Pratishodh - 8 in Gujarati Love Stories by Kalpesh Prajapati KP books and stories PDF | પ્રતિશોધ - ભાગ - 8

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રતિશોધ - ભાગ - 8

                  " આર્વી કરન ને જોયો?" ખુશી એ આર્વી ને પૂછ્યું
                  " ના ખુશી કંયાય દેખાયો નથી. બીજાને પુછી જો." આર્વી એ જવાબ આપતા કહ્યું
                  " એ રહ્યો કરન ખુશી." નીતા કરન તરફ આંગળી ચીંધતા બોલી.
                  " કરન... કરન ખુશી એ મને બુમ પાડી." મે ખુશીને ઇગ્નોર કરી અને આગળ વધ્યો. "કરન કેમ મને આમ ઇગ્નોર કરે છે." ખુશી મારી પાસે આવી ને બોલી. મે કંઇજ જવાબ ના આપ્યો હું ત્યાંથી ચાલતો થયો. એણે મને ફરી બુમ પાડી હું ના ગયો પછી એ જયા પાસે ગઈ અને જયા ને પૂછ્યું.
                  " કરન ને કઈ થયું છે કે શું? મારી સાથે વાત નથી કરતો."
                  " ના ના એને કંઈ નથી થયું ચલ હું એને પૂછી જોઉં." જયાએ ખુશીને કહ્યું
                  " કરન અહીં આવતો." જયાએ મને તેની તરફ આવવા માટે કહ્યું
                  "  બોલ જયા શું કામ હતું?
                  "  ખુશી સાથે કેમ કેમ નથી બોલતો કંઈ પ્રોબ્લેમ છે તને? "
                  "  ના જયા મને કંઈ જ પ્રોબ્લેમ નથી એતો હું એની સાથે પછી શાંતિથી વાત કરીશ."
                  " વિશાલ.... વિશાલ." ખુશી એ વિશાલને બુમ પાડી 
                  " બોલ ખુશી શું થયું કેમ ઉદાસ છે?" વિશાલે ખુશી તરફ જોતા કહ્યું 
                  " કંઈ નહીં વિશાલ કરન મારી સાથે વાત નથી કરતો મને કંઈ કહેતો પણ નથી કે શું થયુ છે મારી કોઇ વાતનુ એને ખોટુ લાગ્યું છે મને નથી ગમતું એની સાથે વાત કર્યા વગર."
                  " હું અત્યારે જ વાત કરુ છું કરન ને." ખુશી ને આશ્વાસન આપતા વિશાલ બોલ્યો
                  " કરન.... કરન શું છે આ બધુ તુ કરવા શું માગે છે?" વિશાલ મારી સામે ગુસ્સાભરી નજરોએ જોઇને બોલ્યો
                 " પણ તુ સેની વાત કરે છે વિશાલ?"
                 " તુ અજાણ્યો ના બન કરન તું ખુશી ને કેમ ઇગ્નોર કરે છે એ બિચારી ની હાલત તો જો તને કઇ ભાન બાન છે કે નહી."
                 " અરે મારી વાત તો સાંભળ વિશાલ."
                 " તું સાંભળ કરન."
                 " અરે યાર વિશાલ....... "
                 " યાર બાર કઈ જ નહીં તું હાલજ એની જોડે જા અને માફી માગ."
                 " હું એ નહિ કરું."
                 " કેમ નહિ કરું એટલે તું કહેવા શું માગે છે કરન? "
                 " મારે એને થોડી હેરાન કરવી છે યાર બીજું કંઇજ નહીં તુ સમજતો કેમ નથી વિશાલ મને એનાથી કંઈ જ પ્રોબ્લેમ નથી હું એને બે દિવસ પછી મનાવી લઈશ તારી કસમ બસ." 
                " 2 દિવસ કરન ફક્ત 2 દિવસ પછી જો તે ખુશી સાથે આવું કર્યું તો હું તને નહી છોડું." 
                     
               એક દિવસ પૂરો થયો હવે હું કાલે ખુશીને મનાવી લઈશ હવે મારે એને મનાવવી પડશે મને પણ નથી ગમતું એની જોડે વાત કર્યા વગર... પણ કાલ કોણે જોઇ છે કાલે શું થવાનું છે તે કોને ખબર જે કરવું હોય એ આજે જ કરવું જોઈએ અને મે તો ખૂબ જ મોટી ભૂલ કરી હતી જેની માફી અત્યારે જ માંગવી જોઈતી હતી.
                
                 " કરન શું છે આ બધુ તને મે ક્યારનું એક કામ સોંપ્યું છે તુ એક કામ ટાઇમે નથી કરતો અને પછી ભુલી જાય છે. તારી આ આદત મને નથી ગમતી. 3 દિવસ થી તને કામ સોંપ્યું છે."
                 " સારુ સાંજે હું મારુ પેપર પતશે એટલે કામ કરી દઈશ." મેં મમ્મીને કહ્યું અને હું કોલેજ જવા માટે નીકળ્યો. મારા મૂળ ની વાટ લાગી ગઈ હવે ખુશી જોડે હું કાલે જ વાત કરીશ નહિતર આજે મારાથી એને કંઈક બોલાય જશે તો વાત વધારે બગડશે.
              " હા તો મિસ્ટર કરન આજ નો વાયદો યાદ છે ને."
              " જો વિશાલ તુ મને એકલો છોડ મારે કંઈજ નથી કરવું તુ મારા અને ખુશી ની વચ્ચે ના આવે તો સારુ છે."
              વિશાલ સમજી ગયો કે મારુ દિમાગ ઠેકાણે નથી. " ઠીક છે કરન જેવી તારી ઈચ્છા."
               ખુશી આવી આજે મારી પાસે ન આવી તે જયા જોડે ગઈ.તે મારી સામે વારંવાર જોતી એને એમ કે હું હમણાં જ તેની જોડે જઈશ પણ હું ના ગયો. પેપર પૂરું થયું હું બહાર નીકળ્યો ખુશી મારી પાછળ જ હતી હું પાર્કીંગ માં ગયો તે મારી સામે આવીને ઉભી રહી તે વારે વારે મારી સામે જોતી મારી અને ખુશીની નજર મળી હું નજર હટાવી ત્યાંથી નીકળી ગયો. મને ખરેખર ખોટું લાગી રહ્યું હતું કે હું ખુશી જોડે બરાબર નથી કરી રહ્યો. ઘરે પહોંચી મેં વિશાલ ને ફોન કર્યો.
               " હા બોલ ભાઈ કરન તારું ઠેકાણે આવ્યું  કે પછી હજુ ફરવા જ ગયું છે." કટાક્ષ કરતાં વિશાલે  મને કહ્યું
               " સોરી યાર વિશાલ મને માફ કરી દે હું તને જેમતેમ બોલ્યો માટે."
               " મારું છોડ ખુશી ને કોલ કર્યો કે નહીં?"
               " ના યાર વિશાલ મારે એને કોલ નથી કરવો હું એને રૂબરૂ મળી ને મનાવીશ. ખુશીની હાલત જોઈને મને મારા પર ખૂબ જ ગુસ્સો આવ્યો પણ શું કરું યાર મને ગુસ્સો આવે એટલે મારી જાત પર કન્ટ્રોલ નથી કરી શકતો મને ખબર હોવા છતાં તે હું ખોટું કરી રહ્યો છું પણ મારી જાતને રોકી નથી શકતો. "
                 એમ પણ જ્યારે ગુસ્સો માનવી પર હાવી થાય છે ને ત્યારે દરેક મનુષ્ય ની આજ હાલત હોય છે. ઇગો..... ઇગો મનુષ્ય ને આગળ નથી વધવા દેતો. ગુસ્સો હમેશાં બનેલું કામ બગાડે છે અને તમને ક્યારેય પણ વિચારવા દેતો નથી, ગુસ્સો માનવીનો સૌથી મોટો શત્રુ છે.
               " હાય ખુશી શું કરે છે?" ખુશી ની નજીક જતા હું બોલ્યો
               " યસ કોનું કામ છે તમારે મિસ્ટર?" ખુશી બોલી હું સાંભળીને અવાક બની ગયો.
               " શું બોલે છે ખુશી તું આવું કેમ બોલે છે?"
               " હું તમને નથી ઓળખતી અને મારે તમારી જોડે કઈ જ વાત નથી કરવી." ખુશી એ મને કહ્યું આ સાંભળી મને આંચકો લાગ્યો ખુશી ગુસ્સામાં હતી અને કારણ પણ હું જ હતો.
               " સોરી યાર ખુશી મને માફ કરી દે મારાથી ભૂલ થઈ ગઈ હવે નહિ કરું." ખુશી ને મનાવતા કહ્યું
               " મેં તમને ક્યાં કંઈ પૂછ્યું કે તમારી પાસે જવાબ માંગ્યો. મારે તમારી સાથે કોઈ જ લેવા દેવા નથી પ્લીઝ લીવ મી અલોન." ખુશી બોલીને ચાલતી થઈ હું જોતો જ રહી ગયો હવે શું કરવું મને એની પણ ખબર નહોતી. હું વિશાલ જોડે ગયો.
              " યાર વિશાલ ખુશી તો માનતી જ નથી મારાથી એ રૂઠી ગઈ છે."
              " તો હું શું કરું? મેં તને પહેલા જ કીધું હતું કે આવું ના કર પણ સાંભળે કોણ હવે શું કરુ." વિશાલે કટાક્ષ કરતાં કહ્યું
              " વિશાલ મેં તને પહેલા જ કીધું હતું કે હું હેરાન જ કરું છું પ્લીઝ યાર મદદ કર."
              " શું થયું કરન કેમ આજે ઉદાસ છે?" જયા એ મને પૂછ્યું
              " કઈ નહીં જયા ખુશી મારી જોડે વાત નથી કરતી."
              " ઠીક છે કરન હું ખુશી જોડે વાત કરું છું."
              " થેન્કસ જયા તે મારુ ટેન્શન દૂર કરી નાખ્યું." મે જયા નો આભાર માનતા કહ્યું. જયા ખુશી જોડે વાત કરવા માટે ગઈ. 
             " ખુશી" જયા એ ખુશીને બુમ પાડી
             " બોલ જયા શું કામ હતું?" જયા જોડે આવતા ખુશી બોલી.
             " શું થયું તુ હવે કરન જોડે કેમ વાત નથી કરતી?"
             " જયા તારે કરન ની વાત કરવી હોય તો પ્લીઝ મારી સાથે વાત કરવાની જરૂર નથી મારે કરન સાથે કઇ લેવાદેવા નથી." ખુશી એ જયા ને કહ્યું. જયા ખુશી જોડે વાત કરીને મારી પાસે આવી. 
             " શું કહ્યું જયા ખુશી એ?" મેં જયાને પૂછ્યું
             " કઈ નહિ તારી સાથે વાત કરવાની ના પાડે છે અને એમ પણ કીધું કે કરન ની વાત કરવી હોય તો મારે કોઈની જોડે વાત નથી કરવી. "
              આ સાંભળી મારુ મન બેચેન થઈ ગયું હું ના  મને પેપર લખી ઘરે આવ્યો મને આજે કંઈ જ ગમતું નહોતું મને ભૂખ પણ ન હતી મેં મમ્મીને જમવાની ના પાડી. આજે મને સમજાયું કે જ્યારે તમારી પ્રિય વ્યક્તિ કે જેને તમે દિલથી પોતાનાથી પણ વધુ પ્રેમ કરો છો અને તે વ્યક્તિ તમારાથી જ્યારે અલગ થાય છે ત્યારે શું હાલત થાય છે એ મને આજે સમજાયું કે ખુશી ની શું હાલત થઇ હશે આ 3 દિવસમાં.
               સવારે ઉઠી ફ્રેશ થયો મમ્મીએ મને પૂછ્યું "કેમ ઉદાસ છે બેટા?"
               " કઈ નહી મમ્મી થોડી તબિયત ખરાબ છે હું એક્ઝામ આપવા જાવ છું." મેં મમ્મીને કહ્યું
               " ખુશી......  ખુશી મારી વાત તો સાંભળ યાર પ્લીઝ યાર એકવાર તો મારી વાત સાંભળ પછી તારે જે કરવું હોય તે કરજે મને મંજૂર છે." કોલેજ માં જઈ હું ખુશી જોડે જતા બોલ્યો
               " ઠીક છે બોલ તારે શું કહેવું છે? "
               " ખુશી મેં આ જાણી જોઈને નથી કર્યું હું તો બસ એમ જ તને હેરાન કરતો હતો પ્લીઝ સોરી ભૂલ થઈ ગઈ મારાથી."
               " પતિ ગયું તારું હવે હું જાઉં મારે મોડું થાય છે મારે કંઈ જ વાત નથી કરવી આ વિશે પ્લીઝ ડોન્ટ ડિસ્ટર્બ મી એન્ડ હવે પછી મારી જોડે વાત કરવાનો કે મલવાનો પણ પ્રયાસ ના કરતો. તારી અને મારી વચ્ચે કોઈ જ રિલેશન નથી હવે બાય."
               
                          ***************
                    "ઝાકીર" ઝાકીર ને સલીમે ફોન કરતા કહ્યું
                  " હા સલીમભાઇ બોલો."
                  " ક્યા હુવા અપને કામ કા ઝાકીર કલ આખરી દિન હૈ મુજે આજ સામ તક કો ડીલીવરી મિલ જાની ચાહે."
                   " જી સલીમભાઈ 4 લડકિયા હો ગઇ હે બસ એક બાકી હૈ વો ભી આજ સામ તક કો ઉઠા લેંગે ફિર આપકે પાસ સબ કો લેકે આ જાઉંગા."
                " ક્યાં બોલા વો ઝાકીર સલીમ ભાઈ?" પપ્પુ એ સલીમને પુછ્યું
                " બસ યહી કે અપના કામ હો ગયા હૈ સામ કો વો ડિલીવરી  કર દેેગા."
               " ભાઈ કિસકા ફોન હૈ?" સલીમ ના ફોનની રિંગ વાગતા પપ્પુ એ પૂછ્યું
               " પપ્પુ બોસ કા ફોન હે."
               " જી બોસ બોલીએ કેસે યાદ કિયા."
               " સલીમ ક્યા હાલ હૈ તેરા કલ આખરી દિન હૈ માલુમ હે ના યા ફીર તુજે......... "
               " નહિ નહિ બોસ આપકા કામ હો ગયા હૈ કલ મે આપકો સભી પાર્સલ ભિજવા દુંગા આપ કો યાદ કરવાને કી જરૂરત નહીં હૈ." સલીમે બોસ ને કહ્યું. ફોન કટ કરી બોસે એક નંબર ડાયલ કર્યો.
               " જી નમસ્કાર સરજી આપકા કામ હો ગયા હૈ કલ સભી પાર્સલ મેરે પાસ આ જાયેગે." બોસે ફોન કરી સરજી ને માહિતી આપી
               " રઘુ ઓર જેકોબ કહા તક પહુંચા?" સરજી એ રઘુ ને પૂછ્યું
               " સરજી  જેકોબ  આજ રાત કો  આ જાયેગા."
               " ઠીક હૈ રઘુ અપને કામ મે કોઈ ગડબડી નહિ હોની ચાહિયે સમજા."
               " જી સરજી આપ નિશ્ચિંત રહીએ કોઈ ગરબડી નહી હોગી." રઘુ એ સરજીને આશ્વાસન આપતા કહ્યું. આ સાંભળી સરજી એ અટ્ટહાસ્ય કર્યું

( ક્રમશઃ)
     
 નોંધ:-
         મિત્રો આપને મારી આ કહાની પસંદ આવી હોય તો રેટિંગ આપજો બને તો કમેન્ટ પણ કરજો અને આપના સંબંધી કે મિત્રોને વાંચવા માટે આગ્રહ કરજો.