ચેક એન્ડ મેટ - ચાલ જીંદગી ની
Part:-13
આકાશનાં રૂમ માં વધુ તપાસ માટે જ્યારે ગોવિંદ જાય છે ત્યારે આકાશ અચાનક આવીને દરવાજો ખોલવા જતો હોય ત્યારે યોગેન્દ્ર ગુરુ ના આવવાથી પાછો વળે છે. યોગેન્દ્ર ગુરુ કોઈ પેકેટની વાત કરે છે જે વિશે ડેવિડ ને કોલ કરી ગોવિંદ બધું જણાવી દે છે. ઓમ અને નફીસા પણ નામ બદલી મુંબઈ પહોંચે છે અને ત્યાં જઈ પોતાનો દેખાવ પણ બદલી લે છે.. સોનુ, સોનાલી અને સુમિત પુણે માં જલસા કરી રહ્યાં હોય છે. પછી ડેવિડ પોતાનો પીછો કરતી વ્યક્તિ ને દગ્ગુ ખતમ કરી નાંખે છે.. હવે વાંચો આગળ... !!
***
યોગેન્દ્ર ગુરુ સાથે ની મુલાકાતના ત્રણ દિવસ પછી રાતે આકાશ પોતાની ટેવ મુજબ લોનાવલા સ્થિત "THE NIGHTS OUT" નામનાં પબ અને રેસ્ટોરેન્ટમાં હાજર હતો.. આ પબમાં મુંબઈના પ્રખ્યાત લોકો અવારનવાર આવતાં.. આ પબ ની એન્ટ્રી ફી વધુ હોવાથી સામાન્ય લોકોને અહીં આવવું પરવડે એવું નહોતું.
"THE NIGHTS OUT" પબ ચલાવવા માટે પોલીસને બહુ મોટો હપ્તો ચૂકવાતો હતો.. આમ તો આ પબ કાયદેસર લાયસન્સ ધરાવતો હતો પણ ત્યાં બધાં ગેરકાયદેસર ધંધા થતાં હતા.. ડ્રગ્સ, વિદેશી યુવતીઓ, દારૂ અને DJ નાં તાલે ડાન્સ ની મહેફિલ થતી.. બધું સરકાર ની રહેમ નજર હેઠળ જ થતું એટલે બધાં તવંગર લોકો પોતાનો મોજશોખ પૂરો કરવા અહીં કોઈપણ જાતની ફિકર વગર આવતું.
આકાશ પણ અત્યારે પોતાની એવીજ ખરાબ આદતો નાં લીધે ત્યાં હાજર હતો.. આકાશને પણ વિદેશી છોકરીઓ સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો, ડ્રગ્સ અને મોંઘી શરાબની ખોટી આદત હતી.. અને આ પબ એનાં જેવાં લોકો માટે બિલકુલ અનુરૂપ હતો.. અત્યારે એ પબમાં બનેલાં બાર કાઉન્ટર ની સામે ટેબલ પર બેઠો બેઠો ફ્રાન્સ ની ફેમસ વાઈન Shiraz નાં ઘૂંટ ભરી રહ્યો હતો.
વાઈન એક એવું પીણું છે જે મોટેભાગે યુરોપનાં લોકો વધુ પસંદ કરતાં હોય છે અને એમાં પણ ફ્રાંસ ની દ્રાક્ષમાંથી બનતી વાઈન નો ટેસ્ટ આખી દુનિયાના લોકો ઘણી ખુશી થી માણતા.. અત્યારે વાઈન નાં નશા ની મંદ મંદ અસર હેઠળ આકાશની નજર ડાન્સ ફ્લોર પર DJ નાં તાલે થિરકતી એક યુવતી પર સ્થિર હતી.
આ યુવતી બીજું કોઈ નહીં પણ નફીસા જ હતી.. જે અત્યારે પોતાનાં નવા રંગ રૂપ સાથે ડાન્સ કરી રહી હતી.. અત્યારે નફીસા કાળા રંગનાં બેકલેસ પાર્ટી વેરમાં હતી.. એનું હર્યું ભર્યું યૌવન અને શ્વેત આરસપહાણ સમી ત્વચા અત્યારે DJ ની લાઈટમાં પણ નીરખી રહી હતી.. આજુબાજુમાં ડાન્સ કરતાં ઘણાં લોકોનું ધ્યાન પણ આકાશની જેમજ નફીસા તરફ કેન્દ્રિત હતું.
નફિસા નું અત્યારે અહીં હાજર હોવું ડેવિડનાં પ્લાન નો જ આગામી અને માસ્ટર સ્ટ્રોક પ્લાન હતો.. અને એ મુજબ જ નફીસા એ પોતાનો લૂક સંપૂર્ણ બદલીને કોઈ NRI યુવતી જેવો કરી દીધો હતો.. અને નામ પણ બદલીને અદિતિ વર્મા કરી દીધું હતું અને એજ નામે એને પબમાં એન્ટ્રી લઈને છેલ્લાં ત્રણ દિવસથી આવી રહી હતી.
ડાન્સ કરતાં કરતાં નફીસા એ તરફ ગઈ જે તરફ ડ્રગ્સ નું કાઉન્ટર હતું અને ત્યાં ટોની નામનો બારનો જ માણસ ડ્રગ્સ આપતો હતો.. આકાશે જોયું તો નફીસા ટોની જોડે કંઈક માથાકૂટ કરી રહી હતી.. DJ નાં સાઉન્ડમાં એમની વચ્ચે ની વાત તો કોઈને સંભળાય એમ નહોતી અને એમાંપણ આકાશ ઘણો દૂર બેઠો હતો.. પણ નફીસા નાં બદલાયેલા હાવભાવ પરથી એતો સ્પષ્ટ હતું કે એ ગુસ્સામાં છે અને કોઈ વાત ની રકજક ટોની સાથે કરી રહી છે.
આકાશે વાઈન નો છેલ્લો ઘૂંટ ભરી ખાલી ગ્લાસ ને કાઉન્ટર પર જ મૂકી દીધો અને ટેબલ પરથી ઉભો થઈ નફીસા ની તરફ આગળ વધ્યો.. નફીસા પણ ત્રાંસી નજરે આકાશની હરકતો ને માર્ક કરી રહી હતી. આકાશ ચાલીને ટોની અને નફીસા જ્યાં હાજર હતાં ત્યાં આવ્યો અને નફીસા તરફ જોઈને બોલ્યો.
"હેલ્લો લવલી લેડી.. ઇટ્સ એની પ્રોબ્લેમ.. ?"
"આકાશ ભાઈ એવું છે કે આ મેડમ ને જે ડ્રગ્સ જોઈએ છે એ અત્યારે નથી.. અને એ જીદ કરી રહ્યાં છે કે મારે એ જ જોઈને.. મેં કીધું કે જે એવિલેબલ છે એ તમે લઈ જઈ શકો છો.. "ટોની એ આકાશની વાત નો જવાબ આપતાં કહ્યું.
"હેલ્લો.. મિસ.. તમારે કયું ડ્રગ્સ જોઈએ છે.. ?"આકાશે નફીસા ભણી નજર કરીને કહ્યું.
"આઈ નિડ મારીજુઆના.. પણ આ માણસ કહે કે એની જોડે ફક્ત કોકેઈન અને હેરોઇન જ છે.. "ગુસ્સા અને ઉદાસ બંને ભાવ સાથે નફીસા બોલી.
"જસ્ટ ટુ મિનિટ.. "નફીસા ને આટલું કહી આકાશ ટોની ને થોડે દુર લઈ ગયો અને ટોની એ પૂછ્યું.
"ટોની આ ડ્રગ્સ કોની જોડે મળી રહેશે.. તું કોઈ એવાં વ્યક્તિને જાણે છે જે દરેક પ્રકારની ડ્રગ્સ રાખતો હોય.. ?"
"હા એક માણસ છે.. કોકટેલ સર્કિટ માં એક નવું નામ આવ્યું છે રોજર.. હું હજી મળ્યો નથી પણ એનો કોન્ટેકટ નંબર છે મારી જોડે.. તમે કહેતાં હોય તો હું કોલ કરી એને અહીં ડ્રગ્સ સાથે બોલાવું.. પણ સર.. "ટોનીએ અટકતાં કહ્યું.
"શું પણ.. ?"આકાશે કહ્યું.
"પણ એનું પેયમેન્ટ પબ નહીં કરે.. કેમકે પબ ના નિયમ મુજબ ડ્રગ્સ તો જે હાજર હોય એજ મળે.. "ટોની એ જણાવ્યું.
"વાંધો નહીં.. હું પે કરી દઈશ.. તું જસ્ટ મેનેજર ને જઈને મારું નામ આપજે અને જે પેયમેન્ટ આપવાનું થાય એ આપી દેજે.. હું કાલે કેશ પહોંચતી કરી દઈશ.. "આકાશે રૂવાબદાર અવાજે કહ્યું.
"અરે આકાશભાઈ તમે કહી દીધું એમાં બધું આવી ગયું.. હું રોજર ને કોલ કરી દઉં.. "આટલું કહી ટોનીએ રોજર ને કોલ લગાવ્યો.
આ રોજર એટલે બીજું કોઈ નહીં પણ ઓમ.. કોલ પર એને ટોની ને પોતે અડધો કલાકમાં જ મારીજુઆના નામની ડ્રગ્સ લઈને આવી જશે એવું જણાવી દીધું.. એટલે ટોની એ પણ ઓમ ઉર્ફે રોજર ની કહેલી વાત આકાશ અને નફીસા ને જણાવી દીધી.
"હેલો.. લવલી લેડી.. જ્યાં સુધી રોજર આવી ના જાય ત્યાં સુધી તમે મને ડ્રિંક્સ માં જોઈન કરી શકશો.. ?"આકાશે ગજબની વિનમ્રતા સાથે નફીસા ને ઉદ્દેશીને પૂછ્યું.
"વહાય નોટ.. આઈ લાઈક યોર કંપની.. એની વે.. માય નેમ અદિતિ વર્મા એન્ડ યોર.. "?અંગ્રેજી ની છાંટ નફીસાનાં શબ્દોમાં સાફ જણાતી હતી. અદિતિ નો રોલ નફીસા ઉત્તમ રીતે ભજવી રહી હતી એ વાતમાં કોઈ નવાઈ નહોતી.
"આકાશ.. આકાશ સહાની.. "આકાશે નફીસા તરફ હાથ લંબાવીને કહ્યું.
નફીસા એ આકાશનાં લંબાવેલા હાથમાં પોતાનો હાથ રાખી દીધો.. અને એની સપના ની ઉડાન ને પાંખો આપી દીધી.
ત્યારબાદ પબ ની સામે રહેલાં ટેબલ પર નફીસા અને આકાશે સ્થાન ગ્રહણ કર્યું અને નફીસા તરફ જોઈને કહ્યું.
"તમે શું લેશો.. "?
"જે તમને ગમે એ.. તમારી પસંદગી સારી જ હશે એમાં કોઈ સવાલ નથી.. "નફીસા એ આકાશનાં વખાણ કરતાં કહ્યું જે સાંભળી એનો ચહેરો ખીલી ઉઠ્યો.
"ટુ ગ્લાસ ઓફ Shiraz વાઈન.. "બાર કાઉન્ટર પર ઉભેલા વ્યક્તિને ઓર્ડર આપતાં આકાશ બોલ્યો.
થોડી વાર માં વાઈન નાં બે ગ્લાસ આવી ગયાં.. જેનો એક પછી એક ઘૂંટ મારી નફીસા અને આકાશ પોતપોતાનો પરિચય આપી રહ્યાં હતાં.. નફીસા એ જ્યાં પોતાની ઓળખાણ અને પોતે લોસ એન્જલસથી છે એવું વિસ્તારથી જણાવ્યું.. તો સામે આકાશે પોતે ઇન્ડિયાનો ટોપ બિઝનેસમેન છે એ કહ્યું. આકાશે છોકરીઓ સાથે ફ્લર્ટ અને બડાશ મારવાની પોતાની આદત ને નફીસા સામેની વાતો માં પણ સ્પષ્ટ કરી.
થોડીવાર એમને ત્યાં એકબીજાનો વધુ પરિચય મેળવ્યો જ હતો એટલામાં ટોની એ આવીને કહ્યું.
"સર રોજર આવી ગયો છે.. "
"ગુડ.. તો અમે જલ્દી ત્યાં આવીએ.. "રોજરનાં આવવાની વાત સાંભળી પોતાને ડ્રગ્સ માટેની તલપ હોય નફીસા બોલી.
આકાશ અને નફીસા ઉભા થઈને ટોની બેસતો હતો ત્યાં ગયાં.. જ્યાં એક કલરફુલ માણસ ઉભો હતો.. એનાં માથાનાં વાળ પંખીના માળાની જેવા લાગતાં હતાં.. લાલ કલરનું પેન્ટ, ટીશર્ટ અને ઉપર રંગબેરંગી જેકેટ માં એ માણસ ખૂબ જ હાસ્યાસ્પદ લાગતો હતો.. એને પહેરેલાં બુટ પણ અલગ પ્રકારનાં જ હતાં અને રાતે પણ એ ડિસ્કો ગોગલ્સ માં હતો.
"આ રોજર.. ડ્રગ ડીલર.. "ટોની એ આકાશને એ વ્યક્તિની ઓળખાણ આપતાં કહ્યું.
"હેલ્લો.. સર.. હેલ્લો મેમ.. તમારાં અને તમારાં મિસિસ માટે જે બોલો એ હાજર છે.. કોકેઈન, હેરોઈન, LSD, હશીશ, ચરસ.. "રોજરે અદ્દલ ડ્રગ ડીલર ની સ્ટાઈલમાં કહ્યું.
ઓમ રોજર નાં રૂપ માં અને નફીસા અદિતિ નાં રૂપ માં બહુ સારી એક્ટિંગ કરી રહ્યાં હતાં.. એમનાં શારીરિક હાવભાવ અને બોલવાની ઢબ એમનાં વ્યક્તિત્વ ને બરાબર જામતાં હતાં.. લાગતું હતું કે બંને એ આ માટે સારી એવી મહેનત કરી હતી.
"આ મારી મિસિસ નથી.. અને અમારે મારીજુઆના જોઈએ છે.. "આકાશે કહ્યું.
"સોરી સર.. આજે નહીં તો કાલે એ તમારાં મિસિસ બની જશે.. અને તમારે મારીજુઆના જોઈએ છે ને તો આ રહી એક દમ ઓરીજીનલ મેક્સિકન મારીજુઆના.. "પોતાનાં ખભે લબડાવેલી બેગમાંથી એક પડીકી આપતાં રોજરે કહ્યું.
અદિતિ એ એ પડીકી હાથમાં લીધી અને નાકે ધરીને સૂંઘતા કહ્યું..
"WOW.. આની સ્મેલ તો અમેરિકન મારીજુઆના કરતાં પણ મસ્ત છે.. "
"એતો રોજર ની ખાસિયત છે.. વર્લ્ડ ની બેસ્ટ ડ્રગ્સ ઇન્ડિયા માં એકજ વ્યક્તિ જોડે મળે આએનું નામ છે રોજર મેકવેલીન એટલે કે હું.. "રોજર પોતાની બડાઈ જાતે જ મારતો હોય એમ બોલ્યો.
"હા.. હવે એ બોલ આ પેકેટનાં કેટલાં રૂપિયા આપવાના થયા.. ?"આકાશે રોજર તરફ જોઈને કહ્યું.. આકાશને એ થોડો વિચિત્ર લાગી રહ્યો હતો.
"આમ તો દોઢ લાખ થયાં પણ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પર તમારાં જોડે આજે ફક્ત એક લાખ વિસ હજાર.. "રોજરે કહ્યું.
"ટોની.. મેનેજર જોડેથી લઈને આને એનું પેયમેન્ટ કરી દે.. "ટોની તરફ જોઈને આકાશે કહ્યું.
"Thanks sir.. અને આ રહ્યું મારું કાર્ડ તમને કોઈપણ જાત ની ડ્રગ્સ ની જરૂર હોય તમે એની ટાઈમ મને કોલ કરી શકો છો.. "એક કાર્ડ આકાશને આપતાં રોજરે કહ્યું. અને પછી ટોની ની પાછળ પાછળ ત્યાંથી નીકળી ગયો.
"તમારો ખૂબ ખૂબ આભાર.. આઈ એમ સો મચ હેપ્પી.. ડ્રગ્સ વગર તો મારી રાત જ નથી પડતી.. "આટલું કહી નફીસા આકાશને ભેટી પડી.. રોજર નફિસાની આ એક્ટિંગ ત્રાંસી નજરે જોઈ રહ્યો હતો.
ત્યારબાદ નફીસા એ એક સીરીંજ વડે ડ્રગ્સ ને પોતાનાં શરીર માં ઇન્જેકટ કરવા વોશરૂમ માં ગઈ અને પછી ત્યાંથી આવીને જાણે ડ્રગ્સની અસર હેઠળ આકાશની સાથે મદહોશ થઈને ડાન્સ ફ્લોર પર નાચતી રહી.. હકીકતમાં રોજર જે આપી ગયો એ ચોકલેટ પાઉડર હતો પણ નફીસા એને કહ્યા મુજબનું કામ યોગ્ય રીતે કરી રહી હોય એમ એક્ટિંગ કરી રહી હતી.
રાતના બે વાગવા આવ્યાં હતાં એટલે આકાશે નફીસા ને કહ્યું.
"અદિતિ.. ચલ હવે બહુ મોડું થયું.. હવે ઘરે જઈએ.. "
"ઓહ યા.. રિયલી ઇટ્સ સો લેટ.. ચલો નીકળીએ.. હું કેબ ને બોલાવી લઉં.. "નફીસા હજુપણ પોતાનાં હાવભાવ નશામાં જ હોય એમ બોલી રહી હતી.
"પણ કેબ બોલાવવાની શું જરૂર છે.. હું તમને ડ્રોપ કરી દઉં તમારે જ્યાં જવુ હોય ત્યાં.. "આકાશે સહાનીએ કહ્યું.
"અરે ના તમે મારાં માટે દોઢ લાખ રૂપિયા તો ખર્ચી દીધાં.. હવે હું તમારી વધુ કરજદાર થઈ શકું એમ નથી.. સો મારા માટે નકામી તકલીફ લેવાની જરૂર નથી.. "નફીસા એ કહ્યું.
"અદિતિ તમે અમારાં મહેમાન કહેવાય માટે અમારી ફરજ બને છે કે તમારી પુરી ખાતીરદારી કરવી.. અને એમાં પણ આટલી હોટ એન્ડ બ્યુટીફૂલ છોકરીને એકલી મોકલવાનું જોખમ ના લઈ શકાય.. "આકાશ હવે ટોટલ ફ્લર્ટીંગ ના મૂડ માં હતો.. આ એની રોજની આદત હતી.. સારી છોકરી જોઈ નથી કે એને પામવાની કોશિશમાં લાગી જવું.. !!
"તમે નહીં જ માનો.. સારું તો હું જ્યાં રોકાઈ છું એ જગ્યાનું નામ છે હોટલ ડ્રિમલેન્ડ ગાર્ડન.. વિલે પારલે ઇસ્ટ"નફીસા એ કહ્યું.
"Ok.. ખાતુન ની ખીદમત માં આ ખિલાડી હંમેશા હાજર છે.. "માથું નમાવી આટલું કહી આકાશે નફીસા ને બહાર નીકળવાનો ઈશારો કર્યો.
ત્યારબાદ આકાશ પોતાની કારમાં નફીસા ને હોટલ ડ્રીમલેન્ડ સુધી ડ્રોપ કરી આવ્યો.. અને એને ગુડનાઈટ કહી પોતાનાં ફાર્મહાઉસ ભણી નીકળી ગયો.. આકાશ હજુ વધુ ઉતાવળ કરવા માંગતો નહોતો એટલે એને સામેથી કોઈ પહેલ ના કરી.. છોકરીઓને પોતાની તરફ એટ્રેક્ટ કરીને બિસ્તર સુધી કઈ રીતે લાવવી એ બાબતમાં આકાશ બહુ શાતીર અને જૂનો ખિલાડી હતો.. એટલે થોડી ધીરજ રાખવાનું એને નક્કી કરી લીધું હતું.
આ તરફ પોતાની જાતને બહુ શાતિર માનતાં આકાશ સહાની નું બધું ગણિત અને એનાં બધાં ભ્રમ અદિતિ ઉર્ફ નફીસા એ પોતાની ગજબની એક્ટિંગ વડે તોડી દીધાં હતાં.. પણ નફીસા મનોમન જાણતી હતી કે આકાશ વહેલો મોડો ફીઝીકલ રિલેશન માટે આગળ વધશે એટલે ગમે તે કરી કંઈક આઈડિયા કરવો જરૂરી હતો.
***
આ તરફ ઓમને નફિસાની ચિંતા થઈ રહી હતી.. ક્યાંક આકાશ સહાની એની સાથે એવી કોઈ હરકત ના કરી બેસે જેનું એમને વિચાર્યું પણ ના હોય એ વિશે વિચારતાં જ ઓમ નું હૃદય ભડકે બળી જતું.. પણ એને નફીસા પર વિશ્વાસ હતો કે એ એવું કંઈપણ નહીં થવા દે.
છતાંપણ સપના ગેસ્ટ હાઉસ પર આવેલી પોતાની રૂમ તરફ પહોંચ્યા પછી આકાશને ઊંઘ નહોતી આવી રહી.. એને રહીરહીને નફીસા ની ચિંતા સતાવી રહી હતી.. !!
"બેદર્દી, બેચેની, બેકરારી બેહિસાબ હોને ગઈ હૈ..
જબસે મુજે તુમસે બેઈંતેહા મોહાબત હો ગઈ હૈ.. "
જેલ ની એક નાનકડી કોટડીમાં નફીસા સાથે થયેલી એ મુલાકાત અને પછી જીંદગી અને નસીબે કરવટ બદલીને પોતાને નફીસા ને એટલી નજીક લાવી દીધો હતો કે ઓમ ને હવે નફીસા વગર સહેજ પણ ગમતું નહોતું.. એ હજુ નફીસા વિશે જ વિચારો કરતો હતો ત્યાં એનાં ફોન ની રિંગ વાગી.. એને જોયું તો ડિસ્પ્લે ઉપર નફીસાનો નંબર હતો.
"હેલ્લો.. તું ક્યાં છે.. ?? હોટલ પહોંચી ગઈ. ?. આકાશ સહાની એ તારી સાથે કંઈ ઊલટું સીધું કર્યું તો નથી ને.. ?"ફોન રિસીવ કરતાં જ ઓમે એકપછી એક સવાલોનો મારો ચલાવી દીધો.
"એ એ.. જસ્ટ ચિલ યાર.. હું આવી ગઈ મારાં રૂમ ઉપર.. અને બુધ્ધુ મને આકાશે કંઈ કર્યું નથી.. હું ખાલી નશામાં હોવાની એક્ટિંગ કરતી હતી સાચી નશામાં થોડી હતી.. નશામાં તો આકાશ સહાની હતો એ પણ મારાં હુસન નાં નશામાં.. "નફીસા નો સામેથી અવાજ આવ્યો.
"તો હવે આગળ.. આગળ શું કરીશું.. ?" ઓમ નાં સવાલો હજુ ચાલુ જ હતાં.
"મને લાગે છે આકાશ જ્યાં સુધી હું એની સાથે સુવાની તૈયારી નહીં બતાવું ત્યાં સુધી રોજ પબમાં આવશે.. એટલે આપણે ડેવિડ ના કહે ત્યાં સુધી આ નાટક ચાલુ રાખવું પડશે.. "નફીસા બોલી.
"પણ ડેવિડે તો હજુ દસ દિવસ પછી રોબરી નો પ્લાન અંજામ આપવાનું કહેલું છે.. તો ત્યાં સુધી આપણે મતલબ કે સ્પેશિયલી તું આકાશ સહાની ને ઉલ્લુ બનાવી શકીશું.. ?" ઓમ એ કહ્યું.
"ઓમ તારી વાત આમ જોઈએ તો સાચી છે.. પણ બીજો કોઈ ઉપાય પણ નથી એનાં સિવાય આપણાં જોડે.. બસ દસ દિવસ વીતી જવા દે એની બધી ઈચ્છાઓને એકસાથે પુરી કરી દઈશ.. "હસતાં હસતાં નફીસા બોલી.
"તું બહુ બગડી ગઈ છો.. ચલ હવે બહુ લેટ થઈ ગયું તું સુઈ જા.. હું પણ આ મચ્છરો સાથે થોડી લડાઈ કરીને સુઈ જાઉં.. "ઓમે પણ સ્મિત સાથે કહ્યું.
"ઓકે જાનુ.. બાય લવ યુ.. ટેક કેર.. "નફીસા એ કહ્યું.
"લવ યુ ટૂ.. "આટલું કહી ઓમ એ કોલ કટ કરી દીધો.
***
"ડેવિડ ભાઈ કેમ છો.. અને ક્યારે આવો છો ગોવાથી.. "સુમિતે કોલ કરી ડેવિડ ને પૂછ્યું.
"અરે ભાઈ બસ એક વિક માં આવું છું બોમ્બે.. અને એજ દિવસે તમારે પણ પુણે થી બોમ્બે આવી જવાનું છે.. "ડેવિડે કહ્યું.
"ત્યાં બોમ્બેથી કંઈ ખબર.. ?" સુમિતે પૂછ્યું.
"નફીસા અને ઓમ પણ ગઈકાલથી એમનાં કામે લાગી ગયાં છે.. બસ હવે બીજાં દસ દિવસ અને તમારી પ્રોબ્લેમ ની સાથે મારો એ આકાશ સહાની સાથેનો બદલો પણ પૂરો થઈ જશે.. "ડેવિડનાં અવાજમાં એક ગજબની મક્કમતા હતી.
"સારું.. ત્યારે અમારે અહીં જલસા છે.. તમારાં દોસ્ત વિનાયક નાં ઘરે અમારી સારી એવી ખાતીરદારી થઈ રહી છે.. "સુમિતે ડેવિડ ને કહ્યું.
"ગુડ.. ચલો ત્યારે થોડાં દિવસ બીજાં ત્યાં મજા કરી લો.. હું હવે કોલ કરીશ તને સામેથી કે ક્યારે તમારે મુંબઈ આવવા નીકળવાનું છે.. "ડેવિડે આટલું કહી કોલ કટ કરી દીધો.
સુમિત નો કોલ પૂરો થતાં જ ડેવિડે પોતાની કોન્ટેકટ લિસ્ટમાંથી કોઈ વસીમ નામની વ્યક્તિને કોલ કર્યો અને કહ્યું.
"વસીમ ડેવિડ વાત કરું... મેં તને એક કામ કહ્યું હતું એ યાદ છે ને.. ?"
"હા લગભગ તમારું 90% કામ પૂરું થઈ ગયું છે.. બસ તમે આવો એટલે તમને તમારી વસ્તુ મળી જશે.. "સામેથી વસીમ નો અવાજ આવ્યો.
"સારું.. હું એક વિક પછી આવું છું.. "આટલું કહી ડેવિડે કોલ કટ કરી દીધો.
સુમિત નો કોલ આવ્યો ત્યારે ડેવિડ એક વિદેશી કોલગર્લ સાથે મજા માણી રહ્યો હતો.. કોલ કટ કર્યાં બાદ ડેવિડે મનોમન વિચાર્યું કે
"હવે ગોવામાં વધુ દિવસ રોકાવું જોખમકારક છે.. ક્યાંક પેલાં પીછો કરવાવાળી વ્યક્તિનાં મોત પછી મારી પાછળ બીજો કોઈ માણસ ના લાગી ગયો હોય.. હા એક કામ કરૂં હું નીકળી જાઉં અહીં થી.. પણ ક્યાં.. બોમ્બે જ જતો રહું.. "
"Hey, why are u stop.. Any problem.. "
બાજુમાં નગ્ન સૂતી વિદેશી યુવતી એ ડેવિડ નું ધ્યાન ભંગ કરતાં કહ્યું.
"તારાં જેવી બાજુમાં હોય તો તેલ લેવા ગઈ પ્રોબ્લેમ.. "ડેવિડે ધીરેથી કહ્યું.
"What are you speaking.. ?"એ યુવતી ને ડેવિડ ની વાત ના સમજાતાં કહ્યું.
"Nothing.. "આટલું કહી ડેવિડ એ યુવતી પર તૂટી પડ્યો અને જ્યાં સુધી થાકીને લોથપોથ ના થઇ ગયો ત્યાં સુધી ગોવામાં પોતાની આ છેલ્લી રાત ને રંગીન બનાવવાના પ્રયાસમાં લાગ્યો રહ્યો.
વધુ આવતાં અંકે...
ડેવિડ નો પ્લાન શું હતો.. ?? ઓમ અને નફીસા હવે આકાશ જોડે આગળ શું કરવાના હતાં.. ?? ડેવિડે વસીમ ને શું તૈયાર રાખવાનું કહ્યું હતું.. ?? ડેવિડ નો પીછો કોણ કરાવી રહ્યું હતું.. ?? પેકેટ નું રહસ્ય શું હતું.. ?? જાણવા વાંચતા રહો આ દિલધડક નોવેલ નો નવો ભાગ આવતાં સપ્તાહે.
આ નોવેલ અંગે આપનો અભિપ્રાય મારા whatsup નંબર 8733097096 પર આપી શકો છો..
આ સિવાય તમે માતૃભારતી પર મારી અન્ય નોવેલ બેકફૂટ પંચ અને ડેવિલ એક શૈતાન પણ વાંચી શકો છો.. !
-જતીન. આર. પટેલ