instagram - a love story part - 1 in Gujarati Love Stories by Nikhil Chauhan books and stories PDF | ઇન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી ભાગ - ૧

Featured Books
Categories
Share

ઇન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી ભાગ - ૧


ઇન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી

ભાગ - ૧

ક્યાં જઈને આવ્યો ભૂરા ? તેજસ એ ભૂરા ને પૂછ્યું.
“તારી ભાભીને મળવા ગયો તો અલ્યા.” ભૂરા એ જવાબ આપ્યો.

“એટલે જ આટલો બધો ખુશ મા છે તું હમમમ હવે સમજાયું.” તેજસ એ કહ્યું.

“નાં લ્યા એવું કઈ નથી, આપણે ક્યાં એક છે તેં ટેન્શન, ટેન્શન તો તારે લ્યા કેમ કે તને તો એક પણ નથી..” ભૂરાએ હસતાં હસતાં કહ્યું.

“હમમમ બરાબર..” તેજસે ઉતરેલી કઢી જેવું મોઢું કરતાં કહ્યું.

તેજસ એક સિમ્પલ છોકરો છે જેને ભણવામાં વધારે રસ છે, પણ ભણી ગણી ને નોકરી કરતાં થયો ત્યારે એને ખબર પડી કે નોકરી સાથે છોકરી પણ મહત્વની છે પણ થાય શું ? કેમ કે ભાઈને ભણવામાં જ રસ હતો છોકરીઓ જોડે કેવી રીતે વાત કરવી ? એમને કેવી રીતે પટાવવી ? એની કોઈ આઇડિયા ન હતી.  પણ હવે એને ગર્લફ્રેન્ડ બનાવવી જ હતી એટલે એને  ભૂરા અને એનાં મોટા ભાઈ રામ પાસે થી આઇડિયા લેવાનું ચાલુ કર્યું પણ એની દાળ કોઈ દિવસ ગળતી નહીં.

તેજસ નું વ્યક્તિત્વ એટલું સરળ હતું કે કોઈ છોકરી એને હા પાડતી નહીં. તેજસ ને હંમેશા એક જ જવાબ મળતો ‘ તમે એક સારા વ્યક્તિ છો તમને મારા કરતા સારી મળશે, મારા કરતા તમે એક સારી છોકરી નાં હકદાર ( deserve) છો. ને ભાઈનો પોપટ થઈ જતો. તો પણ એને હાર માની નહીં અને પ્રયત્ન ચાલુ રાખ્યાં. તો આ પ્રેમ કહાણી છે એક સરળ વ્યક્તિની જેને ખબર જ નથી કે how to impress a girl ? ( એક છોકરી ને કેમ રીઝવવી ) પણ મિત્રો આ પ્રેમ કથા એજ સરળ વ્યક્તિ ની છે તૌ જોઈએ આગળ કે એની લવ સ્ટોરી ની શરૂઆત કેવી થાય છે અને એનો અંત કેવો નીવડે છે. ચાલો ત્યારે ટ્રેક પાર આવી જાઓ..હવે આગળ

થોડા દિવસ પછી તેજસ પર રામ નો ફોન આવે છે..

“Hi” શું કરે છે ?કેટલા દિવસ થી કોલ નાં આવ્યો એટલે હું એ કોલ કર્યો તારી ખબર કાઢવા. રામે કહ્યું.

“શું કરું ?” બસ જોબ અને પછી ઘરે આરામ મારું બીજું શું કામ હોઈ...તેજસે જવાબ આપ્યો.

“ઓકે. ચાલો તો ઘણાં દિવસ થી મળ્યાં નથી આપણે તો મળી ને વાતો કરીએ. મંગળવારે તારે રજા હોઈ ને તો મંગળવારે મળીએ આપણે રાજપીપલા ઓકે ?” રામે પૂછ્યું.

“હા ચોક્કસ.” તેજસે જવાબ આપ્યો.

“ઓકે તો મળીએ ત્યારે મંગળવારે , ચાલ બાય.. ટેક કેર...”રામે કહ્યું.

“હા મળીએ.. ઓકે,દન,બાય.ટેક કેર.” તેજસ એ કહ્યું.

મંગળવારે રામ,તેજસ,ભૂરો અને તેજસ નો દોસ્ત મેહુલ ચાર જણા ભેગા થાય છે. ચારેવ પોતાના ખાસ અડ઼ે સાંઈ દાબેલી સેંટર જગદીશ ભાઈને ત્યાં બધાં ભેગા થાય છે.

કેમ છે તેજસ ? રામે પૂછ્યું.

બસ મઝામાં ભાઈ.. તેજસે જવાબ આપ્યો.

કેમ છે ભૂરા (કિરણ) ? રામે પૂછ્યું.

એકદમ મઝામાં મોટા ભાઈ. ભૂરાએ જવાબ આપ્યો.

મેહુલ તુ કેમ છે ? કેવા ચાલે તારા ITI નાં ક્લાસ ? રામે પૂછ્યું.

બસ મઝામાં, regular જાઉં છું ક્લાસ ભરવાં.મેહુલે જવાબ આપ્યો.

અરે જગદીશ ભાઈને તો રહી જ ગયા બોલવાના! કેમ છો બિઝનેસમેન મઝામાં ને કેમ ચાલે ધંધો પાની ? રામે પૂછ્યું.

તમારા જેવા દોસ્તો ની દુઆ અને સાંઈ બાબા ના આશીર્વાદ થી ગાડી બરાબર ચાલે છે ! જગદીશ ભાઈએ જવાબ આપ્યો.

તમે મઝામાં ને ? ફેમિલી માં બધાં સારા છે ને ? જગદીશ ભાઈએ પૂછ્યું.

ઓલ વેલ...રામે જવાબ આપ્યો.

ચાલો ત્યારે બનાવો દાબેલી તમારા હાથ ની special. કેટલા વખત થી ખાધી નથી. રામે કહ્યું.

હા ચોક્કસ, જગદીશ ભાઈએ કહ્યું.

તમે બધાં પણ ખાશો ને ના ? જગદીશ ભાઈએ પેલા ત્રણ ને પૂછ્યું.

હોવ...ત્રણેય સાથે બોલ્યાં.

નાસ્તો કર્યાં બાદ ચારેવ ફરવા નીકળ્યાં.પેહલા નીલકંઠ ધામ (પોઇચા), પછી સરદાર સરોવર ડેમ , ત્યારબાદ ઝરવાની ધોધ , આખું રાજપીપલા અને અર્ધો નર્મદા જિલ્લો લીધો બે દિવસમા.

બે દિવસ ફરી લીધાં બાદ રામ પાછો ભરૂચ જવા નો હતો પોતાના ઘરે, છેલ્લાં દિવસ રાતે ચારેવ ઘરે કાયમ બેસીએ તેં અડ્ડાએ બધાં ભેગા થાય કાયમ ની જેમ ખેતર મા ખાટલો નાખી ને બેઠાં.

"ભૂરા આનું (તેજસ) કઈ થયું કે નહીં કે હજી પણ એમ જ એકલો જ છે પહેલા ની જેમ “રામે હસતાં હસતાં ભૂરા ને પૂછ્યું.

"નાં ભાઈ, એને કોઈ છોકરી ભાવ જ નથી આપતી”. ભૂરાએ જવાબ આપ્યો.

"તો તું સેટિંગ કરાવી આપને એનું કોઈ છોકરી જોડે”. રામે કહ્યું.

"પણ કઈ રીતે સેટિંગ કરાવું ? છોકરી ને મળવા કે પુછાવા લઈ જાઉં તો એ ડરીને ભાગી જાઈ છે". ભૂરાએ હસતાં હસતાં કહ્યું.

"એવું નાં ચાલે તેજસ આમ કરીશ તૌ તારા થી કોઈ નઈ પટે થોડો મજબૂત બન, વધારે મા વધારે શું થસે નાં પાડશે બીજું કઈ નહીં થાય અને તને અનુભવ થશે અને તારો ડર પણ જતો રેહશે સમજ્યો ?" રામે તેજસ ને સમજાવતા કહ્યું.

"હા હવે થી એમ જ કરીશ”. તેજસે જવાબ આપ્યો.

"તને ખબર છે તેજસ ઇન્સ્ટાગ્રામ મા નવી અપડ઼ેત આવી છે એમાં તુ સામે વાળા વ્યક્તિને મેસેજ પણ કરી શકે છે અને ચેટિંગ પણ કરી શકે છે". રામે તેજસ ને કહ્યું.

"એવું મને નહોતી ખબર”. તેજસે રામ ને કહ્યું.

"અપડ઼ેત કર તને ઓટોમેતિક ખબર પડી જશે”. રામે કહ્યું
ઓકે.. તેજસે કહ્યું.

"સારું તૌ હવે ફરી ટાઈમ મળશે ત્યારે હું આવીશ, ત્યારે ફરી કશે ફરવા જવાનું પ્લાનિંગ કરીશું ઓકે ?" રામે કહ્યું.

ઓકે.. તેજસ, ભૂરો અને મેહુલ એકસાથે બોલ્યાં.

તેજસ નાં મન મા વિચાર આવ્યો, કેમ નઈ હૂં ઇન્સ્ટાગ્રામ પર ગર્લફ્રેન્ડ બનાવું ? કોઈને કોઈ તો હા પાડશે જ, કાલ થિ જ મિશન ચાલુ કરૂ.

તેજસે તરત જ ઇન્સ્ટાગ્રામ અપડ઼ેત મારી દીધું.
સાલું ફેસબુક પર તો નસીબ સાથ નોઁહતૂ આપતું કોઈ ભાવ જ નોઁહતિ આપતી ખબર નહીં ઇન્સ્ટાગ્રામ પર નસીબ બદલાઈ કદાચ ટ્રાય મારવા દે. એમ કરી ભાઈએ તો સારી સારી છોકરીઓને રીકવેસ્ટ મોકલી આપી. રીકવેસ્ટ એકસેપ્ટ પણ થતી પણ કોઈ રીપ્લાય નહીં આપતું તો પણ તેજસે ટ્રાય ચાલુ જ રાખી. કેટલાક તો જુઠા id હોવાને કારણે કોઈ રીપ્લાય મળતો નહીં અને કોઈ છોકરી જો ભુલ થી પણ રીપ્લાય આપતી તો આ ભાઈ થોડી વાત નાં થઈ હોઇ એ પહેલાં તો will you marry me ? એમ સિંધુ જ પુછી લેતો. જોવો હવે આને શું સમજાવે કોઈ કે આમ સીધું જ હા ના પાડે એને પહેલાં પોતાના તરફ આકર્ષિત કરવું પડે પણ આ ભાઈ તો ડાયરેક્ટ જ અટેક કરતાં પછી શું થાય નાં જ પાળે ને, ઘણી છોકરીઓ એને નાં પાડી દેતી અને ઘણી તો એને બ્લૉક જ કરી દેતી બ્લૉક નાં કરે તો સુ એની આરતી ઉતારે.ભલે એનું મન ચોખ્ખું હોઇ પણ કોઈને તો એવું જ લાગે ને કે આ ફાલતુ ની વાત કરે છે કેમ કે કોઈ બીજાના મન માં શું ચાલે છે તેં થોડું જાણી બેઠો છે..

તો પણ ભાઈએ હિમ્મત હારી નહીં ને મિશન ચાલુ જ રાખ્યું. જે પણ છોકરી તેજસ ની request એકસેપ્ટ કરતી તેને એ Hi મેસેજ છોડી આપતો પણ કોઈનો કઈ જવાબ આવતો નહીં. પણ ૩-૪ દિવસ પહેલા એને કોઈ તેજસ્વિની પાટીલ ને મેસેજ કર્યો હશે 'Hi' તો એનો ૩-૪ દિવસ બાદ જવાબ આવ્યો 'Hi'.

પછી શુ જોવાનું એનાં મન મા તો પેલી ડેરી મિલ્ક નાં વિજ્ઞાપન જેવું થવા લાગ્યું 'બેટા મન મે laddu ફૂતા'. ભાઈએ તો તરત જ મેસેજ કર્યો how are you ? જવાબ કઈ નાં આવ્યો ભાઈનો ફરી પોપટ થઈ ગયો.

૨ દિવસ પછી એનો રીપ્લાય આવ્યો 'fine'.

બીજો મેસેજ હતો ' how are you ?'.

ભાઈએ તો તરત જ જવાબ આપ્યો ' fine'.

'Where are you from ?' તેજસે મેસેજ કર્યો.

કોઈ જવાબ આવ્યો નહીં, તેજસે ઘણી વાર સુધી એનાં મેસેજ ની રાહ જોઈ પણ એનો કઈ જવાબ નાં આવ્યો એટલે એને પણ મોબાઇલ ડેટા બંધ કર્યા.

૩૦ મિનિટ પછી તેજસે ઇન્ટરનેટ ચાલુ કર્યા તો ઇન્સ્ટાગ્રામ પર મેસેજ આવેલો હતો " આઈ એમ તેજસ્વિની પાટીલ ફ્રોમ પુણે, મહારાષ્ટ્ર."

બીજો મેસેજ હતો "આપ કહાં સે હો ?"

તેજસે તરત જ રીપ્લાય કર્યો " આઈ એમ તેજસ ચૌહાણ ફ્રોમ બરોડા, ગુજરાત."

ઓકે.." એનો મેસેજ આવ્યો.

સ્ટડી કરતે હો કે જોબ ?".તેજસે પૂછ્યું.

સ્ટડી, architecture મે .." એને જવાબ આપ્યો.
આપ ? એનો મેસેજ આવ્યો.

મેને અભી હી engineering ખતમ કિયા હે ઔર અભી જોબ ચાલુ કી હે..." તેજસે જવાબ આપ્યો.

આમ રોજ "હેલો", "હાઈ" ચાલવા લાગ્યું કોઈ વાર તેજસનાં મેસેજ નો જવાબ મળતો તૌ ક્યારેક જવાબ મળતાં કલાકો લાગી જતા પણ તેજસ એને રોજ મેસેજ કરવાનું ચુંકટો નહીં. આમ આ સિલસિલો એક મહિના સુધી ચાલ્યો.

એક દિવસ તેજસે એને મેસેજ કર્યો
મારી જોડે લગ્ન કરીશ  ?"

કોઈને પણ અચમ્બા મા મુકી દે તેવો સવાલ. કોઈને પણ દુવિધા મા મુકી દે એવો સવાલ . હજી વાત કરતાં ને ૧ મહિનો પણ નાં થયો હોય ને કોઈ આવા સવાલ નો જવાબ કઈ રીતે આપી શકે તમે જ કહો . એકબીજા પ્રત્યે જાણતાં જ કેટલું હોવ તમે જો આ નિર્ણય લઇ શકો. જેમ કોઈ વ્યક્તિ આમ થોડા દિવસ ની વાત મા કોઈને પૂરેપૂરું જાણ્યા કોઈ નિર્ણય નાં લઇ લે એ રીતે એને પણ છટકબારી શોધતાં જવાબ આપ્યો.

"અરે અભી તો મે જસ્ટ ૨૨ કિ હુઇ હું ઔર મે ૨૫ તક સાદી કરના નહીં ચાહતી." એને જવાબ આપ્યો.
તેજસને કઈ સમજ નાં પડયું કે એને હા પાડી કે નાં પાડી.
"લેકિન હા કે ના કુછ તો જવાબ દો, અગર આપ હા બોલોગે તો મે ૩ સાલ રાહ દેખ લૂગ઼ા આપ સિર્ફ એક બાર હા બોલો". તેજસે મેસેજ કર્યો.

"નહીં યાર હમ સિર્ફ અચ્છે દોસ્ત હે ઔર કુછ નહીં આપ જ્યાદા મત સૉંચૉ યાર"...એનો મેસેજ આવ્યો.

"અરે યાર લેકિન હા કે ના કુછ તો બોલો ?" તેજસે મેસેજ કર્યો.

ઓકે, શોચ કે બતાઉગી.. એનો મેસેજ આવ્યો.

2-3 મહિનાઓ સુધી આમ જ ચાલ્યું તેજસ નાં મેસેજોનો કોઈક વાર જવાબ મળતો અને ઘણી વાર એક પણ રીપ્લાય નાં મળતો.

પણ ત્યારબાદ 15 થિ 20 દિવસ તેજસ્વિની નો કોઈ જવાબ આવ્યો નહોતો. ઘણી વાર તો એ મેસેજ જોતી પણ જવાબ નાં આપતી પણ આજી વાર તો એ ઓનલાઈન જ નહોતી થતી તેજસ ને થોડું ટેન્શન આવવા લાગ્યું.

થોડા દિવસ બાદ તેજસ્વિની નો તેજસ પર સામે થી મેસેજ આવ્યો.

Hi, કેસે હો આપ ?

મે ઠીક હું, આપ રીપ્લાય કયું નહીં દે રહે થે ઇતને દિન ?" તેજસે મેસેજ કર્યો.

મેરા ફોન ખરાબ હો ગયા થા, કેર મે દિયા થા આજ હી રીપેર હો કે આયા હે, જૈસે હી ફોન આયા મેરે હાથ મે તુરંત હી આપ કો મેસેજ કિયા" એનો રીપ્લાય આવ્યો.

ઓકે, લેકિન ફોન આને કે બાદ તુરંત મુજે હી પહેલે મેસેજ કયું કિયા ?" તેજસે મેસેજ કર્યો.

અરે બસ ઐસે હી આપ તો સબ બાત કા કુછ નાં કુછ મતલબ નિકાલ હી લેતેં હો" તેજસ્વિની નો રીપ્લાય આવ્યો.

સચી બતાઓનાં ?" તેજસે મેસેજ કર્યો.

કયું કી આપ મેરે અચ્છે દોસ્ત હો ઇસલિયે" એની મેસેજ આવ્યો.

( અરે યાર આ પાગલ તો દોસ્ત દોસ્ત ની જ વાત કરે છે, એનાં દિલ મા કિ ઓર છે અને મોં પર કઈ ઓર ' તેજસ મન મા વિચારે છે.)

ત્યારબાદ તેજસ્વિની નો મેસેજ રોજ આવવા લાગે છે, બન્ને વચ્ચે ચેટિંગ રોજ નું રૂટીન બની જાય છે, આમ 5 - 6 મહિના સુધી ચાલે છે.

મેસેજ પર વાત કર્યા ને ઘણાં મહિના થયાં બાદ તેજસ તેજસ્વિની પાસે એનો કોન્ટેક્ટ નંબર માંગે છે, તેજસ્વિની કારણ પૂછે છે તો તેજસ તારો અવાજ સાંભળવો છે એમ કહે છે. તેજસ્વિની એનો નંબર આપવા નાં પાડે છે તેજસ એનો નંબર (9726481011) આપે છે અને કહે છે કોઈ પણ જરૂર હોય કે કામ હોય મને યાદ કરજે હુ હંમેશા તારા પડખે ઊભો રહિસ.ત્યારબાદ તેજસ તેજસ્વિની ને મેસેજ કરતો નથી અને સામે થિ પણ મેસેજ આવતાં બંધ થઇ જાય છે.

(વધું આવતાં અંકે)

વાર્તા ને લગતી કોઈ ટિપ્પણી કે અભિપ્રાય આપવા માંગતા હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો, કેમ કે તમારા આપેલા અભિપ્રાય અને ટિપ્પણી મને વધું સારુ લખવા માર્ગદર્શન આપે છે.. આભાર

કોન્ટેક્ટ:-
Whatsaap - 9624050361
Instagram - chauhan_nikhil008
FB - Nikhil chauhan