Dressing table part 10 in Gujarati Horror Stories by Pooja books and stories PDF | ડ્રેસિંગ ટેબલ ભાગ ૧૦ ( અંતિમ પ્રકરણ)

The Author
Featured Books
  • Mosadapreethi - 2

    ಇಲ್ಲಿ ತಾರಾ ಹಳ್ಳಿಯಿಂದ ನಗರಕ್ಕೆ ಬಂದ ಮುಗ್ಧ ಹುಡುಗಿ, ಆದರೆ ಜೂಲಿ ತಾರ...

  • Mosadapreethi - 1

    ಏರೋಪ್ಲೇನ್ ಸೀಟಿನ ಮೇಲೆ ಕುಳಿತ ತಾರಾ ನೆಮ್ಮದಿಯ ನಿಟ್ಟುಸಿರು ಬಿಡುತ್ತಾ...

  • सन्यासी -- भाग - 27

    सुमेर सिंह की फाँसी की सजा माँफ होने पर वरदा ने जयन्त को धन्...

  • ಹರ್ಷನ ಕೀರ್ತಿಗೆ ವರ್ಷಳ ಸ್ಪೂರ್ತಿ

    ಹರ್ಷನ ಕೀರ್ತಿಗೆ ವರ್ಷಳ ಸ್ಪೂರ್ತಿ(ಆದರ್ಶ ದಂಪತಿಗಳ ಕಥೆ)      ಲೇಖಕ -...

  • ಚೂರು ಪಾರು

    ಚೂರು ಪಾರು (ವಿಭಿನ್ನ ಪ್ರೇಮ ಕಥೆ) (ಲೇಖಕ ವಾಮನಾ ಚಾರ್ಯ) ಅಂದು ಪವನ್ ಪ...

Categories
Share

ડ્રેસિંગ ટેબલ ભાગ ૧૦ ( અંતિમ પ્રકરણ)

    સુયૉસ્ત થઈ ગયો હતો. બીરજુ ના ઘરે રાકેશ, સુમિત અને બીરજુ આશ્વર્ય થી જયમલ સામે જોઈ રહૃાા.બીરજુ એ ઘર ની લાઈટ ચાલુ કરી. જયમલ એ પોતાના આંસુ લુછયા. સુમિત બોલ્યો," શું રાજકુમારી રૂપા નુ બાળક જીવિત હતું? તે અત્યારે ક્યાં છે? શું થયું તેની સાથે ?"
     જયમલ એ રૂપા ના બાળક ની જે વાત કરી તે સાંભળી ત્રણેય ચોંકી ગયા. જયમલ એ પોતાની પેટી માંથી એક ફોટો કાઢ્યો. જે જોઈ સુમિત અને રાકેશ ની આંખો ફાટી ને ફાટી રહી ગઈ.
       સુમિત બોલ્યો," જયમલજી, તમે અને બીરજુ મારી સાથે ચાલો. તમે જ મારી મદદ કરી શકો છો. મારી પત્ની અને થવાવાળા બાળક નો જીવ તમે જ બચાવી શકશો." તેણે પછી કામિની ની સાથે બનતી ઘટનાઓ અને ડ્રેસિંગ ટેબલ ની વાત કરી.
  જયમલ બોલ્યા," બેટા, હું ચોક્કસ આવીશ. મારી ભૂલ નુ પ્રાયશ્ચિત કરવું પડશે."
    સુમિત ખુશ થતા કહ્યું," તમારો ખુબ ખુબ આભાર."
તેણે તરત ઘરે ફોન લગાવ્યો. જશોદા બહેન એ ફોન ઉપાડ્યો. તે ફોન પર જ રડી પડ્યા ને બોલ્યા," બેટા, જલ્દી કંઈ કર. કામિની ની તબિયત વધુ ને વધુ બગડતી જાય છે."
   સુમિત બોલ્યો," પ્લીઝ , તમે થોડી ધીરજ રાખો. હું અને રાકેશ કાલ સુધી માં પહોચી જઈશું. અમને ડ્રેસિંગ ટેબલ નુ રહસ્ય ખબર પડી ગઈ છે. બસ અમારા આવ્યા સુધી કામિની ને સાચવી લો. જલદી કામિની ને સારું થઈ જશે."
   જશોદા બહેન બોલ્યા," સારું બેટા . જલ્દી આવજે."
          સુમિત એ ફોન મુકયો અને હોટલ પર જવા નીકળી ગયા. જયમલ અને બીરજુ કાલ ની જવાની તૈયારી માં લાગી ગયા.
              *******************************
   આ તરફ કામિની તબિયત વધુ ને વધુ બગડી રહી. સુમિત જોડે વાત કયૉ પછી જશોદા બહેન માં થોડી હિંમત આવી.તેણે સુરભિ અને કામિની ને બોલાવ્યા ને કહ્યું," કાલે સુમિત અને રાકેશ આવે છે."
   સુરભિ બોલી," શું તેમને કંઈ માહિતી મળી આ ડ્રેસિંગ ટેબલ વિશે ?"
જશોદા બહેન બોલ્યા," તેણે પુરી વાત મારી સાથે નથી કરી. કાલે આવે પછી ખબર પડે."
   તે કામિની પાસે ગયા ને તેના માથા પર હાથ મૂકી કહ્યું," જલ્દી બધું સારું થઈ જશે."
   કામિની ને છઠ્ઠો મહિનો બેસી ગયો હતો. તેનું પેટ પણ થોડું બહાર આવી ગયું હતું. તેનો ચહેરો સાવ નિસ્તેજ હતો. તે જશોદા બહેન સામે જોઈ બોલી," તે મારો અને મારા બાળક નો જીવ લઈને જ રહેશે."
    જશોદા બેહન બોલ્યા," નહીં બેટા , આવું ખરાબ ન બોલ. બધુ સારું થઈ જશે." તે કામિની ને ભેટીને રડી પડ્યા.
         રાત ના કામિની , સુરભિ અને જશોદા બહેન ઉપર ના રૂમ માં ભેગા જ સુતા હતા. અચાનક અડધી રાતે સુરભિ ની આંખો ખુલી ગઈ. તેણે જોયું તો કામિની બેડ પર ન હતી. તેણે જશોદા બહેન ને જગાડ્યા ને આખા ઘર માં તપાસ કરી. કામિની કયાય ન હતી. બન્ને ચિંતા માં આવી ગયા. ત્યાં અચાનક સુરભિ બોલી," આપણે એક વાર ટેરેસ પર પણ જોઈ આવીએ."
      બન્ને જણા ભાગતા ટેરેસ પર પહોંચ્યા. ટેરેસ નો દરવાજો ખુલ્લો હતો. ત્યાં નું દશ્ય જોઈ બન્ને ચોંકી ગયા.કામિની એ સફેદ ગાઉન પહેર્યું હતું. તે અગાસી ની પાળી પર ઊભી હતી. તેના લાંબા ખુલ્લા વાળ હવામાં ઉડી રહ્યા. તેની પીઠ સુરભિ અને જશોદા બહેન તરફ હતી.
            સુરભિ અને જશોદા બહેન એકબીજા સામે જોયું ને ધીમે ધીમે કામિની તરફ આગળ વધ્યા. તે બંને કામિની પાસે પહોંચ્યા ને હળવે થી તેના હાથ પકડી લીધા ને ભેગા થઈ તેને પાળી પર થી ઉતારી. કામિની પોતાને છોડાવા પ્રયત્ન કરવા લાગી. તેના ચહેરા પર ક્રોધ અને ખુન્નસ ના ભાવ હતા. તેણે જોર થી ચીસ પાડી ને તે સાથે સુરભિ અને જશોદા બહેન ડરી ગયા ને તેને છોડી દીધી. જેવી તે બંને એ તેને છોડી તેવી તે ભાગતી નીચે જતી રહી.
              સુરભિ અને જશોદા બહેન તેની પાછળ દોડ્યા.કામિની પોતાના બેડરૂમ માં તે ડ્રેસિંગ ટેબલ પાસે આવી ગઈ ને તેણે અરીસા માં જોઈ એક ચીસ પાડી ને તે બેભાન થઈ ઢળી પડી. સુરભિ અને જશોદા બહેન ત્યાં પહોંચ્યા. તેઓ કામિની ને ઉઠાવી બેડરૂમ ની બહાર લઈ જતા હતા ત્યારે તે ડ્રેસિંગ ટેબલ ના અરીસા  માં રૂપા નો આત્મા પ્રગટ થયો. તે અટૃહાસ્ય કરવા લાગી. તે પોતાના તીક્ષ્ણ અવાજ માં બોલી," આજે તો કામિની બચી ગઈ પણ કાલે અમાસ ની રાત છે. કાલે હું કામિની અને તેના બાળક ને પોતાની સાથે લઈ જઈશ. ત્યારે તમે લોકો કંઈ નહીં કરી શકો."
          જશોદા બેહન ગુસ્સામાં બોલ્યા," હું મારી દીકરી ને તેના બાળક ને કંઈ નહીં થવા દઉં. જતી રહે અમારા જીવન માંથી."
     તેની આ વાત સાંભળીને રૂપા ની આત્મા ક્રોધે ભરાઈ.તેણે પોતાની દષ્ટિ ત્યાં પડેલા ફ્લાવર પોટ પર નાખી ને તે સાથે તે ઉડીને સીધો જશોદા બહેન ના કપાળ પર લાગ્યો. તેમના કપાળ માથી લોહી નીકળવા લાગ્યું. તે જોઈ રૂપા ની આત્મા અટૃહાસ્ય કરતા અદશ્ય થઈ ગઈ.
       જશોદા બહેન કપાળ પર હાથ દબાવી ને રૂમ ની બહાર જતા રહ્યા.સુરભિ રૂપા ને સહારો આપી ને તેમની પાછળ રૂમ ની બહાર નીકળી. સુરભિ એ જશોદા બહેન ને ડ્રેસિંગ કરી આપ્યું. રૂપા તો બેભાન હાલતમાં હતી. સુરભિ અને જશોદા બહેન એ આખી રાત જાગતા વીતાવી.
        બીજી તરફ સુમિત ને બપોર ની ટિકિટ મળી. તેણે ઘરે ફોન કર્યો ત્યારે જશોદા બહેન એ રાતવાળી વાત કરી. સુમિત બોલ્યો," તમે ચિંતા ન કરો. અમે મોડી  રાત સુધી માં પહોચી જશો. ત્યાં સુધી કામિની નું ધ્યાન રાખજો. હિંમત રાખજો." સુમિત જયમલ ને મળવા ગયો ને તેને રાત ની ઘટના ની વાત કરી. જયમલ એ ગભરાતા કહ્યું," આપણે જેમ બને એમ જલ્દી પહોંચવું પડશે. આજે અમાસ છે. આ જ તિથિ એ રૂપા એ આત્મહત્યા કરી હતી. તે આજે જ કામિની અને તેના બાળક ને લઈ જશે. "
    સુમિત પણ આ સાંભળી ગભરાઈ ગયો ને તેણે એક પ્રાઈવેટ ટેક્સી બુક કરાવી ને ઘરે આવા ચારેય નીકળી પડ્યા.
      કામિની ને તો રાત ની ઘટના યાદ ન હતી.પણ તેનુ દિલ બેચેન હતું.તેને કશું ખરાબ થવાનો આભાસ હતો. તે સવાર થી ગુમસુમ બેઠી હતી. તેણે કશું ખાધું પણ નહીં. તે શુન્ય માં તાકતી બેઠી રહેતી ને થોડી થોડી વારે રડ્યા કરતી.મોડી સાંજે તે ઉંધી ગઈ. ઉપર ના બેડરૂમ માં કામિની સુઈ ગઈ હતી. જશોદા બહેન એ તે બેડરૂમ નો દરવાજો બહારથી બંધ કરી દીધો.
        તે અને સુરભિ મંદિર માં બેસી જાપ કરવા લાગ્યા. સુમિત ને તે લોકો ટ્રાફિક માં અટવાઈ ગયા હતા.સુમિત મન માં પ્રાથૅના કરી રહૃાો કે તે સમયસર પહોંચી જાય ને કામિની ને કંઈ ન થાય. તેણે રસ્તા માં જયમલ ને બધી વાત કરી ને પોતાના ફોન માંથી કેટલાક ફોટા બતાવ્યા જે જોઈ જયમલ સહિત બીરજુ  પણ ચોંકી ગયો.
           જશોદા બહેન અને સુરભિ જાપ કરીને ઉભા થયા તેમણે માતાજી ની છબી પાસે રાખેલ પવિત્ર જળ લીધું. તેમણે અને સુરભિ એ તે પીધું ને જશોદા બહેન તે જળ નો આખા ઘર માં છંટકાવ કર્યો. તે ઉપર ના રૂમ માં ગયા ને તેમણે દરવાજો ખોલ્યો તો સામે નું દશ્ય જોઈ તેમના હાથ માંથી પવિત્ર જળ નું કળશ પડી ગયું.
           કામિની હવા માં ઉંધી લટકતી હતી. તેની આંખો બંધ હતી. તેણે હળવે થી આંખ ખુલી જશોદા બહેન સામે જોયું ને જશોદા બહેન ને એક જોરદાર ધક્કો લાગ્યો ને તે રૂમ ની બહાર ફેંકાઈ ગયા ને તે સાથે દરવાજો બંધ થઈ ગયો.
        જશોદા બહેન થોડી વાર રહી ઉભા થયા ને ત્યાં સુધી માં સુરભિ આવી ગઈ.બને દરવાજો ખોલવા પ્રયત્ન કરવા લાગ્યા. થોડી વાર રહી દરવાજો આપોઆપ ખુલ્લી ગયો . બન્ને ગભરાતા અંદર ગયા તો કામિની નું ભયંકર સ્વરૂપ જોઈ ગભરાઈ ગયા. કામિની એ સફેદ ડ્રેસ પહેર્યો હતો ને વાળ ખુલ્લા વિખરાયેલા હતા.તેની આંખો માં વિચિત્ર જુનુન હતું. તે જશોદા બહેન અને સુરભિ સામે ઘડીક જોઈ રહી પછી ગાંડા ની જેમ હસવા લાગી.જશોદા બહેન જોર થી બોલ્યા," કામિની આ શું કરે છે?"
   તો કામિની નું હસવાનું બંધ થઈ ગયું ને તે જોર થી રડવા લાગી . તેણે રડતા રડતા ગુસ્સામાં જશોદા બહેન અને સુરભિ સામે જોયું ને તે બંને ને ઘકકો મારી નીચે જતી રહી.
      જશોદા બહેન અને સુરભિ  બને તેની પાછળ દોડ્યા . કામિની નીચે પોતાના બેડરૂમ માં જતી રહી ને તેણે દરવાજો બંધ કરી દીધો. સુરભિ અને જશોદા બહેન દરવાજો પછાડતા રહૃાા પણ કામિની એ દરવાજો ન ખોલ્યો. રાત બહુ થઈ ચુકી હતી. સુરભિ અને જશોદા બહેન પરસેવા થી લથપથ થઈ ગયા હતા. તે હજી સુમિત ને ફોન કરવાનો વિચાર કરતા હતા ત્યાં ગાડી નો અવાજ આવ્યો . સુરભિ એ ઘર નો દરવાજો ખોલ્યો ને સુમિત ,રાકેશ , બીરજુ અને જયમલ અંદર આવ્યા.
        જશોદા બહેન ગભરાઈ ને બોલ્યા," જલદી કાંઈ કર બેટા . કામિની બેડરૂમ માં પુરાઈ ગઈ છે.તે કશું આડું અવળું ન કરી દે." જશોદા બહેન જયમલ ને જોઈને નવાઈ પામ્યા પણ તે કશું ન બોલ્યા.
     રાકેશ અને સુમિત એ ભેગા થઈને દરવાજો તોડયો. તે બધા જેવા બેડરૂમ માં ગયા તેવા ત્યાં નું દશ્ય જોઈ થીજી ગયા.
        કામિની એ લાલ રંગ ની સાડી પહેરી હતી ને સોળે શણગાર સજી હતી.તે ડ્રેસિંગ ટેબલ સામે બેઠી હતી. તેના એક હાથ માં ધારદાર છરી હતી જે તે પોતાના બીજા હાથ પર મારવા જઈ જ રહી હતી. તેની આંખો માં કોઈ ભાવ ન હતા . તે ડ્રેસિંગ ટેબલ સામે જ જોઈ રહી હતી.
જોર થી પવન વહી રહ્યો ને બારી ના દરવાજા પછડાય રહૃાા હતા.
          તે ડ્રેસિંગ ટેબલ ના અરીસા માં કામિની ના પ્રતિબિંબ ને બદલે રૂપા ની આત્મા દેખાય રહી હતી. ખુલ્લાં વાળ, સફેદ કપડાં,ભયંકર દાંત ને લાંબા , તીક્ષ્ણ નખ તેને ભયંકર બનાવી રહ્યા.તે અટૃહાસ્ય કરી રહી હતી.
      બાકી બધા સ્તબ્ધ થઈ આ દશ્ય જોઈ રહ્યા.કામિની પોતાના હાથ ની નસ કાપવા જઈ જ રહી ત્યાં જયમલ ઝડપથી તેની પાસે પહોંચી ગયા ને ચીસ પાડી ને બોલ્યા," આ તમારી પૌત્રી છે, રાજકુમારી જી."
         આ સાંભળી  રૂપા નું હાસ્ય રોકાઈ ગયું ને તે જયમલ ની સામે જોવા લાગી. બીજી તરફ જયમલ કામિની ના હાથ માંથી છરી લેવા ગયા ને આવેશ માં આવી કામિની એ તે છરી તેમના હાથમાં મારી દીધી.
      જયમલ પીડાથી ચીસ પાડી ત્યાં પડી ગયા.બીરજુ તેમના દાદાજી ને સંભાળવા દોડતો આવ્યો ને સુમિત એ કામિની ને સંભાળી ને તેના હાથ માંથી છરી લઈ લીધી. કામિની જયમલ ના હાથ માંથી લોહી નીકળતું જોઈ ચોંકી ઉઠી. તેને સમજાયું નહીં કે આ બધું શું થઈ રહ્યું હતું.
            રૂપા ની આત્મા બોલી," જયમલજી, મારું બાળક જીવતું હતું.?"
   જયમલ એ પીડાભયૉ અવાજે કહ્યું," હા, મને માફ કરજો. રાજાજી અને રમાદેવી નહોતા ઈરછતા કે તે બાળક પાછળ તમે તમારી આખી જિંદગી વિતાવી દો‌.અને તેમની બદનામી પણ ઘણી થાત. એટલે એમણે પહેલે થી જ એક યોજના બનાવી હતી." જયમલ નું લોહી ખુબ વહી રહૃાું એટલે તે થાક ખાવા રોકાયા. સુરભિ ડ્રેસિંગ નો સામાન લઈ આવી ને તેણે જયમલ ના હાથ પર પટ્ટી કરી પણ લોહી વહી જ રહૃાું. જખમ ખુબ જ ઉંડો હતો.
     સુમિત બોલ્યો," આમને પહેલા હોસ્પિટલ લઈ જઈએ પછી બાકી ની વાત કરીશું."
    જયમલ બોલ્યા," ના, આજે હું બધી વાત કરીને રહીશ.પછી મને મૃત્યુ આવે તો પણ મારા મન માં બોજ નહીં રહે."
  તે ઘીમે થી બોલ્યા," તે દિવસે તમે છોકરા ને જન્મ આપ્યો હતો. રમાદેવી એ તે બાળક મને આપ્યું ને કહ્યું કે આને કોઈ દુર શહેર માં અનાથાશ્રમ માં મુકી આવ. મારો જીવ તો નહોતો ચાલતો એક માં થી તેના  બાળક ને અલગ કરવાનો પણ હું મારા માલિક સામે કશું બોલી શકું એમ નહોતો. હું તેને અનાથાશ્રમ માં મુકી આવ્યો.માલિક એ તેના ઉછેર માં કોઈ કમી નહોતી રાખી. થોડા થોડા ટાઈમે મારા દ્વારા રૂપિયા મોકલાવતા રહેતા. તેનું નામ પણ માલિકે પાડયુ હતું. તેનું નામ રૂપેન્દ્રસિહ રાખ્યું હતું. રાજાજી ને એવું હતું કે થોડા સમય માં રાજકુમારી બધું ભુલી જશે. પણ એમ ન થયું. તમારી ખરાબ હાલત જોઈ તેમણે નક્કી કર્યું કે બધું તમને જણાવી દેવું પણ તે પહેલાં તમે આત્મહત્યા કરી દીધી. માલિક અને માલકિન અંત સમય સુધી અફસોસ કરતા રહ્યા અને તમારા મૃત્યુ માટે પોતાને જવાબદાર માનતા રહ્યા."
    આટલું બોલતાં તો જયમલ હાંફી ગયા. બધા સ્તબ્ધ બની તેમને સાભળી રહ્યા. રૂપા ની આંખો માં આંસુ આવી ગયા હતા.
     થોડીવાર રહી જયમલ બોલ્યા," માલિક એ દેહ છોડતા પહેલા અંતિમ સમયે મને રૂપેન્દ્ર સિંહ નું ધ્યાન રાખવાનું કહ્યું હતું. તમારુ બાળક જીવિત હોવાની વાત ફકત તમારા માતા-પિતા જ જાણતા હતા. તે બીજા કોઈ ને આ વાત ની ખબર ન પડે તેમ ઈચ્છતા  હતા. રૂપેન્દ્ર સિંહ બિલકુલ તમારા જેવો લાગતો હતો. તે પણ તેના પિતા જેવો જ સારો કારીગર હતો. તે ભણવામાં પણ હોશિયાર હતો ને તે સ્કોલરશીપ મેળવીને સારું ભણ્યો. તેને સારી જોબ મળતા તે ગુજરાત જતો રહ્યો.
        માલિક ની ઈચ્છા હતી કે તેને તેના માતા-પિતા ની દદૅનાક મૃત્યુ વિશે ન ખબર પડે એટલે જ મેં તેને એવું કહૃાું હતું કે હું તેનો દુર નો સગો છું. તેના માતા-પિતા અકસ્માત માં મુત્યુ પામ્યા છે. અવારનવાર તેને મળવા હું જતો. ગુજરાત માં આવીને તેણે સારી પ્રગતિ કરી ને અહીં તેને નંદિની મળી. તે શ્યામ વર્ણ ની ,સુંદર અને સંસ્કારી છોકરી હતી. તે પણ અનાથ હતી. બન્ને એકબીજા નો સાથ પસંદ આવતા લગ્ન કરી લીધા. તેમને ત્યાં લગી એક છોકરી જન્મી . જે છોકરી આ કામિની છે."
        આ વાત સાંભળીને કામિની અને સુરભિ ચોંકી ગયા. કામિની તેના મમ્મી સામે જોવા લાગી. જશોદા બેહન ની આંખો માં આંસુ હતા. રૂપા પણ ભીની આંખે કામિની સામે જોવા લાગી.
        જશોદા બેહન બોલ્યા," આગળ ની વાત હું કરુ છુ. હું અને રવિન્દ્ર મારા પતિ અમે લોકો રૂપેન્દ્ર અને નંદિની ની પડોશ માં જ રહેતા હતા. અમારી વરચે ખુબ સારી મિત્રતા હતી. અમારા ઘરે કોઈ બાળક ન હતું. કેટલીય દવાઓ કરાવી પણ કોઇ પરિણામ મળતું ન હતું. હું કામિની ને રમાડી ખુશ રહેતી અને મારો ખાલીપો ભરવા NGO માં કાયૅરત રહેતી. હું જયમલભાઈ ને પણ ઓળખતી હતી. જ્યારે કામિની ૨ વર્ષ ની હતી ત્યારે એક અકસ્માત માં રૂપેન્દ્ર અને નંદિની મરી ગયા. જયમલભાઈ ને ખબર પડતાં તે તરત આવી ગયા. તેમને મુંઝવણ એ હતી કે હવે કામિની નું કોણ? તેમની ઉંમર પણ વધી ગઈ હતી અને તે કામિની ને પોતાના ઘરે લઈ જાય શકે એમ નહોતા.
        મને પહેલે થી કામિની માટે વિશેષ લાગણી આથી મેં અને રવિન્દ્ર એ કામિની ને દતક લઈ લીધી. પછી રવિન્દ્ર ની બદલી થતાં અમે બીજે રહેવા જતા રહ્યા. જયમલભાઈ સાથે નો સંપર્ક પણ તુટી ગયો. આજે કેટલાય વર્ષે હું તેમને જોવું છું. "

         આ સાંભળી રૂપા ની આંખો માં આંસુ આવી ગયાં. જયમલ એ એક ફોટો બતાવ્યો જેમાં જશોદા બહેન , રવિન્દ્ર ભાઈ,નાનકડી કામિની
હતા. રૂપા બોલી," હું કેવો અનથૅ કરવા જઈ રહી હતી!! પોતાની જ પૌત્રી ને મારવા જઈ રહી હતી. મને માફ કરજે , કામિની"
  જયમલ બોલ્યા," તમે મને માફ કરજો."
રૂપા બોલી," તમારો કોઈ કસુર નથી. તમે તો તમારી ફરજ નિભાવી."
     તે કામિની તરફ ફરીને બોલ્યા," બેટા, એક વાર અહીં આવ .હું તને મન ભરીને જોઈ લઉં."
    કામિની તે ડ્રેસિંગ ટેબલ પાસે ગઈ. રૂપા નુ સ્વરુપ આખું બદલાય ગયું ને તે સુંદર,લાલ સાડી પહેરેલી રૂપા ના સ્વરુપ માં આવી ગઈ. તેના ચહેરા પર ખુશી અને સંતોષ હતો. તેણે કામિની ને મન ભરીને નીરખી .
પછી તે બોલી," હું હવે જાઉ છું. મારો હવે જવાનો સમય આવી ગયો. મારી પૌત્રી ને જોઈને મારી આત્મા ને શાંતિ મળી ગઈ છે."
      તે સાથે ડ્રેસિંગ ટેબલ ના અરીસા માં એક તિરાડ પડી ને એક તેજ પ્રકાશ નો પુંજ હવા માં વિલીન થઈ ગયો. બધા સ્તબ્ધ બની જોઈ જ રહૃાા.
           *****************************************

   જયમલ ને હોસ્પિટલમાં લઈ જવાયા પણ તે બે દિવસ જીવિત રહૃાા પણ પછી તે મૃત્યુ પામ્યા. તેમના ચહેરા પર અંત સમયે શકુન અને શાંતિ ના ભાવ હતા. જાણે તે રૂપા ની આત્મા ની મુકિત માટે જ જીવિત હતા. બીરજુ ને સારી જોબ સુમિત એ દેવડાવી દીધી.
       તે ડ્રેસિંગ ટેબલ ને સ્ટોર રૂમ માં મુકી દેવામાં આવ્યો. પુરા મહિને કામિની એ એક બાળકી ને જન્મ આપ્યો. તે ખુબ રૂપાળી હતી. તેનું નામ રાજકુમારી રૂપા ની યાદ માં રૂપા જ રાખવામાં આવ્યું.‌
          પાંચ વર્ષ ની રૂપા મોબાઇલ માં વિડીયો જોઈ રહી . અચાનક તે દોડતી આવી ને બોલી," મમ્મી, પપ્પા, મને પણ ઘોડા જોઈએ છે અને તેના પર બેસી ફરવું છે. આ વીડિયો મા બતાવે છે એમ."
     કામિની અને સુમિત આ સાંભળી ચોંકી ગયા ને પછી બંને હસી પડ્યા..
       *************************************

સુમિત અને કામિની ની સફર અહીં પૂર્ણ થાય છે. તમને આ સ્ટોરી કેવી લાગી તે જરૂર થી જણાવજો.. નવી વાર્તા સાથે જલ્દી મળીશુ.. આભાર...