Panch koyda - 8 in Gujarati Fiction Stories by ashish raval books and stories PDF | પાંચ કોયડા-8

Featured Books
Categories
Share

પાંચ કોયડા-8

પહેલો કોયડો આગળ

સાધનાએ રસોઇ તો ખુબ સારી બનાવી હતી,પણ મારુ મન પ્રત્યેક ક્ષણે એ વિચારી રહ્યુ હતુ કે બને એટલી જ્લ્દી રઘલા પાસે જઇ આ કોયડાનો ઉકેલ કહુ.જમ્યા પછી મેં તરત જ બહાનુ કાઢયુ કે ‘ આ પંડિત જપીને બેસવા દે એમ નથી.અત્યારે રાત્રે અચાનક પાછી મિંટિંગ રાખી છે.પંડિત ને ગાળ દેવાની એકટિંગ કરતો હુ ઝડપથી રઘલાની ઓફિસે જવા નીકળ્યો.આવુ પહેલા પણ બનેલુ હોવાથી સાધનાને કંઇ અજુગતુ ના લાગ્યુ.મારો ફોન આવ્યા પછી રઘલો તરત જ ઓફિસે પહોંચી ગયો હતો.તેના મોંના હાવભાવ ખરેખર જોવા જેવા હતા.હું કંઇ પણ બોલ્યા વગર સીધો તેની ખુરશીમાં બેસી ગયો.

રઘલા હું બોલ્યો “ યાર ! એક કપ ચા મંગાય પછી કંઇ મોજ પડે.”

“ તને અત્યારે ચા ની પડી છે.મારો છેલ્લો કોળિયો ગળામાં જ રહી ગયો છે.જલ્દી એ કોયડાનો જવાબ બોલ તો મારામાં જીવ આવે”

“ બેસ અહીયાં અને જો કમાલ ! આમ બોલીને ફરીથી મેં એ કોયડા વાળુ કાગળ કાઢ્યુ.સાહિલ મારી પાસે બીજા વિશ્ર્વયુદ્ધ નો પ્રોજેકટ બનાવવા લઇ આવ્યો.અને કુદરત પણ આપણી સાથે હશે.થેંકસ ટુ સાહિલ કે તે કોયડો ઉકેલાઇ ગયો”

“ અરે આ ગોળ ગોળ વાત કરવા કરતા સીધી મુદ્દા ની વાત કર ! અહી બી.પી હાઇ થઇ ગયુ છે”

“ એ જ કરુ છુ.પહેલા મને કહે દ્રિતિય વિશ્ર્વયુદ્ધ કોણે શરૂ કર્યુ હતુ ?”

“ હિટલર ! થોડોક તો ઇતિહાસ હું પણ ભણેલો છુ”

“ અને હિટલરના જર્મનીના ધ્વજ માં એ વખતે કયુ પ્રતિક લાગેલુ હતુ”

“ સ્વસ્તિક નુ ! ઉંધા સાથિયા જેવુ “

“ એકઝેટલી ! હવે સ્વસ્તિક આપણે ત્યાં શાંતિ ના,શુકનના પ્રતિક તરીકે વપરાય છે એ જ સ્વસ્તિક ચિહન નો ઉપયોગ વિનાશ માટે થયો.હિટલર દ્રારા”

“વાહ ગજા વાહ! એટલે કે સ્વસ્તિક છે આ કોયડામાં.” ઝડપથી રઘલાએ સ્વસ્તિક ની આકૃતિ તે ચોરસ ખાનામાં દોરી અને બાકી વધેલા ખાનામાં એક નામ ઉપસી આવ્યુ તે હતુ- “ગોપીનાથ”

“ ગોપીનાથ,ગજા ગોપીનાથ.આપણે તે માણસ ને શોધવાનો છે” મનોમન આજુબાજુ ઓફિસમાં મુકેલા તમામ ભગવાન ના ફોટાને પગે લાગતા તે બોલ્યો.

“ શોધાઇ ગયો છે.કિર્તિ ચૌધરીના પુત્રે આપેલા ઇન્ટરવ્યુ માં તેનુ નામ દીધુ હતુ.તે કિર્તી ચૌધરીનો ખાસ નોકર છે.તેના માટે તે વિલમાં રકમ પણ મુકી ગયા છે.ચોકક્સ તે કિર્તી ચૌધરીના બોપલ ખાતે ના બંગલામાં જ રહેતા હશે.”

“ તો આપણે રાહ કોની જોઇએ છીએ ? મારો કીક !”

..............................................................................................

અમે જયારે કિર્તી ચૌધરીના બંગલે પહોંચ્યા,ત્યારે રાતના અગિયાર વાગી ચુકયા હતા.મહા મહેનતે ગેટ કીપરે અમારા માટે દરવાજો ખોલ્યો.બંગલો ખાલી હતો.ગોપીનાથ અને તેની પત્ની સિવાય અહીં કોઇ નહોતુ.ગોપીનાથ ઉંધમાંથી ઉઠીને બહાર સુધી આવ્યો.અમે બંને હજુ ગેટ આગળ જ ચોકીદાર સાથે ઉભેલા હતા.ગોપીનાથ જોડે કઇ રીતે વાત કરવી તે અંગે અમે બંને અવઢવમાં હતા. ગોપીનાથ અમારી સામે આશ્ર્વર્ય થી જોઇ રહ્યો.અમે વાતની શરૂઆત કંઇક આવી રીતે કરી.

‘ મારુ નામ ગજેન્દ્ર ભાગવત છે.આટલી રાત્રે તમને ઉઠાડવા બદલ ક્ષમા કરશો.પણ તમારા શેઠ કિર્તી ચૌધરીએ જ અમને તમારા સુધી પહોંચાડયા છે.તેમના કહેવા પ્રમાણે તમારી પાસે “ ગજેન્દ્ર ભાગવત” ને ,એટલે કે મને મદદ થઇ શકે એવી ચીજ છે’ મારા બોલાયેલા શબ્દોએ ગોપીનાથનુ અચરજ ઓછુ કરી નાખ્યુ.પોતાની પત્ની ને તેણે કંઇક આજ્ઞા કરી.તે તરત જ બંગલામાં ગઇ.એ સમય દરમિયાન ગોપીનાથે અમને અંદર બેસાડયા,મારા સામે જોઇને તેણે વાતની શરૂઆત કરી.

‘ સાહેબ ના મર્યાના બરાબર સોળેક દિવસ પહેલા તે મારી પાસે આવીને બોલ્યા.ગોપીનાથ તે મારી ખુબ સેવા કરી છે.તારા ગુજરાન માટે હું ચોકક્સ કોઇ વ્યવ્સ્થા કરતો જઇશ.પણ મારે તને બીજુ એક આખિર નુ અતિ અગત્યનુ કામ સોંપવાનુ છે.મારા મર્યા ના અમુક દિવસો પછી આ વ્યકિત તારી પાસે આવશે. તેમણે ખિસ્સામાંથી એક ફોટો કાઢીને મને બતાવ્યો અને મારી પાસે રાખવા કહ્યુ.ફોટાની પાછળ તમારુ નામ ‘ગજેન્દ્ર ભાગવત’ લખેલુ.તમે જયારે મારી પાસે આવો ત્યારે તમને મારે એક કૅસેટ આપવાની છે.’

એટલામાં ગોપીનાથ ની પત્ની એક કૅસેટ લઇને હાજર થઇ.જુના ટેપરેકૉડર માં બંને બાજુ ફેરવીને સંભળાય તેવી એ કૅસેટ હતી.ચોકક્સ કિર્તી ચૌધરીએ અમારા માટે આમાં ખાસ રેકૉડ કરીને રાખેલુ હશે.જે અમને આગળ ના કોયડા સુધી લઇ જાય. અલાઉદ્દીન ના ચિરાગ ની જેમ મેં તે કેસેટ ના ખોખાને ર્સ્પશ કર્યો.હું અને રઘલો ઝડપથી જવા માંગતા હતા પણ ગોપીનાથે આગ્રહ કરી અમને ચા પીવડાવી.તે વફાદાર નોકરે તેની છેલ્લી સેવા અદા કરી હતી.

હું અને રઘલો બાઇક પર પાછા જવા નીકળ્યા.રઘલો બોલ્યો-‘ અત્યારે સી.ડી પ્લેયર ના જમાનામાં આ કિર્તી ચૌધરીએ ટેપરેકૉડરમાં વપરાતી કેસૅટ કેમ વાપરી હશે.તારી પાસે ગજા ! આવુ જ એક ટેપરેકૉડર હતુ નહીં ?’

‘ એ તો બહુ સમય પહેલા હતુ.અત્યારે હશે તો પણ ભંગાર હાલતમાં.હા,મારા એક પડોશી કાકા હજુ આવુ ટેપરેકૉડર વાપરે છે.તેમની પાસેથી માંગવુ પડશે.’

‘ તો શુ સવાર સુધી રાહ જોવી પડશે ?’

રઘલાની અધીરાઇ અનહદ હતી પણ મારે તેને સમજાવવો પડયો કે આવતીકાલ સવાર સુધી તો રાહ જોવી જ રહી.એમપણ અત્યારે રાત્રે ઘણુ મોડુ થઇ ચુકયુ હતુ.

બીજા દિવસે સવારે હું અમારા પાડોશી બળદેવલાલ પાસેથી તેમનુ ટેપરેકૉડર લેતો આવ્યો પણ આખી રાત મારા માટે મુશ્કેલ રહી.રાત્રે એક-બે વાર ઉઠીને પાકીટમાં પડેલી કેસેટ તપાસી.અમીર બનવાના સપના તમારી સાહજીકતા છીનવી લે છે તેવુ જ મારી સાથે બન્યુ.રોજની પુજા હોય કે સ્નાન હોય બધી જ પળે તે કેસૅટ માં શુ હશે તે જ હું વિચારતો રહ્યો.સવારમાં ૬:૩૦ વાગ્યે તો રઘલાએ ફોન પણ આવી ગયો ટેપરેકૉડર બાબતે.મારે તેને સમજાવવુ પડયુ કે વહેલી સવારે કોઇના ત્યાં સીધી વસ્તુ માંગવી ઉચિત નથી.મારી અધીરાઇ પણ જવાબ દઇ ગઇ.હુ ૭:૩૦ આસપાસ તો બળદેવલાલ પાસે પહોંચી તેમનુ ટેપરેકૉડર લઇ જ આવ્યો.સાધના વિમાસણ માં હતી, સવારનુ મારુ વહેલા ઉઠી જવુ,જલ્દી તૈયાર થઇ જવુ,અને બાજુના ઘરેથી ટેપરેકૉડર લાવવુ.મારે તેને સમજાવવુ પડયુ કે અમારા બૉસે એક કૅસેટ સાંભળવા આપી છે જે આ જ ટેપરેકૉડરમાં ચાલે છે.સાધના વધુ કંઇ સવાલો પુછે તે પહેલા હું તૈયાર થઇને ઝડપથી બહાર નીકળી ગયો.રઘલાની ઓફીસે મારી આતુરતાથી રાહ જોવાતી હતી.હું જેવો અંદર પ્રવેશ્યો તે તરત જ બોલ્યો.-‘ ગજા ! કયાં હતો તુ ? કેટલુ મોડુ કરી નાખ્યુ !’

‘ મને પણ એટલી જ ઉતાવળ છે આ કૅસેટ સાંભળવાની ! તુ પહેલા ચા મંગાવ !’ મેં ખુરશીમાં બેસતા કહ્યુ.

ટેપરેકૉડર માં કૅસેટ નાખતા પહેલા બંને જણાએ પોતાના ભગવાન ને યાદ કર્યા.-‘ કાશ ! આ બીજો કોયડો સહેલો નીકળે’ .કૅસેટ કિર્તી ચૌધરીના અવાજમાં આ પ્રમાણે ટેપ થયેલી હતી.

“ અભિનંદન ભાગવત ! જો તુ અત્યારે આ કૅસેટ સાંભળતો હોઇશ તો તે મારા પહેલા કોયડાનો જવાબ શોધી કાઢયો છે.લખાણ પહેલા કોયડાનુ બહુ વિચિત્ર હતુ,ખરુ ને ?આ વખતે મારે કંઇ નવીન કરવુ હતુ.ઇતિહાસમાં હિટલરનુ પાત્ર મને કાયમ આકર્ષિત કરતુ રહ્યુ છે.મારી એક નવલકથા ‘ TRUTH OF DEVIL’ ના ખલનાયક નુ પાત્ર તેના થી જ ઇન્સ્પાયર હતુ.એટલે જ પહેલા કોયડામાં સ્વસ્તિક નો ઉપયોગ કર્યો.તો ચલો હવે બીજા કોયડા પર આઇએ.બીજા કોયડામાં શુ છે ? ફકત એક મામુલી તપાસ કરવાની છે તારે ! તપાસ કયાં કરવાની છે કહી દઉં.અમદાવાદ એમ તો ઘણુ બદલાઇ ગયુ છે,પણ અમદાવાદ નુ એક પાસુ એવુ છે જયાં બદલાવના રંગ બહુ નથી ચઢયા.એ છે અમદાવાદનુ પોળ કલ્ચર.ઘણા એકાકી રહેવા ટેવાયેલા ને તે ના ગમે પણ મને તો તે ગમે છે.આવી જગ્યાએથી લખવાનો મસાલો પણ સારો મળી રહે છે.બીજા કોયડામાંથી ત્રીજા કોયડા સુધી જવાની જીવાદોરી તને ત્યાંથી જ મળશે.તારે મોટી હવેલી ની પોળમાં રહેતા ૭૫ વર્ષીય ડાહ્યાભાઇ પ્રજાપતિ ને મળવાનુ છે.જો તુ ડાહ્યાભાઇ પ્રજાપતિના જીવનનો સૌથી સ્મરણીય પ્રસંગ શોધી કાઢીશ તો એ તારો બીજો કોયડો હશે અને એ બીજા કોયડામાં જ ત્રીજા કોયડા સુધી પહોંચવાનો રસ્તો છુપાયેલો છે.ફરીથી તારે ચીજો ને એ રીતે નથી જોવાની જેવી તે છે બલકે એ રીતે જોવાની છે જેવી તે હોવી જોઇએ.આ છેલ્લી વખત તુ મારો અવાજ સાંભળી રહયો હોઇશ.હિંદુ ધર્મશાસ્ત્ર મૃત્યુ પછીના જીવન ને માને છે.જો એ સાચુ હશે તો મારો આત્મા તને આ લડાઇ જીતતો જોવા તલપાપડ હશે તેમ માનજે.’