Taare mane mobilemathi block karvu jaruri chhe - 3 in Gujarati Motivational Stories by Maylu books and stories PDF | તારે મને મોબાઈલમાંથી બ્લોક કરવું જરૂરી છે ??? - ભાગ -૩

The Author
Featured Books
Categories
Share

તારે મને મોબાઈલમાંથી બ્લોક કરવું જરૂરી છે ??? - ભાગ -૩

ધ્રુવ ને જીવનમાં કંઈ પણ નવું કરવાની ઈચ્છા થતી નથી પરંતુ યુગ એને મદદ કરે છે ...યુગ : "ધ્રુવ હમણાં તારા જોડે લોપા કેમ નથી વાત કરતી તે સાઈડ પર મુકી દે ... અને સારી જોબ શોધ... "ધ્રુવ : "ભાઈ જોબ નથી મળતી પણ મારા એક ફ્રેન્ડ એ કોલ સેન્ટરમાં વાત કરી છે તો ત્યાં જઈ આવું ..." યુગ : "ઓકે ! એમાં જ જોબ ચાલુ કરી દે... અને લોપા ને હું વાત કરીશ એટલે એનું ટેન્શન નહીં લે..." એમ વાત કરતાં ધ્રુવ અને યુગ છુટા પડે છે... કોલેજમાં લેક્ચર પત્યાં પછી યુગ લોપા ની સાથે બસ સ્ટેન્ડ જાય છે... અને લોપા, નિસું અને આસ્કા બસમાં મુસાફરી કરતાં ઘરે જાય છે... દરરોજ નો નિત્યક્રમ આ મુજબ જ હોય છે...સાથે કોલેજ આવવાનું અને સાથે ઘરે જવાનું...એક મહીના પછી યુગ ની બથૅ ડે આવી અને ચારેય ફ્રેન્ડ કાફેમાં પાટીૅ કરવા ગયા...લોપા , નિસું અને આસ્કા એ યુગ ને મોબાઈલ ફોન ગીફ્ટ આપ્યો... અને ત્યાં જ એકાએક ધ્રુવ કાફેમાં આવે છે ...યુગ ધ્રુવ ને એમના ટેબલ નજીક ઈશારો કરી ને બોલાવે છે ...લોપા , નિસું અને આસ્કા બસ શાંત બની જોયા કરે છે... ધ્રુવ :" હેપ્પી બર્થડે યુગ...! "  યુગ : "થેંક્યું સો મચ...ભાઈ...આવ બેસ...આજે રજા પાડી દીધી..તેં..??"  ધ્રુવ : "હા , આજે તો તારો બથૅ ડે તો કંઈક તો અલગ કરીએ ને..." યુગ : "એમ ! શું અલગ કરવું છે ..??" ત્યાં જ લોપા બોલી ઉઠે છે કે ચાલો હવે અમે નીકળીએ ... યુગ : "કેમ લોપા ક્યાં જવું છે તારે ??"  લોપા : "મને ખબર હોત તો હું આજે અહીં આવત જ નહીં કે તું ને ધ્રુવ તમે બંને ફ્રેન્ડ બની ગયા છો..."  યુગ :" વાહ , મતલબ કે મારી બર્થ ડે નો દિવસ કંઈ ખાસ નથી એમ ને...હજુ તો મોબાઈલ ફોનમાં સોસિયલ મીડિયા માં એકાઉન્ટ પણ નથી બનાવ્યું એ પહેલાં તું મને બ્લોક કરી દેશે કેમ ... કારણકે હું ને ધ્રુવ ફ્રેન્ડ બની ગયા છે... " લોપા : "ના એવું કંઈ નથી...તારી વાત અલગ છે..." યુગ : "હા તો મારા ખાતર આજે તમારે અમારા જોડે ફરવા આવવું પડશે..."  લોપા : " ઓકે ચાલ ! પણ એક જ શરતે ... ધ્રુવ જોડે અમે વાત નહીં કરીએ ...છે મંજુર ?? " યુગ : "હા મંજુર... ધ્રુવ આ લોકો માટે તું અજાણ્યો માણસ છે ઓકે... !"  ધ્રુવ :" ભાઈ ! તું મને જાણે છે ને એટલું જ બહુ છે મારા માટે..."  યુગ : "ઓકે ચાલો હવે આપણે જઈએ ક્યાં ?? "  ધ્રુવ : "અહીંયા ૨૫ કિ.મી. દુર પાણીનો ધોધ છે ... ત્યાં જઈએ... "  યુગ : "હા , ચાલો મજા આવશે...પણ..."   ધ્રુવ :" શું થયું ભાઈ ??? અરે હું મારા એક ફ્રેન્ડ ની ફોરવ્હીલ લઈને જ આવ્યો છું...પણ ને બણ... હવે ચાલો..."   લોપા : " યુગ , તારા ફ્રેન્ડ ને બવ ઉતાવળ લાગે છે ... "  યુગ : " ના રે ઉતાવળ તો મને છે ...પણ તને હમણાં નહીં સમજાય... ચાલો હવે ઉભા થાવ..." એમ પાંચેય જણા ફોરવ્હીલર માં બેસી ફરવા જવા માટે નિકળી જાય છે...કાર માં સોન્ગ સાંભળતા સાંભળતા ધોધ ની નજીક આવી જાય છે... અને ત્યાં ધોધને જોઈને યુગ બોલે છે..."વાહ !! કુદરતે કેટલી સરસ પ્રકૃતિ બનાવી છે..." લોપા :"  હા , સાચી વાત છે ..." નિસું : " હા એ વાત સાચી હો...કુદરતને ખબર છે કે એમના દિકરાઓને શું ગમે છે અને શું નથી ગમતું ... " આસ્કા : " હા , પણ કુદરત જેવી કમાલ તો કોઈ ન કરી શકે.... જેને આ ધોધ જોઈને આનંદ આવે છે ... એવા આપણે ચાર જણા છે પણ ધ્રુવ ત્યાં કાર પાસે જ ઉભો છે એને કેમ આનંદ નથી આવતો ??? " નિસું : " ક્યાં થી આવે આનંદ... કોઈક ને આપ્યો હોય તો આવે ને !! પેલી કહેવત નથી જેવું વાવો એવું લણો... " યુગ : " ભલે ધ્રુવ ને આનંદ ના આવતો હોય પણ તે પોતાની જાતને છેતરતો તો નથી ને...બાકી અમુક લોકો અંદરથી રડતાં અને બહારથી હસતાં હોય છે એ શું કામનું ??"  એમ કહીને યુગ ધ્રુવ ને નજીક બોલાવે છે ..." ધ્રુવ ..ઓ .. ધ્રુવ...ભાઈ તારી કાર કોઈ નઈ લઈ જાય તું અહીં આવ...આ સરસ ધોધ તે જ અમને બતાવ્યો છે અને તું જ નથી આવતો ... આવું થોડું ચાલે !! " ધ્રુવ :" આવું છું ભાઈ ...વેઈટ..." અને ધ્રુવ કાર પાર્ક કરીને નજીક જાય છે...બધાંય ફ્રેન્ડ ધોધ નો નજારો જોતા હોય છે ... અને ત્યાં પાણી નો ખડ..ખડ...ખડ...અવાજ.... શાંત અને રમણીય વાતાવરણ...અને બધાની નજર ધોધ તરફ... ત્યાં જ લોપા બોલી ઉઠે છે કે... " આપણું જીવન પણ આમ જ છે...વહેતાં પાણી જેવું...આમ વહીએ નહીં તો જીવનમાં અણગમો આવી જાય છે... એક જ વાત કે એક જ ટોપીક લઈને આમ લાઈફમાં બેસી ન રહેવાય..." યુગ : " હા , લોપા તારી વાત સાચી છે પરંતુ આપણા જીવનમાં અમુક બનાવો આપણને કાયરતા માં થી બહાર નીકળવા જ બનતા હોય છે...પણ એ બનાવને આપણે સીરિયસલી ન લઈએ તો અમુકવાર દુઃખ સામે થી આવે છે અને એનું કારણ આપણે પોતે જ હોય છે..." આમ યુગની વાત સાંભળતા જ લોપા ધ્રુવ તરફ જોવે છે અને ધ્રુવ ની આંખો માંથી આંસુ પડતા હોય છે... પરંતુ ધ્રુવ ની નજર ધોધ તરફ જ હોય છે... લોપા ધ્રુવ ની નજીક આવે છે અને ધ્રુવ ની આંખો પોતાના હાથથી સાફ કરે છે અને બંને રડવા લાગે છે...યુગ , આસ્કા અને નિસું બંને ને શાંત કરે છે... આસ્કા કારમાંથી પાણીની બોટલ લાવીને યુગને આપે છે....યુગ : " હેલ્લો , રડી લીધું હોય તો આ પાણી પીને અમારી સેવા સ્વીકારો ... બંને..." લોપા યુગના હાથમાંથી પાણીની બોટલ લઈને ધ્રુવ ને પાણી આપે છે... ધ્રુવ પાણી પીને પોતાના હાથથી લોપા ને પાણી પીવડાવે છે... અને બંને શાંત થાય છે...લોપા : " ધ્રુવ , પ્લીઝ મને માફ કરી દો...મારે એવું નહતું કરવું પણ હું મજબુર હતી... " ધ્રુવ : " લોપું આજ સુધી તારા ધ્રુવે ક્યારેય તને હેરાન કરી છે..ગુસ્સે થયા છે ?? નહીં ને ..બસ તો પછી તારે માફી માંગવાની જરૂર નથી...જે થયું એ આપણા બંનેની ભુલ હતી હવે એ બધું ભુલીને આગળ વધીએ... આપણે યુગને થેંક્યું કહેવું જોઇએ...એના લીધે જ આપણે આજે ફરી ભેગા થઈ ગયા.." યુગ : " અરે મને થેંક્યું ત્યારે કહેજો જ્યારે તમારા ઘરમાં બધા તમારા બંનેના રિલેશન માટે રાજી થઈ જાય..."  લોપા : " હા મને એ જ બીક છે ...કેમના માનશે પેરેન્ટસ..."  ધ્રુવ : "  અરે આપણે બધા ભેગા મળીને મનાવીએ તો ...??"  લોપા : " મેં પહેલા જ કોશિશ કરી છે પણ પેરેન્ટસ તમને મલવા પણ નથી માંગતા... " યુગ : " ભલે અંકલ આન્ટી મળવા ન માંગતા હોય પણ આપણે મળીશું... સામેથી... " આસ્કા : " અરે પણ લોપા ના ઘરે યુગ તને ઓળખતા પણ નથી..." નિસું : " અને હા આપણે કંઈ પણ કહેવા જઈશું તો નાના મોઢે મોટી વાત એમ જ લાગશે... " યુગ : " જોવો , આપણે શું થશે એ વાતનો વિચાર નથી કરવાનો... રજુઆત કેવી રીતે કરશું એ જ વિચારવાનું છે...એ બધું મારા પર છોડી દો...તમે ફક્ત મને સાથ આપજો..." લોપા , ધ્રુવ , નિસું અને આસ્કા યુગની વાતથી સહમત થાય છે... યુગ : " ઓકે , ચાલો હવે ઘરે જઈએ..." એમ કહી બધા કારમાં બેસી ઘરે જવા નીકળી જાય છે... અને શહેર આવી જાય છે... ધ્રુવ બધાને બસ સ્ટેન્ડ ઉતારી પોતાના ઘરે જાય છે... અને બધા પોત પોતાના ઘરે જાય છે... હવે , આગળ યુગ કંઈ રીતે લોપા ના ઘરે અને ધ્રુવ ના ઘરે મનાવશે એ આગળના ભાગમાં જોવું રહ્યું...