a rainbow girl - 2 in Gujarati Fiction Stories by Gopi Kukadiya books and stories PDF | અ રેઇનબો ગર્લ પાર્ટ-2

Featured Books
Categories
Share

અ રેઇનબો ગર્લ પાર્ટ-2

અ રેઇનબો ગર્લ - 2
(ત્રણ કલાક પહેલાં)
“મૉમ, હું એરપોર્ટ પર છું. કેમ તું મને લેવા ન આવી?” મેં ગુસ્સો કરતા કહ્યું. તેની આજુબાજુ ઘોંઘાટ હતો, વાહનોના હોર્નનો અવાજ આવતો હતો.
“તું હવે નાની નથી, જાતે પણ આવી શકે છે અને એટલા માટે જ તને અહીંયા બોલાવી છે, તું એક વાર રેખાબેનને સાંભળ અને કંઈક શીખ તેમાંથી”
“મૉમ હું બાવીશ વર્ષની છું અને મને બધી જ ખબર પડે પણ તમારા મગરમચ્છ જેવા આંસુને લીધે અહીં આવી છું યાદ રાખજે” મૉમ એરપોર્ટ પર ના આવી એટલે મને ચીડ ચડતી હતી.
“હવે હોટેલનું નામ આપીશ કે હું આમ જ ભટકતી રહું?” મેં ઊંચા અવાજે કહ્યું.
“હોટેલ રિવરફ્રન્ટ, સરદાર બ્રિજ રોડ”
“ઑકે બાય” મેં કૉલ કટ કર્યો અને ચૅક આઉટ કર્યું.
“ક્યાં જવું બેન?” એરપોર્ટ બહાર નીકળતા ત્રણ-ચાર ઓટો ડ્રાઇવર મને ઘેરી વળ્યાં. મેં બધા ડ્રાઇવરનું નિરીક્ષણ કર્યું, જેની ઉંમર સૌથી વધુ દેખાતી હતી તેની સામે જોઈ કહ્યું, “ચાચા હોટેલ રિવરફ્રન્ટ જશો?” આફ્ટર ઑલ સેફટીનો સવાલ હતો, ચોઇસ તો રાઇટ જ કરવી પડે ને.
“હા કેમ નહિ બેટા” ચાચાએ મારા હાથમાં રહેલી મોટી બેગ લીધી અને ચાલતા થયા.
“કેટલા રૂપિયા થશે ચાચા?” મેં તેને અટકાવતા કહ્યું.
“આપણે તો રામરાજ છે, મન પડે એટલા આપજે બેટા” ખરેખર તે ચાચાની વાત મારા કાનને બોવ જ ગમી અને મારી ચોઇસ પર મને ગર્વ થયો. હું આમ જ છોકરો પસંદ કરીશ.
“અહીંથી કેટલું દૂર છે?”
“હશે કંઈક દસેક કિલોમીટર જેટલું”
“ચાલો લઈ લો” હું ઓટોમાં બેઠી. આ ચાચાની નિયત ખરાબ નથી, હું તેને વધુ રૂપિયા આપીશ.
      મેઘાણીનગર વટાવી ઓટો નરોડા રોડ તરફ વળી, ત્યાંથી ઠક્કરબાપા નગર એપ્રોચ અને આગળના બોર્ડ વાંચતી રહી. થોડીવાર પછી ટ્રાફિક જામ થયું અને બરોબર વચ્ચે ચાચાની ઓટો ફસાઈ. એક તો વાહનોનો આટલો બધો અવાજ અને તેમાં મારી મૉમનો કૉલ આવ્યો. હિટરલ છે મારી મૉમ!!
“ક્યાં પહોંચી?” આટલા ઘોંઘાટ વચ્ચે મેં આ જ સવાલનો અંદેશો લગાવ્યો હતો.
“કાલુપુર, થોડી વાર લાગશે હું ટ્રાફિકમાં ફસાઈ છું”
“શું કહે છે? કાલુપુર?” મૉમ જૉરથી બોલ્યા. મેં પણ એ જ ટૉનમાં હા કહ્યું.
“ઠીક છે, હું અત્યારે હોટેલે નથી, તારું આઈ ડી બતાવી રૂમની ચાવી લઈ લેજે અને આઠ વાગ્યે ગોલ્ડન હૉલ આવી જજે” મેં બંને કાનને ફૂલ ભીસ્યા ત્યારે મને મૉમની વાતો થોડી થોડી સમજાય.
“રૂમ નં-21 છે” મારી મૉમ આવું જ કંઈક બોલી હશે પણ સતનસીબે મને એ સમજાયું નહિ.
“શું કહે છે મોમ?”
“એ રૂમ નં-21 છે” મારી મૉમ બીજીવાર પણ આવું જ બોલી હશે, મને થોડું થોડું સમજાયું પણ ખ્યાલ ન આવ્યો કે તે કહેવા શું માંગે છે. હું આગળ કંઈ બોલું તે પહેલાં મોબાઈલ ડેડ થઈ ગયો.
“રબ્બીશ, હવે શું કરીશ?” બે પગ વચ્ચે મોબાઇલ દબાવી હું વિચારવા લાગી. ટ્રાફિકમાં મને બાધી જ ઓટો પાછળ મહિલા સશક્તિકરણ અંગેના પોસ્ટરો દેખાયા. એક લેડી ગુસ્સામાં અંગુઠા પાસેની આંગળી ચીંધતી હોય તેવો ફોટો હતો અને નીચે લખ્યું હતું – રેખાબેન ગુસ્સાલ.
       ઓહ આજે આમને જ સાંભળવાના છે, ચહેરો તો તેજસ્વીતાનો ઈશારો કરે છે હવે જોઈએ કેવું ભાષણ આપે છે. સાત વાગ્યાની આસપાસ હું હોટેલ રિવરફ્રન્ટ પહોંચી ત્યારે દરેક જગ્યાએ મેં રેખાબેન ગુસ્સાલને જોયા. તેનો ચહેરો મને બરોબર યાદ રહી ગયો હતો. ચાચાને મેં બસો રૂપિયા આપ્યા પણ તેઓએ મને સો રૂપિયા પાછા આપ્યા. રીસેપ્શન પર પહોંચી તો ત્યાં કોઈ હાજર નોહતું. ટેબલ પર રજિસ્ટર પણ નો’તું. અત્યારે શિફ્ટ બદલાતી હશે તેમ વિચારી મેં દીવાલ પર નજર કરી. ત્યાં રૂમ નંબર મુજબ બે-બે ચાવીઓ લટકતી હતી. રૂમ નંબર 21 માં બે ચાવી હતી અને 12 માં એક જ. એક ચાવી મૉમ પાસે હોવી જોઈએ.
    મૉમે એકવીશ કહ્યું કે બાર? હું મૂંઝાઇ, મેં રૂમ નં-12 ની ચાવી લીધી. મારા કાનમાં બ્લ્ટુથ હતું. જો કે તે શરૂ નો’તું, પણ મારી જ ધૂનમાં ગીત ગુનગુનાવતી હું રૂમ પાસે પહોંચી. ડૉર આનલોક કર્યો.
“વૉટ ધ ફકિંગ ઇસ ગોઇંગ?”
“ફક મી હાર્ડ બેબી,પ્લીઝ..પ્લીઝ” રૂમની અંદરથી અવાજ આવતો હતો. મારી નજર સામે એ જ રેખાબેન હતા જન્મેલા બાળક સ્વરૂપમાં. સાથે કોઈ બ્રિટિશ ગોરો પણ હતો અને એ પણ જન્મેલા બાળકના સ્વરૂપમાં જ. મેં જે દ્રશ્ય જોયું તે પરથી હું સમજી ગઈ કે આ બંને હજી એક બાળકની વ્યવસ્થામાં છે.
“ઉપ્સ સૉરી” મેં આંખો મીંચી અને ડૉર લૉક કરી ઉતાવળે પગલે રીસેપ્શન પર આવી. મારા માટે આ સામાન્ય વાત છે, મને બધી જ ખબર પડે પણ રેખાબેન જેને એક કલાક પછી હું સાંભળવાની છું તેઓને આવી હાલતમાં જોઉં એટલે થોડું અજુગતું લાગ્યું.
      હું જ્યારે રીસેપ્શન પર આવી ત્યારે એક લેડી ત્યાં આવી ગઈ હતી. “એક્સક્યુઝ મી,હું એક કૉલ કરી શકું?”
“યસ, વાય નોટ” તેણે હામી ભરી તે પહેલાં મેં રીસીવર ઉપાડી લીધું હતું. મારી સામે તેણે આંખો ઝીણી કરી.
“સૉરી,ઈમ્પોર્ટન્ટ છે” કાન પાસે રીસીવર રાખી મૉમને કૉલ લગાવતા મેં કહ્યું.
“મૉમ, હાર્વિ હિયર, આપણો રૂમ નંબર કહેશો પ્લીઝ”
“મિસ.હાર્વિ મહેરા, તમારા માટે રૂમ નં-21ની ચાવી અહીંયા છે” મને અટકાવી એ રીસેપ્શન પર ઉભેલી લેડી બોલી.
“મેં રીસેપ્શન પર ચાવી અને તારૂ નામ આપ્યું છે, જલ્દી ફ્રેશ થઈ આવી જા” મૉમે ફરી એ જ વાક્ય દોહરાવ્યું. મેં રીસીવર રાખી દીધું. આઈડી બતાવી હું રૂમ તરફ આગળ વધી, રૂમ નં-12ના દરવાજા પર રેખા લોબીમાં નજર નાખીને ઉભી હતી. થેન્ક ગોડ!!! આ વખતે એ જન્મેલા બાળકના સ્વરૂપમાં નો’તી. તેની અને મારી નજર મળી, મેં સિમ્પલ સ્માઈલ આપી અને નજર ફેરવી ચાલવા લાગી.
                               * * * * *
             હું ગોલ્ડન હોલથી નીકળી હોટેલ પર તો આવી ગઈ પણ અહીંયા પણ હું બોર થવા લાગી, હું વિચારવા લાગી આજનો દિવસ તો પસાર થઈ ગયો પણ હજુ બીજા બે દિવસ હું કઈ રીતે પસાર કરીશ?? 
        આ રેખાબેન ગુસ્સાલને સાંભળવાનો તો મારો કોઈ ઈરાદો છે જ નહીં, હરામી છે સાલી!!, એ જ સમયે મને મારી કોલેજ ફ્રેન્ડ હસ્તિની યાદ આવી અને મેં સુરત જવાનું નક્કી કરી લીધું.
            મારા ટ્રાવેલ એજન્ટનો કોન્ટેક કરીને મેં સુરતની ટિકિટ બુક કરાવી દીધી અને એક કલાક પછી તરત જ ત્યાંથી નીકળી ગઈ, મારી મોમની રાહ જોવાનો કોઈ સવાલ જ નૉહતો, કારણ કે મને ખબર હતી કે એ રેખાને સાંભળવામાં તલ્લીન હશે.
            જો હું એના આવવાની રાહ જોવા રહું તો નક્કી એ કોઈને કોઈ રીતે મને ત્યાં રોકવા માટે મનાવી જ લેત, અને મારે મારા બે દિવસો આજની જેમ બોરિંગ પસાર નોહતા કરવા.
            મેં મારા મોમને મેસેજ કરી દીધો,"હું સુરત મારી ફ્રેન્ડને મળવા જાઉં છું, આ રેખાને સાંભળવાનું મારાથી સહન નહીં થાય, હું મારી રીતે જ ઘરે પોહચી જઈશ, તું ચિંતા ના કરતી."
            હું ટેક્ષી કરી બસ ડેપો પોહચી ગઈ અને એ.સી. બસમાં મારી જગ્યા શોધી બેસી ગઈ, લાસ્ટ ટાઈમ પર બુકીંગ કરાવ્યું હોવાથી મને સિંગલ સોફા નૉહતો મળ્યો, આથી મેં ડબલ સોફા બુક કરાવ્યો.
            એક તરફ મારી બેગ મૂકી હું બારી પાસે બેસીને બહારનું નિરીક્ષણ કરવા લાગી, અમદાવાદ પણ હવે સારી પ્રગતિ કરી રહ્યું છે,થોડીવારે બસ ચાલુ થઇ અને મેં અમદાવાદને બાય બાય કર્યું.
               મેં મારી જગ્યા પર લંબાવ્યું, આખા દિવસના થાકને કારણે મને થોડી જ વારમાં ઊંઘ આવી ગઈ,હજુ આંખ મીંચાઈ જ હતી ત્યાં મારી મોમનો કોલ આવ્યો.
"તે મારી રાહ પણ ના જોઈ અને નીકળી ગઈ??"
"મોમ, હું તારી રાહ જોત તો શું તું મને આવવા દેવાની હતી?" મેં ઊંઘમાં જ મારી મોમને જવાબ આપ્યો.
"તને શા માટે આમાં રસ નથી મને તો એ જ નથી સમજાતું" મોમના અવાજમાં થોડો ગુસ્સો ભળ્યો હતો, કારણ કે હું તેમના પ્રિય રેખાબેન ગુસ્સાલને સાંભળવાનું છોડીને ત્યાંથી નીકળી આવી હતી.
"મોમ, તું એમને સાંભળે છે ને એટલું બસ છે, મારે નથી સાંભળવું, હવે મને ઊંઘ આવે છે તું મને સુવા દે, બાય." મારી મોમ આગળ કોઈ દલીલ કરે તે પહેલાં જ મેં ફોન કાપી નાખ્યો.
'અજીબ છોકરી છે' મને ખ્યાલ છે મારી મોમ એવું જ બોલી હશે. ખેર, એ બધા વિચારો પડતા મૂકીને હું ફરીથી સુવાના પ્રયત્નો કરવા લાગી અને ઊંઘી ગઈ.
       લગભગ રાતના બે વાગ્યા ત્યારે બસ એક હોટેલ પર સ્ટે માટે ઉભી રહી, અને મારી પણ ઊંઘ ઊડી ગઈ, રેખાના ચક્કરમાં મેં સરખું કઈ ખાધું પણ નો'હતું, મને ભૂખ લાગી હતી, આથી હું નીચે ઉતરી અને મારા માટે ચા અને સેન્ડવિચ ઓર્ડર કરી.
          નાસ્તો પતાવીને હું ફરીથી મારી સીટ પર આવીને બેઠી, દસ મિનિટ પછી બસે ફરી પોતાની મંજિલ તરફ પ્રયાણ કર્યું અને મેં સુવા તરફ, કારણકે મારે બીજું તો કશું કામ હતું નહીં.
           મેં સુવાનો પ્રયત્ન તો કર્યો પણ મને ઊંઘ ના આવી આથી મેં મારા હેન્ડબેગમાંથી ઈયરફોન કાઢ્યા અને સોન્ગ સાંભળવા લાગી. સોન્ગ સાંભળતા સાંભળતા ક્યારે મને ઊંઘ આવી ગઈ તેની મને ખબર જ ના રહી.
            સવારે વહેલા છ વાગે જ્યારે મારી આંખ ખુલી ત્યારે બસ સુરત કામરેજ પાસે પોહચી ગઈ હતી, મેં આળસ મરડી અને પાણીની બોટલમાંથી થોડું પાણી મોં પર છાંટીને ફ્રેશ થઈ અને પાણી પીધું, સાથે સાથે કપડાં અને વાળ પણ વ્યવસ્થિત કર્યા.
      સુરત જકાતનાકા પાસે બસ ઉભી રહી. હું બસમાંથી ઉતરી અને ઓટો કરીને ગેટવે હોટલ પર પોહચી, સવારનો સમય હોવાથી રસ્તા પર બહુ ટ્રાફિક નોહતું, હું પહેલા પણ એકવાર સુરત આવી ગઈ છુ આથી મને ત્યાંની ઘણી બધી ખબર છે.
        હોટલ પર પહોંચી મેં મારું આઈડી બતાવી મારા રૂમની ચાવી લીધી,અમદાવાદથી નીકળી ત્યારે જ મેં બુકિંગ કરાવી દીધું હતું આથી બીજી કોઈ પળોજણ હતી નહિ.
        રૂમ પર પહોંચી મખમલી બેડ પર આડી પડી.હસ્તીને મૅસેજ કરી ‘ગેટવે’ હોટેલ પર અગિયાર વાગ્યે આવવા કહ્યું આખી રાત મોબાઈલમાં સોન્ગ ચાલુ રહ્યા હોવાથી મોબાઈલની બેટરી લો થઈ ગઈ હતી, મેં મોબાઈલને ચાર્જ પર લગાવ્યો અને વોચમાં જોયું તો હજુ સાત જ વાગ્યા હતા,બસમાં તો હું સૂતી જ હતી પણ મને સરખી ઊંઘ નોહતી આવી,આથી મેં થોડીવાર સુઈ જવાનું જ મુનાસિફ માન્યું જેથી હું આખો દિવસ પછી એન્જોય કરી શકું.
       એસીની ઠંડક અને શાંતિ ભર્યા મહોલમાં મને થોડી જ વારમાં ઊંઘ આવી ગઈ.પૂરા ત્રણ કલાક ઊંઘ ખેંચ્યા બાદ દસ વાગે હું ઉઠી. ઉઠીને ફ્રેશ થવા હું બાથરૂમમાં ગઈ, નાહીને ફ્રેશ થઈને મેં બ્લુ શોર્ટ કેપ્રી પર વાઇટ સ્લીવલેસ ટોપ પહેર્યું, હેર વોશ કર્યા હોવાથી તેને ખુલા જ છોડી દીધા,આંખોમાં બ્લેક કાજલ કર્યું અને હોઠો પર લીપબામ લગાવ્યું, કપડાં પર પરફ્યુમ છાંટયું અને હું રેડી થઈ ગઈ.
         મેં ચાર્જમાં લગાવેલો ફોન કાઢ્યો અને જોયું તો અગિયાર વાગી ગયા હતા મેં હસ્તિને કોલ લગાવ્યો તેને કહ્યું કે તે રસ્તામાં જ છે,થોડીવારમાં હસ્તિ પણ આવી ગઈ, આવતાંની સાથે જ તે મારા પર ગુસ્સો કરતા બોલી,"હાર્વિ યાર, ધીસ ઇસ વેરી વેરી રોંગ."
"વૉટ?"
"હું અહીંયા રહુ છુ, મારુ ઘર છે છતાં તું હોટેલમાં કેમ રોકાઈ છે?"
"તને ખ્યાલ જ છે ને બેબી, હું ગમે ત્યાં જાવ હોટેલમાં જ સ્ટે કરું છું." મેં તેનો એક ગાલ ખેંચતા જવાબ આપ્યો.
"તું કોઈનું નહીં માને." તે પણ હસતા હસતા બોલી.
"ચાલ હવે હસવાનું બંધ કર અને કંઈક નાસ્તો કરીએ આપણે, મને ભૂખ લાગી છે."
"અત્યારે તારે નાસ્તો કરવો છે? હવે લંચ ટાઈમ થઈ ગયો છે" હસ્તિએ ટાઈમ બતાવતા કહ્યું.
"અરે હજુ તો વાર છે, પછી લંચ કરશું." 
"તો ચાલ આપણે લોચો ખાવા જઈએ."
"ચાલો..." કહેતા હું અને હસ્તિ હોટેલ રૂમમાંથી બહાર આવ્યા, રીસેપ્શન પર મેં મારી ચાવી આપી અને અમે હોટલમાંથી બહાર નીકળ્યા.
            હસ્તિ તેની એકટીવા લઈને આવી હતી આથી અમે તેની એકટીવા પર જ બહાર નીકળ્યા, અમે વીઆઈપી રોડ પર આવ્યા અને ત્યાં જલારામનો ગરમાગરમ લોચો ખાધો.નાસ્તો પતાવીને હસ્તિએ મને પૂછ્યું,"હવે શુ પ્લાનિંગ છે?"
"યાર, હું કોઈ પ્લાનિંગ કરીને અહીંયા નથી આવી અને હું અહીંયા ફરવા આવી છું તો ફરવાનું જ હોય ને"
"ઓકે તો આપણે મુવી જોવા જઈએ??" હસ્તિએ મને પૂછ્યું.
"શ્યોર,મેં પણ હમણાં કોઈ મુવી નથી જોયું."
હસ્તિએ બુક માય શો પર વેલેન્ટાઈનમાં બે મુવી ટિકિટ બુક કરાવી દીધી,અમે વીઆઈપી રોડ પરથી નીકળી વેલેન્ટાઈન સીનેમાં આવી ગયા.
      કોમેડી મુવીના કારણે બહાર આવ્યા પછી પણ હું અને હસ્તિ હસતા જ હતા અને લોકો અમને આશ્ચર્યથી જોતા હતા પણ મને એની કોઈ પરવાહ નોહતી, આજે હું ખુશ હતી, મેં મનમાં જ વિચાર્યું સારું થયું કે હું અહીંયા આવી ગઈ નહીતો અમદાવાદમાં જ બોર થતી હોત.
        મુવી જોઈને થોડી ફોટોગ્રાફી કરવા અમે સાઈલેન્ટ ઝોન જતા હતા ત્યારે હસ્તિના એક ફ્રેન્ડનો કોલ આવ્યો.આ એ જ કૉલ હતો.મારી લાઈફને હેલ બનાવનારો કૉલ.જો હસ્તીને આ કૉલ ના આવ્યો હોત તો કદાચ હું અત્યારે જે છું એ ના હોત.હસ્તિએ ગાડી સાઈડ પર કરી અને વાત કરવા લાગી,તેમની વાતચીત પરથી મને લાગ્યું કે તેઓ ક્યાંક બહાર જવાનો પ્લાન કરી રહ્યા છે.વાત પૂરી થતાં જ મેં પૂછ્યું,"કોનો ફોન હતો,શુ વાત છે?એવરી થિંગ ઇસ ઑકે?"
"મારા ફ્રેન્ડગ્રુપમાં બધા પીકનીક પર જવાનું પ્લાનિંગ કરે છે,એ પ્લાનિંગ કરવા બધા સાંજે ડિનર પર મળવાના છે."
"ઓહ તો જજે તું."નિરાંતનો શ્વાસ ભરતા મેં કહ્યું.
"તને અહીંયા એકલી મૂકીને હું નથી જવાની,એક કામ કર તું પણ અમારી સાથે ચાલ." હસ્તિએ મને પણ સાથે આવવા કીધું.
"હું કેવી રીતે આવું, હું કોઈને ઓળખતી પણ નથી." 
"હું સાંજે બધા સાથે તારી ઓળખાણ કરાવી દઈશ, હવે તારી કોઈ આરગ્યુમેન્ટ નહિ ચાલે, તું આવે છે એ ફાઇનલ છે બસ." હસ્તિએ ઓર્ડર કરી દીધો.
"હું આવીશ."મેં શા માટે હા કહી?,મારી મતી મારી ગઈ હતી.જો ત્યાં ના ગઈ હોત તો આ જમેલામાં પડેત જ નહીં.પણ ના હું પડી.ઊંધે કાંધ પડી.
"યે હુઈ ના બાત,લેટ્સ ગો" કહેતા હસ્તિએ એક્ટિવા સ્ટાર્ટ કરી અને ભગાવી મૂકી.
          સાઈલેન્ટ ઝોન પર પોહચી અમે ખૂબ બધી ફોટોગ્રાફી કરી ત્યારબાદ અમે ગોલ્ડન લીફ રેસ્ટોરન્ટમાં પહોંચી ગયા જ્યાં હસ્તિના બધા ફ્રેન્ડ્સ મળવાના હતા.કાચના પાર્ટીશનમાં થઈ અમે અંદર એક મોટું ટેબલ રિઝર્વ કરી બેસી ગયા.
      થોડીવાર પછી હસ્તીના ફ્રેન્ડ્સ આવ્યા.હસ્તિએ મારી ઓળખાણ બધા સાથે કરાવી.તેમાં નિધિ,કૃપાલી,નમન અને ક્રિશ હતા.શા માટે ક્રિશને સ્માઈલ આપી.મારે તો ફોર્મલિટી જ કરવાની હતી.કારણ વિના તેમાં રસ લઈ મેં જાતે જ મારા માટે ખાડો ખોદયો હતો.હસ્તીએ બર્ગર,ફ્રાઇસ અને કોક ઓર્ડર કર્યા અને ખાતા ખાતા પ્લાનિંગ કરવા લાગ્યા.
     ઘણા બધા પ્લેસ પર ડિસ્કસ કર્યા બાદ આખરી પસંદ રાજસ્થાન પર ઉતરી અને એક વિક માટે ત્યાં જવાનો પ્લાન નક્કી થઈ ગયો.હું તો બે દિવસ માટે જ ફરવા આવી હતી પણ મારી કિસ્મત મને આ પ્રવાસ ખેડવા કહ્યું હતું.આગળના સાત દિવસ મારી લાઈફને જે સ્ટેજ પર જ લઈ જવાના હતા એનાથી હું સાવ અજાણ્યી હતી.
(ક્રમશઃ)
Gopi Kukadiya & Mer Mehul