Pyar Impossible - 4 in Gujarati Love Stories by Chaudhari sandhya books and stories PDF | પ્યાર Impossible - ભાગ ૪

Featured Books
Categories
Share

પ્યાર Impossible - ભાગ ૪

         સમ્રાટ, રાઘવ, શશાંક અને રોહિત ચારેય કેન્ટીનમાં ગપ્પા મારતા મારતા નાસ્તો કરી રહ્યા હતા. એટલામાં જ સ્વરા અને શામોલી નાસ્તો કરવા આવે છે અને બંન્ને ખૂણા પાસેના ટેબલ પર જઈને બેસે છે. 

રોહિત હસી પડ્યો. રોહિતને આ રીતે હસતો જોઈને શશાંકે પૂછ્યું " અલ્યા કેમ હસ્યો? અમને પણ કે અમે પણ હસીએ ને !"

રોહિત:- સ્કૂલમાં આવી રીતે તૈયાર થઈને કોણ આવે છે?

"સિરિયસલી યાર! માથામાં આટલું બધુ તેલ કોણ નાખતું હશે?" કહેતા સમ્રાટ હસી પડ્યો.

"અને ઉપરથી બે ચોટલાં ચસોચસ બાંધેલાં છે. અને કોમ્પ્યુટરનો વર્ગ હોય ત્યારે ચશ્માં પહેરી લે છે. દાદીમાં લાગે છે દાદીમાં." શશાંક બોલ્યો. શશાંક સમજી ગયો કે સમ્રાટ અને રોહિત કોની વાત કરી રહ્યા છે. 

ત્રણેય ખડખડાટ હસી પડ્યા. 

ક્યારની આ લોકોની વાત સાંભળી રહેલો રાઘવ બોલ્યો "શામોલી Sweet છોકરી છે. તમે એક innocent છોકરીની મજાક કેવી રીતે ઉડાવી શકો? 

"શામોલી વર્તન જ એવું કરે પછી હસીએ નહિ તો શું કરીએ? જો હું અત્યારે હાથ ઉંચો કરી Hi નો ઈશારો કરીશ તો પહેલાં તો એ મૂંઝવણમાં મુકાઈ જશે કે મને hi કરે છે કે બીજાને કોઈને hi કરે છે, એમ વિચારીને પહેલાં આજુબાજુ જોશે. પછી hi નો રિપ્લાય આપશે." શશાંક શામોલીને હાથ ઉંચો કરી Hi નો ઈશારો કરતા કરતા બોલ્યો. 

       ત્રણેયે શામોલી બાજુ જોયું. શશાંકના કહેવા પ્રમાણે શામોલી સાચ્ચે જ મૂંઝવણમાં મૂકાઈ ગઈ. પોતાની આસપાસ જોઈને પછી Hi નો રિપ્લાય આપ્યો. 

આ જોઈ ત્રણેય હસવાનું રોકી ન શક્યા. શામોલીને ખબર ન પડે એમ નીચું માથું કરીને હસવા લાગ્યા. 

"enough બહુ થયું." રાઘવે થોડું ગુસ્સામાં કહ્યું.

રોહિત:- Hey guys હસવાનું બંધ કરો. સ્વરા ગુસ્સાથી આપણા બાજુ જ જોઈ રહી છે.

શશાંક:- તને આટલું બધું કેમ ચચરે છે? તારી ગર્લફ્રેન્ડ સ્વરા છે, શામોલી નહિ. કે પછી બંન્ને સાથે તો તારું સેટીંગ નથી થઈ ગયું ને? 

"shut up શશાંક. મજાક ની પણ એક હદ હોય છે." રાઘવે ખૂબ ગુસ્સામાં કહ્યું. 

"સૉરી બોલ." સમ્રાટે રાઘવનો ગુસ્સો જોતા  શશાંકને કહ્યું.

રોહિત:- પ્લીઝ Sorry બોલી દે.

શશાંક:- Sorry રાઘવ

સમ્રાટ:- રાઘવ જા તો એકવાર સ્વરાને મળી આવ.

       રાઘવ જેવો ઉઠીને સ્વરાને મળવા ગયો કે સમ્રાટ અને રોહિતે તરત જ શશાંકને માથાની પાછળ ટપલી મારતા કહ્યું "અલ્યા ડોફા કેટલી વાર કહ્યું કે રાઘવ સામે હદથી વધારે મજાક નહિ કરવાની." 

શશાંક:- મજાકની શરૂઆત તો રોહિતે કરી હતી. એ શામોલીને જોઈને હસ્યો હતો.

રોહિત:- તે જોયું નહિ રાઘવ કેટલો ગુસ્સામાં આવી ગયો હતો. પરિસ્થિતિ જોઈને મજાક કરવી જોઈએ. તે આ ચચરવા વાળી વાત કહી એમાં એનું છટક્યું. એ તો સારું કે સમ્રાટે રાઘવને સ્વરા પાસે જવાનું કહી પરિસ્થિતિ સંભાળી લીધી. નહિ તો પરિસ્થિતિ વધારે બગડી જતે અને રાઘવ તને અહીં જ.....

"રોહિત તું એક વાર બોલવાનું શરૂ કરે છે પછી અટકતો જ નથી. બસ હવે. પેટપૂજા પતી ગઈ હોય તો ક્લાસમાં જઈએ." રોહિતની વાત પૂરી થાય એ પહેલા જ સમ્રાટ બોલ્યો. 

ફરી એકવાર સમ્રાટે પરિસ્થિતિ સંભાળી લીધી. નહિ તો રોહિત અને શશાંક વચ્ચે બોલાબોલી થઈ જતે. 

       સ્કૂલના બીજા દિવસે સ્વરાને રાઘવને મળવું હોય છે. સ્વરા અને શામોલી ઘરેથી થોડા વહેલા નીકળી આવે છે. આખી સ્કૂલ ખાલી હતી. હજી સુધી કોઈ આવ્યું નહોતું. સ્વરા અને રાઘવ પ્રેમની મીઠી ગોષ્ઠી કરતા હતા. શામોલી 
એ લોકોને ડિસ્ટર્બ નહોતી કરવા માંગતી એટલે બીજા ક્લાસમાં જઈ બેગમાંથી લવ સ્ટોરીની બુક વાંચવા લાગી. ત્યાં જ શામોલીનું ધ્યાન જાય છે કે એ ક્લાસમાં સમ્રાટ એક છોકરી સાથે હતો. એ છોકરીની પીઠ શામોલી તરફ હતી. શામોલીએ જોયું કે એ છોકરીની પીઠ પર  વસ્ત્ર નહોતું. પીઠનો ભાગ આખો ખુલ્લો જ હતો. માત્ર સ્કૂલનું સ્કર્ટ પહેર્યું હતું. સમ્રાટ ક્યારેક એ છોકરીના હોંઠને તો ક્યારેક ગળાની નીચે kiss કરતો. 

        આ દશ્ય જોઈને શામોલીની ધડકન વધી ગઈ.  વાસ્તવિક જીવનમાં આવું દશ્ય એણે પહેલી વખત જોયું હતું. આ દશ્ય જોઈને શામોલીને થોડી શરમ અને થોડો સંકોચ થયો. એટલામાં જ સમ્રાટની નજર શામોલી તરફ જાય છે. શામોલી તો બાઘાની જેમ ત્યાં જ ઉભી હતી. શામોલીના હાજરીથી સમ્રાટને કે પેલી છોકરીને કંઈ જ ફરક ન પડ્યો. સમ્રાટે હાથનો ઈશારો કરી શામોલીને બહાર જવા કહ્યું. શામોલી એક ક્ષણ પણ રોકાયા વિના ત્યાંથી બહાર નીકળી જાય છે. 

       ક્લાસમાં આવીને શામોલી પોતાની બેંચ પર જઈને બેસી ગઈ. એના મનમાં વારંવાર એ દશ્ય જ ચાલ્યા કરતું. સાંજે ઘરે ગઈ તો પણ એ દશ્ય એની આંખો સામે વારંવાર આવી જતું. સમ્રાટ કેવી રીતના એ છોકરીને kiss કરી રહ્યો હતો! સમ્રાટના હાથ એ છોકરીના શરીર પર કેવા ફરી રહ્યા હતા! શામોલીના શરીરમાંથી હળવી કંપારી પસાર થઈ ગઈ. ઘરના ધાર્મિક અને સંસ્કારી વાતાવરણમાં ઉછરેલી શર્મિલી શામોલી આ બધુ સહજતાથી સ્વીકારી શકતી નહોતી. શામોલીને ખબર તો હતી જ કે સમ્રાટ કવો છે તે. પણ શામોલીએ આજે સમ્રાટને નજરોનજર જોયો. પતિ પત્ની હોય તો વાત અલગ છે પણ સમ્રાટ અને પેલી છોકરી તો....
શામોલી આનાથી વધુ આગળ વિચારી જ ન શકી. 

ક્રમશઃ