Ek tarfi prem in Gujarati Moral Stories by MITHIL GOVANI books and stories PDF | એક તરફી પ્રેમ...

Featured Books
Categories
Share

એક તરફી પ્રેમ...

ઇન્સપેક્ટર ઝાલા પોતાની ડ્યુટી પતાવી ઘર તરફ જતા હતા ત્યાં જ કોન્સટેબલ રઘુ એ આવી ને જાણ કરી કે તેમના વિસ્તારમા આવેલી શિવસાગર સોસાયટી માં એક મહિલાના શન્કાસ્પદ સજોગો માં મૃત્યુ થયા નો ફોન પોલીસચોકી માં આવ્યો હતો. એટલે તેઓ ઘર તરફ જવાનું માંડી વાળી ઘટનાસ્થળ પર પહોંચ્યા ઘટનાસ્થળ નું નિરીક્ષણ કરતા તેમને આજુબાજુ માં મરનાર ના વાળ ભારે પ્રમાણ મળી આવ્યા પ્રાથમિક તપાસમાં તે મહિલા ની ઓળખ રચના મનન મહેતા તરીકે થઈ ત્યાં હાજર રહેલા માં રચનાના પતિ મનન અને ફેમિલી ડોકટર ડો.શાહ ની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે રચનાની તબિયત અચાનક બગડતા તેણી એ તેના પતિ મનન ને ફોન કરી જાણ કરી હતી તેના પેટમાં અચાનક જ બહુ દુખાવો થવા લાગ્યો હતો અને તેના વાળ ભારે પ્રમાણ માં ખરવા લાગ્યા હતા આથી મનને ડો.શાહ ને પોતાના ઘરે પહોંચવા વિંનતી કરી હતી આમ મનન અને ડો.શાહ પોતપોતાના સ્થળે થી મનન ના ઘરે જવા નીકળી ગયા હતા પરંતુ તેઓ ઘરે પહોંચે એ પહેલા રચના મૃત્યુ પામી હતી રચનાના મૃત્યુ નું કારણ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે પછી જાણવા મળે તેમ હતું જેને હજુ થોડો સમય લાગે તેમ હતું બીજી તરફ ઇન્સપેક્ટર ઝાલાએ રચના અને મનન ની માહિતી મેળવી હતી તે મુજબ રચના અને મનન ના લગ્ન ને ત્રણ વર્ષ થયા હતા બન્ને નો સઁસાર સુખે થી ચાલતો હતો મનન તેના માતાપિતા નું એકનુ સતાન હતો તેના માતાપિતા શહેર થી થોડે દૂર આવેલા ગામડે રહેતા હતા જયારે રચના ના પક્ષે તેના ભાઈ અને ભાભી હતા મનન મલ્ટીનેશનલ કમ્પની માં ઉચ્ચ હોદા પર હતો તેના માતાપિતા નિવૃત જીવન ગાળતા હતા રચના નો ભાઈ રાકેશ સરકારી વિભાગમાં સાયન્ટિસ્ટ હતો જયારે ભાભી રંજન ગૃહિણી હતી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો હતો રચના ની મોત નું કારણ થેરીયમ નાઇટ્રેટ નામનું ઝેર હતું જે તેને છેલ્લા 48 થી 72 કલાક માંખોરાકમાં આપવા માં આવ્યું હતું રચના ઘરમાં થી ખોરાક ના નમુના લેવામાં આવ્યા અને ફોરેન્સિક લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા પરંતુ તેમાંથી કશું વાંધાજનક મળ્યું ન હતું કોઈ પણ ખોરાકમાં થી ઝેર મળ્યું ન હતું આથી ઇન્સપેક્ટર ઝાલા મુંઝવણ માં મુકાયા હતા તેમને રચના ની છેલ્લા ત્રણ દિવસ ની પ્રવુતિ ની તપાસ કરી તેમાં જાણવા મળ્યું કે રચના એ બે દિવસ પહેલા તેના ભાઈ રાકેશ ને ત્યાં તેની ભાભી રંજન તથા પિતરાઈ બહેન રાગીણી સાથે લન્ચ લીધું હતું આથી રાકેશ ને ત્યાં બચેલી મીઠાઈ અને સોફ્ટડ્રીંક્સ ના નમૂના ફોરેન્સિક લેબમાં તપાસ માટે મોકલાયા હતા જ્યાં સોફ્ટડ્રીંક્સના પરીક્ષણમાં તેમાં ઝેર હોવાનું તારણ આવ્યું હતું રાગીણી ની પૂછપરછ માં ખબર પડી હતી કે રચના અને રાકેશ વચ્ચે બોલવા વ્યહાર ન હતા વારસાગત સંપત્તિ ને લઈને બન્ને વચ્ચે ઝગડો હતો પરંતુ રંજન અને રચના વચ્ચે સારો મનમેળ હતો રંજનઅને મનન ના પ્રયત્નો થકી જ રચના અને રાકેશ વચ્ચે સાત દિવસ પહેલા સમાધાન થયું હતું અને તેની ખુશાલી માં જ રંજન રચના અને રાગીણી લન્ચ માટે ભેગા થયા હતા રાકેશ નેશનલ કોન્ફ્રન્સ માં ભાગ લેવા માટે દિલ્હી ગયો હતો અને મનન ને કોઈ અગત્ય ની મિટિંગ હતી તેથી તે પણ આવ્યો ન હતો રંજન ની પૂછપરછમાં તેને કહ્યું હતું તેને સોફ્ટડ્રીંક્સ ની એલર્જી હોય તે સોફ્ટડ્રીંક્સ લેતી નં હતી અને રાગીણી એ કોઈ કારણોસર સોફ્ટડિંકસ લીધું ન હતું પરંતુ રચના ને સોફ્ટડ્રીંક્સ પ્રત્યે બહુ લગાવ હતો એટલે એણે અડધી બોટલ ખાલી કરી કાઢી હતી રંજને જણાવ્યું કે આ બોટલ તેના પતિ એ નજીક માં આવેલ સુપર માર્કેટ માંથી ગ્રોસરી સાથે મગાવી હતી તેનું ડિલિવરી ચલણ તથા બિલ પણ તેની પાસે હતા રાગીણી પાસે થી મળેલી માહિતી મુજબ રાકેશે પોતાના ઘરમાં એક નાની રિસર્ચ લેબ બનાવી હતી રંજન ને પૂછતાં તેને કહ્યું કે લેબની ચાવી રાકેશ ફક્ત પોતાની પાસેજ રાખે છે અન્ય કોઈ ને આપતો નથી કારણકે લેબમાં મહત્વના સરકારી દસ્તાવેજો તથા જોખમી કેમિકલ્સ રાખવા માં આવતા હતા રાકેશ પણ પોતાની બેનના મૃત્યુ ના સમાચાર જાણી દિલ્હી થી પરત ફર્યો હતો તેના આવતા ની સાથે જ ઇન્સપેક્ટર ઝાલાએ તેની ઉલટતપાસ કરી હતી શકમંદ ની યાદીમાં તેનું નામ પ્રથમ હતું રાકેશે પોલીસ તપાસમાં પૂરતો સાથ સહકાર આપ્યો હતો જયારે ઇન્સપેક્ટર ઝાલાએ તેની લેબ ની તપાસ કરવા માંગી ત્યારે તેણે ઇન્કાર કર્યો ન હતો પરંતુ જયારે તે લેબ ખોલવા ગયો ત્યારે ચાવી તેના હાથમાં થી છટકીને પડી હતી જે ઇન્સપેક્ટર ઝાલાએ તે ચાવી ઉંચકીને રાકેશને આપી ત્યારે અનુભવી ઝાલા ને એ ચાવીમાં રહેલી ચીકાશ અજુગતી લાગી આથી ઝાલા એ ચાવીને ફોરેન્સિક લેબમાં તપાસ માટે મોકલી આપી.

રાકેશ ની લેબમાંથી થેરયિમ નાઇટ્રેટ નો થોડો જથ્થો પણ ગાયબ હતો રાકેશે કહ્યું તે ખરેખર આ વિષે કઈ જાણતો ન હતો ફોરેન્સિક લેબના રિપોર્ટ મુજબ રાકેશ ની ચાવી પર સાબુ લાગેલો હતો જેના પરથી કહી શકાય એમ હતું કે રાકેશ ની ચાવી ની સાબુમાં છાપ લેવામાં આવી હતી અને તેની જાણબહાર થેરયિમ નાઇટ્રેટ ચોરવા માં આવ્યું હતું રાકેશ ને પુછતાં તેણે કહ્યું હતું કે ચાવી ફક્ત પોતાની પાસે પોતાના વોલેટ માંજ રાખતો હતો પળવાર માટે પણ પોતાનાથી અલગ કરતો ન હતો સિવાય કે તે નાહવા જાય ત્યારે વોલેટ તેનાથી દૂર રહેતું હતું છેલ્લા અઠવાડિયા માં મનન અને રાગીણી તથા તેના નોકર સિવાય કોઈ બીજું આવ્યું ન હતું આમ મનન અને રાગીણી પણ શકના દાયરામાં હતા આથી ઝાલા એ પોતાના ખબરીઓ અને સ્ટાફ ને શકમંદો ની પાછળ લગાડી દીધા હતા અને પોતે પણ પોતાની રીતે તપાસ ચાલુ રાખી હતી પરિણામ સ્વરૂપ ખૂની ની ઓળખ થોડા જ દિવસોમાં થઇ ગઈ આથી ઇન્સપેક્ટર ઝાલા એ રચના ના સગાવહાલા ને પોલીસ સ્ટેશન બોલાવ્યા અને ખૂની ની ઓળખ થઇ ગયા ના સમાચાર આપ્યા તેમને ખૂની તરીકે રાગીણી અને મનન ના નામ જાહેર કર્યા ત્યારે મનન પોતે નિર્દોષ હોવાનું રટણ કરતો રહ્યો પણ રાગીણી પોલીસતપાસમા ભાંગી પડી અને પોતે કરેલા ગુનાની કબૂલાત કરી લીધી અને મનન નિર્દોષ હોવાનું કહ્યું તેને આના વિશે કશીજ ખબર નહોતી ઇન્સપેક્ટર ઝાલાએ બાદમાં જણાવ્યું કે તેમણે કઈ રીતે રાગીણી ને પકડી હતી પોતે પોતાના માણસો ને રાગીણી મનન અને રાકેશ પાછળ ચોવીસ કલાક ગોઠવી દીધા હતા રાગીણી ની એન્ટી ડિપ્રેસન ની સારવાર ચાલુ હતી એ ક્લિનિક ના ડોક્ટર ની પૂછપરછ કરતા તેમને કહ્યું હતું કે રાગીણી પ્રેમમાં નિષ્ફળ રહી હતી તેની સારવાર ચાલુ છે અને રાગીણી ક્લિનિક માંથી બહાર નીકળી ને મનનને મળી હતી આથી ઝાલા ને બન્ને પર શક થયો હતો જે યોગાનુયોગ હતો રાગીણી ની જાણ બહાર તેના ઘર ની તપાસ કરવામાં આવી હતી જેમાં તેમને રાગીણી એ લીધેલી ચાવી ની છાપ વાળો સાબુ મળી આવ્યો હતો જે તેમને પુરાવા સ્વરૂપે રજૂ કર્યો હતો રાગીણી એ રાકેશ જયારે નાહવા ગયો હતો ત્યારે રંજન નું ધ્યાન ચૂકવી ને સાબુ પર ચાવી ની છાપ લીધી હતી અને મોકો મલ્યે રાકેશ ની લેબ માંથી ઝેર ચોરી કર્યું હતું જેથી રાકેશ ને માથે ઝેર આપ્યા નું ઢોળી શકાય જયારે રંજન ને ત્યાં બધા લંચ માટે મળ્યા હતા ત્યારે રાગીણી એ કોઈ બહાનું કરી રંજન ને કીચન ની બહાર મોકલી હતી અને ફ્રિજ માં રહેલી સોફ્ટડ્રિંક્સ ની બોટલ ની અદલાબદલી કરી હતી જે તેની સૌથી મોટી ભૂલ હતી કારણ સેમ્પલ તરીકે લેવામાં આવેલી બોટલ અને રાકેશે ખરીદેલી બોટલ નો બેચ નંબર જુદા હતા પોલીસે જ્યાંથી રાકેશે ખરીદી કરેલી એ સુપર માર્કેટ માં રહેલ સોફ્ટડ્રીંક્સ ની બોટલ ના સ્ટોક નો બેચ નંબર રાકેશ ના ઘરે થી લેવામાં આવેલ બોટલ કરતા અલગ હતો સુપર માર્કેટ ના સ્ટોર મેનેજરે ના સ્ટેટમેન્ટ મુજબ તેમને ત્યાં છેલ્લા પંદર દિવસમાં આવેલો સ્ટોક આજ બેચ નો હતો તે સિવાય કોઈ સ્ટોક ન હતો રાગીણી જે મેડિકલ સ્ટોર માંથી દવા ખરીદતી હતી ત્યાં તપાસ કરતા રાગીણી એ બોટલ ની ખરીદી ત્યાં થી કરી હોવાનું બહાર આવ્યુ હતું સામાન્ય રીતે મેડિલ સ્ટોર વાળા ને એવું યાદ રહેતું નથી પરંતુ રાગીણી તેમની નિયમિત ગ્રાહક હતી અને તેને મગાવેલી દવા અને સોફ્ટડ્રીંક્સ ની ડિલિવરી તાત્કાલિક આપવા ની હતી તે કારણે મેડિકલ સ્ટોર ના ડિલિવરી બોય ને આ યાદ રહી ગયું હતું અને આ વાત તેને પોલીસ ને જણાવી હતીઅને મેડિકલ સ્ટોરના સ્ટોક ની તપાસ કરતા જે બેચ નંબરહતો તે જ બેચ નંબર સેમ્પલ ની બોટલ પર હતો આમ ઇન્સપેક્ટર ઝાલા ને વધુ એક પુરાવો હાથ લાગ્યો હતો આમ રાગીણી ની પોલ પકડાઈ હતી મનન રાગીણી ને છેલ્લ્લા થોડા દિવસો માં બે થી ત્રણ વાર મળ્યો હતો તેથી પણ શંકા ના દાયરા માં હતો પરંતુ રાગીણી એ કબુલ્યું કે તેનો પ્રેમ એક તરફી હતો મનન ને એ વાત ની જાણ સુધ્ધાં નહતી પોતે મળેલી તક નો ફાયદો ઉઠાવ્યો હતો જેથી બધઓ જ દોષ રાકેશ ના માથે આવે અને પોતે મનન ની સહાનુભૂતિ મેળવી ને મનન ની થઈ જાય પરંતુ તે આખરે પકડાઈ ગઈ અને મનન ને કાયમ ને માટે ગુમાવી બેઠી….