Anant Disha - 11 in Gujarati Love Stories by ધબકાર... books and stories PDF | અનંત દિશા ભાગ - ૧૧

Featured Books
  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

Categories
Share

અનંત દિશા ભાગ - ૧૧

" અનંત દિશા "  ભાગ - ૧૧

આ વાર્તા એ "અનંત" ના જીવનમાં આવેલી એક મિત્ર દિશા અને એ મિત્ર સાથે જોડાયેલ લાગણીઓ ની છે. ફરી એક વાર અનંતના વિચારો ને રજુ કરતી આ વાત અનંતના જ શબ્દોમાં રજુ કરીએ તો કદાચ વાંચવામાં મજા આવશે...

તો આ જ અનંતના જીવનની અનંત સફર વાર્તામાં જાણે અનંત પોતે તમને કહી રહ્યો હોય એ જ રીતે રજુ કરીએ...
છે કાલ્પનિક પણ  તમને લાગશે કે જાણે વાસ્તવિક પણ હોઈ શકે...!!!!

આપણે દસમાં ભાગમાં જોયું  કે દિશાએ અનંતને એક બૂક લાવી આપવા કહ્યું "સાત પગલાં આકાશમાં, લેખિકા કુંન્દનિકા કાપડિયા" અને આ બૂક અનંત કોઈપણ જાતના વિલંબ વિના દિશા માટે લઇ આવ્યો અને ઘરે જઈ આપી આવ્યો અને અનંત ને થયું કે એ કોઈના કામમાં આવ્યો. સાથે દિશાએ અનંતને એને ગમતી એક બૂક વાંચવાનું કહ્યું. ચાલો તો જોઈએ હવે એ બૂક કઈ છે અને કેમ એ મહત્વની છે.

હવે આગળ........ 

બીજા દિવસ ની સવાર  દિશા સાથે ની લાગણીસભર મુલાકાત ની યાદો સાથે શરૂ થઈ. અને મન માં એક ખુશી ની લહેર ફરી વળી... એની જોડે કુતૂહલ પણ મન ને ઘેરી વળ્યું કે  એવી તો કઈ બૂક હશે જે દિશા ને સ્પેશિયલ મને વંચાવવી હશે..!! એવું તો શું હશે એ બૂક માં..!! તરતજ મોબાઇલ હાથમાં લીધો અને ગુડ મોર્નિંગ મેસેજ કર્યો.

"ખુશ્બુ આપણી મુલાકાતની હજુ પણ અક્બંધ છે...

એ લાગણી સભર વાતો પણ એમજ અક્બંધ છે...

મનમાં રહી રહી આવતો સવાલ પણ અકબંધ છે...

મારા માટે તમે પસંદ કરેલી બુક નું રાઝ પણ અક્બંધ છે...

ગુડ મોર્નિંગ , જય શ્રી કૃષ્ણ..."

અને હું મારા રૂટીન કામમાં પરોવાયો... પણ મન માં એક આશા હતી કે આ મેસેજ વાચ્યા પછી કદાચ દિશા બૂક નું નામ મને કહેશે... એટલે હું એના મેસેજ ની આતુરતા થી રાહ જોતો હતો...!!!

આમને આમ દિશા ના મેસેજ ની રાહમાં દિવસ આખો ચાલ્યો ગયો પણ ના બૂક નું નામ મળ્યું ના એના વિશે ની કોઈ માહિતી. રાત્રે માત્ર એટલો મેસેજ આવ્યો કે ધીરજ રાખ...! આપણે આ અઠવાડિયામાં વિશ્વા ના ઘરે મળવાનું જ છે ને....એટલે ત્યારે બૂકની વાત પણ થશે અને બૂક પણ મળશે. જોઈ લે જે. અને આ આખું વીક હું Busy છું.

આ બધી વાતો લઈને ફરી મારું મગજ વિચારવા લાગ્યું કે આટલી તો કેટલી Busy હોય. અને બૂક નું નામ કેમ ના જણાવ્યું..?? મન શાંત કરવા કાલે સવારે વિશ્વા સાથે વાત કરીશ એમ વિચારીને ઊંગવાનો પ્રયત્ન કર્યો.

સવારે પહેલા તો દિશા ને good morning મેસેજ કર્યો ત્યારબાદ વિશ્વા ને ફોન. વિશ્વા સાથે વાત તો થઈ પણ એને પણ ખબર નહોતી કે આ કઈ બૂક ની વાત છે, એટલે એ વાત તો હવે મળીએ ત્યારેજ ખબર. હવે માત્ર મળવાની જ રાહ હતી.

આ મનના ઉદ્વેગો ક્યાં શાંત થાય છે,

એ મનને ફરી દિશા તરફ દોરી જાય છે,

રાહ જોઈ શકાતી નથી એક પળ પણ,

છતાં એ જાણે કોઈ રાહ તરફ દોરી જાય છે.

આ જ દરમિયાન શનિવારે સવારે દિશાનો મેસેજ આવ્યો કે રવિવારે બપોરે આપણે વિશ્વા ના ત્યાં મળવાનું ફાઈનલ છે.  અને બપોરે વિશ્વા નો ફોન આવ્યો કે  જમવાનો પ્રોગ્રામ પણ અહીંજ છે. બહુ દિવસ થયા આપણે શાંતિ થી મળ્યા નથી અને તને મારા હાથના બનાવેલું જમાડ્યું પણ નથી . હવે  મારી excitement વધી ગઈ હતી...એક તો પતંગિયા એ એટલે કે દિશા એ મારા માટે સિલેક્ટ કરેલી બૂક મળશે અને બીજું મારા વિશ્વ એટલે કે વિશ્વાના હાથનું ટેસ્ટી જમવાનું મળશે...!!! વિશ્વા ના હાથની રસોઈ નો એક અલગ જ સ્વાદ હોય છે જાણે એમાં એના મનની પવિત્રતા નો વાસ હોય છે...!!!

આખરે એ રવિવાર નો દિવસ આવીજ ગયો. મારા બન્ને ખાસ મિત્રો ને મળવાનો દિવસ કે જેમના થકી હું થોડો સ્થિર થઈ શક્યો છું. આ મળવાની અધિરાઈમાં હું રાત્રે બરાબર ઊંઘી જ ના શક્યો. ખરેખર કહું તો જ્યારે પણ આવું કાંઈક સ્પેશિયલ થવાનું હોય ત્યારે રાત્રે ઊંગ જ ના આવે. સવારે વહેલા ઊઠી ફટાફટ તૈયાર થઈ ને મમ્મી જોડે સરસ સમય પસાર કર્યો. પછી અમે બંને મંદિરમાં ગયા જ્યાંથી એને ભજનમાં જવાનું હોવાથી હું  નીકળી ગયો. ઘડિયાળમાં જોયું તો હજુ વિશ્વા ના ઘરે જવાની વાર હતી એટલે હું ગાર્ડનમાં પહોંચ્યો અને ત્યાં આરામથી બેઠો. મનમાંથી એક રચના સરી પડી.

આ તો કેવા સંબંધો જે ના બાંધી શકાય,

એનું સર્જન એવું કે જે ના પામી શકાય,

આ એવા પળો છે જે માત્ર માણી શકાય,

છતાં જિંદગી આમજ જીવંત કરતા જાય.

આવા બધા વિચારો મનમાં ફરતા હતા ત્યાંજ વિશ્વા નો ફોન આવ્યો "અનંત ક્યાં છે તું...? આવી જા હવે ઘરે, દિશા પણ આવી ગઈ છે."

હું ફટાફટ ગાર્ડન માંથી નીકળી અને વિશ્વા ના ઘરે પહોંચ્યો.  દરવાજો ખુલ્લો જ હતો અને સામેજ આંટી ખુરશી ઉપર બેઠા હતા.મને જોઈને તરત જ એમને મને આવકાર્યો. મેં એમને જયશ્રી કૃષ્ણા કર્યા અને એમની તબિયત પૂછી.

મને જોઈ ને આંટી તરત જ  બોલી ઉઠ્યા..."બહુ દિવસે દેખાયો બેટા...!આજકાલ બહુ વ્યસ્ત છે કે શું ? તારે આવતા રહેવું ઘરે...આ મારી વિશ્વાને તો તું જાણે છે ને...! જરાય પોતાનું ધ્યાન નથી રાખતી...તું સાચવજે એને બેટા...મારી તબિયત તો તું જાણે જ છે ને !?"

મેં કહ્યું  "હા આંટી...પહેલા તમે તમારી તબિયત સાચવો, વિશ્વા ની ચિંતા ના કરો, હું છું ને...!"

અને તરત જ મનમાં વિચાર આવ્યો કે હું શું સાચવવાનો વિશ્વા ને...!!! એ જ છે જે મને આટલા વખત થી સાચવીને રાખે છે. અને મનમાં એક રચના બની ગઈ...

આ વિશ્વા એ આપેલા સાથ ની વાત જ ન્યારી છે...!!!

એની લાગણી તો લાગે મને આમજ વ્હાલી છે...!!!

એનો સાથ જ છે જે મને નવજીવન માટે પ્રેરી રહ્યો છે...!!!

આમજ એની આ લાગણીઓ મને ભીંજવી રહી છે...!!!

આમ વિચારતો હું અંદરના રૂમ માં ગયો ત્યાં દિશા બેઠી હતી. એકપળ માટે મારી આંખ ત્યાંજ સ્થિર થઈ ગઈ. લોંગ સ્કર્ટ અને ટી-શર્ટ પહેરીને. મેં પહેલી વખત આવા કપડાં માં એને જોઈ હતી. ખુબ જ સુંદર લાગતી હતી. મારાથી બોલાઈ ગયું. વાહ! તું તો આજે જોરદાર લાગે છે ને કાંઈ ! ત્યાંજ દિશા બોલી Hii... hello... કેમ છે ? એવું કાંઈજ નહીં ને સીધું જોરદાર લાગે છે..!? આમ બોલતાજ એ હસી પડી સાથે વિશ્વા પણ હસી પડી. મને પણ સમજાયું કે વાત તો સાચી છે.

એની અપ્રતિમ સુંદરતા જાણે મોહી ગઈ,

એટલેજ કદાચ એ આ આંખને ગમી ગઈ.

આમજ અમે બધા એકબીજા સાથે વાતોએ ચડયા. સમયનો આજે કોઈ અભાવ તો હતોજ નહીં અને અમને કોઈ રોકવા વાળુ પણ નહોતું એટલે અલગ અલગ વિષય પર રોકાયા વિના વાત કરતા હતા. મેં એક વાત નોંધી... દિશા જ્યારે પણ સ્નેહની વાત કરતી ત્યારે એની આંખોમાં ચમક, એની વાતોમાં લાગણી અપ્રતિમ દેખાતી. સાચું કહું તો એક તરફ એવું થતું કે કેટલી સરસ મિત્ર મળી મને, કે જે આટલો અદ્ભૂત પ્રેમ કોઈને કરે છે અને બીજી તરફ  સ્નેહ પર ગુસ્સો આવતો છતાં હું કાંઈ બોલી શકતો નહોતો. કારણ કે હું જાણતો હતો કે દિશા ને આવું નહીં ગમે.

વાતોમાં વાતોમાં સમય વીતતો જતો હતો અને હવે બધાને ભૂખ પણ લાગી હતી એટલે બધા ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયા. સરસ મજાનું જમવાનું બનાવ્યું હતું... શાક, રોટલી, ખમણ, દાળ, ભાત અને હા મારી ફેવરેટ ચોકલેટ બરફી પણ. આ બધું જ વિશ્વા એ એકલી એ જ બનાવ્યું હતું, ખાલી ખમણ દિશા એ બનાવ્યા હતા. બધું જ ખૂબ જ ટેસ્ટી બન્યું હતું અને ખમણ પણ...જમવાનું પતાવી હું પાછો રૂમ માં જઈ ને બેઠો જ્યારે વિશ્વા અને દિશા બધું સમેટવામાં લાગ્યા. પણ હવે મારી ધીરજ નો અંત આવી રહ્યો હતો. મારા મનમાં  બૂક ના જ વિચાર વારંવાર આવતી હતા એટલે હું, વિશ્વા અને દિશા બંને જલ્દી કામ પતાવીને આવે એની રાહ જોતો હતો.

આખરે મારી આતુરતાનો અંત આવ્યો. દિશા એ એની બેગમાંથી એક બૂક કાઢી અને મને હાથમાં આપતા કહ્યું અનંત આ ખાસ તારા માટે છે. હું ઈચ્છુ છું કે તું આ વાંચે, સમજે અને જીવનમાં ઉતારે...!!! મેં બૂક હાથમાં લીધી અને નામ વાચ્યું...

"YOU CAN WIN by Shiv Khera, શિવ ખેરા ની જીત તમારી".

નામ તો કોઈવાર સાંભળ્યું હતું દિશાના મોઢે, પણ પહેલીવાર જ જોઈ. મારા માટે આ બૂક કરતાં પણ વધુ મહત્વનું એ હતું કે એ મને દિશાએ વાંચવા આપી હતી. અને એ  મારા કરતાં પણ વધુ ઉત્સુક હતી કે હું આ વાંચું. મેં બૂક મારી બેગ માં મૂકી.

અમે ફરી અમારી અલક મલક ની વાતોએ ચડયા...!!! આટલા સમય દરમિયાન હું, વિશ્વા અને દિશા ખુબ જ નજીક આવી ગયા હતા. જાણે કુદરતે અમને કોઈ લેણાદેણી પૂરી કરવા જોડયા હોય એમ...!!! અમે અમારી વાતો કરી અને દિશા એ સ્નેહ વિશે જે વાત કરી એ પણ સાંભળી. આટલા સમય પછી પણ એમની દૂરી ઓછી થતીજ નહોતી. મને હવે સમજાઈ ગયું હતું કે સ્નેહ ક્યારેય પહેલાની જેમ દિશાના જીવનમાં પાછો નહીં આવે. છતાં મેં નિર્ધાર કર્યો હતો કોઈપણ સંજોગોમાં હું દિશા ને સાથ આપીશ. એટલે હું ચૂપચાપ એ જોઈ રહ્યો હતો.  આમજ વાતો કરતા કરતા સાંજ ક્યારે પડી એની ખબરજ ના પડી અને અમે છૂટા પડ્યા. મેં દિશાને SG હાઇવે પર છોડી અને ઘરે આવ્યો. સાંજે જમીને તરત જ બૂક વાંચવાનું મેં મનોમન નક્કી કરી લીધું હતું.

મનમાં એક એવો વિચાર પણ આવ્યો કે આ બૂક જ કેમ દિશાએ મારા માટે પસંદ કરી? અને આટલું ભાર દઈને વાંચવાનું કહે છે તો કાંઈક તો રહસ્ય છે જ. અને એટલે જ મેં નક્કી કર્યું કે આ બૂક જલ્દી વાંચવી છે. જમીને તરત જ હું બૂક વાંચવા બેસી ગયો. જેમ જેમ વાંચતો ગયો તેમતેમ સમજાતું ગયું કે આ બૂક જ કેમ દિશા એ મારા માટે  પસંદ કરી. આખરે ચાર દિવસના અંતે આખી બૂક મેં વાંચી લીધી. એની એક મુખ્ય લાઇન અને મેસેજ આ હતો.

"વિજેતાઓ કોઈ અલગ કામ નથી કરતા,તેઓ દરેક કામ અલગ રીતે કરતા હોય છે."

એટલે કે કોઈપણ કામમાં વિજય થવું હોય તો સતત એ ધ્યેય માટે પ્રયત્ન કરવા. નિષ્ફળતા જ સફળતા ની ચાવી છે. નિષ્ફળતા માંથી સતત શીખી આગળ વધી સફળ કઈ રીતે થવું એ શીખવવામાં આવ્યું છે. છેલ્લા કેટલાએ વર્ષો દરમિયાન બનેલી ઘટનાઓ, ઉદાહરણો, પ્રસંગો વર્ણવવામાં આવ્યા છે. અને એ દરમિયાન કેવી રીતે સતત પ્રેરણા લઈને આગળ વધવું જીવનમાં સફળતા મેળવવી એ દર્શાવવામાં આવ્યું છે.

આ માત્ર એક પુસ્તક નહીં પરંતુ કમ્પલીટ પર્સનલ ડેવલપમેંટ કોર્સ છે. હવે મને સમજાઈ રહ્યું હતું કે દિશાને મારામાં રહેલી નેગેટિવ વાતો બહાર કાઢી મારું ઘડતર કરવું હતું. મને આ દિશા અને વિશ્વા નું એક સામૂહિક પ્રયોજન લાગ્યું. બહુજ ગમ્યું મને આ પુસ્તક. લાગ્યું કે દરેક વ્યક્તિએ આ પુસ્તક એકવાર વાંચવું જોઈએ.

એ દિવસે જ સાંજે ઘરે આવતા call conference માં અમે ત્રણે હતા ત્યારે મેં દિશાનો આભાર માન્યો અને કહ્યું કે ખૂબજ સરસ બૂક હતી. સામે દિશાએ કહ્યું આમાં આભાર માનવાની કોઈ વાતજ નથી. મને જે તારા માટે યોગ્ય લાગ્યું એ કર્યું. અને વિશ્વા પણ આવુંજ ઇચ્છતી હતી. હું તો સમજીજ ગયો હતો કે બંને ની આ લાગણીઓ જ હતી...કે મને મસ્ત મજાનું જમાડી ને આ બૂક ની માયામાં ખેંચી જવું. અને બંને એમાં સફળ પણ રહ્યા.  આ પ્રસંગ પછી મને દિશા પ્રત્યે માન વધી ગયું. જેમ વિશ્વા મારા માટે પરફેક્ટ મિત્ર હતી એમ જાણે દિશા પણ આ જ રસ્તે મારી સાથે હળી મળી ગઈ હતી.

અમારી આ મિત્રતા આમજ આ રીતે આગળ વધી રહી હતી. આવતા મહિને મારો જન્મ દિવસ આવતો હતો. આમતો, હમેશાં હું એકલો જ હોવ પણ કોઈ વાર વિશ્વા પણ એમાં સામેલ થતી. આ વખતે એવી ઇચ્છા હતી કે વિશ્વા ની સાથે દિશા પણ મારા જન્મ દિવસમાં જોડાય. આ જ રીતે મારી અને દિશાની મિત્રતા રોજ નવા આયામ સર કરતી હતી...!!! અમે હમેશાં એકબીજાની ચિંતા કરતા અને જાણે આ સંબંધ અપાર લાગણીઓથી ભરાઈ ગયો હતો.

**********

કેવી લાગી રહી છે મિત્રો અને સ્નેહીઓ આ વાર્તા??
શું દિશા અનંતના જન્મ દિવસની ઉજવણી માટે આવશે??
શું એ આવશે તો જન્મ દિવસ કેવો ઉજવાશે ??
કેવો નવો અધ્યાય તમે વિચારો છો એ પ્રતિભાવ કરજો...
વાંચક મિત્રો અને સ્નેહીઓ તમારા પ્રતિભાવ મારા માટે મહત્વના છે, ત્યાંથીજ પ્રેરણા લઈ હું આગળ લખી શકીશ અને ભુલ સુધારી શકીશ...
ફરી એકવાર જલ્દી મળશું આ અનંત ની અનંત સફરમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ...

Join My fb Group :- Sweet beat Frdzzzzz
આ લાગણીઓના જોડાણની વાર્તાની PDF કોપી ફ્રીમાં મેળવવા કોન્ટેક્ટ કરી શકો છો.
Whatsapp :- 8320610092
Insta :- rohit_jsrk

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...