ક્ષિતિજ
ભાગ-10
હર્ષવદનભાઇ વારંવાર ફોન ની સામે જોતાં. ફોન ઉપાડી ને ચેક કરતાં કે ક્ષિતિજ નો ફોન આવ્યો કે નહી.અંતે મોહનભાઈ બોલ્યા.
“ હર્ષવદન તમે સામે થીજ કરો ને કોલ..એનાં ફોન ની રાહ જોયાં વગર. “
“ હેં...! પણ મોહન સામે થી ફોન કરીશ તો એને તરતજ શંકા જશે. અંતે તો દિકરો મારોજ ને.”
બંને જણ એ વાત પર હસ્યાં અને એટલા માંજ ફોન ની રીંગ વાગી હર્ષવદનભાઇ એ જટદઇ ને બે રીંગ પુરી થતાજ ફોન રીસીવ કરી લીધો.
“ હલો.. કેટલી વાર હોય ? કયાર નો રાહ જોઉં છું તારા ફોનની..”
હર્ષવદનભાઇ થોડા ચિંતામા હોય એમ બોલ્યા.
“ પપ્પા.. મોહનઅંકલ ઠીક તો છે ને ? “
ક્ષિતિજે પુછ્યુ.
“ હા !!કેમ ? એમને વળી શું થવાનું?”
“ અરે... કઇ નહી પણ. પણ તમે જયાં હોય ત્યા મારે બીજાં નું ધ્યાન રાખવું પડે ને?”
ક્ષિતિજ ખડખડાટ હસી પડયો. પછીતો જોઇએ જ શું..
“ તું ..તુ...આમ તને શરમ નથી આવતી.? બાપ ની મજાક ઉડાવતાં..? સંસ્કાર જેવું કંઈ છે કે નહી? સાવ..આમ..”
ક્ષિતિજ હજુ પણ હસી રહયો હતો..અને હર્ષવદનભાઇ એને બોલી રહયા હતાં..અંતે ક્ષિતિજે એમને બોલતાં બંધ કર્યા.
“ અરે...અરેએ.અરે... બે હાથ ને ત્રીજું માથું નમાવું મારા બાપુજી.. આતો ખાલી એમજ બોલ્યો. આજે ફોન કરવામાં થોડું લેઇટ થયું એટલે થયું કે લેકચર આવશે મસ મોટું એના કરતાં..”
“ લે..તો હું શું બધું સીરીઅસલી બોલતો હતો?..”
હર્ષવદનભાઇ પણ હસી પડયાં.
“ જવાદો એ બધી વાત પપ્પા એક અગત્ય ની વાત કરવી છે તમને..”
હર્ષવદનભાઇ મનમાં મલકાયા. હવે આવ્યો મુદ્દા ની વાત પર.એટલે મોહનભાઈ પણ ક્ષિતિજ ની વાત સાંભળી શકે એ માટે એમણે તરતજ મોબાઈલનું સ્પીકર ફોન ઓન કર્યું. અને કહ્યુ..
“ ક્ષિતિજ .મારો હાથ આજે થોડો દુખે છે તો સ્પીકર ઑન છે.તને વાધો નથીને..?”
“ ના ના..પપ્પા. પણ મોહન અંકલ.??”
ક્ષિતિજ એ પ્રશ્ન કર્યો.
“ એ..એ..તો બારે ગ્યા છે. ગાર્ડનમાં બેસવા.”
હર્ષવદનભાઇ એ મોહનભાઈ સામે આંખ મીચકારી
“ ઓકે.. પપ્પા આજે હું...પેલી છોકરી ને ત્યા ગયેલો..”
હર્ષવદનભાઇ જાણે કંઈ જાણતાં ન હોય એમ
“ છોકરી..? કઇ છોકરી..? “
પછી જાણે અચાનક યાદ આવ્યું હોય એમ બોલ્યા.
“ અરે..હા.એ ઓલી એકસીડન્ટ વાળી? એ જ ને..?”
“ હા..પપ્પા..એ જ “
“ પછી.? પછી શું થયું.. કેવું હતું ઘર? તને જોઈ ને શું બોલી? ”
જાણવા ની ઈંતેજારી બતાવતા હર્ષવદનભાઇ બોલ્યા.
“ એ ..? એ...શું બોલે? એ તો હબકાઇ ગઇ હતી મને જોઈ ને..કોઈ ની સાથે વાત કરતી હશે..તો દરવાજો ખોલતી વખતે મોબાઈલ હાથમાં જ હતો અને અવાચક ની જેમ મારી સામે જોતી હતી.. અંદર આવો એટલું પણ ન બોલી. સાવ.. બોઘા જેવી છે. “
ક્ષિતિજ થોડો ચિડાઈ ને બોલ્યો. હર્ષવદનભાઇ નું મોઢું થોડું દુખી થઇ ગયું..લાગ્યુ કે ક્ષિતિજ ને નિયતિ ગમી નહી.પણ પછી તરતજ ક્ષિતિજ ફરી બોલ્યો
“ પણ...”
“ પણ..શું?”
“ પણ આમ મનની સાફ છે..તમને ખબર છે પપ્પા હું બહાર ઉભો ઉભો એની આંખો સામે હાથ વેવ કરતો હતો..ત્યારે તો એ સપનાં માથી જાગી..”
બોલતા બોલતાં એ થોડો હસ્યો.
“ ઓહ પછી ?”
“પછી શું હું અંદર ગયો ..એણે મને બેસવા કહયું. હું બેઠો..પણ એ તો જાણે શોક માં જ હતી..અને મજા..!! પપ્પા મજા તો ત્યારે આવી જયારે મેં એને સામેથીજ પુછી નાખ્યું. કે “તમને થોડું અજુગતું લાગતું હશે હું આમ અચાનચ જ આવી ગયો”..”
ક્ષિતિજ ખડખડાટ હસ્યો..તરતજ હર્ષવદનભાઇ એ પુછી નાખ્યુ.
“ પછી..?”
ક્ષિતિજે હસતા હસતાં જ વાત આગળ વધારી.
“ પછી ..? પછી શું? એની હાલત જોવા જેવી હતી. હા પાડે તો હાથ કપાઈ ને ના પાડે તો નાક..બીચારી કંઈ જ જવાબ આપ્યાં વગર સીધી રસોડા માં પાણી લેવા જતી રહી..”
“ તને અક્કલ જેવું કંઈ છે કે નહી..? પહેલી વાર ગયો અને ..આવી મજાક..”
“ બસ હવે તમારાપાસે થી જ શીખ્યો છું..પણ ખરેખર એ વખતે એનું મોઢું એટલું ગભરાએલુ અને નિર્દોષ લાગતું હતું . પણ એનાં મનમાં તો હશે કે..આ..ક્યા અહીંયા આવ્યો. હું તો સાવ મૂંગો બેઠેલો.અને ત્યા થી નીકળવાની તૈયારી માજ હતો એટલામાં એના પપ્પા આવ્યા અને એમની સાથે થોડી વાતચિત કરી અને સોરી પણ કહ્યુ. બસ પછી એમણે ચ્હા બનાવી અને મેં એમની હેલ્પ કરી. “
ક્ષિતિજે ફટાફટ વાત પુરી કરતાં કહ્યુ.
“હમ. બસ હવે મુદ્દા ની વાત કર “
“ મુદ્દા ની વાત એ કે કાલે એનું ફાઈનલ ચેકઅપ છે.”
“ હા તો..? “
“ તો..? ..તો કંઈ નહીં હું..હું. જ.ઇ..શ “
“ ઓહ...એમ?”
હર્ષવદનભાઇ ને ગમ્યું. ક્ષિતિજ થોડો નિયતિ તરફ વિચારતો થયો છે. એમણે ફરી થોડી વાત વધારવા ક્ષિતિજ ને પુછ્યુ.
“ એ...બધું તો બરોબર પણ છોકરી સારી હશે..નઇ.? ”
“ કેમ એવું કેમ લાગ્યુ?”
“ લે...! જે છોકરીમાં મારો દિકરો આટલો ઇન્ટરેસ્ટ લેતો હોય એ..તો..”
“ શું પપ્પા તમે પણ. એવું કાંઇ નથી.”
“ એમ..? તો પછી એના ઘરે જવાની ..અને ના પાડ્યા પછી પણ હોસ્પીટલે સીધાં પહોંચવાની મહેરબાની ફકત ફોર્માલીટી માટે?.. આવું તો તું તારી કોઈ મિત્ર માટે નથી કરતો. “
ક્ષિતિજ થોડો શરમાઈ ગયો .એક હાથ માથાં પરમુકી થોડું માથું ખંજવાળતા આંખો જીણી કરતા બોલ્યો.
“ જવાદો ને હવે એ..વવુઉ..કંઈ નથી.એવી કોઈ રુપસુંદરી કે અપ્સરા નથી કે જેની પાછળ લટ્ટુ થઈ જવાય..”
“ હશે..બેટા એવું ન પણ હોય. પણ એ રુપસુંદરી કે અપ્સરાઓ મન બહેલાવવા પુરતી જ હોયછે... જયારે જીવના અંતસુધી કોઈ સાથ નિભાવવા વાળું જોઇએ ને ત્યારે રુપ અને ગુણ નો રેશિયો 60-40 નો હોય છે ..સમજયો ને ? ”
પછી અચાનક જ વાતમાં થી બહાર આવતાં હર્ષવદનભાઇ એ કહ્યુ.
“ હવે જે હોય તે.મને લાગે છે તું અહીયાં ફીટ થઇ જશે. હવે કાલે જાય હોસ્પીટલે તો એકાદ ફોટો કલીક કરી ને મોકલાવ જે..”
“ શું વાત કરો છો?? એમ કેમ ફોટો કલીક કરું? ..તમે પણ ખરાં છો યાર”
“ એ.. ચાલ હવે જાજા નાટક ન કર. મને બધી જ ખબર છે આપણાં ઘરની પાછળ ની સોસાયટીમાં પેલી છોકરી રોજ ટેરેસ પર આંટા મારતી ..અને ડિસ્ટન્સ પણ ધણુખરુ હતું છતાં DSLR થી ઝુમ કરીને તમે એમનાં ફોટા પાડેલાં જ છે ભાઇ. અને એ વાત અલગ છે કે તમે એની સાથે વાત કર્યા પહેલાજ એ છોકરી કોઈ બીજા સાથે રફુચક્કર થઈ ગઈ..એટલે ફોટો કેમ લેવો એ મારે શીખવવું નહી પડે. બરાબર ને ?”
હર્ષવદનભાઇ હસવા લાગયા.પણ ક્ષિતિજ તો એકદમ શોક થઇ ગયો..એ વિચારમાં પડી ગયો કે આ વાત તો કોઇ ને પણ ખબર નથી..એટલે તરતજ એણે આશ્વર્ય થી સામે સવાલ કર્યો.
“ તમને..કેવીરીતે ખબર ? આવાત ની તો મમ્મી ને પણ જાણ ન હતી..અને આ વાત તો હું હોસ્ટેલ મા ભણતો ત્યારની છે...”
હર્ષવદનભાઇ ખડખડાટ હસ્યા..
“ એટલેજ તો... હું તારો બાપ છું તું મારો નહી..”
“..હા..હા હવે ખબર છે... બગડેલા બાપ.. બાકી જોયાં છે કોઈ બાપ ને ? પોતાના દિકરા ને કોઈ અજાણી છોકરી ના છાનામાના ફોટા પાડવાં નું શીખવે? અને એ બધું તો ઠીક પણ ત્યા ગયા પછી તમારી ભાષા તમારું વર્તન બહું બગડી ગયું છે..મારે હેમંતભાઈ ને ફરીયાદ કરવી પડશે કે આ બુઢ્ઢાબાપા ને કંટ્રોલ મા રાખો. આતો આશ્રમ નું વાતાવરણ બગાડશે.. અને ભાષા તો સાવ ટપોરી જેવી વાપરો છો..”
“ એ..ભાઇ હવે આડીઅવડી વાતો બંધ કર અને એટલું કે ..છોકરી ગમે તો છે ને? “
“ હસુબાપા.. હવે હું ફોન મૂકું..? તમારું તો ફરી ગયું છે અને મોહનઅંકલ નુ પણ ફેરવી નાખશો.. મને ખબર છે એ રુમ પર જ છે અને બધી વાતો સાભળે છે.. હુ પણ તમારો જ દિકરો છું...તમારી બધી ચાલાકીઓ થી સજાણ છું. ચાલો હવે પછી વાત કરશું મોડું થયું છે તમે સૂઇજાવ..અને મોહનઅંકલ તમે પણ સુઇજાવ આમની સાથે તમેપણ બગડી જશો..”
હર્ષવદનભાઇ અને મોહનભાઈ બંન્ને હસવા લાગ્યા..
“ હા..સારું પણ જો કાલ નું હોસ્પિટલ નું રીપોટીંગ અક્ષરસહ આપવું પડશે..”
“ અરે..હા પપ્પા તમે તો..”
“ ઓકે ..ઓકે..અને એક વાત..”
“ હવે શું છે ?”
ક્ષિતિજ જરા અકડાઈ ને બોલ્યો..”
“ છોકરી સારી જ હશે ..એટલે. “
“ પપ્પા ..ગુડનાઇટ..”
ક્ષિતિજે ફોજ કટ કર્યો..
મોહનભાઈ અને હર્ષવદનભાઇ બંને થોડા રીલેક્સ થયાં ..કે નિયતિ ક્ષિતિજ ના મન પર એક છાપ છોડી ગઇ છે.. એટલે હવે થોડાં પ્રયત્નો કરીશું તો જરુર થી બંને નજીક આવશે..
સવાર પડતાંજ ક્ષિતિજ ફટાફટ તૈયાર થઈ ગયો.પોતાના ડોકટર મિત્ર ને ફોન કરી ને નિયતિ ના ચેકઅપ નો સમય પણ પુછી લીધો.અને પોતે નિયતિ ના આવતાં પહેલાંજ હાજર થઈ ગયો.હજી એ બંને નિયતિ વિશે વાત કરી રહયાં હતાં એટલામાં જ નિયતિ અને પંકજભાઇ આવ્યા.. ડોક્ટર અવિનાશ વસાવડાની ની કેબીનના દરવાજા પર હળવું નોક થયું. દરવાજો જરા સરખો ખૂલ્યો અને અવાજ આવ્યો..
“ મે..આઇ કમઇન...? સર.”
ક્રમશ: