Meghna - 10 in Gujarati Love Stories by અવિચલ પંચાલ books and stories PDF | મેગના - ૧૦

Featured Books
Categories
Share

મેગના - ૧૦

આજે બે દિવસ થઈ ગયા હતા. આ બે દિવસ દરમિયાન મેગના ન તો જોબ પર ગઈ કે ન તો કોલેજ માં ગઇ હતી. તે આખો દિવસ તેના બેડરૂમ માં જ પુરાયેલી રહેતી.

સાંજ નો સમય થાય ત્યારે એક કલાક બહાર ફરવા જતી પાછી આવ્યા ફરી થી તેના બેડરૂમમાં જતી રહેતી.આ દરમિયાન મેગના ની ફ્રેન્ડ અંજલિ કંપની કામ અર્થે બીજા શહેર માં ગઈ હતી પણ જ્યારે તે પાછી આવી ત્યારે તેને ખબર પડી કે મેગના આજે ઓફિસ માં આવી નથી.

આ વાત જાણી ને અંજલિ એ તરત મેગના ને ફોન કર્યો પણ મેગના એ ફોન રિસીવ કર્યો નહીં એટલે અંજલિ ને લાગ્યું કે મેગના કોલેજ માં હશે. અંજલિ મેગના ની કોલેજ માં ગઈ અને ત્યાં મેગના ની ક્લાસમેટ્સ ને મેગના વિશે પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું કે મેગના બે દિવસ થી કોલેજ માં આવી જ નથી.

હવે અંજલિ ને મેગના ની ચિંતા થવા લાગી. તેણે ફરી થી મેગના ને ફોન કર્યો પણ મેગના એ આ વખતે પણ ફોન રિસીવ કાર્યો નહીં એટલે અંજલિ મેગના ના ઘરે ગઈ ત્યારે મેગના ના ઘર નો દરવાજો ખોલી ને ઘર માં ગઈ.

અંજલિ સૌથી પ્રથમ બાલ્કની અને કિચન માં તપાસ કરી પણ ત્યાં કઈ મળ્યું નહીં એટલે તે મેગના ના બેડરૂમ માં ગઈ. તેણે જોયું કે મેગના અત્યારે આલ્કોહોલ પીવા માટે જઈ રહી હતી. એટલે અંજલિ ઝડપ થી મેગના ના હાથ માં થી આલ્કોહોલ નો ગ્લાસ નીચે ફેંકી દીધો.

અંજલિ ને જોઈ ને મેગના ઉભી થઇ ને ગુસ્સે થી અંજલિ કહેવા લાગી તું અહીં શું કરવા માટે આવી છેં. મેગના વાત સાંભળી ને અંજલિ એ પહેલાં મેગના ને ગાલ પર એક થપ્પડ મારી દીધી.

મેગના ને આ ઘટના થી આંચકો લાગ્યો પછી તે કઈ બોલે તે પહેલાં અંજલિ એ તેને કહ્યું કે તું શું કરવા જઈ રહી હતી તેનું તને ભાન છે?

મેગના એ કહ્યું કે મને ખબર છે કે હું શું કરી રહી છું. હું કઈ પણ કરું તેનાથી તને શું ફરક પડે છે? અંજલિ એ કહ્યું કે ફરક પડે છે કેમ કે હું તારી મિત્ર છું.  અંજલિ ની વાત સાંભળી ત્યારે ને મેગના ને ખ્યાલ આવ્યો કે તે કેટલી મોટી ભૂલ કરવા જઈ રહી હતી.

મેગના એ અંજલિ ની માફી માંગી ત્યાર બાદ અંજલિ એ મેગના ને આવું વર્તન કરવાં નું કારણ પૂછ્યું એટલે મેગના રડતાં રડતાં રાજવર્ધન ને લગ્ન કરેલા પ્રપોઝ અને તેના છોડી ને જતાં રહેવા ની વાત જણાવી.

મેગના ની વાત સાંભળી ને અંજલિ ને યાદ આવ્યું કે અઠવાડિયા પહેલાં રાજવર્ધન નો તેના પર ફોન આવ્યો હતો અને ફોન પર રાજવર્ધને અંજલિ ને જણાવ્યું હતું કે તે કૌટુંબિક કારણોસર તેના ઘરે જઈ રહ્યો છે અને પંદર દિવસ પછી પાછો આવશે અને તેણે આ વાત મેગના ને જણાવવા માટે કહ્યું હતું.

પણ અંજલિ પોતે આ વાત મેગના ને કહેવા નું ભૂલી ગઈ હતી એટલે તેણે પહેલાં મેગના ને પાણી પીવા માટે આપ્યું અને શાંત થવા માટે કહ્યું. પછી અંજલિ એ મેગના ને રાજવર્ધને કહેલી બધી વાત મેગના ને કહી અને પોતે આ મેગના ને કહેવા નું ભૂલી ગઈ તે માટે માફી માંગી.

અંજલિ ની વાત સાંભળી ને મેગના રડવા નું ભૂલી ગઈ અને ખુશ થઇ ને તેના બેડ પર કૂદવા લાગી એટલે અંજલિ એ પણ ઉભા થઇ ને મેગના ને કહ્યું કે હવે તે હવે કપડાં ચેન્જ કરી ને તૈયાર થઈ જાય પછી તે બંને બહાર જમવા માટે જશે.

અંજલિ ની વાત સાંભળી ને મેગના નાહી લીધા પછી તૈયાર થઈ ગઈ પછી અંજલિ અને મેગના સાથે જમવા માટે નીકળ્યા. થોડી વાર પછી બંને ડોમીનોઝ માં ગયા. ત્યાં બંને એ પીઝા ઓર્ડર કર્યો.

ત્યારે મેગના ના મન માં કંઇક વિચાર આવ્યો એટલે તેણે અંજલિ ને પૂછ્યું કે રાજવર્ધને અંજલિ ને ફોન કેમ કર્યો અને રાજવર્ધન નો ફોન કેમ લાગતો નથી ?

અંજલિ એ જણાવ્યું કે રાજવર્ધન ને એમ લાગ્યું કે જો એ ઘરે જવાની વાત તને કહીશે તો તું એ વાત નું ખોટું લગાડીશ એટલે તેણે આ મને કહી. તેનો કેમ નથી લાગતો એ વાત તો મને પણ ખબર નથી.

આમ અંજલિ એ વાત પૂરી કરી ત્યાં તેમનો પીઝા આવી ગયો. એટલે મેગના પીઝા ને આકાંરાતીયા ની જેમ ખાવા લાગી. અત્યાર સુધી અંજલિ ના ચહેરા પર ગંભીરતા હતી પણ મેગના ને આ ખાતી જોઈને તે હસી પડી અને મેગના કહેવા લાગી તે શાંતિ થી જમે.

જમી લીધા પછી મેગના એ રાજવર્ધન ને ફોન કર્યો એટલે તરત ફોન માં સામે ના છેડે રીગ વાગી પણ કોઈએ ફોન ઉપાડ્યો નહીં એટલે મેગના એ મેસેજ કર્યો કે રાજવર્ધન તું મારી સાથે લગ્ન કરીશ ? મારે ફક્ત yes કે no બેમાંથી એક શબ્દ માં જવાબ જોઈએ છે.

આ બધું અંજલિ જોઈ રહી હતી એટલે તેણે મેગના ને પૂછ્યું કે તું શું કરી છે તેની તને ખબર છે.? મેગના એ કહ્યું કે હું જે કાંઈ કરી રહી છું તે વિચારી ને કરી રહી છું. તું થોડી વાર રાહ જો અને પછી જોજે કે આગળ શું થાય છે.

થોડી વાર પછી મેગના ના ફોન ની મેસેજ ટોન વાગી ને બંધ થઈ ગઈ. એટલે મેગના એ તે મેસેજ જોયો અને તેના ચહેરા પર એક ખુશી એક રેખા છવાઈ ગઈ પછી તેણે તે મેસેજ અંજલિ ને બતાવ્યો.

અંજલિ એ જોયું તો તે મેસેજ રાજવર્ધને કર્યો હતો અને તે મેસેજ માં રાજવર્ધને લખ્યું હતું કે મેગના હું તૈયાર છું અને બસ તારી પાસે આવવા ની રાહ જોવું છું.

આ મેસેજ વાંચી અંજલિ મેગના ને ગળે ભેટી પડી અને પછી મેગના ને અભિનંદન આપ્યા. ત્યાર બાદ મેગના અને રાજવર્ધન સાથે જે ઘટના ઓ બની તે તમામ ઘટના ઓ કોઇ કરતાં ઓછી ન હતી.

આજે બે વર્ષ પછી રાજવર્ધન અને મેગના મુંબઈ માં આવેલા તેમના આલિશાન ફ્લેટ ના બેડરૂમમાં એકબીજા સાથે સુઈ રહ્યા હતા ત્યારે વહેલી સવારે રાજવર્ધન ના ફોન માં રીગ વાગી.

આજે રવિવાર હતો એટલે રાજવર્ધન હંમેશા મોડો જાગતો હતો. તેનો ફોન મેગના એ ઉપાડી ને વાત કરી પછી મેગના ને થોડી મસ્તી સૂઝી એટલે તેણે રાજવર્ધન ની ચાદર ખેંચી લીધી.

એટલે રાજવર્ધન ઊંઘમાં જ મેગના ને ચાદર પાછી આપવા માટે કહ્યું ત્યારે મેગના એ કહ્યું તે રાજવર્ધન ની બધી હરકતો વિશે મોટા ભાઈ ને કહેશે. મેગના ની વાત સાંભળી એટલે રાજવર્ધન જાગ્યો ને તેણે હસતા હસતા મેગના ને કહ્યું કે ભાઈ અમેરિકા થી અહીં તારી ફરિયાદ સાંભળવા માટે નથી આવવાના.

રાજવર્ધન ની વાત સાંભળીને મેગના એ પણ હસતાં હસતાં કહ્યું કે આવવાનાં નથી પણ આવી ગયા છે. મેગના ની વાત સાંભળીને રાજવર્ધન ગંભીર થઈ ગયો અને પૂછ્યું કે ક્યાં છે આર્યવર્ધન?

મેગના એ કહ્યું કે અમદાવાદ ખાતે IIM-A માં એક સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ છે તેમાં તે તેમની ફિયાન્સે એટલે કે ભાભી સાથે આવી ગયા છે. અને આપણને બધા ને ત્યાં બોલાવ્યા છે. એટલે આપણે એક કલાક માં નીકળવાનું છે.

અડધા કલાકમાં મેગના અને રાજવર્ધન તૈયાર થઈ ગયા. અને એરપોર્ટ પર નીકળી ગયા. ત્યાં એરપોર્ટ પર બધા મેગના ,મેગના નો ભાઈ અનુજ અને તેની પત્ની ,રાજવર્ધન ,રાજવર્ધન ની બહેન વીરા અને તેનો પતિ ભેગાં થયાં. ત્યાં થી તે અમદાવાદ જવા માટે નીકળી ગયા.

બપોરે અમદાવાદ પહોંચ્યા બાદ તેઓ બધા એ જ હોટેલ માં રોકાયા જ્યાં આર્યવર્ધન અને તેની સાથે ના બીજા સ્ટુડન્ટ રોકાયા હતા. સાંજે આર્યવર્ધને મેગના અને તેની ફેમિલી નો પરિચય તેના સાથી સ્ટુડન્ટ અને રિધ્ધી સાથે કરાવ્યો.

મિત્રો આશા રાખું છું કે ભાગ તમને ગમ્યો હશે. મેગના પર રાજવર્ધન નો મેસેજ આવ્યો પછી ના બે વર્ષ દરમિયાન શું શું બન્યું તે હજું એક સસ્પેન્સ છે. જે આગળ ના ભાગ માં ખુલશે. આ ભાગ રિધ્ધી અને આર્યવર્ધન નો ઉલ્લેખ થયો છે તે આર્યરિદ્ધિ ના પાત્રો છે. એટલે હવે મેગના અને બીજા પાત્રો આર્યરિદ્ધિ ના આગળ ના ભાગ થી તે વાર્તા માં પ્રવેશ કરશે.

આ વાર્તા અંગે ના તમારા સૂચનો જરૂર આપજો.આ વાર્તા અંગે તમારા પ્રતિભાવ મારા whatsapp નંબર 8238869544 પાર આપી શકો છો.