Pratishodh - 7 in Gujarati Love Stories by Kalpesh Prajapati KP books and stories PDF | પ્રતિશોધ - ભાગ - 7

Featured Books
Categories
Share

પ્રતિશોધ - ભાગ - 7

                   " જી સર બોલો" મેવાડા એ કમિશનર નો ફોન ઉઠાવતા કહ્યું
                   " જી સર નહીં, મેવાડા તમારું કામ બોલવું જોઈએ તમે નહીં અને  કેટલે પહોંચી તમારી તપાસ કોઈ સુરાગ કે અપરાધી હાથ લાગ્યો કે નહીં કે પછી........" કમિશનર બોલતા અટક્યા
                  " ના સર" મેવાડા એ ટુંક મા જવાબ આપ્યો
                  " તો શું જખ મરાવો છો? મને લાગે છે તમે ખાલી મફતનો પગાર લો છો તમને કામ કરવાની ઈચ્છા જ નથી. બ્લડી ફૂલ, તમને લોકોને બીજાની ક્યાં પરવા જ છે. તમને તો તમારા પગારથી મતલબ છે. તમારી જોડે ફક્ત એક જ દિવસ બાકી છે જો તમે અપરાધીને નહી પકડ્યો તો યુ નો? યુ આર ડિસમિસ." મેવાડા ને ધમકાવતા કમિશનરે કહ્યું
                  આ સાંભળી મેવાડાનું લોહી ગરમ થઇ ગયું હતું જે કેસ માટે તેમણે આટલી બધી મહેનત કરી હતી છતાં જો કોઈ એમને આવી ખોટી રીતે ધમકાવે અને એ પણ જુઠ્ઠું બોલી તો શું હાલત થાય એ બાહોશ ઈન્સ્પેક્ટર ની અને કરે પણ શું જ્યારે આવા કેસમાં જ્યારે કોઈ મોટા માથા નો હાથ હોય.
                   "સર આ કમિશનર ને બોલતા શીખવાડવુ પડશે."તાવડે એ કમિશનર નો ફોન પુરો થતા મેવાડા ને કહ્યું
                   " તાવડે એતો સમય જ શીખવાડશે,આપણે તૈયારી કરો ધરે જવાની." મેવાડા એ નાંખી દીધેલા સ્વરે તાવડે ને કહ્યું
                   " પણ સર  તમે આટલી જલ્દી હાર માની લીધી." મેવાડા ની વાત સાંભળી તાવડે બોલ્યો
                   " તાવડે સમય સામે બધાને હારવું પડે છે. એતો નિયતિનો ખેલ છે. પોતાના કરેલા ખોટા કર્મો ને ભોગવવા જ પડે છે અને આપણાથી પણ થયાં જ હશે જેનું આ પરિણામ છે." મેવાડા તાવડે ને સમજાવતા બોલ્યા
                  " સર એતો સમય જ બતાવશે કે કોના કર્મો સારા છે અને કોના ખરાબ તમે ચિંતા ના કરશો." મેવાડા ને આશ્વાસન આપતા તાવડેએ કહ્યું
                      
                        ***************

                  " હેલ્લો કરન શું કરે છે?" ખુશીએ મને ફોન કરીને પુછ્યું 
                 " કઈ નહી" મે ખુશી ને ટુંક મા જવાબ આપ્યો
                 " મારે થોડુ કામ છે તો તુ મારી સાથે આવીશ?" ખુશીએ  મને પૂછ્યું
                 " હા કેમ નહીં એમાં પૂછવાનું હોય ગાંડી." મેં ખુશી ને જવાબ આપતા કહ્યું
                 " હા તો હું હમણાં જ તારા ઘરે આવું છું. " ખુશી બોલી    
                   ખુશી એ ફોન મુક્યો. હું ફટાફટ તૈયાર થયો હું ખુશીની રાહ જોતો હતો. થોડીવાર પછી ખુશી આવી ખુશી એ આજે ગ્રીન કલરનો ડ્રેસ પહેર્યો હતો જેમાં તે અત્યંત સુંદર લાગી રહી હતી. તેના વાળ ખુલ્લા રાખ્યા હતા જેમા થી એક અલગજ સુંવાસ આવતી હતી. તેની આંખોમાં એણે કાજળ નાંખી હતી જે મને વધુ સમોહીત કરતી હતી. તે મારી નજીક આવીને બોલી. 
                 " તૈયાર છે કરન તો જઈશું આપણે હવે."
                 " હા..... હા ચાલો" મે મારી જાતને સંભાળતા કહ્યું
                  અમે બંને ફર્યા પછી થાક લાગતાં બંને થોડો નાસ્તો કર્યો અમે એકબીજાને વારાફરતી પ્રેમથી ખવડાવતા. અમે એકબીજા ની આંખમાં આંખ પરોવીને બેસી રહ્યાં હતા. બસ આમજ આખુ જીવન ચાલે તો કેવી મજા આવે હું મનમાં વિચારતો હતો. પણ તકદીર મા શું લખ્યું છે એ  કોને ખબર મારા જીવન મા આ શક્ય બનશે. વિચારવાથીજ બધુ શક્ય હોત તો દુનિયા મા કોઈ દુઃખી ના હોત.
                    
                        ***************
               
                  " શું વાત છે તમે બન્ને આજ કાલ બહુ સાથે ફરો છો કઈ નવાજૂની હોય તો કહેજો." વિશાલે કહ્યું
                  " તારે જે સમજવું હોય એ સમજ." મે વિશાલ ને કહ્યું 
                  " કાલથી એક્ઝામસ ચાલુ થાય છે. તો બધાની તૈયારી કેવી છે." નીતા બોલી 
                  " કરન આજે સાંજે મારી સાથે ટાઇમ સ્પેન્ડ કરીશ." ખુશી એ મને પૂછ્યું
                  " હા ડીયર તારા માટે તો બધુ જ કરવા તૈયાર છું." મે ખુશીને જવાબ આપતા કહ્યું
                   બધા ઘરે જવા નીકળ્યા. હું અને ખુશી બંને ને સાથે નીકળ્યા આજે હું ખુશી જોડે જ ફરવાનો હતો. મારે ખુશી ને થોડો ટાઇમ આપવો હતો પ્રપોઝ કર્યો પછી એની સાથે વધુ ટાઇમ નીકાળી શક્યો નથી. અમે ધણી બધી જગ્યાએ ફર્યા મોજમસ્તી કરી પછી થાક્યા એટલે ઘરે જવા નીકળ્યા. ખુશી આજે ખૂબ જ ખુશ હતી કારણકે તેની સાથે ખૂબ જ ટાઈમ ફાળવ્યો હતો.

                      ******************

                 " સર એક ખરાબ ન્યુઝ છે. ફરી એક છોકરી ગુમ થઈ ગઈ છે."  તાવડેએ પોલીસ સ્ટેશનમાં પ્રવેશતા મેવાડા ને કહ્યું
                 " શું બકે છે તાવડે? આટલી બધી સ્ટ્રીક નાકાબંધી અને ચાંપતી નજર હોવા છતાં આ કેવી રીતે બને જરા સમજાવીસ મને અને આ વારદાત કઈ જગ્યાએ બની." ગુસ્સે થતા મેવાડા એ તાવડે  ને કહ્યું
                 " સર આ વાત મને નજીકની પોલીસ ચોકીથી જાણવા મળી આ છોકરી પણ જીમમાં ગઈ હતી અને પાછી નથી આવી આ વખતે પણ કોઈ સુરાગ નથી મળ્યો કે તે છોકરી કેવી રીતે કિડનેપ થઈ." તાવડેએ મેવાડા ને વિસ્તારથી જણાવ્યું
                   કંઇક તો કરવું પડશે આ મારી ઈજ્જત સવાલ છે. મારા હોવા છતાં આ વસ્તુ બને અને મારા હાથમાં કઈ જ ના લાગે એમાં પણ આ કમિશનર પાછળ પડી ગયો છે. કોણ કરી શકે કઈ રીતે પકડવો આને? કોઈ તો ભૂલ કરી હશે એને કે પછી મારું દિમાગ બંધ થઈ ગયું છે.
                " તાવડે..........  તાવડે." મેવાડા એ તાવડે ને બુમ પાડી
                " જી સર, બોલો શું થયું?" તાવડેએ હાજર થતા કહ્યું
                " કઈ નહિ તાવડે ચાલ આપણે જ તપાસ કરવા જઈએ." મેવાડા  એ તાવડે  ને કહ્યું અને બંને જણા તપાસ કરવા માટે નીકળ્યા. 

                          *****************

                   મને મારી જાત પર ગુસ્સો આવતો હતો મેં જે કર્યું હતું એના માટે મેં આજથી છ મહિના પહેલા કરેલી મારી એ ભૂલની મને સજા મળી રહી હતી અને મળવી જ જોઈએ. મને પહેલા લવ માં કોઈ જ ઈન્ટ્રસ્ટ નહોતો લવ એટલે શું એ જ નહોતી ખબર પણ જ્યારે થયો ત્યારે ખબર પડી કે લવ એટલે શું.
                  લવ એટલે શું? એ તો મને સમજાઈ ગયું હતું. અત્યારે લોકો જેને લવ કહે છે એતો માત્ર એક શારીરિક આકર્ષણ છે,  જે યુવાનીમાં થાય જ છે અને લોકો એને લવ કહે છે પણ ખરેખર તે લવ નથી એક શરીર સુખ છે. લવ એટલે તો બે વ્યક્તિના શરીરનું નહીં પણ બંનેના મનનું મિલન છે. જ્યારે બંને મનથી એક થાય છે ત્યારે જ સાચો લવ થાય છે ત્યારે જ બંને એકબીજાને વગર કહે સમજી શકે છે.   
                  જેને તમે દિલથી ચાહો એ વ્યક્તિ જ્યારે તમારી સમીપ હોય ત્યારે તમને આનંદ આવતો હોય જેની જોડે જીવવા માટે તમને આ જનમ તો શું સાતે જન્મ ઓછા લાગતા હોય બસ તમને એની જ ઘેલછા હોય તમારી પ્રિય જોડે વાત કરવા માત્ર થી તમારું મન પ્રફુલ્લિત થઇ જાય તો સમજો તમને લવ થયો છે જેનો આનંદ તમને સ્વર્ગ સમો બનાવી દેશે તમને તમારા જીવનનું દરેક સુખ મળી ગયું હોય એમ લાગતું હોય અને તમને એના સિવાય બીજી કોઈ વસ્તુ કે વ્યક્તિ ની ઈચ્છા ન હોય તો સમજો કે તમને સાચો લવ થયો છે.

                        ******************

                  " જી સરજી બોલીએ." રઘુ એ કોલ રિસીવ કરતા કહ્યું
                  " રઘુ કામ કહા તક પહુંચા?" સામે થી એક જાડો અવાજ રઘુના કાને પડયો
                  " જી સરજી આપ કા આધા કામ હો ગયા હે ઓર આધા જલ્દ હી હો જાયેગા." રઘુએ જવાબ આપ્યો
                  " બહુત અચ્છા રઘુ મુજે તુજસે રહી ઉમ્મીદ થઈ." સરજી એ ખુશ થતા રઘુને કહ્યું
                 " પર સરજી આપ યે સબ ક્યુ કર રહે હો?" રઘુએ સરજી ને પૂછ્યું
                 " ઉન સબકી વજહ સે મે બરબાદ હુઆ હુ ઇસ લીયે ઉનકો સબળ શીખાને કે લીયે યે સબ કર રહા હું." સરજી એ જવાબ આપ્યો
                 " વાહ સરજી આપને કયા દિમાગ પાયા હૈ."
                 " બસબસ અબ મખ્ખન મત લગા ઓર યે બતા કી તુને કોર્પોરેટર સે બાત કી કે નહી અપની કમ્પની કી જગહ કે બારે મે ઓર ઉસે મંજૂરી દિલાને કી." સરજી એ રઘુએ પુછ્યું
                 " જી સરજી બાત હો ગઈ હે ઓર જેકોબ ભી નીકલ ગયા હે વો 5 દિન મે યહા આ જાયેગા." રઘુએ સરજીને કહ્યું
    
 (ક્રમશઃ -)
       કોણ છે આ સરજી? એ શું કરવા માંગે છે? કરન અને ખુશી કેવી રીતે અલગ પડ્યા? શું બન્ને ફરી એક થશે? જાણવા માટે વાંચતા રહો.
  
નોંધ :-
          મિત્રો આપને મારી આ કહાની પસંદ આવી હોય તો રેટિંગ આપજો બને તો કોમેન્ટ પણ કરજો અને આપના મિત્રો કે સંબંધીને પણ વાંચવા માટે આગ્રહ કરજો.