it just a heart in Gujarati Motivational Stories by Smit Parmar books and stories PDF | દિલ જ તો છે...

Featured Books
Categories
Share

દિલ જ તો છે...

જ્યારે પહેલી વાર તેને જોઈ ત્યારે અંતર મા થયુ કે ના આ છે જે મને મારા દુખ અને ઉદાસ ક્ષણો મા સાચવી લેશે..પરંતું તેં મારા માટે શુ છે તેં કહેવાની હિમ્મત મારા મા ન હતી જ્યારે પણ તેને જૂઉ માત્ર એક જ વાત મન મા આવતી કે મારા માટે એના સિવાય કોઈ છે જ નઈ..પરંતું એને જોઇ ને મારા ધબકારા મા એકાએક વધારો થઈ જતો..માત્ર ત્રણ વર્ષ તો હુ એને જોઇ ને એવું જ અનુભવતો રહ્યો જેવું કે કોઈ કેદી કારાવાસ ની જેલ મા જેલ ની ચાવી લઇને રહે મારા ઘણા મિત્રો એ કહ્યુ કહી દે એને કે એ તારા માટે શુ છે
                  પરંતું મારુ મન માનતું નહીં ડર હતો કે જો મે કીધું તો મારા અને તેનાં વચ્ચે અણગમો નહીં સર્જાય ને..? થોડા સમય પાછી મે હિમ્મત કરી ને તેનાં રૂમે પહોંચ્યો પરંતું ત્યાં જઇ મને જાણ થઈ ગઇ કાલે તેં તેનાં ફેમીલી સાથે ન્યુયોર્ક હંમેશા માટે રહેવા ગઇ છે..આ વાત ને ૫ વર્ષ થયાં..અને મારી આંખો હજુ પણ તેને મારા વર્ગખંડ મા જૂઆ માટે તરસે છે કોઈ ને જો એ જાણ થાય કે તે મને યાદ કરે છે કે નઈ તો મને કઇ દે..એવું લાગશે મને કે બસ હવે જીવી લીધુ....
                 હવે મારી જીવનશૈલી રોજ જેવી થઈ ગઇ હતી મે હવે તેનાં વિરહ સાથે જીવવાનું શીખી લીધુ હતુ પછી તો મિત્રો જ મારી માટે બધુ હતા પછી થોડા સમય પછી એક દિવસ સવાર નાં સમયે મારા શાળા નાં સમય કરતા હુ થોડો વહેલો ગયેલો અને શાળા ની સામેની દુકાન ની પાળી પર મિત્રો ની રાહ જોતો હતો ત્યાંજ પાછળ થી કોઈ હાથ મારા ખમ્ભા પર પાડ્યો અને અવાજ આવ્યો ..
'excuse-me' આ અવાજ એક છોકરી નો હતો મે વળીને જોયું તો અપ્સરા જેવા સૌંદર્ય વાળી આ છોકરી જેને મારી સામે જોઇ ને કહ્યુ હુ આ શાળા મા નવી છું ..અને એને મને પુછ્યું કે આ શાળા ની કાર્યાલય ક્યાં છે હુ ખૂબ જ મુંજવણ અનુભવતો હતો મે તેને કાર્યાલય નો રસ્તો બતાવ્યો ત્યાર બાદ તેં ત્યાંથી ચાલી ગયી..
                 પણ તેં ત્યાંથી ચાલી ગઇ હતી પરંતું મારા મન માંથી નઈ..હુ ચાલુ વર્ગખંડે પણ તેનાં વિશે જ વિચારતો હતો પાછી મને વિશ્વા(મારો એક તર્ફો પ્રેમ) નો ખ્યાલ આવ્યો કે મે વિશ્વા ને સાચા હૃદય થી પ્રેમ કર્યો હતો છતા પણ મને કેમ આ સવારે મળેલી નવી છોકરી નો ખ્યાલ આવ્યાં કરે છે.? આ વિચાર મને ખૂબ હેરાન કરતો હતો પરંતું મારા આ પ્રશ્ન નો ઉકેલ મને એક અંગ્રેજી ન્યૂઝપેપર માંથી મળ્યો જેમા લખ્યું હતુ કે સાચા પ્રેમ ને ભૂલતા વધું ને વધું ૭૦ દિવસ લાગે છે..આ જોઇ ને મારી આંખો ચમકી ઉઠી અને મને અત્યાર સુધી લાગતું હતુ કે હુ આ સવારે મળેલી છોકરી વિશે વિચારું છું એ ખોટું છે પરંતું આ ન્યૂઝપેપર નો લેખ વાંચ્યા બાદ મને એક અનોખો સંતોષ થયો અને મારા મા આત્મવિશ્વાસ ઉભો થયો અને બીજા દિવસે હુ શાળા મા પેલી છોકરી ને મળ્યો કે જે મને સવારે મળી હતી અને મે તેની સાથે વાતચીત ચાલુ કરે બસ ત્યાર નો માત્ર એક જ વિચાર મન મા ઘૂમયા કરે કે પ્રેમ એ એક એવી લાગણી છે...જે ગમે તયારે,ગમે એનાં માટે,ગમે એનાં હૃદય મા જન્મી શકે છે..અને લાગ્યું કે આ દિલ જ તો છે..!

           પ્રેમ એ ગમે એનાં માટે ગામે ત્યારે
          જન્મી શકે છે તો એના માટે ભાવુક
          બનવુ યોગ્ય નથી.
                                 
         
                                         - સ્મિત પરમાર