premni paribhasha part-16 in Gujarati Love Stories by Kinjal Patel books and stories PDF | પ્રેમની પરિભાષા ભાગ-૧૬

Featured Books
  • మీ టూ

    “సుకుమారమైన పువ్వుకి కూడా తుమ్మెద బరువు కాదు. మీరు మరీ అంత బ...

  • నెవెర్ జడ్జ్ ఏ Women - 5

    మౌనిక: రష్యా వెళ్లేముందు సార్ నాతో  చాలా మాట్లాడారు.ఒక వైపు...

  • ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 23

    ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ...

  • నెవెర్ జడ్జ్ ఏ Women - 4

    సూర్య ఇండియాకి వస్తుంది.తనకి తెలియకుండా కొంతమంది తనని Airpor...

  • మన్మథుడు

    "ఇక చెప్పింది చాల్లే అమ్మాయ్.. నీకు ఎంతవరకు అర్ధమయిందోకాని మ...

Categories
Share

પ્રેમની પરિભાષા ભાગ-૧૬

 " ગ્રુપ ઓફ  મહેતા ..!! આખા દેશમાં આ નામ પ્રચલિત હતું.. અનેં પ્રચલિત પણ કેમ નાં હોઁય?? કેમ કે દેશનાં ટોપ પચીસ બિઝનેસમેનમા જે વ્યક્તિનું નામ હતુ તેવા ધીરજ મહેતાની કંપની હતી.  નામનાની સાથે સાથે ધીરજ મહેતાનાં પિતાજી એ દુનિયામાં ઈજ્જત વધું કમાવી હતી.ધીરજ મહેતા એમનું એકનું એક સંતાન હતાં....ધીરજ મહેતાને બધું વારસામાં મળ્યું હતુ, મોભો અનેં મિલકતમા ધીરજ મહેતાએ પોતાની આવડત અનેં હોશિયારીથી આખા વિશ્વમાં મહેતા ગ્રુપ ને પહોંચાડી દીધું હતુ.તેમની કામ કરવાની આવડત અનેં સૂઝબૂજથી મોટા મોટા બિઝનેસમેનો આગળ તેમનો ડંકો વાગતો હતો.પોતાનો કારોબાર હીરા ઉદ્યોગથી લઇને મોટા મોટા ધંધામાં તેમની નામના હતી...તેવાં ધીરજ  મહેતા ને બે સંતાન હતાં,મોટો દિકરો જેનું નામ આયુષ હતુ અને બીજા સંતાનમાં પણ દિકરો હતો જેનું નામ માનવ મહેતા.'..

                 આયુષ પોતાની સ્ટડી ઓક્સફોર્ડ યુનિવર્સીટીમા પુરી કરી ને ઇન્ડિયા પાછો આવીને બાપની મિલકતમાં ટેકો આપવા લાગ્યો...બીજી બાજું માનવ ને મહેતા ગ્રુપમા કોઈ જ રસ નહોતો.તેં ઇન્ડિયા આવી ને મહેતા ગ્રુપમાં જોડાવા માંગતો નહોતો ??!"અનેં તેં અલગથી પોતાનુ નામ કમાવા માંગતો હતો.

        'માનવ ઘરમાં બધાનો લાડકવાયો હતો.દાદા રાઘવજી નો ટૌ એ હ્રદયનો એક ટુકડો હતો. ધીરજ મહેતાને માનવ ઉપર અતિસય વહાલ હતુ.માનવની મમ્મી મીનાબેન તો માનવ કાંઇક બોલે એ પહેલાં જ તેનાં માટે હાજર કરી દેતા હતાં,તેને કોઈજ વાતનું દુઃખ થાય એવું ઇચ્છતા નહોતા.આટલો બધો વહાલ માનવ જયારે પાંચ વર્ષ નો હતો ત્યારે એક ભયંકર બીમારીથી માંડ બાહર આવ્યો હતો ત્યાર પછી એ ઘરમાં બધાનો લાડકો બની ગયો હતો.'..
 
                મહેતા ફેમિલિનુ આશિયાનું ઇન્ડિયાનાં ટોપ intertidal ડિઝાઇન નું હતુ.ચાર મંજીલા ઇમારત હતી. બાહર મોટુ ગાર્ડન હતુ.આધુનિક તકનીક બધીજ ઘરમાં હતી.ઉપર ચોથી મંઝીલ પર એક જિમ હતી.સ્વીમીંગ પુલ અનેં અત્યાધુનિક સગવડ ભરેલ ઘરનું નામ મોતીનો મહેલ નામ આપવામા આવ્યુ હતુ.

               માનવ પોતાની સ્ટડી ઇન્ડિયાની બાહર રહીને કરી રહ્યો હતો અનેં આમ પણ મોટા મોટા અમીર વર્ગના સંતાનો બાહર રહીંને જ ભણતા હોય છેં .માનવ એ પોતાની આગળની સ્ટડી અંબાણી સ્કૂલમા ખતમ કરીને પછી ગ્રેજ્યુંએટ થવાં ઇંગ્લેન્ડ ગયો ત્યાં તેને માસ્ટર ડીગ્રિ સાથે ઇન્ડિયા પાછો આવ્યો. અહી આવી ને તેં પોતાનો સિઁનગીન્ગ નો શોખ પૂરો કરવા માંગતો હતો..

        માનવ ની આસપાસ છોકરીઓ  મધમાખીની જેમ આગળ પાછળ ફરતી રહતી હતી.પોતે સ્માર્ટ , અનેં પૈસાદાર બાપનો હતો. પણ માનવે કોઈ છોકરીને હાથ પણ લગાડ્યો નહોતો.તેને પોતાનુ સ્વપ્ન પુરુ કરવામાં જ રસ હતો.ખુબસુરત છોકરી ઓ માનવ ને પોતાનો કરવા પોતાની જાત પણ આપવા રેડી હતી.પણ  માનવને બચપણમા દાદાજી પાસેથી મળેલી વારસામાં શિખામણ અનેં સંસ્કાર વિદેશ મા રહીને પણ જાળવ્યા હતાં..
                
               માનવ લાઈમલાઈટ મા ઓછું રહેતો હતો. social સાઈટ મા એ ક્યાંય તેનુ પ્રોફાઇલ જોવા મળતું નહીં અનેં ન્યૂઝપેપર કે ટી.વી interview મા તેનુ નામ ક્યારે પણ આવતું નહીં...માનવ આ બધી વસ્તુઓથી દુર રહીને એક સુંકૂનભરી જીંદગી જીવી રહ્યો હતો.

              આજે માનવ પોતાની સ્ટડી પુરી કરીને આવ્યે એક મહિનો પસાર થયી ગયો હતો..ઘરમાં તેં આવ્યો એ પછી તેનાં મોટા ભાઈ નાં લગ્ન હતાં.આયુષ નાં લગ્ન મહેતા કુટુંબ ને શોભે તેવાં ઘરની દિકરી ને લેવામા આવી હતી...આરિયા જ્યારથી
મહેતા કુટુંબની વહુ બની હતી ત્યારથી ઘરની જાહોજલાલી અને એક celebrity બનવાની ખુશીમા બહુજ અભિમાની થયી ગયી હતી. ઘરમાં માનવ ને હંમેશા આરવ ને માનવ કરતાં ઓછો પ્રેમ અનેં માન મળતા એ બધુ જોઈને આરિયાને બહુ ઈર્ષા માનવ ઉપર આવતી..આરવને  ઘરમાં એટલો જ માન, મોભો મળતો હતો પણ એને હંમેશા કમિઓ જ જોવા મળતી હતી, તેવી રીતે આરીયાને પણ એવું લાગતું હતુ....

         'આરવ કેમ હજી નથી આવ્યો? એને ખબર નથી કે આજે બધાં ભેગા બેસીને ડિનર લઇએ છીએ, એમને અલગ થી નિયમ સમજાવવા પડશે??!!'  .... ધીરજ મહેતા ગુસ્સાથી શબ્દ બોલી રહ્યાં હતાં.

"   પપ્પા એ આવી જ રહયા છેં એમનાં કોઇક ફ્રેંડ મળવા માટે આવ્યાં હતાં તો એ નીચે મીટીંગ હોલમાં બેઠા છેં ,બસ આવતાં જ હશે..!!આરિયા આરવ ની તરફદારી કરી રહીં હતી.."!
   આરિયાની વાત પુરી થયી ત્યાં સુધીમાં આરવ આવીને જમવા બેસી ગયો...

       "માનવ મારે તારી સાથે થોડી વાત કરવી છેં??..ધીરજ મહેતાનો ચહેરો આજ ગંભીર જણાતો હતો."
" હા પપ્પા બોલો ને તમને જે કાઈ પણ બોલવું હોય તેં!"!??

  બેટા તને તો ખબર છેં કે હુ ને આરવ અહી ઘણાં કામમાં બિઝી છીયે અનેં હમણાં અમે એક નવો પ્રોજેક્ટ ઇંગ્લેન્ડમાં સ્ટાર્ટ કર્યો છેં પણ ત્યાં અમે સમયનાં અભાવે પુરતું ધ્યાન આપી નથી શકતા તો તારે ત્યાં જઇને એ કામ સંભાળવાંનું છેં ,અનેં ત્યાં આપણાં mr. રાવલ  છે જ ,જે તને ત્યાં  બધુ સમજાવી દેશે ઓકે...!

ને  આમ પણ હવે તારી સ્ટડી ખતમ થઈ ગઈ છે તો હવે તુ આપણાં ફેમિલી બિઝનેસમાં હાથ ધર અનેં આગળ વધાર એ પ્રોજેક્ટ ને જે હુ તને આપવા જઈ રહ્યો છું"...  ધીરજમહેતા એ વૈભવી ઢંગથી તેનાં દીકરાને આદેશ આપવા લાગ્યા".

            "પપ્પા તમને પહેલાંથી જ ખબર છે કે, મને આપણાં ફેમિલી બિઝનેસમાં સહેજ પણ રસ નથી!!! અનેં હુ આ વાત વર્ષોથી જણાવતો આવ્યો છું".. માનવ હાથમાં રહેલી ચમચી રોષ મા નીચે મૂકતા કહેવા લાગ્યો."
           .'..માનવની વાતથી આરીયા અનેં આરવ ખુશ થાવ લાગ્યાં...કોઈ દિવસ પપ્પા ને આવા અંદાજમાં માનવ ને લડતા  નથી જોયા.'..આરવે ધીરેથી વાત આરીયા ની કાનમાં કહેવા લાગી.

           "માન તારી વાતો પહેલાંની મે હમેશાં મજાકમા જ લીધી છેં!! કેમ કે, મને એમ હતું કે તયારે કહેલી વાત તારી બચપણ ની મસ્તી મા કહી રહ્યો છે. આ બધું તમારા બન્ને ભાઈનું જ છેં ને તારા બાપા દાદા એ અત્યાર સુધી તમારા માટે જ ભેગું કર્યું છેં ,અનેં હવે તું આ કારોબાર સાંભળવાની ના પાડે છેં!!??"  ધીરજ મહેતાનો અવાજ હવે રુંધાતો જતો હતો."

     "હા પપ્પા તમારી બધી વાતો સાચી છેં પણ મારા ડ્રીમ  કાંઇ જુદા છેં. મેઁ બાહર ની દુનિયા જોઇ છેં અનેં મે મારા માટે કાંઈક જુદું વિચારીને રાખ્યું છેં" ....અનેં હા પપ્પા!! મારે મહેતા ગ્રુપ નાં નામ વીના જ આગળ વધવું છેં"???

      "માનવનાં છેલ્લાં શબ્દો સાંભળીને  આખાં ડાઇનિંગ હોલ મા સન્નાટો છવાઈ ગયો...માનવનું આવુ સ્વરુપ જોતાં મીના બેનને આંચકો લાગ્યો..એ ઉભા થયીને માનવ ને એક તમાચો લગાવી દીધો!!"
         "  માનવ તુ શું બોલી રહ્યો છેં એનું તને ભાન છેં??!! અત્યાર સુધી તારી બધી જરૂરિયાત અનેં જીદ ને અમે પુરી કરી છેં અનેં જરા એ તો વિચાર કર કે જીંદગીમા આગળ વધવું હોય તો એકલા હાથે કાઈ નાં કરી શકાય એનાં માટે ફેમિલી નો સપોર્ટ હોવો જરૂરી છે!. અનેં દુનિયા હજી તને જોઇ નથી એનાં અનુભવોની તને ખબર નથી માનવ.."

      "હાં.. માનવ તારા મમ્મી બિલકુલ સાચી વાત કરી રહીં છેં ..અનેં અત્યારે જયારે તુ  બાહર જાય છેં ત્યારે લોકોં તને ધીરજ મહેતા નાં સન તરીકે ઓળખે છેં ..બાકી તારી ઓળખ કરવી હોય તો એક રૂપિયાની બાહર મારા નામ વગર નહીં કમાઈ શકે ....અન્ડર સ્ટેન્ડ...!!! ધીરજ મહેતા ગુસ્સાથી ઉભા થયી ને માનવની સામે આંખમાં આંખ નાખી ને કહેવા લાગ્યાં..."!
    "ઓકે તો પપ્પા ઠીક છે... તો હુ તમને તમારા નામ વગર આ દુનિયામાં પોતાનુ નામ કરવાની ક્ષમતા ધરાવું છું !! એન્ડ તમે શુ મને મિલકતમાં કામ કરવા માટે કહો છો હુજ એક બિઝનેસ કરી ને બતાવીશ...."!!!  અનેં અત્યારેજ હું આ ઘર અનેં આ રોયલ લાઈફ છોડી ને જવું છું બાય..."
    "માનવ ગુસ્સાથી આગળ પડેલી પ્લેટને નીચે પછાડી ને ઉભો થઇ ગયો અનેં હાથ મા રહેલી આઠ લાખની વોચ અનેં આઈ ફોન ને ખિસ્સા માંથી વોલેટ બાહર કાઢીને એમાંથી ફક્ત બે હજારની નોટ લઇને બાકીનું બધું જ એ પપ્પાની સામે નાખીને બાહર નીકળી ગયો..."!!

     પાછળ ફરીને એને ઘરમાં પડતી બૂમો સાંભળ્યા વીના એ પોતાના ગુસ્સા સાથે બાહર નીકળી ગ્યો....

       "ઘરમાં બધાં મારી વાત કાન ખુલ્લા કરીને સાંભળી લ્યો ..
આજ પછી આ ઘરમાં માનવ વિશે કોઈ વાત મારે સાંભળવી નથી!, અનેં જે કોઈ માનવ નાં સાથે કોન્ટેક્ટ રાખશે તેં પણ માનવ ની સાથે આ ઘર છોડીને જઈ શકે છે , અનેં આ વાત મીના તમે સારી રીતે સમજી લો તો સારુ ????!!!"

'ધીરજ મહેતાની વાતથી આરવ અનેં આરીયા એકબીજા સામે જોઈને હસવા લાગ્યા...'

                              *

    માનવ બાહર નીકળીને એ ઘરથી થોડે દૂર જઇને એક ટેક્ષી લઇને તેં નીકળી ગયો.... એક ચાની લારી પાસે જઇને ચા પીવા લાગ્યો..નાં એની પાસે ઘર હતુ નાં કોઈનો હાથ તેનાં માથે હતો...પોતે ચા પીતો હતો ત્યાં એક બાર વર્ષ નો એક છોકરો તેણી નજીક આવ્યો.. છોકરો માનવ ની નજીક આવીને કેહવા લાગ્યો ...તમે માનવ છો ને???
                   "માનવે ચાનો કપ બાજુમાં રાખીને એક છોકરાં સામે જોવા લાગ્યો..!!!
   હા...હુ માનવ જ છું પણ તુ મને કેવી રીતે ઓળખે છે???
"....ઓહઃ માનવ સર તમને તો અમારાં ઘરમા બધાં જ ઓળખે છે!!!"
     પણ કેવી રીતે??? માનવ ને હવે તેની વાત મા રસ પડવા લાગ્યો...
માનવ સર તમે એક વાર મારા મોટા ભાઈ સાથે અમારાં ઘરે આવ્યાં હતાં, મારો મોટો ભાઈ સંદીપ "!!
     ઓહઃ...એ સંદીપ.!! માનવ ને યાદ આવ્યુ કે,આરવની ગાડીનો એ ડ્રાઈવર હતો , જે એનાં મામા એ કામ અપાવ્યું હતુ એનાં મામા મહેતા ફેમિલી મા સાફ સફાઈ કરતાં હતાં.

માનવ ને યાદ આવ્યુ કે, સંદીપ સાથે એકવાર ગાડી મા હતો ત્યારે એની ભણવા વિશે લગન જોઈને એને આગળ ભણવા માટે નોકરી છોડાવી અનેં એક સારી કૉલેજ મા એડમિશન કરાવી આપ્યું હતુ ..

        ઓહઃ...તો તુ એ સંદીપનો ભાઈ છેં અનેં ક્યાં છેં
સંદીપ???
      "એ ઘરે છેં જોબ મળી ગયી છેં એમને સર!! પગાર બહુજ છેં!!!" એ છોકરો ના ભાવ જોઈને એની માસુમિયત ઉપર માનને એની સાથે વાત કરવાનું વધારે મન થયું..

"   તો ચાલ હુ પણ સંદીપ ને મળવા તારા ઘરે આવુ છું...."!માનવ એ છોકરાં સાથે ચા નાં પૈસા ચૂકવીને જવાં લાગ્યો.
થોડે જ દુર એક કોલોનીમાં સંદીપ નું ઘર હતું ત્યાં એ ગયાં.
સંદીપ માનવને જોઈને ખુશ થયો.
ઘરમાં સંદીપની વાઈફ હતી તેંને સારી રીતે માનવની મહેમાનગતિ કરાવી...

"ઘરમાં મા બાપુજી નથી એ ગામ ગયા છેં..!! માનવની ઘરમાં ફરતી માનવની નજર ને ઓળખી ને સંદીપે જ જણાવી દીધું"!

        બન્ને બાહર ગયા ... રાતનાં બાહર નું વાત વાતાવરણ મા એક તાજગી હતી.લોકો ની અવરજવર ઓછી થયી ગયી હતી,પાણીપુરી ની લારી વાળા બધો સામાન ભેગો કરીને ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા...

    "સંદીપ મારે એક નોકરીની જરૂર છે???! એમ કહીને માનવે આજ તેની સાથે જે કાંઈ પણ બન્યુ હતું તેં બધું સંદીપને જણાવી દીધું"
                           
                                     *

     માનવ સંદીપ જયાં જોબ કરતો હતો ત્યાં એ જોબ કરવા લાગ્યો....એક મહિનો ત્યાં જોબ કર્યા પછી તેની કામ કરવાની હોશિયારી અનેં ટેલેન્ટ જોઈને ત્યાંના બોસે તેને મુંબઇ મા જ એક બીજી જોબ અપાવી દીધી ..ત્યાં તેને ઘણો પગાર હતો.

   "માનવે ત્યાં પોતાની ઓળખ બદલાવીને 'માન મહેતા 'કરી દીધી હતી..!!!જે બોસ સાથે એ કામ કરી રહ્યો હતો તેં માનવનું knowledge જોઈને અનેં ખબર પડી કે આ કોઈ આમ વ્યક્તિ નથી !.પછી એક દિવસ સંદીપ ને પૂછીને  બધું જાણી લીધુ હતુ... તેથી માનવને પોતાની ઓળખ છુપાવીને આગળ કામ કરવા લાગ્યો...."! અનેં તેં એક ફેલેટ ભાડે રાખીને રહેવા લાગ્યો.."

     "  આ બાજું માનવની ઓફિસમાં એક નવું મેમ્બરમા ઉમેરો થયો જેનું નામ હતુ માનસી"
  
         માનસી ની સાદાઈ અનેં લોકો પ્રત્યેની વિચારસરણી, હંમેશા લોકોની સેવામા હાજર રહેવું એ બધુ માનવ ને એની તરફ આકર્ષણ ઊભું કરતું હતું.. એની સુંદરતા એવી હતી કે ,
માનવે  જે કોઇ ગર્લ ને અત્યાર સુધીમાં મળ્યો હતો તેં બધાં થી માનસી અલગ હતી.

     માનવ અને માનસી નો પ્રેમના તંતુ ફૂટવા લાગ્યાં હતાં..એકબીજાને જીવનનો સહારો બનાવાની તૈયારી કરવા લાગ્યા.
        માનવ અનેં માનસી આજે એક થયી ગયા હતાં ...બાહર ઠંડી નો માહોલ હતો ને પ્રેમી પંખીડાંનાં રૂમમાં વાતાવરણ ગરમ હતું...

       સવારે સુરજ પોતાની ફરજ બજાવવા પોતાના કામે લાગી રહ્યો હતો ને ચાંદો પોતાની ઓળખ છુપાવીને વાદળોમાં સંતવાની કોશિશ કરી રહ્યો હતો ત્યાં જ માનવ નાં nokia નાં મોબાઇલ મા રિંગ વાગી....
    માનવે મોબાઇલ હાથ મા લઇને જોયું તો તેનાં બોસ નો નંબર હતો..

   "હેલ્લો....માનવ !! તારું જરુરી કામ પડયું છેં"
" હા બોલો ને સર!!!"
   " માનવ માનસીની બાહો માંથી દુર જઇને વાત કરવા લાગ્યો"

"માનવ તારા ફાધર ધીરજ મહેતા નો કૉલ આવ્યો હતો?"

ધીરજ મહેતા ને તમારો નંબર ક્યાંથી મળ્યો હશે?"માનવ માનસી સામે એક પ્રેમ ભરી નજરથી દુર ઉભો રહી ને જોવા લાગ્યો'
" એ તો ખબર નહીં પણ , આવડા મોટા બાપના દિકરા ને શોધવાનું કાંઇ અગરૂ નથી તેમનાં માટે ...". તુ હમણાં જ તારા પપ્પા ને કૉલ કર ,કદાચ તારી મમ્મી ને જરૃર છેં તારી??

" બોસ ની વાતોથી માનવ ને આંચકો લાગ્યો...એ ફટાફટ કૉલ કટ કરી નાખ્યો... દુર માનસી પાસે જઇને એની બાજુમાં બેસી ગયો!"
          'મિસ માનસી...આઈ લવ યુ.. સો મચ' ! તને હું ક્યારે પણ મારાથી જુદી નહીં કરું.. અનેં કાલની રાત મારી જીંદગીની સૌથી યાદગાર રાતમાંની એક છેં.કાલ તેં તારું સર્વસ્વ મને આપ્યું છેં તો હુ તને ક્યારે મુકી ને નહીં જવું પ્રોમિસ..માય લવ"

     માનવની આંખ માંથી આંસુ પડે છેં જે માનસી નાં ગાલ  ઉપર એક મોતી રૂપે ફેલાઇ જાય છેં...

   "માન રૂમની બાહર જઇને તેનાં પપ્પાને કૉલ લગાવ્યો'.
"હાં બોલો ને ડેડ...હુ તમાંરો જ છું ,મોમ ને શુ થયુ છેં?.. પ્લીઝ રડો નહીં હુ હમણાં જ આવુ છું...."
       "માન રુમમા આવીને પ્રેમના બેગમાંથી નોટ એન્ડ પેન્સિલ લઇને એક લેટર માનસી પાસે મુકે છેં"..
        " માનસી ને કપાળ પર એક કિસ કરે છે અનેં એની નજીક જઇને કહે છેં"...    મિસ માનસી હુ જલદી આવીશ ને તમને મિસિસ માનસી માનવ મહેતા ના હક્ક અપાવીશ!..."

  "માનવ ત્યાંથી નીકળી જાય છેં... રસ્તા મા એનો મોબાઇલ નીચે પડી ગયો,  માનવ ને ખબર નાં રહીં કે પોતાનો મોબાઇલ નીચે પડી ગયો છે..ધીરજ મહેતાનો ફોન એને  પરેશાન કરી મુક્યો હતો!!!    
" એ સીધો મુંબઈ સ્થિત ઘરે જાય છેં ."!

          "ઘરની બાહર જ ધીરજ મેહતા મળી ગયાં ..એ માનવ ને ગળે લાગી ને રડવા લાગ્યા"
પપ્પા બસ હવે રડો નહીં હુ આવી ગયો છું ને"!! હવે તમને ને મમ્મી ને મુકીને ક્યાંય નહીં જવું.." માનવ.

     "હાં બેટા.. તું ક્યાંય નાં જતો ! તારે જે કાઈ પણ કરવું હોય એ અહિ રહીને જ કરજે.... તારા જે સ્વપ્ન હોય એ અહી અમારાં વચ્ચે જ પૂરા કરજે બેટા"
માનવ એ પપ્પા ને માફ કરીને તેંને ફરી ગળે મળે છે.
"પપ્પા મમ્મી ક્યાં છેં ? એમને શું થયું છેં"
એ એનાં રૂમમાં  છેં આરામ કરે છેં, અનેં હાં... એ તને બહું યાદ કરે છેં!
"ઓકે.. બટ શું થયુ છે મમ્મી ને" માનવ મમ્મીની ચિંતાથી ઉશ્કેરાઈ ને બોલવા લાગ્યો."
"તારી મોમ ને કેંસર છેં અનેં એને બ્લડ કેન્સર છેં બીજાં સ્ટેજ ઉપર નાં રિપોર્ટ આવ્યાં છેં"..
"મોમ ની વાતથી માનવ રડી પડ્યો"..

"તારાં મોમ ને કાલ જાણ થઈ તો એ બહુ જ મક્કમ હતી એને આવા રોગ સાંમે લડવાની તૈયારી પણ કરી લીધી છેં"! પણ એ તને વધું યાદ કરતી હતી તો તને બોલાવવો પડ્યો...

'માનવ તેની મમ્મી પાસે ગયો,માનવ ને જોઈને મીના બેન ઉભા થઇ ગયા ..માનને મળ્યાં, માનવની જૂની વાતો વિશે ચર્ચા કર્યા વગર માનવ ને  ગળે લગાડી દીધો..."
  
"માનવનને ઘરે જોઈને આરિયા ને ઓછું ગમ્યું ...."

           મોમ સાથે સમય પસાર કરીને એ બાહર આવ્યો, સામે લિપ મા બેસીને એ નીચે આવ્યો, લિપ માંથી બાહર નીકળતો હતો ત્યાં સામે જ ધીરજ મેહતા ઉભા હતાં.

     "પપ્પા  આર યુ ઓકે.."!! માનવ પિતાની બાજુમાં આવી ને ઉભો રહ્યો ,એને ટેકો આપીને એ સોફા પાસે લઇ ગયો.ત્યાં બન્ને બેઠાં.

  " બેટા લંડનથી ડૉક્ટરનો કૉલ આવ્યો હતો ,તારા મોમનું ઓપરેશન ત્યાં કરવાનું છેં..એન્ડ કાલે જ ત્યાં જવાનું છેં,એન્ડ હવેથી બધી ટ્રીટમેન્ટ લંડન ચાલુ થયી જશે ...અનેં હમણાં ત્યાં આપણાં લંડન વાળા બંગલો મા બધી સગવડ કરાવી આપી છેં તો હુ ને તારા મોમ કાલ જ નીકળીએ છીએ.."

"પપ્પા હુ પણ તમારી સાથે આવુ છું મોમ ને મારી જરૂર છેં હુ હવે એક મિનીટ પણ દુર જવા નથી માંગતો..."!

  "ઓકે.. બેટા તો તારી ટીકીટ બુક નો ઓર્ડર આપી દવું છું ઓકે...  ફાઈન હવે તુ તારી જવાની તૈયારી કરી લે!..

       બીજે દિવસે લંડન તરફ માનવ ની ફ્લાઇટ ઊડી રહીં હતી...

                            *

         "  માનવ ની આંખમાં પસ્તાવો છલકાઈ રહ્યો હતો...વાત આગળ વધે એ પહેલા એને ત્રીજા કપ કોફી નો ઓર્ડર આપી દીધો હતો પણ સાથે આ વખતે નેહા સેન્ડવીચ પણ જોડે મંગાવી રહીં હતી....કોફી હૉઉસ મા હવે લોકોની સંખ્યા ઓછી થઈ ગઈ હતી, વેઈટરો બસ નવરા બેસીને ટી.વી જોઇ રહ્યા હતા...બહાર રાત્રિ પહોર બદલી રહીં હતી..."

"પછી માનવ તેં માનસી ને કૉલ કે યાદ કેમ ના કરી????"

વધું આવતાં અંકે..

     "માન જ્યારે માનસીથી છૂટો પડ્યો તેંની વ્યથા નેહા પાસે ઠાલવી રહ્યો હતો".!
 
થેન્ક યુ વાંચક મિત્રો...
      આપના અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો.?