lagn bhag-7 in Gujarati Love Stories by Kaushik books and stories PDF | લગ્ન - ભાગ ૭

The Author
Featured Books
Categories
Share

લગ્ન - ભાગ ૭



                    
                      એ જાણીતો અવાજ અનન્યા નો જ હતો.એકદમ કરચલી સાથે ના ચહેરા સાથે એનાથી ગઈ કાલે ભૂલ થઇ ગઈ હોય એવું કહેવા માંગતી હતી.
"ઇટ્સ ઓકે ડિયર!" મેં સ્માઇલી સાથે એને કહ્યું.પછી એણે પણ મસ્ત પોઝ આપ્યો ટા......

                         પછી મંગલાષ્ટક થયું જેમાં બ્રાહ્મણ નવદંપતીને આશીર્વાદ આપતા શ્લોકો બોલ્યાં અને આઠ અષ્ટકો દ્વારા તેમનું દાંપત્ય જીવન સરળ, સફળ અને પ્રસન્ન નીવડે એવી મંગળ કામનાઓના આશીર્વાદ આપ્યાં.


                       હવે સપ્તપદી નાં વચન નો વારો આવ્યો.આ શ્લોકો બ્રાહ્મણ બોલતા હતાં એના દ્વારા સુપ્રિયા મનન ને સાત વચન સાત ફેરા સ્વરૂપે અગ્નિ ની સાપેક્ષ માં આપે છે.અગ્નિ કુંડ કે જેમાં ચંદન નું લાકડું,ગાય નું ઘી,ભાત અને અન્ય પદાર્થો નાખી ને અગ્નિ પેટાવે છે અને આજુ બાજુ ના વાતાવરણ ને શુદ્ધ અને પોઝિટિવ બનાવે છે.
 
~સપ્‍તપદી નું પહેલું વચન 
જેમાં સુપ્રિયા પ્રથમ પ્રતિજ્ઞામાં વધુ આભારવશ ભાવે તેના પતિ મનનને જણાવે છે કે ગત જન્મમાં મેં કરેલા અસંખ્‍ય પુણ્યોને કારણે મને તું પતિના રૂપમાં પ્રાપ્‍ત થયો છે. આ પ્રતિજ્ઞા દ્વારા સુપ્રિયા પોતાના પતિ મનનને સર્વસ્‍વ ગણે છે અને આ સૌભાગ્‍યના પ્રતીકરૂપે પોતાના કપાળે ચાંલ્‍લો કરવાનું શરૂ કરે છે.હવે મને ચાંલ્લો ઉપર થી યાદ આવ્યું સિંદૂર.કે જે મરક્યુરી અને હળદર નું બનેલું હોય અને એ બ્લડ-પ્રેશર કંટ્રોલ કરવાનું જોરદાર કામ કરે એટલે હળદર અને મરક્યુરી વાપર્યા.સ્ત્રીઓ સિંદૂર જ્યાં લગાવે ત્યાં મેજર નર્વસ પોઇન્ટ હોય જેથી સ્ત્રીઓ નું બ્લડ-પ્રેશર કંટ્રોલ માં રહે ,સ્ટ્રેસ ઘટે અને બીજું જાતીય સંબંધ ને પણ સક્રિય કરે.એટલે જ તો વિધવા માટે સિંદૂર ની પ્રથા બંધ છે.હાલ જોવા જઈએ તો હવે સ્ત્રીઓ ને બદલે પુરુષો ને સિંદૂર કરવાનો સમય આવી ગયો છે હાલતા બ્લડ-પ્રેશર વધી જાય! ખી ખી ખી ખી...

~સપ્‍તપદીનું બીજું વચન 
જેમાં સુપ્રિયા વધુ પોતાના પતિ મનનના બાળકથી માંડીને અબાલવૃદ્ધ સહિત સંપૂર્ણ પરિવારના લાલનપાલનની ખાત્રી આપે છે, તેમજ ઉપલબ્‍ધ સાધન સંપન્‍નતાથી સંતોષ રાખવાનું વચન આપે છે. અહી પરિવારના દરેક સભ્‍યોને પ્રેમ, લાગણી અને સેવાભાવથી પોતાના બનાવવાની વાત કરી છે. તદ્ઉપરાંત તેને જે સુખ મળે તેનાથી સંતોષ પામશે એટલે કે તે ખોટો અસંતોષ નહિ રાખે, જેનાથી વધુ આર્થિક ઉપાર્જન માટે તેનો પતિ ખોટા માર્ગો અપનાવે જે સરવાળે સમગ્ર પરિવારને નુકશાનકર્તા નીવડે.

~સપ્તપદીનું ત્રીજુ વચન
આ પ્રતિજ્ઞામાં સુપ્રિયા તેના પતિ મનનની આમન્‍યા જાળવવાની તેમજ તેમના માટે ભોજન તૈયાર કરી આપવાનું વચન આપે છે. ભોજન તો હોટલમાં પણ જમી શકાય છે અથવા તો ત્‍યાંથી ઘરે લાવીને પણ જમી શકાય છે, પરંતુ ઘેર પત્ની દ્વારા પ્રેમપૂર્વક તૈયાર કરવામાં આવેલ ભોજનની મજા કંઇક જુદી જ હોય છે.

~સપ્‍તપદીનું ચોથું વચન 
જેમાં નવવધુ સુપ્રિયા સારા શણગાર-શૃંગાર સજી મન, ભાવ, વિચારવાણી, શરીર તેમજ કાર્યથી પોતાના પતિ મનનને સહકાર આપવાની વાત કરે છે. શરીરની સ્‍વચ્‍છતા શણગાર-શૃંગાર વગેરે સ્‍ત્રીના વ્‍યક્તિત્‍વને ભવ્‍યતા બક્ષે છે. આથી સ્‍ત્રી તેના પતિનું આકર્ષણનું કેન્‍દ્બ પણ બની રહે છે. અહીં પત્ની બનવાથી તેણે પ્રિયતમા તરીકેની ભૂમિકા ભૂલી નહિ જાય તેમ તેના પતિને ખાત્રી આપે છે સાથે સાથે ખાસ મિત્રની પણ.

~સપ્તપદીનું પાંચમુ વચન 
જેમાં સુપ્રિયા પોતાના મનનને વચન આપે છે કે હું સુખના સમયે આનંદમાં તો રહીશ પરંતુ દુઃખના સમયમાં મારી ધીરજ કે સહનશીલતા ગુમાવીશ નહિ તેમજ તારા સુખ અને દુઃખમાં ભાગીદાર બનીશ.તેમજ કયારેય પણ પરાયા પુરૂષનો સાથ નહીં નિભાવવાની ખાત્રી આપું છું.

~સપ્‍તપદીનું  છઠ્ઠુ વચન 
જેમાં વરવધુ સુપ્રિયા તેના પતિ મનનને કહે છે કે તારા ઘરના તમામ કાર્યો આનંદપૂર્વક કરીશ તેમજ તારા માતા-પિતાની સેવા કરીશ.તેમજ અન્‍ય સગાં સબંધીઓને આદર સત્કાર આપીશ.તું જયાં રહીશ ત્યાંજ હું રહીશ તેમજ તને કોઈપણ પ્રકારે ન છેતરવાની તેમજ પોતે પણ તેનાથી નહિ છેતરાય તેવું વચન આપું છું. આ પ્રતિજ્ઞામાં માત્ર તેના પતિ પ્રત્‍યેની જ નહી, પરંતુ તેના સાસુ-સસરા તેમજ સમગ્ર સગાં વહાલાં પ્રત્‍યેની ફરજની કટિબધ્ધતા દર્શાવવામાં આવી છે.

~સપ્તપદીનું સાતમું અને છેલ્લું વચન
જેમાં સુપ્રિયા મનન ને તમામ પ્રકારના યજ્ઞ વિષયક કાર્યોમાં સહાય તદ્ઉપરાંત ધા‍ર્મિક, આર્થિક તેમજ કામ વિષયક કર્મોમાં પણ તું કહે તેમ વર્તવાની ખાત્રી આપું છું. અગાઉની પ્રતિજ્ઞાઓમાં સુપ્રિયા દરેક રીતે મનનનો સાથ નિભાવવાનું વચન આપે છે, પરંતુ અહીં ધાર્મિક કાર્યોમાં પણ જોડાજોડ રહેવાની ખાત્રી આપે છે. 

                     આમ સુપ્રિયા મનન ને સપ્‍તપદીના વચનો દ્વારા સાંસારીક જીવનને અલૌકિક જીવનમાં પરિવર્તિત કરવાની ખાત્રી આપે છે અને મનન સુપ્રિયા ને મંગળસૂત્ર પહેરાવે છે.મંગળસૂત્ર કે જેના સેન્ટર માં ડિઝાઇન વગર ના બે રાઉન્ડ કપ હોય છે અને તે જ્ઞાનની ઉર્જા નું પ્રતિક છે.સુપ્રિયા મનન ને હાથની ત્રીજી આંગળી માં વીંટી પહેરાવે છે કેમ કે તેની નસ ડાયરેક્ટ દિલ સાથે જોડાયેલ હોય છે એવીજ રીતે મનન સુપ્રિયા ને પગ ની બીજી આંગળી માં રિંગ પહેરાવે છે જેની નસ ગર્ભાશય માંથી થઈને હ્રદય સાથે જોડાયેલ હોય. જેના લીધે માસિક ચક્ર પધ્ધતિસર ચાલે. હવે વસમી વિદાય નો સમય થાય છે.તેરી લાડકી મેં છોડુંગી ના તેરા હાથ.. ગીત શરુ થાય છે અને સાથે સાથે સુપ્રિયા નું રડવાનું...વિદાય વખતે સુપ્રિયા ની મમ્મી રામદિવડો લઈને આવે છે જે સૂચવે છે કે હે દીકરી ! તેં તારી સેવા, શુશ્રૂષા અને સદ્‍ગુણોથી જેમ તારા પિતાનું ઘર અજવાળ્યું છે તેમ જ તું તે સંસ્કારોથી તારા પતિના ઘરને પણ અજવાળજે અને જતાં-જતાં મા માટલું પણ આપે છે જો પતિ-પત્નીનું ઘર વચ્ચે નું અંતર વધારે હોય તો.પણ હવે તો સ્વાભાવિક બધે આપે છે.જેમાં માતાનો પ્રેમ, માતાની મમતા, માતાનો જીવ અજોડ છે. તેના સાગર જેવડા પ્રેમ અને શુભેચ્છાઓના પ્રતીકરૂપે ધન, ધાન્ય, ફળ, મેવા, મીઠાઈને માટલામાં ભરે છે. આમાં ધન એટલે લક્ષ્મી સ્વરૂપે સવા રૂપિયો, ધાન્યના પ્રતીકરૂપે મગ, ફળના પ્રતીકરૂપે સોપારી, મેવાના પ્રતીકરૂપે ખારેક અને મીઠાઈના પ્રતીકરૂપે સુખડી અને તે સિવાય ઘણી મીઠાઈઓ વગેરે પણ મુકાય છે. રિદ્ધિ સિદ્ધિના પ્રતીકરૂપે નાની મોટી શુકનવંતી ચીજો શુભ ચોઘડિયે ભરવામાં આવે છે અને દીકરીને ઘેર સદાય લીલા લહેર રહે તેવી શુભ કામનાના પ્રતીકરૂપે મા માટલાનું મોઢું ઢાંકવાનું વસ્ત્ર લીલા રંગનું હોય છે અને સગાંના સંબંધો કાચા સુતરના તાંતણા જેવા હોય છે તે સહનશીલતાથી, સજ્જનતાથી અને સુવ્યવહારથી અતૂટ રહે અને વ્યવહારના કામો સાંગોપાંગ પાર ઉતરે એના પ્રતીકરૂપે કાચા સુતરનો દડો મા માટલા ઉપર મૂકવામાં આવે છે અને અંતે સુપ્રિયા "અઢી અક્ષર દ્વારા અર્ધાંગિની બનવા સુધી ની સફર..." પુરી કરે છે.

                           છેલ્લે બંને સુપ્રિયા અને મનન ગાડી માં બેસી જાય છે અને આગળ ના વ્હીલ માં શ્રીફળ વધારવા માટે રાખે છે.શ્રીફળ બલિદાન નું પ્રતીક છે.અગાઉ પશુઓ નું બલિદાન બહુજ થતું અત્યારે પણ ક્યાંક ક્યાંક થાય છે પણ આ વખતે ઇકો-ફ્રેંડલી કેક થી પતાવી ને સમાજ ને સારો સંદેશ પણ આપ્યો છે.આ અટકે એ માટે ઋષિમુનીઓએ આ શ્રીફળ નો સુંદર રસ્તો બતાવ્યો.વળી પાછી શ્રીફળ ને બે આંખ પણ હોય,ચોટલી પણ અને પાછું બારેમાસ મળેય ખરું ખી ખી ખી ખી!! ગાડી ચાલુ થાય છે અને શ્રીફળ નું ફટાક....ચાલો આવજો....