a rainbow girl - 1 in Gujarati Fiction Stories by Gopi Kukadiya books and stories PDF | અ રેઇનબો ગર્લ - 1

Featured Books
Categories
Share

અ રેઇનબો ગર્લ - 1

                                  પ્રસ્તાવના
     હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ?
   ‘એક કદમ પ્રેમ તરફ’ નૉવેલની સફળતા પછી મેર મેહુલ સાથે મળીને એક નવી સ્ટૉરી રજૂ થઈ રહી છે. એક સહલેખક સાથે એક સારા મિત્ર તરીકે જ્યાં જરૂર પડી ત્યાં તેણે પૂરું માર્ગદર્શન પૂરું પાડ્યું એ બદલ તેઓનો આભાર.
          સ્ટૉરીનો વિષય,પાત્રો અને સ્થળ કાલ્પનિક છે.કોઈના અંગત જીવન સાથે આ સ્ટૉરીનો કોઈ સંબંધ નથી જેની ખાસ નોંધ લેશો.વાંચકોના મનોરંજનના હેતુથી જ આ સ્ટૉરી લખવામાં આવી છે
                               :: વાર્તા વિશે ::
             રૅમ્બો એટલે મેઘધનુષ્ય.જેમ સાત રંગથી મેઘધનુષ્ય રચાતું હોય છે તેમ આપણી લાઈફમાં પણ આવા સાત રંગ હોય છે, દરેક રંગ(અવસ્થા અથવા ઘટના) આપણી લાઇફમાં મહત્વનો ભાગ ભજવે છે. આ સાત રંગ મળીને આપણી લાઈફના મેઘધનુષ્યની રચના કરે છે, દરેક રંગનું જુદું જુદું મહત્વ હોય છે. આવી જ સપ્તરંગી ગર્લ એટલે હાર્વિ મહેરા. લોકો કરતા પોતાની સાથે વાતો કરવાનું પસંદ કરતી ગર્લ. જુદા જુદા વ્યક્તિઓના મંતવ્યો પરથી હંમેશા મોટિવેટ થઈ કંઈક અલગ કરવાની ધગશ ધરાવતી ગર્લ અને તેથી જ એક પણ કામ વ્યવસ્થિત પાર ન પાડી શકતી ગર્લ, થોડી નાદાન અને વધુ મહત્વકાંક્ષી, બોલ્ડનેસ સાથે જડબાતોડ જવાબ આપતી ગર્લ, તેની લાઈફના મેઘધનુષ્યની રચના કેવી રીતે થઈ તે જાણીએ.
                                    * * * * *
                 
                                   :: પ્રારંભ ::
“મને જોઈને મનમાં લડ્ડુ ફૂટ્યાં હશે ને?” મારી સામે હાર્વિ મહેરા હતી, તેણે બ્લ્યૂ સ્કર્ટ પર વાઈટ શર્ટ પહેરેલો હતો છતાં પગ પર પગ ચડાવીને એરોન ચેર પર પીઠ ઢાળીને બેઠી હતી, ન ચાહવા છતાં મારુ ધ્યાન તેની થાઈસ પર જઈ અટક્યું, એક દીવસ પહેલાં જ વેક્સ કરેલા પગ ખરેખર સેક્સી લાગી રહ્યા હતા, ગળા સુધી આવતા વાંકડિયા વાળ તેની સુંદરતામાં વધારો કરતા હતા, હાર્વિ અનુપમ હતી,તેની તુલના કોઈ સાથે ન કરી શકાય.
મારું ધ્યાન તેની વાતોમાં નો’તું, તેણે હાથમાં રહેલી પેન, પેન હોલ્ડરમાં રાખી અને ચપટી વગાડી, મારું ધ્યાન તે હાથ તરફ ગયું, તેણે અંગુઠા અને ટચલી આંગળીના નખ વધારેલા હતા અને તેના પર ગોલ્ડન કલરની નૅઇલપોલિશ હતી.
“ક્યાં ખોવાઈ ગયા મિસ્ટર ગૌરવ?”તેણે આંખો મોટી કરી કહ્યું, મને થોડું ઑકવર્ડ ફિલ થયું, આખરે એ મહેરા ઇન્ડસ્ટ્રીની માલિક હતી, મારે તેની સામે આવી હરકત કરવી જોઈતી નોહતી, પણ હું પોતાને અટકાવી ના શક્યો.
“હં.. હું તમારું નિરીક્ષણ કરી રહ્યો હતો, સ્ટૉરી લખવા માટે કોઈ ચહેરો તો જોઈએને” મેં સ્વસ્થ થતા કહ્યું.
“બહાર પૂરો સ્ટાફ છે અને હું તમને અહીં સ્ટૉરી કહિશ. સારું લાગશે!!?”
“તમે નક્કી કરો એ જગ્યાએ હું સ્ટૉરી સાંભળવા તૈયાર છું” અમે એક સેમિનારમાં જોગાનુજોગ સામે આવી ગયા હતા. તેણે જે સેલ્ફ રિસ્પેક્ટ માટે સ્પીચ આપી હતી તે અદભૂત હતી, મને યાદ છે ત્યાં સુધી એ સમયે બધાનું ધ્યાન તેના પર હતું, મારા સિવાય. જ્યારે તેણે સ્પીચ પુરી કરી ત્યારે તેને સ્ટેન્ડિંગ અવેશન મળ્યું જેની એ હકદાર હતી. આફટર સેમિનારની ચર્ચામાં હું તેના વ્યક્તિત્વ તરફ વધુ આકર્ષાયો. તેણે મારા કૌશલ્યની પણ ભારોભાર પ્રશંશા કરી સાથે મુંબઈમાં એક શામ તેની સાથે વિતાવવાની તૈયારી બતાવી, હા તેનો ઈશારો એ જ કહેતો હતો કે હું તેની સ્ટૉરી સાંભળું અને…..હું તેની સ્ટૉરી લખવા સક્ષમ હતો?
         ઘણીવાર મારે એક શબ્દ શોધવા કલાકો સુધી વિચારવું પડે છે અને હું તેને સ્ટૉરી લખી આપું?,ખેર મેં ત્યારે હામી ભરી દીધી હતી અને આજે એ જ દિવસ હતો, મને લાગ્યું હતું એચ.એસ.સી.ની એક્ઝામનું પહેલું પેપર આપવા આવ્યો છું, પહેલા પેપરના દિવસે મને ખુબ જ ગભરાટ રહે.
“લોટસ કૅફે નામ સાંભળ્યું છે?” તેણીએ મારી સામે જોઈને કહ્યું અને હું વર્તમાનમાં કુદયો.
“હા,જુહુ બીચ પર છે,મેં ત્યાં એકવાર કોફી પીધી હતી” 
“ગ્રેટ,આજે સાંજે સાત વાગ્યે ત્યાં મળીએ, દરિયા કિનારે શાંત વાતાવરણમાં વધુ મજા આવશે.
“ઍઝ યું સે” કહી હું ઉભો થયો, તેની સાથે શૅકહેન્ડ કરી દરવાજા તરફ આગળ વધ્યો, મને એક પ્રશ્ન સતત સતાવતો હતો, અડધો દરવાજો ખોલતા હું અટક્યો,પાછો ફર્યો અને મનને કસી અચકાતા આચકતા બોલ્યો, “મિસ. મહેરા, તમે મને જણાવ્યું નહિ કે તમે મને જ શા માટે પસંદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી."
“મી.લેખક મહોદય તમારા બધા જ સવાલના જવાબ મળશે પણ યોગ્ય સમયે અને હવે તમારે નીકળવું જોઈએ, મેનેજર બહાર ઉભા છે” તેના ચહેરા પર આછું બનાવટી સ્મિત હતું પણ હું તેનું કટાક્ષ સમજી ગયો, ‘શ્યોર મિસ. મહેરા’ કહી બહાર નીકળી ગયો. લિફ્ટ તરફ ગયો, લિફ્ટનો દરવાજો ખુલ્યો ત્યાં પાછળથી કોઈ લેડીનો અવાજ આવ્યો, “મીસ્ટર.?” મેં પાછળ નજર કરી એક લેડીએ એ જ બ્લ્યુ સ્કર્ટ અને વાઈટ શર્ટનો યુનિફોર્મ પહેરેલો હતો.
“આ અમારી કંપનીનું ક્રેડિટકાર્ડ છે, તમે તેનો યુઝ કરી શકો છો” તે લેડીએ વિનમ્રતાથી મારા તરફ કાર્ડ લંબાવી કહ્યું.
“નૉ થેન્ક્સ, મારે તેની જરૂર નથી” મેં એટલી જ વિનમ્રતા દાખવતા કહ્યું.
“મિસ.હાર્વિએ કહ્યું છે કે ગેસ્ટને કોઈપણ પ્રકારની તકલીફ ના થવી જોઈએ, તેઓ અત્યારે બીઝી છે એટલે વાત નહિ કરી શકે અને તેણે તે વાતની માફી માંગી છે” મારા ચહેરા પર સ્મિત ફરી વળ્યું.
“તો પણ મારે તેની જરૂર નથી મિસ…”તેની ડૉકમાં લટકતા આઈ.ડી.કાર્ડ પર મેં નજર ફેરવી, “મિસ.ચાંદની”
“ટેક ઇટ મિસ્ટર નહીંતર હાર્વિ મૅમ બહાર આવશે અને ગુસ્સો કરીને તમને આપશે” તેણે ગંભીર થતા કહ્યું.
‘લેડી ડોન લાગે છે અહીંની’ મેં વિચાર્યું, “ઑકે લાવો” મેં કહ્યું. સાંજ સુધી એ ક્રેડિટકાર્ડ મારા વોલેટમાં જ સુતું રહ્યું અને મેં પણ તેને જાણી જોઈને જગાવ્યું નો’તું.
    સાંજે છ વાગીને પચાસ મિનિટે મિસ.મહેરા મને પિક કરવા આવ્યા, લેમ્બોરગીની લઈને. મને ફરી એ વિચાર આવ્યો, ‘તેઓએ મને જ શા માટે પસંદ કર્યો હશે?’
“કમ ઑન, આવી જાઓ” મારા અંદેશા મુજબ કારનો દરવાજો ઉપર ખુલ્યો. મને આ કાર ખરીદવાની કોઈ ઈચ્છા નથી, તેથી મેં કારનું નિરીક્ષણ કરવાનું માંડી વાળ્યું.(સાચું કહું તો 3 કરોડ રૂપિયા કારમાં નાખવા કરતા બીજા ઉપયોગમાં લઈએ તો યોગ્ય રહે). મિસ.મહેરાએ ક્રોપ વાઈટ ટોપ, નીચે લોવેસ્ટ લુઝ આઇસ બ્લૂ શોર્ટ્સ પહેર્યું હતું. નાભી નીચે ગોલ્ડીનું ટેટુ હતું. મારા કામ મુજબ મેં બરોબર નિરીક્ષણ કર્યું. તે મારી સામે જોઇને મલકાતાં હતાં ત્યારે તેના ગાલમાં ખાડા પડતા હતા, ખરેખર પુરુષની સરખામણીમાં સ્ત્રીઓના ગાલ પર ડિમ્પલ વધુ સ્યુટ કરે.
“સૉરી ત્યારે હું કામમાં હતી” મ્યુઝિક સિસ્ટમ શરૂ કરતાં મીસ. મહેરાએ કહ્યું.
“ ઇટ્સ ઑકે, હું સમજી શકું”
“આપણે કૉફી કરતા બિયર લેશું તો વાત કરવાની વધુ મજા આવશે” તેઓએ મારા તરફ આંખો નચાવતા કહ્યું.
“મને કોઈ વાંધો નથી, તેની વ્યવસ્થા તમારે કરવાની રહેશે” મેં ચોખવટ કરતા કહ્યું.
“ચાલો આજની રાત લેખકને નામ” કહેતા તેણે વોલ્યુમ્ થોડું વધાર્યું અને અમારી વચ્ચે વાતનો સિલસિલો અટકી ગયો.
       ‘મેક્સ કૉઝી’માંથી તેઓએ ચાર બડવાઇઝર અને ચાર કાર્લિંગની બોટલો લીધી,સાથે થોડું બાઈટિંગ લઈ અમે ગ્રીનફિલ્ડ સોસાયટી રોડ પર આવ્યા. ત્યાંથી થોડા અંતરે જ દરિયો હતો એટલે તેની ઠંડી લહેર મેં કારમાં બેસતા પહેલા મહેસુસ કરી.
      દરિયા કિનારે પીઠ ઢાળી આરામ કરી શકાય તેવી લાંબી ખુરશીઓની હરોળ હતી. બાજુમાં ટીપોઈ જેવા ચાર પગાવાળા સ્ટેન્ડ હતા, લોકો પોતાના ગ્લાસ ત્યાં રાખતા હશે કદાચ. બધી જ ખુરશીઓ પર નારંગી, સફેદ, બદામી રંગની છત્રીઓ હતી. સાંજના સમયે તે છત્રીઓની જરૂર નથી હોતી પણ આટલી બધી છત્રીઓ રોજ સવારે લગાડવી અને કાઢવી મુશ્કેલ હશે એટલે સાંજે પણ ત્યાં જ રહેવા દેતા હશે. સાડા સાત સુધીમાં હાર્વિએ ત્રણ બોટલ ખાલી કરી દીધી, તેની સરખામણીએ હું માત્ર એક જ બોટલ પી શક્યો. આલ્કોહલ વર્જિન રહેવા પર હવે મને શરમ આવવા લાગી. મેં બીજી બોટલ હાથમાં લીધી અને એક ઘુંટડો ભર્યો. તેઓએ કંઈક બોલવાની કોશિશ કરી પણ તેનો અવાજ મને અસ્પષ્ટ જણાયો.
“આપણે કૉફી પીધી હોત તો વધારે સારું રહેત”
“મારે જે વાત કરવી છે તે માટે આ જરૂરી હતું”
“તો વાત શરૂ કરીએ?” મેં તેની બોટલ લઈ લીધી.
“યાર તમે ગુજરાતી લોકો કેમ આવું કરો છો, તમને શું લાગે આવું કરીને તમે એવું જતાવો છો કે તમે બીજાની વધારે કૅર કરો છો?..બુલ શીટ.. મારી મરજી હું પીતા પીતા વાત કરી શકું છું” તે એટલી જોરથી અને ગુસ્સામાં બોલી હતી, મને વિચાર આવ્યો સીધી અમદાવાદની ટ્રેન પકડીને ભાગી જાઉં. હું આ ગર્લને પુરી રાત કેવી રીતે સહન કરીશ!!?
“તમે પી શકો છો” મેં પ્રેમથી બોટલ તેના તરફ ધકેલી દીધી. પછીની પાંચ મિનિટ અમારી બંને વચ્ચે માત્ર બાઈટિંગ અને સિગરેટની જ આપ લે થઈ, તેણે પાંચ બોટલ પીધી અને મેં ત્રણ. તેનો સ્કોર ત્રણ પર હતો ત્યારે મારો એક પર હતો જ્યારે તે પાંચ પર પહોંચ્યા ત્યારે હું ત્રણ પર પહોંચ્યો. મતલબ હવે હું આલ્કોસાથે વર્જિન નથી, મેં પાછળથી થોડું કવર કર્યું તેના પર મને થોડું પ્રાઉડ ફિલ થયું.
“તમને વધી ગયું છે,મારુ માનો આપણે કાલે વાત કરીશું, અત્યારે આપણે જવું જોઈએ”
“તમે તમે શું કરે છે યાર?,કૉલ મી ગોલ્ડી ઍન્ડ યસ,.આઈ એમ ફાઇન” જે હાર્વિ ગુસ્સામાં એટલું જોરથી બોલી હતી તેણે એટલી નરમાઈથી કહ્યું કે બે મિનિટ હું તેનો ચહેરો જોતો રહ્યો. તેનો નિર્દોષ ચહેરો ઘણુંબધું કહેવા માંગતો હતો.
“ચાલો તો શરૂ કરો સૉરી ચાલ તો શરૂ કર”
“તે કોઈ દિવસ સેક્સ કરેલું?!!” તેણે મારા ખભા પર હાથ રાખ્યો, તેના પેટમાં રહેલી બિયરે હવે વધુ અસર કરતી હતી. મને બિયર ચડતી નથી, મેં દિવમાં ચાર બોટલ પીધી હતી જે કોઈને નથી ખબર અને ત્યારે પણ હું સ્વસ્થ જ હતો અને તેના પરિણામે મારે દસ મિત્રોને સંભાળવા પડ્યા હતા, જે બધા જ નશામાં ધૂત હતા અને ત્યારે તેણે આવા જ શબ્દો કહ્યા હતા તેથી હાર્વિની વાત મને આશ્ચર્યજનક લાગી.
“આઈ એમ જસ્ટ ટ્વેન્ટી યર ઑલ્ડ હાર્વિ” મેં ખભો થોડો નીચે ઝુકાવ્યો એટલે તેનો હાથ સરી પડ્યો.
“રાતની તારી સૌથી શ્રેષ્ઠ અને માણવા લાયક યાદો કઈ છે?” એ મને સેક્સ બાબતે વાત કરતી હતી?,ના તેનો કહેવાનો અર્થ અલગ હતો એટલે તેણે પાછળથી ઉમેર્યું, “નાઈટ હૅન્ગાઉટ વિશે તારો શું વિચાર છે?”
“ઓહ,નાઈટ હૅન્ગાઉટ!!, હું રાત્રે દસના શૉમાં જ મૂવી જોવાનું પસંદ કરું છું, એક વાગ્યે મૂવી પૂરું થાય. ભાવનગરથી આઠ કિલોમીટર દૂર નારી ચોકડી છે, ત્યાં ઉભા રહો એટલે પશ્ચિમ દિશામાં રાજકોટ, ઉત્તર દિશામાં અમદાવાદ અને દક્ષિણ દિશામાં અલંગ-તળાજા માટે બાયપાસ પડે. રાત્રે એક વાગ્યે પણ ત્યાં ટ્રકોની અવરજવર શરૂ હોય, અમદાવાદ-સુરત માટે બસો ઉભી હોય, નાસ્તા માટે અમદાવાદ હાઇવે પર વ્યવસ્થા છે, ત્રણ કલાક એસીવાળા હૉલમાં બેસીને કંટાળ્યા પછી નારી ચોકડી પર પહોંચું એટલે તેની હવા મને વીંટળાઈ જાય, હું ઊંડો શ્વાસ લઉં અને એ હવાને પોતાનામાં સમાવી લઉં.
  તાજા ગાંઠિયા, ફિંગરચિપ્સ અને છેલ્લે ડિઝર્ટમાં સર્કલ પાસે ઉભા રહી સિગરેટની મજા. એક ક્રશ ખેંચવાનો અને રાજકોટ હાઇવે પર નજર કરવાની, બીજા ક્રશે અમદાવાદ. હા, મારી આંખો બંધ હતી જ્યારે હું હાર્વિને આ બધી વાતો કહેતો હતો. હું તો ત્યારે ત્યાં હતો, હાર્વિનું ધ્યાન હતું કે નહીં મને એ પણ ખબર નથી. મેં આંખો ખોલી ત્યારે હાર્વિ મારી સામે તલ્લીન થઈને જોતી હતી, તેણે નારી ચોકડી જોઈ હશે?મને વિચાર આવ્યો.
“તું ક્લિન શૅવમાં વધારે હેન્ડસમ દેખાઇશ” તેણે મારી ખરબચડી દાઢી તરફ ઈશારો કરી કહ્યું.
“ના, હું છોકરી જેવો લાગુ તેમાં” ફ્રેન્ડલી થવા મેં હાર્વિના જ વાક્યોમાંથી જવાબ આપવાનું શરૂ કર્યું.
“એ પણ એમ જ કહેતો” તેનો અવાજ એકદમ ઉદાસ થઈ ગયો, તેણે દરિયા તરફ નજરી કરી. દરિયો પણ હલનચલન કરતો બંધ થઈ ગયો, તેણે પણ હાર્વિની વાતો તરફ કાન માંડ્યા હશે.
“ઓહહ, ભૂતકાળ.” મને સખત નફરત છે આ ભૂતકાળથી, લાઈફમાં ભૂતકાળમાં કોઈ ઘટના બને છે અને તેની સરખામણી વર્તમાન સાથે કરીએ એ આપણી સૌથી મોટી ભૂલ છે, કારણ કે આપણે વર્તમાનની સરખામણી ભૂતકાળને વધુ મજબૂત અને સારો સમજી લઈએ છીએ અને પરિણામે વર્તમાનને ઓછું મહત્વ આપીએ છીએ. એ પણ વાત ધ્યાનમાં લેવી જોઈએ કે વર્તમાન પણ એક દિવસ ભૂતકાળ જ બનશે.(રિલેશનમાં એવું જ હોય ને??!,વર્તમાનના વ્યક્તિને ભૂતકાળના વ્યક્તિ સાથે સરખાવીએ અને ગુણદોષનું લિસ્ટ બનાવીએ, હવે કોઈ એમ ના કહેતા કે મારી પાસે સરખામણી માટે એક જ વ્યક્તિ છે!!)એ જે હોય તે, મે હાર્વિની વાત આગળ ચલાવવા મારું કામ શરૂ રાખ્યું, તેના જ વાક્યમાંથી જવાબ આપવાનું કામ. “મારી દાઢી સાથે તેને શું લેવા દેવા?, અને એ કોણ છે?”
       હાર્વિએ મારી સામે મૃદુતાથી સ્મિત કર્યું, “ત્યાંથી જ શરૂઆત કરીએ” મેં હકારમાં ડોક ધુણાવી.
“હું ત્યારે ત્રણ દિવસ માટે અમદાવાદ ગઈ હતી, એક સેમિનાર એટેન્ડ કરવા અને એ પણ મૉમના કહેવાથી.”
                         ****
(અમદાવાદમાં આપનું સ્વાગત છે)
         હાય, હું હાર્વિ મહેરા. મારી નૉવેલ વાંચતા પહેલા મારા વિશેની થોડી વાતો જાણી લો, મારી વાતોમાં કોઈ થ્રિલ કે સસ્પેન્સ નથી, બીજી છોકરીઓ જેમ હું પણ સામાન્ય છોકરી છું અને મારી લાઈફ પણ. હું નાની નાની વાતોમાં ગુસ્સો કરું છું, હું પોતાની સાથે વધુ પડતી વાતો કરું છું. ખાસ વાત, હું કોઈ લેખક નથી એટલે મારા શબ્દો થોડા ચિપ લાગશે. છેલ્લી વાત કોઈને કહેવાય નહિ, અલબત્ત મારે બધું સાચું જ બોલવાનું એટલે કહું છું કે હું જજમેન્ટલ છું, માણસોને તરત જ જજ કરી લઉં છું.
                            * * *
                         ભાગ-1
 “ભારતમાં આજે પણ આપણે આઝાદ છીએ કે નહિ એ કોઈને નથી ખબર, ખાસ કરીને છોકરીઓ માટે. છોકરાઓને તો કોઈ દિવસ શીખવવામાં નથી આવ્યું કે રસ્તાઓ પર કેવી રીતે ચાલવું, શું કરવું, કેવી રીતે વાતો કરવી, તેઓનું મન થાય તેમ કરે છે. તો પછી છોકરીઓને જ કેમ તેની મમ્મીઓ એમ કહે છે કે વ્યવસ્થિત ચાલો, ઢંગના કપડાં પહેરો, રસ્તાઓ પર ચાલો ત્યારે વાતો ઓછી કરો હજારો લોકો જુએ છે. છોકરાઓને તો કોઈ કહેતું નથી, ક્યાં સુધી છોકરીઓ સહન કરશે? એક દિવસ તો તેમને સામનો કરવો જ પડશે ને?
     અત્યારની જ વાત કરું, સેમિનાર પહેલા હું રિવરફ્રન્ટ પર ટહેલતી હતી ત્યાં બે છોકરા મારી નજરે ચડ્યા, બંનેના હાથમાં સિગરેટ હતી. મારા મનમાં એ જ વિચાર આવ્યો જો મારી દીકરી આ કરતી હોત તો?, ના એ તો મારી દીકરી છે તે થોડી આવી રીતે ખુલ્લેઆમ સિગરેટ પી શકે. હું થોડી આગળ ચાલી ત્યાં જીન્સ અને ટી-શર્ટ પહેરેલી બે દીકરીઓ મને નજરે ચડી, તેઓની હાથમાં પણ સિગરેટ હતી.
  કુતુહલની વચ્ચે મારાથી પુછાય ગયું કે તેઓને સિગરેટની જરૂર શા માટે પડી? ત્યારે તેઓએ ખૂબ સરસ જવાબ આપ્યો, મેં પેલા બે છોકરાનું નિરીક્ષણ કર્યું એ આ દીકરીઓ જોયું હતું અને તેઓએ મને એ જ પ્રશ્ન પૂછ્યો કે મેં પેલા છોકરાઓને આ સવાલ કેમ ના કર્યો? મારી પાસે ત્યારે કોઈ જવાબ નોહતો, નીચે જોઈ હું ચાલવા લાગી.
     હવે સવાલ એ છે કે હું કેમ પેલા છોકરાઓને કોઈ સવાલ ના પૂછી શકી?, કારણ કે એ સામાન્ય વાત છે, શહેરની ગલીએ ગલીએ તમને છોકરાઓ સિગરેટ પિતા નજરે ચડશે અને તેથી તમને કોઈ અજુગતું નહિ લાગે પણ જો ભૂલથી કોઈ દીકરીને જોઈ જશે તો તેના વીડિયો વાઇરલ થશે અને મોટી મોટી વાતો થશે જાણે કે તેણે કોઈ અપરાધ ના કર્યો હોય.
       આ જ વિચારસરણી બદલવા આપણે અહીં ભેગા થયા છીએ,જો આપણે અવાજ નહિ ઉઠવીએ તો આ સમાજ, આ સોસાયટી આપણી કદર નહિ કરે.” અમદાવાદના ગોલ્ડન હૉલમાં મહિલા સશક્તિકરણ માટે એ સેમિનાર થયો હતો અને શ્રી રેખાબેન કે જેઓ આ મોરચાના આગેવાન હતા તે મહિલાઓને પ્રેરણાદાયી સ્પીચ આપી રહ્યા હતા, મને એ સ્પીચમાં થોડો પણ રસ નોહતો, તેની પાછળ પણ એક કારણ હતું.
      જ્યારે તમને ખબર જ હોય કે માટલું નીચેથી ફૂટી ગયેલું છે તો તેમાં માથેથી પાણી નાખવાનો કોઈ મતલબ નથી ને?, છતાં શ્રી..માય ફૂટ શ્રી, તેને તો ખાસ ઉપનામ આપવું જોઈએ. હવસના ભૂખ્યા શ્રી રેખાબેન એ માટલમાં પાણી રેડતા જતા હતા, “છોકરીની ઈચ્છા ન હોવા છતાં તેની સાથે જબરદસ્તી કરવામાં આવે છે, ખરેખર એક યુવતીને એક જ યુવક સાથે શારીરિક સંબંધ હોવો જોઈએ અને અહીં એક યુવતી પર કેટલા હવસખોરો નજર રાખે છે તેની ગંધ  પણ કોઈને નથી આવતી. આ બધું ક્યાં સુધી ચાલશે? આપણે જ કંઈક વિચારવું પડશે ને?”
      બસ બોવ થયું, હવે મારા કાન સહન નથી કરી શકતા મારે અહીંથી નીકળવું જોઈએ, પણ રેખાબેન તો પુરાણ ખોલીને બેસી ગયા, “જે દેશમાં મહિલાઓ સુરક્ષિત નથી તે દેશ કોઈ દિવસ આગળ નથી વધી શકતો, ધૂળ છે આપણા દેશના યુવકો પર જે મહિલાઓને ખરાબ નજરથી જુએ છે, તેઓ કેમ વિચારતા નથી કે તેને પણ માં છે, બહેન છે, જો તેની સાથે આવું થાય તો…..છી મને કહેતા પણ શરમ આવે છે” ચાલીશ વર્ષના રેખાબેને ખરેખર માનવતાની હદ વટાવી દીધી, તે આવું કેવી રીતે બોલી શકે?, સાલી હરામી.
“મૉમ બીજું કોઈ સ્પીચ આપશે?”
“ના, રેખાબેન બોલતા હોય ત્યારે બીજું કોઈ બોલવાની હિંમત ના કરે” તેના વખાણ કરતા મૉમ બોલી.
 “મૉમ, આને સાંભળવા મને મુંબઈથી અહીંયા બોલાવી છે? આ તો મોટી રાંડ છે” મારે મૉમને જવાબ આપવો હતો, પણ હું ચૂપ રહી.
      મૉમનું ધ્યાન તો રેખાબેન પર જ અટકેલું હતું પણ મારા મનની વાત તે કળી ગઇ હોય તેવી રીતે તેણે મારી સામે જોયું.
“મહિલાઓ રેખાબેનને સાંભળવા તરસે છે બેટા”
“મૉમ મારે જવું છે, હું નહિ સાંભળી શકું”
“શરૂઆત છે અત્યારે, જ્યારે એ ખુલ્લીને વાતો કરશે ત્યારે તને બધું સમજાય જશે” સલાહ આપતા મૉમે મારો હાથ પકડી લીધો.
‘ખુલ્લીને મતલબ?, શું એ પોતાની સિલ્કી સાડી ઉતારીને ભરાવદાર અંગોનું પ્રદર્શન કરશે? કે પછી મોટી મોટી ગાળો બોલશે?,બોલી પણ શકે. અહીંયા ક્યાં કોઈ પુરુષ છે’ હું સ્વગત જ બોલી. જો કે તે ગાળો ફાડે કે અંગનું પ્રદર્શન કરે, મને તેનાથી કોઈ મતલબ નથી. મારે બસ અહીંથી નીકળવું છે ગમે તેમ કરીને. મને આ મહિલા પ્રત્યે ધૃણા થાય છે, કેવી ચરિત્રહીન અને ખોટાબોલી છે.
“મૉમ મારે વોશરૂમ જવું છે”
“જલ્દી આવજે” મૉમે મારો મોબાઈલ અને પર્સ ખેંચતા કહ્યું.
“મૉમ હું કઈ ભાગી નથી જવાની,લાવ પર્સ અને મોબાઈલ” મેં ગુસ્સો કરતા કહ્યું.
“તારી મમ્મી છું, તને તારી કરતા વધુ ઓળખું છું”મોમે રેખાબેનને પડતા મૂકીને પોતાનું પુરાણ શરૂ કર્યું.
“ઓહહ રીયલી મૉમ!!!, શું તું ખરેખર મને ઓળખે છે?”મેં કટાક્ષ કરતા કહ્યું. વળતા જવાબમાં મૉમે માત્ર ડોકું ધુણાવ્યું.
“તો પ્લીઝ મૉમ મને જવા દેને, આ ડાકણને જોઈને મને કંઈક કંઈક થાય છે”
“તેણે શું બગાડ્યું છે તારું? એ તો એક સમાજ સેવિકા છે”
“હાહાહા, મૉમ તું સેમિનાર એટેન્ડ કર, પૂરો થાય પછી વાત કરીએ અને આ મોબાઈલ અને પર્સ પણ તું રાખ, મને ક્રેડિટ કાર્ડ આપી દે” મેં ઉભા થતા કહ્યું.
“લે પકડ, તારું ધાર્યું જ કરજે મારુ તો માનતી જ નહીં” મૉમે પર્સ અને મોબાઈલ મારા હાથમાં પકડાવ્યું.
“થેન્કયું મૉમ” મોટી સ્માઈલ સાથે મૉમનો ગાલ ખેંચી હું ચાલતી થઈ.
  સ્ટૅજ તરફ જોયું તો રેખાબેન જેટલું જોરથી બોલી શકાય તેટલું બળ કરીને બોલવાની કોશિશ કરતા હતા જેથી તેનો પ્રભાવ વધુ પડે. જેવી તેની નજર મારી સાથે મળી કે તેને શબ્દો મળતા બંધ થઈ ગયા, મેં તેને પણ એક મોટી સ્માઈલ આપી અને હૉલની બહાર નીકળી ગઇ.
‘વાહ હની, તું તો છવાઈ ગઈ..જેમ સિંઘમ મૂવીમાં સિંઘમને જોઈને જયકાન્ત શિખરેની જીભ લથડી હતી તેવી જ હાલત રેખાની કરી નાખી, પ્રાઉડ ઑફ યું હની' મેં મારા જ વખાણ કર્યા. આખરે હું એ વાખાણની હકદાર હતી, ભલે રેખા સિવાય કોઈને એ વાત ના ખબર હોય પણ મારે તો સેલિબ્રેશન કરવું ને...
       હૉલની બહાર નીકળી મેં હોટેલ રિવરફ્રન્ટ જવા શટલ પકડી. સાબરમતીના અદભુત કિનારાને નિહાળતા નિહાળતા હું હોટેલ પહોંચી. રીસેપ્શનમાંથી રૂમ નં-21ની ચાવી લઈ હું લોબીમાં ચાલતી થઈ, રૂમ નં-12 પાસે આવી ત્યાં મને ફરી રેખા યાદ આવી, મનમાં ગાળો ભાંડતી ભાંડતી હું રૂમ નં-21માં પહોંચી.
“વૉટ ધ ફક યાર… આ રેખાને સાંભળવા હું મારા ત્રણ દિવસ બગાડીશ?, મૉમ ખરેખર તું જ્યારે મારી વાતો સાંભળીશને ત્યારે તું પણ રેખાને ‘હૉરર’નું જ બિરુદ આપીશ.” મેં કહ્યુંને મારી આ બીમારી છે, હું બીજા લોકો કરતા પોતાની સાથે વધુ વાતો કરું છું.
      શાવર લઈ હું બહાર આવી અને અરીસા સામે ઉભી રહી, મારા બ્રેસ્ટ પર નજર કરતા મને ગર્વ થતો હતો, મારું  કવાઈટ સ્લિમ શરીર કોઈપણ પુરૂષને પાગલ કરી શકે છે, લંડનથી ખરીદેલી બ્લૅક લા લોન્જરી મારા શરીરને યોગ્ય ઉભાર આપતી હતી. શું ચાલીશ વર્ષની રેખા મારાથી વધુ સુંદર હશે? સહજ સ્ત્રીસ્વભાવથી મને વિચાર આવ્યો. પછી પોતાને જ ટોકતાં મેં વિચાર્યું, ‘તેને અત્યારે જરૂર હશે મારે નથી.’
     બ્લૅક કેપ્રી પર ગ્રે કલરનું લુઝ ટી-શર્ટ પહેરી હું રેડી થઈ, ફ્રિજમાંથી પાણીની બોટલ લીધી અને ડાઇનિંગ ટેબલ પાસે આવી, મેં દીવાલ તરફ લટકતી ઘડિયાળ પર નજર કરી, નવ વાગી ગયા હતા પણ મારી મૉમ પેલી રેખાને સાંભળવામાં પડી હતી. બોટલમાંથી બે ઘૂંટડા પીધા અને ટીવી શરૂ કર્યું સાથે ડેટા ઑન કરી બધી એપ્લિકેશનમાં કૂદકા મારવા લાગી. 
ફેસબુકમાં 40k ફોલોઅર્સ, આ બધા મારી પાછળ જ કેમ પડ્યા છે, હું થોડી રેખાબેન જેવી ફેમસ છું?.વોટ્સએપ ચૅક કર્યું, થોડા ફ્રેન્ડ્સના મૅસેજ હતા તેને અવગણી મેં ઇન્સ્ટા ચૅક કર્યું, 'રેખાબેનને સાંભળવા આઠ વાગ્યે ગોલ્ડન હોલ’ મારી મૉમે જબરદસ્તીથી રેખાબેનનું પૅજ ફોલૉ કરવા કહ્યું હતું. એક પણ સેકેન્ડનું મોડું કર્યા વિના મેં અનફોલૉ પર ક્લીક કર્યું. ટીવી પર એક રોમેન્ટિક સીન આવતો હતો જે જોઈ મને ફરી એકવાર રેખાની યાદ આવી ગઈ અને હું ત્રણ કલાક પહેલાના ભૂતકાળમાં સરી પડી.
(ક્રમશઃ)
Gopi Kukadiya & Mer Mehul