lagn bhag-4 in Gujarati Love Stories by Kaushik books and stories PDF | લગ્ન - ભાગ ૪

The Author
Featured Books
Categories
Share

લગ્ન - ભાગ ૪


                      
                    
                      લગ્નનાં  બે દિવસ પહેલાં જ હું મનન નાં ઘરે પહોંચી ગ્યો.પહોંચવું જ પડેને કાકા આપણા ખાસ મિત્ર ના લગ્ન હતાં.એય ને આખો દિવસ વાતો ના ગપ્પા મારિયા 'ને પછી રાતે ભાગ્યા વાડીયે. વાડી ની મજા જ અલગ છે ને ગાંડા.સૂર્ય આથમવાની તૈયારી માં હતો.આખું વાતાવરણ જાણે કુદરત પણ મહેફિલ માં આવ્યો હોય એવું લાગતું હતું! ચીભળા ના વેલા બાજુ ગયાં અને ચીભળા ખાધાં.આ હા હા.. મોજ છૂટી ગઈ.થોડીક અલક-મલક ની વાતો કરી ત્યાં ઘરે થી વાળું(સાંજ નું ભોજન) આવ્યું વાહ!! એય ને હોંશે-હોંશે જમવાની મજા કેટલી અદભુત હતી.આજે તો કણ-કણ માં ઈશ્વર નાં દર્શન થતાં હતાં.સુર્યાસ્ત માં ઈશ્વર,ચીભળા માં ઈશ્વર,ગપ્પાં મારવાની મજા માં ઈશ્વર,વાળુ માં ઈશ્વર અને વાળુની સુંગધ માં ઈશ્વર.હવે તો અંધારું થઇ ગયું હતું.અમે તો જમીને ચાલવા નીકળયા.ઠંડી-ઠંડી પવન ની લહેરકી ઓ મનનાં વિચારોનાં ચક્ર ને ફેરવી નાખતી હતી,કંઈક અલગજ અહેસાસ નો અનુભવ!!  "ધીમે ચાલને" મનને મને કહ્યું. "અરે ભાઈ તને ખબર છે ઘણા બધા રોગ ઝેરી તત્વો ને લીધે થાય છે જે પાચનક્રિયા માં સંગ્રહાયેલા હોય છે.હવે તું ઝડપથી ચાલીશ ને તો પાચનક્રિયા ના અંગો આરામ અનુભવશે અને ઝેરી તત્વો સાફ થઇ જશે.જેનાં લીધે ડાયાબિટીસ,કેન્સર અને રક્તવાહીની કે હ્રદય ના રોગ થવાના ચાન્સ ઘટે છે" મેં કહ્યું.

                        "વાહ,મનનીયા જલસો પડી ગયો"મેં મનન ને કહ્યું(ઝાડ નીચે ખાટલા ઉપર સૂતાં સૂતાં). "એ જલસા વાળી, રાતે ઝાડ નીચે ના સુવાય તને ખબર નથી ટોપા?"મનને મને રમુજી ગુસ્સા સાથે કહ્યું."કેમ?"મેં કહ્યું."એ મને નથી ખબર મારાં દાદા એ મને કીધું અને હંમેશા ઉગમણી કે આથમણી દિશા બાજુજ માથું રાખીને સુવાય"મનને મને ટોકતાં કહ્યું.કેમ કે ઝાડ રાત્રે ઓક્સિજન શ્વાસ માં લે છે અને કાર્બન ડાયોક્ષાઇડ ઉશ્વાસ માં કાઢે છે અને વૃક્ષો જે રાતે ઓક્સિજન લે છે એનું પ્રમાણ બહુ હોય છે.આખા ચોવીસ કલાક નાં અંતે ઓક્સીજન આપવાનું પ્રમાણ જ વધારે હોય છે એટલે વૃક્ષો તો વાવવા જ જોઈએ અને રાતે ઝાડ નીચે નાં સુવું જોઈએ સિવાય કે પીપળો.પીપળો આમ કોઈ કામનો નથી ન કોઈ ફળ આપે કે ન કામ આવે એનું લાકડું.છતાંય આપણાં પૂર્વજો એ પીપળા ને વિશેષ મહત્વ આપ્યું છે કેમ કે એ રાત-દિવસ ઓક્સીજન જ આપે છે અને રહી વાત કઈ દિશા માં માંથું રાખીને સુવું? હવે જો આપણે ઉતર તરફ માથું રાખી ને સુઇએ છીએ ત્યારે આપણું શરીર પૃથ્વી ના ચુંબકીય તરંગો ની સીધા માં આવી જાય છે અને આપણા શરીર માં રહેલ લોહ અર્થાત આયર્ન મગજ તરફ સંચારીત થવા લાગે છે તેના લીધે પરકિશન,અલજઇમર કે મગજ જેવી બીમારી થવાં નો ભય રહે છે એટલું જ નહિ લોહી નું દબાણ પણ વધી જાય છે.બસ આટલું કહ્યું ત્યાં તો એ નકોરાં ઢસડાવા લાગ્યો ખી ખી ખી ખી..

                              ટેહુક... ટેહુક.. થી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું."ઉઠેય કવા(કૌશિક),લે ખાઈ લે ઉભો થા લે ખાઈ લે "મનને મને હસતાં-હસતાં રેવા ની એક્ટિંગ કરતાં લીંમડા નું દાતણ આપતાં કહ્યું. મનને પણ તત્વમસી પરથી બનેલી ફિલ્મ રેવા જોઈ લાગે છે .કેમ કે જ્યારે રેવા એ ચેતન ધનાનીને મકાઈ નો ડોડો આપતાં આવી જ રીતે કહ્યું હતું,"લે ખાઈ લે ઉભો થા લે ખાઈ લે".અને મેં રેવા ટીમ ને રીવ્યુ પણ મોકલ્યું હતું જેણે પછી એમને પબ્લીશ પણ કર્યું હતું  જે છે, 

રેવા...
ખરેખર અદભુત !!!
એઝ અ ભારતીય રેવા જોવા જોવી છે.
જો થોડોક સહયોગ આપીશું તો આવતી પેઢી માટે એવેન્જર્સ બહાર થી નહીં લેવા જવી પડે અંદર જ મળી રહેશે.

                    એ પછી અમે લીમડા નું દાતણ કર્યું એકદમ આયુર્વેદિક અને એમાંય ઘણાં ફાયદા.લાઈક લોહી શુદ્ધ થાય,પાચન તંત્ર કોઈ ને ખોટવાય ગયું હોય તો એનાં માટે પણ ઉત્તમ ખી ખી, દાંત ના બેક્ટેરિયા ને મારી નાખે ,ડાયાબિટીસ ના દર્દી માટે ઉત્તમમાં ઉત્તમ.હવે તો અમેરિકા વાળા એ પણ અપનાવી લીધું છે મોટા પાયે.

                            પછી અમે ઘરે જવા નીકળ્યાં.ગામમાં પહોચતાં જ ગાયો-ભેંસો ચરવા માટે જતી હતી.ખેડૂતો ખેતરે જવા ની તૈયારી કરતાં હતાં. બળદો ના મોં એ બાંધેલી ઘૂઘરિયું નો અવાજ જાણે આખા વાતાવરણને કંઈક અલગ જ રણકાર આપતો હતો.છાસ માંથી માખણ બનાવવા માટે વલોણાં નો અવાજ જાણે સવારને ન બોલાવતો હોય!!

                            ઘર નો ગેઇટ ખોલ્યો ત્યાં તો અલગ જ ચિત્ર હતું.છોકરાંઓ ચિચિયારીઓ કરતાં-કરતાં આસોપાલવ ના તોરણ બનાવતાં હતાં.તો કેટલાંક છોકરાં ઓ દરેક બારણાં ઉપર આસોપાલવ નાં તોરણ બાંધતા હતાં.આસોપાલવનાં પાનના તોરણ એટલે બનાવે કેમ કે તેનાં પાન ને  આસોપાલવ નાં ઝાડ માંથી તોળિયે પછી એ ચોવીસ કલાક સુધી ઓક્સીઝન આપે જેથી ઘરે આવેલાં મહેમાનો ને ઓક્સીઝન ની અછત ને લીધે ગૂંગણામણ નો ભોગ ના બનવું પડે અને લગ્ન આનંદમય રહે સાથે સાથે ખર્ચો બચે જો કોઈ કોઈનો શ્વાસ બંધ થઇ ગયો તો ખી ખી.આખું વાતાવરણ મસ્ત ગુંજી ઉઠ્યું હતું અને પછી હું તો બધું નિહાળતો હતો ત્યાં એક ખૂણે થી જાણે એક મધુર અવાજ નો એક મનપસંદ તરંગ મારે કાને આવ્યો "કૌશિક...