આજે ફરી રિસાય ગયી. થોડી ગુસ્સે પણ થય ગયી. કેટલી વાર કીધું કે, કામ સમયે વાત નય થાય. પણ મગજ મા બેસતું જ નથી.
બસ એક જ જીદ,
વાત કરવી છે,
વાત કરવી છે,
જોવો છે તને,
જોવો છે તને,
વિડિઓ કોલ કર,
અરે યાર કામ સમયે તો શાન્તિ રાખ..... પણ સમજે તો ને... નાં છૂટકે છુપાઈ ને કોલ કરવો પડે. કેહવું પડે કે,મ્યુટ રાખ જે, શેઠ સંભાળશે તો બોલશે.
તો પણ મ્યુટ રાખ્યા પછી પણ ચુપ તો નાં જ રે. બવ જ ગુસ્સો આવે, પણ સાલું એમ થાય કે ચાલ ને વાત કરી લવ. ચાલુ કામે એને જોવાની, વાત કરવાની મજા પણ આવે, ને બીક પણ લાગે, કે કોક સાંભળી જશે તો??????
હા એ વાત અલગ છે,કે એને ના જોવું ને તો કામ પણ નય થતુ. એક આદત પડી ગઈ છે. વિડિઓ કોલ ચાલુ હોય, કામ ચાલુ હોય, જો થોડી વાર માટે એની સામું ના જોવાય તો ,તરત જ દેકારો ચાલું.....
બેબી,
બેબી,
બેબી,
બેબી.....
જો,
જો,
જો,
જો,
જો,
જ્યા સુધી જોવું નય ત્યાં સુધી દેકારો ચાલુ.
તરત કામ પડતું મુકી ને એને જોવાની,ને કેવું પડે કે,પ્લીઝ મ્યુટ કર. નયતર ........
હવે ક્યારેક હદ કરી નાખે. શોપ ના કાઉન્ટર પાસે કામ કરતો હોય ત્યારે જ મેસેજ કરે,રીપ્લાય ના કરૂ, તો કોલ કરે,રિસીવ ના કરૂ, તો એક ધારું કોલ પર કોલ, મેસેજ પર મેસેજ...ના છૂટકે નેટ ઑફ કરવું પડે. ને સાયલન્ટ પણ કરવું પડે,હવે રીપ્લાય ના કરયો હોય તો... સ્વભાવિક છે ,ગુસ્સો તો આવે જ.બસ પછી તો ચાલુ..બેબી તુ બદલાય ગ્યો,દિકુ ન તડપાવે છોને??ઠીક છે,નય કરું, કોલ, નય મેસેજ, ટાઈમ જ નથી દિકુ માટે,કામ, કામ, કામ ,કર કામ બાય.
હવે નય કરુ,હેરાન,【હરામ બરોબર જો, મે ટાઈમ ના આપ્યો હોય તો】સાવ નાટક, અને પાછું ખોટુ નાટક!!!
ફ્રી થય ને મેસેજ વાંચું એટલી જ વાર.જો રીપ્લાય ના કરી શકું. તો તરત જ રીપ્લાય આવે,હજી પણ કામ કરી લે,આન્સર જ નય દેવાતો...અને જો રીપ્લાય કર્યો, તો પણ ફરીયાદ જ .કેમ આન્સર ના આપ્યો.. અરે ભાઈ કામ હતું.. (આ પેલું છેલ્લા દિવસ નો ફેમસ ડાયલોગ છે ને, તે કોફી કેમ મંગાવી??)બસ સેમ એવું જ
તે આન્સર કેમ ના આપ્યો??
ફરી થી માથાનો દુઃખાવો ચાલુ!! બાય હવે નય કરુ. રાતે વાત. જો એને કામ હોય તો મારે શાન્તિ....9વાગ્યા સુધી....
9 સવા9 થાય ક તરત મેસેજ આવે.બેબી ક્યા છો?જમ્યો? કેટલી વાર છે?ઘરે ક્યારે પોચીશ? કોલ કરુ? જોવો છે!!! બપોર નો ગુસ્સો થોડોક ઓછો થયો હશે એમ સમજી ન હા પાડું.. થોડીવાર જોયા રાખે.પછી ધમકી આપે. ઘરે જા એટલી વાર છે.!!!! હજુ તો ઘરે પહૉચી ને ફ્રેશ થયો ના હોય, કે મેસેજ ચાલુ.. શુ કરે છે?પહોચી ગયો?વાત કરવી છે, જલદી બેબી!!!!અને 8,10 મેસેજ..
ઓય
ઓય
ઓય
જો
જો ને
પાગલ
જો......
જેવો રીપ્લાય કરુ કે ચાલુ....
બવ ટણી ચડી છે? બપોરે કેમ વાત ના કરી?? ........
હવે જ સાચી લપ ચાલુ..
પેહલા મારો વારો..
જો દિકુ મે તને કેટલી વાર કીધું છે .કે દુકાન ના ટાઈમે વાત નય થાય. કામ હોય...
ફ્રી હોઈશ તો જ વાત થાશે.
ફ્રી હોવ ત્યારે વાત નથી કરતો???
10,10 મિનીટ સુધી વાત નથી થાતી?
(હા છુપાઈ ને)
બધા હોય તો પણ કિસ માંગે છો.. તો પણ કિસ મલે છે ને??
(હા પણ એ પણ છુપાઈ ને જ) એને મજા આવે યાર આવી રીતે કિસ લઇ ને....
તુ કેમ સમજતી નથી? કેટલી વાર સમજાવું છું તો પણ સમજતી નથી. લોહી પીવે છે... હવે પછી નય સમજાવું, હુ નથી સમજાવી શકતો તને;
હવે એનો વારો..
હા, ખબર છે .હો હુ જ નથી સમજતી.. મારી જ ભુલ છે. સોરી.નય કરુ. બવ હેરાન કરુ છું..લોહી પીવું છું. પણ તને ખબર છે કે દિકુ ને તારા વગર નથી ગમતું. શુ કામ નારાજ કરે છો?? તને નથી ગમતું ને?તો હવે નય કરુ. બસ?!! દિકુ સહન કરી લેશે.નય જોવે,નય મેસેજ કરે. તુ દિકુ ને નય સમજી શકે!!
(એને સમજવાની વાત મને સમજાવે કે તને નય સમજાય, બોલો!!! સાલું ઈમોશનલ બ્લેક મેઈલ કરે યાર.)
હવે મને કય ખાસ અનુભવ નથી મનાવવાનો.. થોડીક ટ્રાય કરુ.. દિકુ,
જાન,
માય સોના,
સોરી.. પ્લીઝ!!!!!
મને કોઈ એમ કહેશો કે આમા મારો શુ વાંક?? કે મારે સોરી કહેવું પડે!!!
હા પણ કહેવું પડે ને,નયતર ઈગો વચ્ચે આવે..એવું એને લાગે.. મને નય!(આમ તો બધા ને લાગુ પડે.આપણી ભુલ નાં હોય તો પણ સોરી કય દેવાનું.વાત ત્યાં જ પતે.)
હવે આ રીસામણા મા 11 વાગી જાય.(વાત તો હજુ પણ ત્યાં જ હોય, જ્યા થી ચાલુ થય હોય.)
જેવું હુ લખું કે .સારુ ચાલો...
ત્યા તો સણસણતો રીપ્લાય આવે.
હા, હો સુય જા...
સવારે વહેલું જાગવાનું છે...
મંદિરે જવાનું છે...
કામે જવાનું છે...
આજે કામ બવ હતું...
કાલે પણ કામ છે...
વાત થશે તો કરીશ... ગુડ નાઈટ... લવ યૂ...
બોલો બીજુ કય કેહવું છે??
[આ બધુ મારુ માત્ર સારુ ચાલો.... કેહવા માંજ સમજાઈ જાય]. આટલું સરસ સમજે છે. પણ જે વાત સમજવાની છે, એ નાં સમજી ને, સમજાવવા મથાવે..એનું નામ દિકુ....
આટલું સમજે છે તો પણ કે છૉ કે દિકુ સમજતી નથી..
સાલું મને પણ એમ થાય કે ના, સમજે તો છે. મારો જ વાંક છે.
(આપણ ને જ ફીલ કરાવે ,કે ના આપણો જ વાંક છે..
હોય નય તોયે..)છેલ્લે હારી■થાકી ને સ્વીકારવું પડે કે મારો જ વાંક છે.હવે થી આવુ નય થાય..આ બધી લપ મા 1 કલાક બીજી નીકળી જાય.12 વાગે સુવા માટે પરવાનગી આપે..ઇ પણ પરેમ થી માંગો ત્યારે... કેમકે ઓર્ડર તો કરાય નય ને!!!!નયતર આજે થયું એવું કાલે પણ થાય... ઇ બીક માજ. વધારે કય બોલાય નય..
હા પણ એમ થાય કે ના .વાંક એનો જ એકલી નો નથી..
મારે પણ થોડુ મહત્વ આપવું જોઇ એ. એની ફીલિંગ્સ ને સમજવી જોઇ એ.
બવ લવ કરે છે.
બસ રિલીઝ કરવાની રીત થોડીક વિચિત્ર છે.. પણ સમજશે તો ખરી..
સમજે પણ છે. બસ સમજવા માંગતી નથી...
બસ આ જ વિચાર મા ને, વિચાર મા ને નીંદર આવી જાય .. સમજી જશે..??
શુ ખરેખર એ મને સમજે છે??