Anamika - 6 in Gujarati Horror Stories by Disha books and stories PDF | અનામિકા ૬

The Author
Featured Books
  • మనసిచ్చి చూడు - 6

                         మనసిచ్చి చూడు -06అప్పుడే సడన్గా కరెంట్...

  • నిరుపమ - 6

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 19

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 5

                                    మనసిచ్చి చూడు - 05గౌతమ్ సడన్...

  • నిరుపమ - 5

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

Categories
Share

અનામિકા ૬

અનામિકા

કહાની એક ડાકણ ની

( 6 )

રાજવીર દ્વારા પોસ્ટમોર્ટમ માટે લવાયેલી યુવતી નાં શરીર પર કોઈ ઈજાનું નિશાન હોતું નથી પણ યુવતીની જીભ કપાયેલી હોય છે..એનાં પેટ ની અંદરના અવયવો સળગી ગયાં હોવાનું માલુમ પડે છે..આ સિવાય એની પેટની અંદર થી એક કપડાંનો ટુકડો મળે છે જેનું લખાણ વાંચતી વખતે લેબ ની લાઈટ ચાલી જાય છે અને લેબમાંથી ત્રણ લાશો ગાયબ થઈ જાય છે.ગોપાલ પર એક લાશ દ્વારા હુમલો કરી એની હત્યા કરી દેવાય છે..યુવતી ની અંદર ની ત્વચા પર કાળા જાદુ ના ચિહ્નો જોઈ એને ત્યાંજ સળગાવની તૈયારી શરૂ થાય છે...હવે વાંચો આગળ..

દીવાસળી ફેંકતા ની સાથે એ સ્ટ્રેચર પર રખાયેલી યુવતીનું સંપૂર્ણ શરીર આગ ની લપેટમાં આવી ગયો..એ અભિપાશ ગ્રસ્ત યુવતી નો હવે ખાત્મો થઈ જશે એવું વિચારી રાજવીર,જયદીપ,વસંતભાઈ અને લવ અત્યારે રાહત નો શ્વાસ લઈ રહ્યાં હતાં.

એ લોકો ને એમ હતું કે હવે એમની ઉપર તોળાતુ સંકટ ખત્મ થઈ જશે પણ એમની વાત ત્યારે ખોટી સાબિત થઈ જ્યારે એ યુવતી ના શરીર પર લાગેલી આગ ની લપેટ વધુ જોરથી ફેલાવા લાગી..આજુબાજુ બધાં લોકો જ્યાં ઉભાં હતાં ત્યાંસુધી હવે એ લપેટો જઈ રહી હતી..કોઈ વર્ષોથી ઊંઘેલો જ્વાળામુખી જેમ અચાનક ભભૂકી ઉઠે અને જે પ્રકારે અવાજ થાય એવાં અવાજ થી અત્યારે લેબ ગુંજી વળી હતી.આગ એટલી તેઝ થઈ ગઈ કે ત્યાં હાજર દરેક વ્યક્તિને એનો તાપ લાગી રહ્યો હતો..એની ઝપેટમાં આખી લેબ આવી જશે એવું લાગતાં વસંતભાઈ એ જોરથી બુમ પાડી ને કહ્યું.

"લવ ફાયર એક્ટીગ્યુશર લેતો આવ..આ આગ ઓલવવી પડશે નહીં તો આખી લેબ એની ઝપેટમાં આવી જશે એ નક્કી છે.."

"Ok ડેડ..જયદીપ ભાઈ તમે પણ ચાલો મારી જોડે.."લવે જયદીપ ને ઉદ્દેશીને કહ્યું.

વસંતભાઈ ની વાત સાંભળી લવ અને જયદીપ એક દીવાલ પર રાખેલાં બંને ફાયર એક્ટીગ્યુશર લઈને આવ્યાં.. અને ક્ષણ નો એ વિલંબ કર્યા વગર એને એ યુવતીનાં શરીર પર સ્પ્રે કરવા લાગ્યાં..એમાંથી નીકળતો ડ્રાય કાર્બન અત્યારે એ યુવતી પર લાગેલી આગ ને ઓક્સિજન કટ આઉટ કરી એને પાંચ મિનિટમાં તો સંપૂર્ણપણે બુઝાવી દે છે.

આ બધું કેમ થયું? એ તો કોઈને સમજાઈ નહોતું રહ્યું પણ આ બધું આ અનામિકા નામની યુવતી માં રહેલ કોઈ અલૌકિક શક્તિઓ દ્વારા થઈ રહ્યું હતું એ વાત બધાં ને દીવા જેવી સ્પષ્ટ સમજાઈ રહી હતી.

વસંતભાઈ એ યુવતી ની ડેડબોડી ની નજીક ગયાં અને એની ઉપર રહેલો કાર્બન પાવડર દૂર કર્યો..કાર્બન પાવડર દૂર કરતાં ની સાથે જ એ યુવતી ની ડેડબોડી ને જોઈ એ લોકો ની આંખો ફાટી ને ફાટી રહી ગઈ.હવે એ લોકો ને ખબર પડી ગઈ હતી કે એમનું બચવું અશક્ય છે.

"પણ આવું કઈ રીતે..?"ડેડબોડી જોતાંજ વસંતભાઈ બોલી ઉઠયાં.

એ યુવતી નાં શરીર પર અત્યારે આગ થી દાઝવાનું કોઈ નિશાન જ નહોતું.. પેટ્રોલ નાંખીને જે રીતે એને સળગાવવામાં આવી હતી એ પ્રમાણે જો કોઈ બીજું હોય તો એનાં શરીર પર ભયંકર કરી સળગી જવાનાં ચિહ્નો ચોક્કસ દેખાત..પણ આ યુવતી ના શરીર પર એવું કંઈપણ નહોતું..એનું શરીર પહેલાંની જેવું જ અત્યારે દેખાઈ રહ્યું હતું.

***

"ડોક્ટર મને લાગે છે હવે બચવું હોય તો આ યુવતી નો પીછો કોઈપણ રીતે છોડાવવો જ પડશે.."રાજવીર નો ચહેરો હવે ખરેખર એની અંદર સુધી ઉતરી ગયેલાં ડર ની ઝાંખી કરાવી રહ્યો હતો.

"પપ્પા,એક કામ કરીએ આ યુવતી ની ડેડબોડી ને લેબમાંથી બહાર ફેંકી દઈએ.."લવે વસંતભાઈ ને ઉદ્દેશીને કહ્યું.

લવ ની વાત નો વસંતભાઈ એ આંખો અને ચહેરાનાં હાવભાવ પરથી જ હકાર માં જવાબ આપી દીધો..વસંતભાઈ ની સહમતી મળતાં લવ અને જયદીપ એ યુવતી ની ડેડબોડી ને ઉંચકવા એની તરફ આગળ વધ્યા..જેવો એ બંને નો હાથ એ યુવતીનાં મૃતદેહ ને સ્પર્શ થયો એવો જ એક ઝાટકો લાગતાં એ બંને ઉછળીને દસેક ફૂટ દૂર પડ્યાં.

વસંતભાઈ એ લવ ને અને રાજવીરે જયદીપ ને ટેકો આપીને ઉભાં કર્યાં.. એ લોકો સમજી ચૂક્યાં હતાં કે હવે આ યુવતી નાં મૃતદેહ ને સહેજ પણ નુકશાન પહોંચાડવાની એ લોકો ની હિંમત નથી.

અચાનક રાજવીર ની નજર માઈક્રોસ્કોપ જેની ઉપર હતાં એ ટેબલનાં પાયા ની નીચે પડ્યું..ત્યાં પેલો કપડાંનો ટુકડો હતો જે એ યુવતીના પેટમાંથી મળ્યો હતો..અને લાઈટ જ્યારે ઓફ થઈ ગઈ ત્યારે વસંતભાઈનાં હાથમાંથી ગુમ થઈ ગયો હતો..રાજવીર એ તરફ ગયો અને એ ટુકડો ઉપાડી ને લાવ્યો.

"આતો એજ ટુકડો છે જે આની ડેડબોડીમાંથી મળ્યો હતો.."વસંતભાઈ એ રાજવીરનાં હાથમાં એ કપડાં નો ટુકડો જોઈને કહ્યું.

"હા આ એજ કપડાં નો ટુકડો છે જેની પર નું લખાણ હજુ તમે પૂરું વાંચો એ પહેલાં જ એ ગુમ થઈ ગયો હતો.."રાજવીર બોલ્યો.

"તો પપ્પા હવે આની પર લખેલું લખાણ સંપૂર્ણ વાંચી લો..એની ઉપરથી ક્યાંક આની શૈતાની શક્તિમાંથી બચવાનો કોઈ ઉપાય મળી જાય.."લવે કહ્યું.

લવ ની વાત સાંભળી વસંતભાઈ એ ફરીથી કાચનો મીરર પોતાનાં એક હાથમાં લઈ બીજી હાથમાં એ ટુકડો પકડી અંદર લખેલું લખાણ વાંચવાનું શરૂ કર્યું.

"અવધ ડાયન પરીક્ષણ..પોષ કાલપક્ષ તેરહ વિક્રમ સંવત ૧૮૮૯, સબ ડાયનો સે પૂરે અવધ કો મુક્તિ મીલ ગયી ગઈ..પર ઈન સબમેં એક બહોત બડી ગલતી હો ગયી હૈ..જીસકા અંજામ સબકો ભૂગતના પડેગા..વોહ વાપીસ આયેગી.."

વસંતભાઈ નું બોલાયેલું ના એમને સમજાયું ના ત્યાં હાજર કોઈને..પણ આ શબ્દો કોઈ મોટાં ગૂઢ રહસ્ય તરફ ઈશારો કરી રહ્યાં હતાં એ સ્ફટિક જેવું સાફ હતું.

એ બધાં પોતપોતાનો ચહેરો હજુ જોઈ રહ્યાં હતાં ત્યાં તો એક જોરદાર પવન ની લહેરખી આવી અને એની સાથે જ જયદીપ અને રાજવીર ધડામ લઈને નીચે ફર્શ પર પટકાયા..એમનાં નીચે પટકાતા ની સાથે લવ અને વસંતભાઈ એ એમની ભણી નજર કરી..એમને જોયું કે કોઈ પડછાયા રાજવીર અને જયદીપ ને ખેંચી રહ્યાં હતાં.

એ બંને નાં ખેંચાવાની સાથે ઘંટડીઓ વાગવાનો અવાજ આવી રહ્યો હતો.આ ઘંટડીઓ વાગવાનો મતલબ સાફ હતો કે એ બંને ને જે પડછાયા ખેંચી રહ્યાં હતાં એ લેબમાંથી અચાનક ગાયબ થયેલી લાશોમાંથી બે હતી.

વસંતભાઈ અને લવ કંઈપણ કરે એ પહેલાં તો એ બંને લાશો રાજવીર અને જયદીપ ને એમનાંથી દૂર ખેંચી ને લઈ જઈ રહી હતી અને ખેંચી ને લેબનાં દરવાજા ની બહાર લઈ ગઈ.

આ તરફ રાજવીર અને જયદીપ પોતાની તરફ આમ અચાનક થયેલાં હુમલા ની કળ વળે એ પહેલાં તો લેબ ની બહાર ઘસડાઈ ચૂક્યાં હતાં..રાજવીરે નજર ઊંચી કરીને જોયું તો એને સમજાઈ ગયું કે એને અને જયદીપ ને જે કોઈ ઘસેડી રહ્યું હતું એ પેલી લાશ હતી જે લેબમાંથી ગાયબ થઈ ગઈ હતી.

રાજવીર અત્યારે ઉલટો હતો અને એનો એક પગ પકડી ને પેલી લાશ એને ઘસેડે જતી હતી..એવામાં રાજવીરે પોતાનાં શરીર ને ઘુમાવી ને સીધું કરી દીધું જેથી એની પીઠ હવે ફર્શ ની તરફ હતી.આ દરમિયાન એને પોતાની રિવોલ્વર હાથમાં લીધી અને એ લાશ નાં કપાળ નું નિશાન લગાવી એમાંથી એક ગોળી ચલાવી દીધી.

ગોળી બરાબર એનાં નિશાન પર લાગી હતી..એક જ ગોળીમાં એ લાશ દ્વારા રાજવીર નો પગ છોડી મુકવામાં આવ્યો અને એ મુક્ત થઈ ગયો..રાજવીરે સૌપ્રથમ જયદીપ તરફ નજર કરી તો એને જોયું કે જયદીપ અત્યારે મકાન ની ઉપર જતી દાદર પર ઘસડાઈ રહ્યો હતો.રાજવીર પોતાનાં સાથીની મદદ કરે એ પહેલાં એને લઈને પેલી લાશ ટેરેસ પર પહોંચી ચુકી હતી અને એ સાથે જ ટેરેસ નો દરવાજો એક ઝાટકા સાથે બંધ થઈ ગયો.

રાજવીરે ઘણી કોશિશ કરી પણ દરવાજો ખુલ્યો નહીં.આ સમય માં લવ અને વસંતભાઈ પણ દોડીને લેબ ની બહાર લોબી માં આવી રાજવીર દ્વારા શૂટ કરવામાં આવેલી લાશ જોડે ઉભાં હતાં.જયદીપ ને પોતે હંમેશા માટે હવે ખોઈ ચુક્યો છે એ સમજાતાં રાજવીર દાદર ઉતરી ને પાછો લોબીમાં આવ્યો.. એની જોયું કે એને જેની ઉપર ગોળી ચલાવી હતી એ લાશ ત્યાં જ લોબી માં હતી અને વસંતભાઈ તથા લવ પણ એની જોડે ઉભાં હતાં.

રાજવીર અત્યારે સકુશળ હતો એ જોઈ લવ અને વસંતભાઈ એ રાહત નો શ્વાસ જરૂર લીધો..પણ જયદીપ ની ગેરહાજરી અને રાજવીર નો ઉદાસ ચહેરો જોઈ બાપ બેટો સમજી ચૂક્યાં કે હવે જયદીપ જીવીત નથી.

એમનામાંથી કોઈ કંઈપણ બોલી નહોતું રહ્યું..બસ એ લોકો નું ધ્યાન અત્યારે રાજવીર દ્વારા શૂટ કરવામાં આવેલી પેલી લાશ પર કેન્દ્રિત હતું..એ લાશ પણ પહેલી લાશ ની માફક ધીરે ધીરે વિઘટિત થઈ રહી હતી..એનું વિઘટન થતાં જ એ પતંગિયાંમાં પરિવર્તિત થઈ રહી હતી.આખી લાશ હવે સંપૂર્ણપણે ગાયબ થઈ ચૂકી હતી અને એની જગ્યાએ પતંગિયા નો મોટો સમૂહ ત્યાં પેદા થઈ ચૂક્યો હતો.

અચાનક એ બધાં પતંગિયા ઉડીને લેબમાં પેલી તૂટેલી બારીમાંથી થઈને બહાર નીકળી ગયાં.હવે ખરેખર આ બધું રહસ્યમયી ની સાથે ભયાનક ભાસી રહ્યું હતું.એ ત્રણેય પાછા લેબ ની અંદર આવ્યાં.

"એ શૈતાની શક્તિ એ મારાં બીજાં સાથીદાર ને પણ ખત્મ કરી દીધો.. એ કોઈને નહીં મૂકે.."રાજવીર અત્યારે ડર થી બબડી રહ્યો હતો..એનો અવાજ અત્યારે એ વાત સાફ સાફ દર્શાવતો હતો કે એનું માનસિક સંતુલન અત્યારે ઠીક નથી.

રાજવીર ભલે જે કંઈ બોલ્યો એ સંપૂર્ણ સભાનાવસ્થામાં નહોતો બોલ્યો પણ એની વાત ખોટી પણ નહોતી એ વસંતભાઈ અને લવ બંને જાણતાં હતાં.

"રાજવીર અમારી સાંત્વના તારી જોડે છે..તું હિંમત થી કામ લે આપણે મળીને એ શૈતાની શક્તિનો મુકાબલો કરીશું.."વસંતભાઈ એ રાજવીર ને ખભે હાથ મૂકીને કહ્યું.

"શું ખાખ સામનો કરીશું..સામનો એનો કરાય જેનું કોઈ સદેહ અસ્તિત્વ હોય..એવી વસ્તુનો સામનો કઈ રીતે કરવો જે હકીકત માં પોતાની હયાતી ની સાબિતી જ નથી આપતું.."રાજવીરે કહ્યું.

"તો હવે શું કરીશું..?"લવે વસંતભાઈ અને રાજવીર બંને ની તરફ વારાફરથી જોઈને કહ્યું.

"હવે..અહીં થી ભાગી જવું એજ એકમાત્ર ઉપાય હોય એવું મને લાગે છે..તમારે તમારી લેબ કે આ મકાન ના મૂકવું હોય તો તમારી મરજી બાકી હું તો એક પળ પણ અહીં રોકવાનો નથી."રાજવીર બોલ્યો.

"પપ્પા રાજવીર સાચું કહે છે..હવે મને પણ એવું લાગે છે આ જે કંઈપણ અલૌલિક શક્તિ છે એનાંથી મુકાબલો કરવો આપણાં હાથમાં નથી..માટે રાજવીર કહે છે એમ જ કરવું જરૂરી છે..કાલે સવારે જ અહીં આવીશું એ પણ કોઈ તાંત્રિક ની સાથે.."એક MBBS નો અભ્યાસ કરતો યુવક પણ પોતાની નજરે જોયેલી વસ્તુઓને જોઈને આંબી વાતો પર વિશ્વાસ કરી રહ્યો હતો.

"સારું તો ચાલો.."વસંતભાઈ ને પણ એ બંને ની વાત યોગ્ય લાગતાં એ પણ આ જગ્યા મૂકી ભાગી જવા તૈયાર થઈ ગયાં.

"ચાલો તો લિફ્ટ ની તરફ કેમકે નીચે જવાનો એકમાત્ર એ જ રસ્તો છે.."લવ એ કહ્યું.

લવ ની વાત સાંભળી રાજવીર અને વસંતભાઈ પણ લેબમાંથી નીકળી સીધાં લિફ્ટ તરફ ગયાં અને એનો દરવાજો ખોલી અંદર પ્રવેશ્યાં.અંદર પ્રવેશતાં ની સાથે જ લવે ગ્રાઉન્ડ ફ્લોર નું બટન દબાવ્યું..પણ આ શું લિફ્ટ એક ઝાટકા સાથે બંધ થઈ ગઈ..લિફ્ટ બંધ થવાની સાથે લિફ્ટ ની અંદરની અને લોબી ની લાઈટ પણ બંધ થઈ ગઈ.

લાઈટ બંધ થતાં ની સાથે લિફ્ટ નો દરવાજો ખોલવાનું બટન લવે દબાવ્યું તો લિફ્ટ નો પાવર કટ હોવાં છતાં દરવાજો ખુલી ગયો જે લિફ્ટમાં હાજર એ ત્રણેય માટે એક વોર્નિંગ હતી કે હવે એમની જીંદગી એમનાં હાથમાં નથી.

અચાનક લોબી માં ઘંટડી નો અવાજ સાંભળીને એ ત્રણેય સાવધ થઈ ગયાં.. રાજવીર આ અવાજ ને સારી રીતે જાણી ગયો હતો..અંધારું હોવાથી લોબીમાં સાફ સાફ દેખાઈ તો નહોતું રહ્યું પણ કોઈ અજાણ્યો ઓછાયો લિફ્ટ ની તરફ આગળ વધી રહ્યો હતો.

મગજ માં અને હૃદયમાં વ્યાપ્ત ડર ને લીધે રાજવીરે પોતાની રિવોલ્વર ને ફરીથી પોતાના હાથમાં લીધી અને અંદર વધેલી બંને બુલેટ ઘંટડીનાં અવાજનો આશરો લઈને ચલાવી દીધી...!!!

વધુ આવતાં ભાગમાં...

એ યુવતી ની હકીકત શું હતી..? જો એ યુવતી બોલી જ નહોતી શકતી તો ઈન્સ્પેકટર રાજવીર ની કોની સાથે વાત થઈ હતી..? અવધ ડાયન પરીક્ષણ અને એની જોડે જોડાયેલી ઘટનાઓ હકીકતમાં શું હતી? ત્યાં વધેલાં લોકો બચી જશે કે એમનો પણ અંજામ મોત જ હશે..? આ બધાં સવાલોના જવાબ માટે વાંચતા રહો અનામિકા : કહાની એક ડાકણ ની નો નવો ભાગ આવતાં સપ્તાહે.

આ સિવાય તમે માતૃભારતી પર વાંચી શકો છો..મારી અન્ય નોવેલ

દિલ કબૂતર

રૂહ સાથે ઈશ્ક

ડણક:The Story Of Revange.

-દિશા. આર. પટેલ