંને વગર સંસાર નું અસ્તિત્વ નથી તો પછી છોકરીઓ ને જન્મતા વેત કેમ મારી નાખવામાં આવે છે.
એ સ્વાર્થી પુરુષ તુ સ્ત્રી ની જીંદગી એકવાર જીવી ને બચાવ કેવી રીતે જીવાય છે.
    આજકાલ છોકરા કરતાં છોકરી ઓ વધુ ઇંટલીજન્ટ,હોશીયાર, એ આપણા પાંચ વષઁ નો આ રેકોર્ડ છે.અને આગળ પડતી હોય  પણ છોકરા ઓના મોહ પાછળ ન જાણે બિચારી કેટલી છોકરી ઓ ને આ સમાજ ખાઇ ગયો. છોકરીઓ દરેક ફિલ્ડમાં આગળ મહીલા ઓનુ નામ હોય છે. જ જાણે બધાને પુત્ર છે.
  આપણાં શાસ્ત્રો માં ઉલ્લેખ છે. કે પુત્રો પુ નામના નર્ક માંથી ઉગારે છે ,તે તારે છે.તો  અત્યાર વૃધ્ધાશ્રમ કેમ છે?અને અત્યારે પુત્ર તારે જ તેની શું ગેરંટી ?
    કોઈ સ્ત્રી ને બિચારીને દહેજ માટે મારી નાંખવા આવે છે.દહેજપ્રથા જેમાં અમીર લોકો તો પોતાની દિકરીને આપે છે એ પણ આપે .પણ ગરીબ લોકો બિચારા ક્યાંથી   આપે ? અને વહુ ને સળગાવી દેવામાં આવે છે. તે એવુ કેમ નથી વિચારતા કે એ પણ કોઇ ની છોકરી છે. સમાજ  માં મોટી મોટી વાતો કરવાથી  આ બધી કુરીતી  ઓ દુર નહીં થાય પહેલ આપણે જ કરવી પડશે.પછી બિમારી સરકાર ને આમાં દોષ આપીએ તો ક્યાં મેળ પડે?અમુક મમ્મી પપ્પા પોતાની ઘર,ગાડી દહેજ રૂપે આપે જાણે કે સામે વાળા ભિખારી ન હોય.
હમણાં ની જ વાત કરું હું  આઝાદી  પછી ના ભારત ની આ 1987 ની ઘટના છે  જેતમને સાંભળીને પગ નીચેથી જમીન સરકી જશે.16ફેબ્રુઆરી 2013 ની આ વાત છે , રાજસ્થાન રૂપકુંવર જિલ્લાના  દેવરાલા ગામમાં એક શિક્ષીત સ્ત્રીને તેના મૃતક પતિ પાછળ સળગાવી દેવામાં આવી પેલી ન માની તો કેફી દ્રવ્ય પીવડાવી ને બેસાડીને તેને તેના મૃત પતિ સાથે ચિંતા મા બેસાડી દેવા માં આવી,1987 માં સતીપ્રથા વિરુદ્ધ કાયદો પણ બન્યો પણ તે શા કામનો? કોઇ ને અંધશ્રધ્ધા ની આળ કોઈ ને બચાવી શકે હોમતા તો તે કાયદો શું કામનો? ત્યારે શિક્ષિત લોકો ની ક્યા ગઇ નવા જમાના ની સુધરેલી વાતો ત્યારે બિચારી ની મદદે કોઈ ન આવ્યું, ને કેસ પણ દબાવી નાંખ્યો પોલીસે,આ ઘટના ને 6 વર્ષ થવા આવ્યા.અત્યારે પણ વિધવા ઓને અપશુકનિયાળ માનવામાં આવે છે.તેમને અત્યારે પણ કોઇ કાર્યક્રમો માં ભાગ લેવા દેવામાં આવતો નથી ,આ અત્યાર ના આધુનિક વિચારો છે.  સ્ત્રી સ્વાતંત્ર્ય ના ભાષણો ખાલી બોલવામાં જ સારા લાગે.વાસ્તવમાં મા કોઈ નથી અપનાવતુ આ કડવી હકિકત છે.
       પણ આપણે બીજી ઘટના ની વાત કરીએ દામીની ગેંગરેપ,નિર્ભયા ગેંગરેપ,આસીફા ગેંગરેપ,ને હમણા ની જ વાત કરુ 8 મહીના ની બાળકી ને એક નરાધમે પીખીં નાખે હવસ ની આળ માં ત્યારે ક્યાં ગયો બળાત્કાર વિરુધ્ધ સખ્ત કાનુન? અને ક્યાં ગઇ નવદુર્ગા સાથે નો દરજ્જો ? ક્યા ગયું સ્ત્રીઓ નું પુજનીય સ્થાન ? કાનુન ના રક્ષકો થી ન થતું હોય તો જનતા ને સોપો તે નરાધમને,માંનો તમારી ભાષા માં કે  સ્ત્રી એ મનભડકવુ ઉત્તેજીત કરે તેવા કપડા પહેર્યા હશે,પણ બિચારી એને એવી તો શું ઉત્તેજના ફેલાઇ હશે? 
અમુક તો સ્ત્રી પર રેપ થાય તો લોકો એને સાથ આપવાની જગ્યાએ એના જ ચારિત્ર્ય પર આંગ‌ળી ઉઠાવે તેના કપડાં પર દોષ નાંખે, જાણે કે તેમને ચારિત્ર્ય નું પ્રમાણપત્ર આપવા ન બેસાડ્યા હોય?ને આવું કહેનાર એક સ્ત્રી જ હોય એક સ્ત્રી જ સ્ત્રી ની દુશ્મન હોય છે.તેમને  એકબીજાની ઇર્ષા કરવાની જગ્યાએ એક થઇ ને બીજી સ્ત્રી ને મદદ કરવાની જરૂર છે.જ્યારે કોઇ નાં ચારિત્ર્ય પરા આંગળી ઉઠાયા પહેલાં ત્યાં પોતાની જાત ને મૂકી જુઓ તો આવો ખ્યાલ સુધાં તક નહીં આવે, તેને હિંમત આપવા ની જરૂર છે.પોતાના માટે સ્વરક્ષણ ની તાલીમ લેવી જોઇએ, જેમ કે કરાટે,કુન્ફુ,જુડો લેવી જોઇએ, તેને પોતાનો બચાવ તે ખુદ કરી શકે,તેને કોઈ પર આધાર ન રાખવો પડે.આપણે બધી સ્ત્રીઓ એક થઇશુ તો કોઇની તાકાત નથી કે આવી અવ્યવસ્થા ઉભી કરી શકે.
        અમુક શિક્ષીત સ્ત્રી ઓ  હોય તે એકલી રહેવું જ પસંદ કરે છે.  
છૂટા છેડા, બેવફાઈ ની જંજટ માં પડવું પસંદ નથી કરતી,પણ મિત્રો એક વાત હું દિલ થી કહુ છું જે મારા આદર્શ કાજલ ઓઝા વૈધ કહે છે.
“એકલા રહેવાની મજા પણ કંઈક અલગ હોય છે,
મિત્રો ના કોઇ ના પાછા આવવાની ઉમ્મીદ કે ન કોઇને લેવાનો ડર”
    તો આપણો દેશ આવી સમસ્યા માં કોઈ જ મદદ્ કરવાવાળુ ન હોય સ્ત્રી ને અને ત્યારે સમાજ  નો વેલએજ્યુકેઅટેડ વર્ગ પણ સાવ જુનાજમાના જેવી વાતો કરે તો આપણને  હાંસી ઉડાવવા નું મન થાય.અને આ લોકોએ શાસ્ત્રો નો ખોટો મતલબ નિકાળતા થયા છીએ અને વિજ્ઞાન ને પોતાના સ્વાર્થ માટે વાપરતા થયા છીએ. વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે.પણ આપણે કોઇ છોકરી ને મારી નાખવામાં કરો .યાતો સ્ત્રીઓ ને બદનામ કરવામાં ઉપયોગ કરવામાં આવે છે.તો તેનો ઉપયોગ  યોગ્ય દિશામાં માં કરવા માં આવે તો આપણો દેશ વિકાસશીલ દેશમાંથી  વિકસિત દેશ બની જાય.આપણે ઇન્ટરનેટ નો ઉપયોગ યોગ્ય દિશામાં કરવો જોઇએ. સ્ત્રી સ્વાતંત્ર્ય ના ભાષણો આપવા થી દેશ આગળ નહીં આવે સ્ત્રીઓની સમસ્યાઓ દુર કરવા બધાં એ સહભાગી થવું પડશે.ત્યારે આપણો દેશ યોગ્ય દિશામાં પ્રગતિ કરશે.અને આપણો દેશ વિશ્વ નો બેસ્ટ બનશે.
- જયહિંદ જયભારત
લિ શૈમી પ્રજાપતિ, (કાજલ ઓઝા વૈધ, ફેન)