Vicharothi par ek anokhu jagat in Gujarati Motivational Stories by Maylu books and stories PDF | વિચારોથી પર એક અનોખું જગત...

The Author
Featured Books
Categories
Share

વિચારોથી પર એક અનોખું જગત...

વિચાર...આ શબ્દ સાંભળતા કે વાંચતા જ જાત જાતના વિચારો ઉઠવા લાગે...હા હા ...સાચી વાત ને ?? વિચારો એવી દેન છે જે આપણને કુદરત તરફથી આપવામાં આવી છે...પણ આટલા બધાં વિચારો...જેની કોઈ રોક ટોક જ નથી... પરંતુ સતત ચાલતા વિચારો ને કારણે જ આપણો વ્યવહાર ચાલતો હોય છે ...હો... સાચું ને ?? હા... વિચારો ક્યારેય થંભી જતાં નથી... જીવન પયૅંત વિચારો તો આવવાના જ છે પરંતુ કયા વિચારો ને ગ્રહણ કરવા અને કયા વિચારોને ગ્રહણ ન કરવા એ આપણે શીખવા જેવું છે...આખી દુનિયામાં એવી કોઈ સ્કુલ - કોલેજ નથી બની જે આપણને સારા વિચારો ને ગ્રહણ કરવાની કળા શીખવી શકે...હા પણ એક શાળા છે જ્યાં સારા વિચારો ને કેવી રીતે ગ્રહણ કરવા તે શીખવાડી શકે... અને એ છે ભગવાન ની દુનિયા... સત્સંગ ની દુનિયા... આપણે કંઈશુ કે આ જે દુનિયા છે તે પણ ભગવાનની જ દુનિયા છે ને... જ્યાં અરાજકતા , અશાંતિ , વિવાદ , ડર , લુંટ ફાટ અને બીજું બધું જેનો માત્ર વિચાર ઉઠતાં જ આપણું મન ધ્રુજી ઉઠે...હા , સાચી વાત એ દુનિયા પણ ભગવાનની જ છે પણ જે બધું ફેલાવ્યું છે એમાં વાંક કોનો છે ??? જરા વિચારીએ તો ખબર પડે કે મનુષ્યો નો જ... સૌથી વધારે ગુનેગારો જ મનુષ્યો છે... અને મનુષ્યો છે એની પાછળ નું કારણ એક જ છે ...દરેકને અંતરમાં ઉઠતાં પોત પોતાનાં વિચારો...એમ કહેવાય છે વ્યક્તિ જેવા લોકોની વચ્ચે રહે એવો એ બની જાય...સંગ એવો રંગ...હા ..રંગ લાગે જ પણ રંગ લાગવા દેવો કે ન લાગવા દેવો એ આપણને આવડતું હોવા છતાં અમલ કરવામાં બીક લાગતી હોય છે...એ સનાતન સત્ય છે... મનમાં બે પ્રકારના વિચારો હંમેશા વહન કરતાં હોય છે ... સવળા વિચાર અને અવળા વિચાર...જેને આપણે બીજી ભાષામાં કહીએ તો શુભ વિચાર અને અશુભ વિચાર એમ કહી શકીએ... પરંતુ એક વાત સમજવા જેવી છે કે ખરેખર વાંક બધો મનનો જ છે ??? શાંતિ થી મનન ચિંતન કરીએ તો ખબર પડે ના રે મન નો વાંક છે પણ પુરેપુરો નહીં... દુનિયામાં મોસ્ટ બધા જ મનને ગુલામ બનાવવા મથી રહ્યા છે જે ખરેખર કોઈ કામનું નથી...મન તો એવું છે કે આપણે મનને જે પણ પીરસીએ એ જમી જ લેશે અને પછી એ પ્રમાણે અંદરથી ઉત્તર આપ્યા કરશે...તો હવે આપણે શું પીરસી રહ્યા છે એના વિશે જોઈએ તો ખબર પડશે કે મન સુધી પહોંચવા માં તો વચ્ચે ઘણું બધું ભાગ ભજવે છે... અને એમાં સૌથી અગત્યનાં પાંચ પાસા છે...(૧) આંખ (૨) કાન (૩) નાક (૪) જીભ (૫) ત્વચા...જેને પાંચ ઈન્દ્રિયો તરીકે ઓળખવામાં આવે છે... આ પાંચેય ઈન્દ્રિયો દ્વારા જ મન સુધી આપણે જમવાનું પીરસી એ છે... વિચાર સ્વરુપે... પાંચેય ઈન્દ્રિયો પોઝિટિવ એટલે આપણું મન પણ પોઝિટિવ... અને પાંચેય ઈન્દ્રિયો નેગેટિવ એટલે આપણું મન પણ નેગેટિવ.... આંખો થી યોગ્ય જોવું , કાનથી યોગ્ય સાંભળવું , નાકથી યોગ્ય સુંઘવુ , જીભથી યોગ્ય બોલવું અને ખાવું... અને ત્વચા થી યોગ્ય સ્પર્શ કરવો... આટલું કરવામાં આવે તો આપણું મન પણ પોઝિટિવ... અને સતત શુભ વિચારો ... સવળા વિચારો નું વહન શક્ય બને...જો આપણે યોગ્ય જોઈએ નહીં તો દિવસે ને દિવસે આપણું મન અયોગ્ય જોવાની પ્રેરણા કરતું થઈ જાય અને પછી આપણને આ સરસ જગતમાં પણ અયોગ્ય જોવાનું જ મન થયા કરે જેથી અંતઃકરણ અશુદ્ધ થઈ જાય ...એવી જ રીતે કાન .. આપણે જો કાનને યોગ્ય સાંભળતા નહીં રાખીએ તો મન અયોગ્ય જ સાંભળવાનું સુચવે... એવી જ રીતે નાક , જીભ અને ત્વચા નું પણ છે ...જીભ થી યોગ્ય બોલીએ નહીં તો આપણી વાણી અને વર્તન બગડી જાય ... અને યોગ્ય જમીએ નહીં એટલે ગંધ મારતું અને અપવિત્ર જમવાનું સુઝે...જે જરાય કામનું નથી...આ બધું તો સમજ્યા પણ યોગ્ય અને અયોગ્ય એટલે શું ??? અને એનું પરિણામ શું ?? યોગ્ય એટલે જે આપણા અંતરમાં શુભ વિચારો પ્રગટાવે... કોઈનું પણ અહિત કરવાનું મન ન થાય... કોઈ ના વિશે ભાવફેરમાં જવાય જ નહીં... અને અયોગ્ય એટલે યોગ્ય થી વિપરીત... એના પરિણામ માં અણધાર્યા અને દુઃખ દાયી પરિણામ...જે સામે વાળા વ્યક્તિ ને ઓછું અને આપણને વધારે નુકસાન પહોંચાડે... અને એનું સૌથી ભયંકર પરિણામ તો એ છે કે અયોગ્ય વિચારો ઉઠવા...જેની કોઈ લીમીટ જ ના હોય...ચિંતા સતત રહે...આ જગતમાં રહેલી તમામ વસ્તુઓ આપણી લાગવા માંડે જે વાસ્તવિક જીવનમાં આપણી છે જ નહીં ... આપણને બધાને આ વસ્તુઓ કુદરત તરફથી આપવામાં આવી છે જે એક દિવસ લઈ લેવામાં પણ આવશે... અમુક વાર કારણ ને લીધે તો અમુકવાર વગર કારણે...પણ લઈ લેવામાં તો આવશે જ...એ હકીકત છે...પણ જ્યારે કોઈક વસ્તુ લઈ લેવામાં આવે ત્યારે ઘણું દુઃખ થાય છે જે યોગ્ય છે જ નહીં... અમુકવાર કેવું થતું હોય કે આપણે એકબીજાનું સાચવવામાં અસત્યનો પણ સહારો લેતા હોય છે ...અમુક વ્યક્તિઓ ને ખુશ જોવા અમુક વ્યક્તિઓ ને દુઃખી કરતાં હોય છે પણ એવો વિચાર પણ ના ઉઠે કે કોઈ ને પણ દુઃખી કરીને આપણે ક્યારેય સુખી થઈ શકીએ નહીં... સૌથી પહેલાં તો આપણે ભગવાન ના દિકરા છે કે માયા ના એ જ ખબર હોતી નથી...હવે આ માયા એટલે શું ??? આ જગતમાં જે પણ વસ્તુ ભગવાનને ભજવાના ના માગૅમાં આડે આવે એનું નામ માયા.... ભલે પછી એ ગમે તે વ્યક્તિ હોય...કે ગમે તે વસ્તુ... થોમસ આલ્વા એડિસન ની આખીય લેબ જ્યારે આગથી ભભૂકી ઊઠી અને બધા રિસર્ચ બળીને ખાખ થઈ ગયા ત્યારે એ શાંતિ થી ઉભા હતાં અને ભગવાન ને પ્રાર્થના કરી ... થેંક્યું સો મચ ગોડ હવે હું ફરીથી ફ્રેસ થઈને રિસ્ટાટૅ કરી શકીશ...મતલબ કે આ જગતની માયા અને દુઃખ એમને સ્પર્શ કરી શક્યા નહીં...એવી સ્થિરતા આપણા જીવનમાં ખરી ?? વિચારો યોગ્ય હતા જેથી સ્થિરતા રહી ... અને એ જ થોમસ આલ્વા એડિસને જ્યારે સૌ પ્રથમ એમના પ્રયોગ માં સફળ થયા ત્યારે તરત જ ભગવાન પાસે જઈને બોલ્યા થેંક્યું ગોડ..તમે મને સારી પ્રેરણા આપી જેથી આ નાની શોધ મારા થકી માનવસમાજ ને મદદરૂપ થઈ શકશે.... અને હું તમારા સારા કાર્યો માં નિમિત્ત બની શક્યો... તે શોધ એટલે વીજળી...અને વીજળી દ્વારા પ્રકાશિત બલ્બ...એ શોધ ખરેખર નાની છે ?? પણ એડીસન જેવા મહાન વૈજ્ઞાનિક સરળ રહ્યા...અભિમાન સ્પર્શી શક્યું નહીં...માન ની કોઈ ઈચ્છાઓ નહીં... ભગવાન નો આભાર માન્યો...કારણ સુપ્રીમ પાવર એટલે કે ભગવાન સામે આપણે કાંઈ નહીં...સુરજની સામે આગિયો અને એનું તેજ કાંઈ નજરમાં ના આવે...એવી રીતે આપણે બધા માત્ર સારા કામમાં નિમિત્ત બનવા આવ્યા છે ... ભક્તિ કરવા આવ્યા છે... પરંતુ વિચારો ની ગતિ આપણને ક્યાંય જંપવા દેતા નથી જેથી સ્થિરતા રહેતી નથી... પરંતુ આગળ કહ્યું એમ કરતાં જઈશું તો... પાંચ ઈન્દ્રિયો ને પોઝિટિવ કરતાં જઈશું તો મન આપણને મદદ કરશે અને પરિણામ સ્વરૂપ આપણું અમુલ્ય જીવન પણ આપણે ખરા અર્થમાં સાર્થક કરી મોજથી જીવી શકીશું... આ આપણને જે દુનિયા દેખાય છે જ્યાં આપણે રહીએ છીએ ત્યાં જ ભગવાન પણ રહે જ છે પરંતુ આપણે સરળ થતાં નથી ... અને યોગ્ય નિર્ણય લઈ શકતા નથી જેથી વિચારોની સ્થિરતા જળવાતી નથી અને અનિચ્છનીય બનાવો બનતાં રહે છે અને એનું પરિણામ બધા એ જ ભોગવવું પડતું હોય છે...હવે આપણે આગળ શું કરવું એ આપણા દરેકના નિર્ણય માં રહેલું છે ... પરંતુ પરિણામ તો ભગવાન જ આપશે... કારણકે ભગવાને આપણને કમૅ કરવાની છુટ આપી છે ફળની નહીં....ફળ તો ભગવાન જ આપશે...એ સનાતન સત્ય છે.... વિચારો થી પર એક અનોખાં જગતમાં એન્ટ્રી ફ્રી માં છે પરંતુ પરમેન્ટ ત્યાં રાખવા એ પરમેશ્વર ના હાથ માં છે...જો આપણે એન્ટ્રી લઈશું તો એ જગતના સુખની આગળ આ જગતનું માયાનું સુખ નહિવત્ લાગશે અને એનો અનુભવ અંતરમાં થશે... અને એ આપણે રહીએ એ જ જગતમાં શક્ય છે....જ ..જ...જ... અને એક વસ્તુ પાક્કી જ છે કે જીવનમાં પ્રસંગ તો બનવાના જ છે અને ભરતી ઓટ આવવાની જ છે પણ આપણે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં સ્થિર રહેવું એ કેવી રીતે એ શીખવા જેવું છે અને એ જ સત્ય મેળવવા જેવું છે આ જીવનમાં...આપ સૌનો ખૂબ ખૂબ આભાર... અસ્તુ ...જય હો...