અપેક્ષા વગર્ની કાળજી, ને સ્વાર્થ વગર ની પ્રાર્થના એજ સાચા સંબંધોની નિશાની છે.
મિજાજ સાથે જરૂરી છે, સંકલ્પની. તે મિજાજની વાત બરોબર ગ્રહણ કરી હશે. આ પ્રકાર નો મિજાજ હોય તો બીજા પર આપણી જુદી ઇમ્પ્રેશન પડે છે. વિચારોમાં દ્રઢતા, મક્કમતા, આગ્રહ વગેરે આવવા જોઈએ. હું કામ કરીશ જ. ભલે ગમે તેટલી મુસીબત આવે. એવો સંકલ્પ પણ આપણા વ્યક્તિત્વની આગવી વિશેષતા બને છે.
એક છાત્રાલયમાં એક નાનો છોકરો અભ્યાસ કરતો હતો. ગૃહપતિએ એકવાર મોટા છોકરાઓને જંગલમાં લાકડા લેવા મોકલ્યા. નાનો છોકરો કહે, હું પણ જઈશ. તું નાનો છે. હું તો જવાનો જ. તને રસ્તો નહી જડે. હું તો ખોળી લઈશ, ને આખરે તે નાનો છોકરો ગયો ને સૌથી પહેલા લાકડા લઇ ને આવ્યો. તેની આવી અડગતા પછીથી બહુજ કામમાં આવી ને જગતભરમાં તે નેપોલિયનના નામથી પ્રસિદ્ધ થયો.
વાત શિક્ષણની તો પ્રઈમરી શિક્ષણ માં પાસ કરવાનો નિયમ એ ને હું તદ્દન ખોટો ગણું છું. શુકામ પાસ કરવા જોઈએ? મહેનત કરાવો પાસ થઇજ જશે!! આવામાં તો શિક્ષક જ નાસીપાસ થઇ જાય કે, મારે પાસ જ કરવાના છે તો શીખવું જ શું કામ? તેની પાછળ મહેનત જ શુકામ? હકીકતે જે બાળકો શાળા છોડી ને ચાલ્યા જાય છે તેમના માટે આ નિયમ હતો. (મારા ખ્યાલ પ્રમાણે), તો આ માટે તેમના વાલીઓ ને સમજાવાય નઈ કે તેને પાસ કરીદો. વિચારો જે બાળકોને પાયાના ભણતર વિષે ખ્યાલ નથી ધરાવતો તે આગળના ધોરણ માં જાય અને ત્યાં પેલા શિક્ષક શું કરે? જે એટલા વર્ષો માં શીખવાની દાનતજ નહતો ધરાવતો તે શું ભણે?. થાય પછી નાપાસ ને આવે શિક્ષક પર કે તમે સારૂ ભાણાવીયું નહિહોય, કોઈ ને હક્ક નથી એ શિક્ષક ને કહેવાનો જેને પહેલા પાસ કરાવો ના નીયમ ને પછી કહો કે કઈ શિખવીયુ નહિ!!!, પ્રાઈમરી શાળામાં મસ્ત ડીગ્રી વાળા શિક્ષકો જોઈએ જે પહેલેથીજ બાળકો ને જીવન જીવવાની રીતો અને સદાયે ખુશ રહેવાનું શીખવે.
શિક્ષક, વાલી અને સમાજ: સૌને એકમેક પર શ્ર્રદ્ધા
વિદેશના અનુભવની વાત કરું છું ત્યારે સમાજીક એક બે વાતો પણ સ્મૃતિપટ પર તાજી થાય છે. ઇંગ્લેન્ડનાં એક ટ્યુબ સ્ટેશનને ગાડીની રાહ જોતો હું ઊભો હતો. મારી નજર બાળકોના એક જૂથ પર પડી. સાથે શિક્ષિકા બહેન પણ હતા. પંદરેક બાળકોને લઇને પર્યટન પર જઈ રહ્યા હતા.બાળકો ચાર કે પાંચ વર્ષની ઉંમરના હતા.ટ્યુબ ટ્રેઈનમાં બાળકોના પ્રવાસ માટે મેં એ બહેન ને ધન્યવાદ આપ્યા અને પૂછયું કે “આટલા બધા બાળકોને તેઓ એકલા લઇજઈ શકશે ખરા?” બહેને કહ્યું કે “બાળકોનો ભાર એમના એકલાના પર નહી રહે એની એમને ખાતરી છે.”
ટ્યુબ ટ્રેઈન થોડી સેકન્ડઝ જ થોભે છે અને એના બારણા આપોઆપ ઊગડે અને બંધ થઇ જાય છે. આવી ગાડીમાં એટલી નાની વયના બાળકોને લઈને આ બહેન ગાડીમાં જ કેવી રીતે પ્રવેશી શકશે એ મારે મન કોયડો હતો. ગાડીનું સિગ્નલ થયું કે તરત જ બબ્બેની જોડમાં બાળકોને થોડે થોડે અંતરે ગોઠવી, ત્રણેક બાળકોને પોતાની સાથે રાખી, બહેન છેડે ઊભી રહી. બાળકોનો ગાડી માં પ્રવેશ મારે માટે શિક્ષણનો પ્રયોગ બન્યો. મને ખુબ આચાર્ય થયું. ગાડીમાથી ઊતરનાર દરેક મુસાફર બાળકને તેડીને અંદર મુકીને પોતે ઊતરતો જાય.
આ સમાજ બાળકો પ્રત્યે કેવી રીતે સેવા કરવા કટિબદ્ધ છે! શિક્ષકને જરાય ચિંતા નહી. આ બાળકોના માબાપને પણ ચિંતા હશે ખરી? શિક્ષક ને સોંપ્યા એટલે બાળકો સહીસલામત અને શિક્ષક માટે સમાજ એક શ્રદ્ધરૂપ છે; એને ખાતરી શિક્ષક્ને ગળા સુધી છે. આથી ટ્યુબ ટ્રેઇનમા આટલી નાની વયના બાળકોને પર્યટન પર લઈજવાની શિક્ષિકાબહેન એકલે હાથે હિંમત દાખવે છે.
[શ્રી રમણભાઇ ત્રિવેદી લિખિત ‘મેઘનોપનિષદ’ માંથી]
જો આરીતે દેશ ચાલતો હોય અને એ તે દેશ પ્રગતિ કરે એમા નવાઇ નહિં.!!
એક શિક્ષક ની પ્રાર્થના
હે પરમાત્મા,
કોઇ એક બાળકમાંય
મારા જીવનના સંવાદનું
સંગીત પૂરવાની,
એ બાળકને જીવનનું
જીવંત કાવ્ય બનાવવાની
મારામાં શક્તિ આવી વસો.
મારા હોઠ બિડાઇ જાય
તે પછી પણ એના દ્વારા મારા જીવન-સંગીતનું
ગીત ગુંજતું રહો.
[-એક સ્પેનિશ કાવ્ય].