Pyar Impossible - 3 in Gujarati Love Stories by Chaudhari sandhya books and stories PDF | પ્યાર Impossible - ભાગ ૩

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્યાર Impossible - ભાગ ૩

રાઘવ અને સમ્રાટ વાતો કરતા કરતા આવતા હતા. વચ્ચે વચ્ચે છોકરીઓ સમ્રાટને Hi કહેતી Hug કરી લેતી. સમ્રાટ પણ Hi baby doll કહી છોકરીઓને Hug કરી લેતો. એકાએક સમ્રાટ ત્યાં જ ઉભો રહી જાય છે. 

સેમને અચાનક ઉભો રહેતા જોઈ રાઘવ કહે છે " શું થયું? કેમ અચાનક ઉભો રહી ગયો?" 

"સામે જો. મારી માં ત્યા ઉભી છે." સમ્રાટે સ્વરા તરફ જોઈ કહ્યું.

રાઘવ:- "તમારા બે વચ્ચે શું પ્રોબ્લેમ છે એ જ મને સમજ નથી પડતી. ચાલને જઈએ." 

સમ્રાટ:- ના યાર મારે એ બાજુ નથી આવવું.

રાઘવ:- તને સ્વરાથી શું તકલીફ છે?

સમ્રાટ:- તકલીફ કંઈ નથી. એ મને પસંદ નથી કરતી અને હું એને. અને તને આખી સ્કૂલમાં આ જ ગર્લફ્રેન્ડ બનાવવા મળી. તું એને સહન કેમ કેમ કરતો હશે? આખો દિવસ એની બકબક સાંભળીને બોર નથી થઈ જતો?

રાઘવ:- બોલ....તારે જેટલું બોલવું હોય એટલું બોલી લે પણ જ્યારે તને પ્રેમ થશે ને ત્યારે હું તારી મજાક કરીશ સમજ્યો?

સમ્રાટ:- પ્રેમ? અને સમ્રાટને? Impossible..!! પ્રેમ સાથે મારે દૂર દૂર સુધી કોઈ લેવા દેવા જ નથી. પ્રેમ તો તારા માટે છે મારા માટે નહિ. 

એટલામાં જ સમ્રાટને સ્વરા આ તરફ આવતી દેખાય છે. 

"સ્વરા અહીં જ આવે છે. હું નીકળુ છું.
Ok ક્લાસમાં મળીએ. Bye." એમ કહી સમ્રાટ ઉતાવળમાં ત્યાંથી નીકળી ગયો.

સ્વરા:- મને જોઈને જતો રહ્યો ને?

રાઘવ:- હા...તને આ તરફ આવતા જોઈ એટલે.

સ્વરા:- બને ત્યાં સુધી એનાથી દૂર રહેજે.

રાઘવ:- સેમ મારો બેસ્ટ ફ્રેન્ડ છે.

સ્વરા:- હું એમ નથી કહેતી કે સેમ સાથે ફ્રેન્ડશીપ તોડી દે. હું એમ કહું છું કે બને ત્યાં સુધી દૂર રહેજે.

"ચાલ ક્લાસમાં જવાનો ટાઈમ થઈ ગયો." શામોલીએ સ્વરાને કહ્યું.

રાઘવ:- તમે જાવ. હું સમ્રાટ સાથે આવું છું.

શામોલી અને સ્વરા ક્લાસમાં જઈ પોતાની બેંચ પર બેસે છે. એટલામાં સમ્રાટ અને રાઘવ પણ ક્લાસમાં આવે છે.

સમ્રાટ:- શું કહેતી હતી તારી સ્વરા?

રાઘવ:- કંઈ ખાસ નહિ.

સમ્રાટ:- બને એટલું મારાથી દૂર રહેજે. નહિ તો મારા સંગતની અસર તારા પર થશે. કંઈક આવું જ કહ્યું હશે.

રાઘવ:- જાણે છે પછી શું કામ પૂછે છે?

સમ્રાટ:- જોયું, પ્રેમ થાય પછી પ્રેમિકાના પ્રવચનો સાંભળવાના. Thank God કે મને પ્રેમ નથી થયો અને થવાનો પણ નથી.

રાઘવ:- તું ક્યારે પ્રેમમાં પડી જશે તને ખબર પણ નહિ પડે. પછી તને ધીરે ધીરે અહેસાસ થશે કે તને પ્રેમ થઈ ગયો છે. ધીરે ધીરે તને પણ પ્રેમમાં વિશ્વાસ થઈ જશે. પ્રેમ માણસને આસ્તિક બનાવે છે. પ્રેમમાં એક એવી તડપ ઉઠતી રહે છે જે તરસને વધુ તીવ્ર બનાવી દે છે. દરેક ક્ષણ ધીમે ધીમે ખૂલતી અને ખીલતી હોય છે. કોઈ અચાનક જ તારું સર્વસ્વ બની જશે. બસ આ એક મળી જાય તો કંઈ નથી જોઈતું એવું ફીલ થાય છે.

સમ્રાટ:- તું કૉલેજ પછી શું કરવાનો છે? તે કંઈ કરિયર વિશે વિચાર્યું છે?

"કેમ આવો સવાલ પૂછ્યો?" આશ્ચર્યચકિત થતા રાઘવે કહ્યું.

સમ્રાટ:- મારી પાસે તારા માટે એક સરસ ઑફર છે.

રાઘવ:- હું ભી તો સાંભળુ કે એવી તે વળી કંઈ ઑફર છે?

સમ્રાટ:- I think તારે bollywood માં જઈ love story પર ફિલ્મ બનાવવી જોઈએ. તારે Director બનવું જોઈએ. વાહ...! પ્રેમ વિશે શું  જોરદાર પ્રવચન આપ્યું છે. પણ મને આ સ્ટુપિડ લવમાં વિશ્વાસ જ નથી. તો કેવી લાગી મારી ઑફર?

રાઘવ:- તને આજે કોઈ મળ્યું જ નથી મજાક કરવા માટે? હું જ મળ્યો? 

સમ્રાટ:- તું વાત જ મજાકવાળી કરે છે પછી હું તારી મશ્કરી ન કરું તો શું કરું?

રાઘવ:- હવે તારી સામે પ્રેમનું પ્રવચન નહિ આપુ. પણ મારી એક વાત યાદ રાખજે. પ્રેમમાં ના માનો તો કંઈ જ નથી અને માનો તો ઘણું બધું છે.

जरा संभालकर जनाब !!
मोहब्बत सिर्फ लफ़्ज़ों 
की शरारत नहीं...
ये अक्सर हो भी जाती हैं !!

ક્રમશ: