આલીશાન હોટેલના ઓરડામાં પરોઢની મીઠી ઊંઘમાં મીઠા સપનાઓ જોવાઇ રહ્યા હતા. હોટેલની આસપાસ પેરિસ શહેરમાં પણ ખૂબ ઓછા વાહનો આ સમયે પસાર થઈ રહ્યા હતા.પુરી રાત એ.સી ચાલુ હોવાના કારણે ઓરડો થીજી ગયો હતો. માણસે આ વિચિત્ર યંત્રની શોધ શું કામ કરી હશે? ફક્ત અને ફક્ત પરેશાનીઓ માટે જ? હા,હું મોબાઈલની જ વાત કરું છું. ભલે મોબાઈલના કારણે વિશ્વ નાનું થઈ ગયું હોય, પણ તેના કારણે તકલીફો વધુ થાય છે. લોકો કોઈ પણ પ્રાકૃતિક જગ્યાએ જાય તો ત્યાનું સોંદર્ય ભૂલી સેલ્ફીઓ લેવામાં લાગી જાય છે. તેઓ પ્રકૃતિને કેમરમાં કેદ કરવા તો જાય છે, પણ પ્રકૃતિના સોંદર્યનું આનંદ કેદ કરવાનું ચુકાઈ જાય છે.તેના ફાયદો કરતા નુકસાન વધારે હોય છે.આર્યનના ફોનની રિંગ રણકી ઉઠે છે. મીઠી ઊંઘમાં આર્યન બ્લેન્કેટની અંદરથી જ હાથ હળવેકથી બહાર કાઢી, ફોન કટ કરી દે છે,પણ ફરીથી ફોન રણકી ઉઠે છે.
"બે કોણ છે.....**** સવાર સવારમાં" કટાઈમે ફોન આવતા કોઈ ના પણ મોઢે આવા જ શ્લોક નીકળે!
બગાસાઓ ખાતા, અર્ધ ખુલી આંખે તે ફોન તરફ વધ્યો... અને બબડયો " આવું છું **** આવું છું." શાંત વાતાવરણમાં ફોનની ધ્વનિનો કર્કશ અવાજ આર્યનને ઇરિટેટ કરતો હતો.
ફોન ઇન્ડિયાથી હતો... નંબર અજાણ્યો હતા. ફોન રીસીવ કરવો ન કરવો? તે મથામણમાં ફોન કટ થઈ ગયો... સ્ક્રિન પર તેર મિસ્કોલ હતા.પેરિસમાં સમય થયો હતો. ૪:૧૮ એટલે ઇન્ડિયામાં સમયથી ૩.૩૦ કલાક જેવું પાછળ, તે મનમાં ગણતરીઓ કરી રહ્યો હતો. ત્યાં ફરી તે નંબરથી ફોન આવ્યો...
"હેલ્લો... બોસ... રાજ.... બોલું છું રાજ..." તેના અવાજમાં કંપન હતી.
"કાલે આપણા ત્યાં પોલીસ આવી હતી. તમને શોધી રહી છે. કઈક ગડબડ છે."
"અને તું ક્યાં છો, તું ઠીક તો છે ને?"
"હું તો ત્યાંથી જેમ તેમ નીકળી ગયો, પણ રવિને પોલીસ સાથે લઈ ગઈ છે.મને ડર છે તે તમારી વિશે કઈ બકી ના દે..."
"ચિલ.. કઈ નહિ થાય મને"
"બોસ હું કહું ત્યાં સુધી ઇન્ડિયા ન આવતા, આ વખતે...." વાક્ય અધૂરું રહી ગયો, સામે છેડેથી અવાજ આવતો બંધ થઈ ગયો હતો. આર્યને ફરી ફોન જોડવાની કોશિશ કરી, પણ ફોન સ્વીચ ઓફ આવી રહ્યો હતો..
★
ગયા મહિને મુંબઈના ખાનગી પોર્ટમાં ગોલ્ડથી ભરેલું કન્ટેનર મળ્યું હતું. જેમાં મુંબઇ પોલીસે આજે મોટો હાથ માર્યો હતો. તેમણે આર્યનના કન્ટેનર યાર્ડમાંથી તેની ઓફિસમાંથી ફોન,લેપટોપ મળ્યા હતા તો ત્યાં જ મૂર્છિત અવસ્થામાં રવિને પોલીસે હોસ્પિટલમાં સારવાર માટે મુક્યો! પણ રવિ હોશમાં નોહતો આવી રહ્યો! તેના હાથનો એક અંગુઠો નોખો થઈ ગયો હતો.તેના શરીરમાં વિવિધ જગ્યાએ ઉંડા ઘાવના નિશાનો હતા. તેના માથાના અને આંખના ભાગથી પણ લોહી વહી રહ્યું હતું. તે જોઈને સી.બી.આઈ ઓફિસર જેવાં શાંત માણસ પણ ભડકી ગયા...." ક્યાં જતી રહી છે માનવતા ?એક માણસ, માણસની સાથે જ આટલી હેવાનીયતથી કેવી રીતે વર્તી શકે, આ જે કોઈનું પણ કામ હશે, હું તેને એટલો કષ્ટ આપીશ કે બીજી વખત આવું કરતા પહેલા હજાર વાર વિચારવું પડે..." પટેલ સાહેબના અવાજમાં ગુસ્સો હતો.
"સાહેબ તેના પોકેટમાંથી કઈ જ નથી મળ્યું..." સબ ઇન્સ્પેક્ટર વાઘમારે કહ્યું.
"આ મોબાઈલ ફોન, અને લેપટોપનો પાસવર્ડ ખોલવા માટે કોઈ એકસપર્ટને બોલાવી લેજો... તું જાઉં શક્તોસ(તું જઇ શકે છે.)"
આ છોકરો કોણ હશે! અહીં શુ કરતો હશે? કેમ તેને ગોંધી રાખ્યો હશે? શુ તે પણ કોઈ ગેંગ સાથે સંડોવાયેલો હશે? હવે તો તે હોશમાં આવે તેની જ રાહ જોવી રહ્યી. આ વખતે તો, કોઈને નથી મુકવા, ભલે તેની પાછળ ગમે તેટતો મોટો રાજકીય હાથ ન હોય..
એક મહિના પહેલાં મુંબઈમાં બનેલી આ ઘટનાનો કોઈ સુરાગ નોહતો મળતો, જેથી સી.બી.આઇ ઓફિસર અને તેમની ટીમ સાથે મળી કામ કરી રહી હતી.જેના સંયુક્ત મિશનના કારણે જ આટલી મોટી સફળતા મળી હતી પણ હજુ ગુનેગારો ફરાર હતા.આ કેસની લાગતી અહમ કડીઓ મળી હતી. પાયા ખોદાઇ ચુક્યા હતા. હવે ધીમેધીમે પટેલ સાહેબ તેની પર બાંધકામ કરવા માંગતા હતા.
★
"સાહેબ ઉદયપુર શહેરમાં ટોટલ, ૪૩ જણાઓ પાસે બ્લેક કલરની સ્કોડા ગાડી છે. તે તમામ લોકોના નામ, નંબર અને સરનામાં અહીં છે. આપણે બધાને પોલીસ સ્ટેશનમાં બોલાવી લઈને પૂછપરછ કરી લઈએ" જાધવે કહ્યું.
"બહુ ઉતાવળો, બહુ.... આપણે કોઈને પોલીસ સ્ટેશનમાં નહિ બોલાવીએ, નહિતર જે કીડનેપર હશે, તેને શક જશે કે તેઓને આપણે શોધી રહ્યા છીએ." સિંઘે કહ્યું.
"સા'બ પણ આ બ્લેક સ્કોડાવાળો જ કિડનેપર છે. તે કેમ માનવું?"
" કેમ કે જ્યાં જ્યાં, કિડનેપિંગ થયું છે ત્યાં ત્યાં આ કાર નીકળી છે."
"સા'બ પણ આપણે તો પહેલી ફૂટેજમાં જ આ ગાડી જોઈ છે."
"જાધવ પહેલી ફુટેજમાં તે વેન નીકળી ત્યારે જ નીકળી હતી. પણ બીજી કિડનેપિગ થઈ ત્યારે તે ગાડી, બે કે અઢી કલાકના સમય પછી નીકળી હતી."
"બે અઢી કલાક? એટલા સમય તે કિડનેપિંગ કરી, તે જ જગ્યાએ કઈ રીતે ઊભા રહી શકે? અને આપણે તો કિડનેપિંગ થયું તેની માહિતી મળ્યાના અડધા એક કલાકમાં ત્યાં હતા.આ એક સંયોગ પણ હોઈ શકે છે ને?" જાધવે કહ્યું.
આપણે તરત માહિતી પણ ક્યાં મળી હતી. હોટેલ ઈન્જોયમાંથી આપણેને પેહલા ફોન આવ્યો, જ્યાં સંદીપ રહેતો હતો. તેણે કહ્યું મિસ્ટર સંદીપ ગઈ રાતથી પાછા આવ્યા નથી, તેનો તમામ સમાન પણ અહીં જ છે. એટલે આપણે તપાસ કરવા માટે નીકળ્યા, તે જ દિવસે ચેતન જે હોટેલમાં રોકાણો હતો.હોટેલ બ્લુમાંથી પણ ફોન આવ્યો એને તેને પણ તેવું જ કહ્યું.
★
"ભુરિયા, ઇન્ડિયામાં કાંઈ ગડબડ થઈ છે. મને આજે સવારના રાજનો ફોન હતો."
"ગડબડ, શુ ગડબડ?" કહેતા તે એકીટશે, અપલક છત ઉપર જોઈને કઈ વિચારી રહ્યો હતો..
"ભુરિયા...ભુરિયા... શુ થયું?"
"હનન હનનન, આર્યન" તેના અવાજમાં કંપન હતું..
"ઇન્ડિયાથી રવિનો ફોન હતો. કહેતો તો પોલીસ આપણા ઠેકાણે પોહચી ગઈ છે. આપણા લેપટોપ, ફોન બધું લઈ ગયા છે."
જાણે હાશકારો થયો હોય, તેમ ભુરિયો બોલ્યો... "અચ્છા, પુલીસ આપણા અડ્ડા પર ગઈ હતી."
"તો તને શું લાગ્યું?"
"મને કંઈ નથી લાગ્યું આર્યન, પણ હું એમ કહું છું. આ લોકોને ખબર ન પડવી જોઈએ ઇન્ડિયામાં આવું કઈ થયુ છે. નહિતર આ લોકો ડીલ કેન્સલ કરી દેશે. આપણે અહીંથી થોડા સમય માટે યુગાન્ડા ચાલ્યા જઈએ..."
"યુગાન્ડા?, આપણે અહીંથી યુગાન્ડા જવા નિકળીશું તો તે લોકોને શક જશે!" આર્યને કહ્યુ.
"નહિ જાય, મારી પાસે પ્લાન છે.આપણી ટિકિટ ભલે ઇન્ડિયાની કરાવી છે તેને, પણ ફલાઈટ આપણી દુબઈ થઈને જશે, ત્યાંથી આપણે યુગાન્ડા. ત્યાં મારા ઘણા મિત્રો છે. આપણે સેફ રહેશું.. એમ પણ ઇન્ડિયાનો યુગાન્ડા સરકાર સાથે એવી કોઈ સંધિ નથી ,ના ઇન્ડિયાના યુગાન્ડા સાથે મજબૂત સંબધ, જેથી કદાચ ભારત સરકારને ખબર પડી કે આપણે અહીં છીએ, તો પણ આપણું કઈ નહિ ઉખાડી શકે...."
"ઠીક છે.... પણ ઇન્ડિયામાં એવું તે શું થયું કે પોલીસ આપણે ત્યાં પોહચી ગઈ! રાજનું શુ થયું હશે? ફોન કેમ બંધ બતાવે છે...?"
ક્રમશ