અનામિકા
કહાની એક ડાકણ ની
( 4 )
દેવીકૃપા ફાર્મહાઉસ પર થયેલાં હત્યાકાંડ માં બચેલી યુવતી નું મૃત્યુ થતાં એનું પોસ્ટમોર્ટમ કરાવવા પોલીસ ની ટીમ દ્વારા વસંત શાહ નામનાં વ્યક્તિ નાં મેડિકલ સેન્ટરમાં જઈને આજે રાતે જ એ યુવતી નું પોસ્ટમોર્ટમ કરવાનું કહેવામાં આવે છે..યુવતી નાં શરીર પર કોઈ ઈજાનું નિશાન હોતું નથી.એનાં શરીરનાં એક્સરે માં પણ એની મોત વિશે કંઈ વધુ માહિતી મળતી નથી.એ યુવતી ની કપાયેલી જીભ જોઈને રાજવીર અને ત્યાં હાજર દરેક વિચારમાં પડી જાય છે...હવે વાંચો આગળ..
રેડિયો માં અચાનક સોંગ ચાલુ થઈ જતાં ત્યાં અનામિકા ની બોડી જોડે ઉભેલ દરેક વ્યક્તિ ચોંકી જાય છે..લવ ફટાફટ જઈને એ રેડિયો ને ઓફ કરે છે અને પાછો એ બધાં જોડે આવીને ઉભો રહે છે.
"આ રેડિયો જૂનો છે..એટલે કંઈક ગરબડ ઉભી થતાં એમાં સોંગ વાગવા લાગ્યું હશે.."લવે બધાંની તરફ જોઈને કહ્યું.
"પણ વસંતભાઈ એક વાત તો છે..આ યુવતી એટલે કે અનામિકા ની મોત નું રહસ્ય વધુ ઘેરું થતું જાય છે..જો આ યુવતી બોલી જ નહોતી શકતી તો અમને ત્યાં મદદ માટે બોલાવનાર કોણ હતું..?આ સવાલ નો જવાબ તો ખેર પછી જ મળવાનો પણ હવે પોસ્ટમોર્ટમની આગળની વિધિ શરૂ કરો.."રાજવીરે એકસાથે સવાલ અને આદેશ બંને સાથે કહી દીધાં.
"ઈન્સ્પેકટર હવે આગળ ની પ્રોસેસમાં તો બોડી કટ કરવી પડશે..એટલે એ થોડું ખરાબ લાગશે..જો તમને આ બધું ઘીન આવે એવું લાગતું હોય તો તમે પહેલાં જ્યાં હતાં ત્યાં બેસી શકો છો.."વસંતભાઈ એ કહ્યું.
"નો ડોકટર..you will proceed.. હું અહીં જ બાજુ માં ઉભો છું..ગોપાલ તું અને રાજવીર ત્યાં જઈને બેસો.."રાજવીરે કહ્યું.
રાજવીર ની વાત સાંભળી જયદીપ અને ગોપાલ જઈને પહેલાં જ્યાં બેઠાં હતાં ત્યાં જ લેબ ની કોર્નર પર રાખેલી ખુરશીમાં જઈને બેસી ગયાં.વસંતભાઈ એ પણ એક સ્કેલેપલ(એક પ્રકાર નાં કટર ટાઈપ નું ટુલ જે મોટેભાગે પોસ્ટમોર્ટમ વખતે યુઝ થતું હોય છે.)હાથમાં લીધું અને આગળ ની વિધિ માટે પોતાની જાતને તૈયાર કરી.
***
"લવ તું અત્યારે કંઈપણ કરતો નહીં.. બસ હું જે કરું એમાં ધ્યાન આપ અને હું જે ટુલ માંગુ એ મને આપતો જા.."લવે MBBS નાં અભ્યાસ વખતે આવું કટીંગ કરેલું તો હોય..પણ આ એક પોલીસ કેસ હોવાથી નાની સરખી પણ ચુક થાય એવું ના ઇચ્છતાં વસંતભાઈ એ લવ ને કહ્યું.
વસંતભાઈ એ આવું કેમ કહ્યું એ લવ સમજી ગયો અને પોતાનાં પિતાની વાત પર એને ફક્ત "OK" કહ્યું.
રાજવીર નું ધ્યાન પણ અત્યારે વસંતભાઈ એ પકડેલાં સ્કેલેપલ વાળા હાથ પર સ્થિર હતું..વસંત ભાઈ એ સ્કેલેપલ ની નિડલ ને એ યુવતી નાં વક્ષ સ્થળ બિલકુલ નીચે થી અંદર ઘુસેડી ને એને નીચે ની તરફ સરકાવી દીધી..નિડલ ની ધાર ની સાથે સાથે પેટમાં કટ પડતો ગયો અને એમાંથી નીકળતું લોહી પેટ અને સ્કેલેપલ ની નિડલ પર દેખાવા લાગ્યું.
ધીરે ધીરે વસંતભાઈ એ સ્કેલેપલ વડે અનામિકા નામની એ યુવતી નાં ઉદર પ્રદેશ નો ભાગ ચીરી નાંખ્યો..અને પછી એને સ્કિન ને ખસેડી અંદરનું માંસ દૂર કરી અંદર નાં અવયવો જેવાં કે કિડની, હૃદય, પિત્તાશય, આંતરડાં દ્રશ્યમાન થઈ શકે એવી સગવડ કરી.
પેટનાં આંતરીક અવયવો તરફ નજર કરતાં વસંતભાઈ નું મગજ ચકરાવે ચડી ગયું..જેમ જેમ વસંતભાઈ એ પોતાનાં હાથ વડે એ મૃત યુવતીની અંદરના અવયવો પરથી લોહી અને માંસ નો ભાગ દૂર કરી બધાં આંતરિક અવયવો જેવાં કે કિડની, આંતરડાં અને પિત્તાશય નું નિરીક્ષણ કર્યું તો એમની હાલત કાપો તો લોહી ના નીકળે એવી થઈ ગઈ.
લેબ માં ફૂલ AC હોવાં છતાં પણ વસંતભાઈ ને કપાળે પરસેવો વળી ગયો હતો..એ જોઈ લવ અને રાજવીર બંને થોડાં ચિંતિત થઈ ગયાં.
"ડોકટર...મને લાગે છે કંઈક ગરબડ છે.."રાજવીરે કહ્યું.
"ઈન્સ્પેકટર.. મેં અત્યાર સુધી હજારો પોસ્ટમોર્ટમ કર્યા છે, ઘણી વિકૃત લાશો જોઈ છે..આખી બોડી કચડાઈ ગઈ હોય અને શરીર ને નામે માંસનાં લોચા હોય એવી ડેડબોડી ની પણ મેં ઍટોપ્સી કરેલી છે..પણ અત્યારે જે વસ્તુ મેં જોઈ એ આજસુધી ક્યારેય જોઈ નથી.."રાજવીર અને લવ ની તરફ વારાફરથી જોઈ ડોકટર વસંતભાઈ એ કહ્યું.
"ઓહ..એવું તો શું મળ્યું તમને કે તમે આવું કહી રહ્યાં છો..?"રાજવીરે પૂછ્યું.
"હું કહું એનાં કરતાં તમે આવીને જોઈ લો એમાં જ સારું રહેશે.."વસંતભાઈ એ રાજવીર ને ઉદ્દેશીને કહ્યું..અને સાથે ઈશારાથી લવ ને પણ રાજવીર ની સાથે એ યુવતીની પેટ નો આંતરિક ભાગ જોવા જણાવ્યું.
રાજવીર જોડે ઉભો હતો અને લવે સ્કેલેપન વડે બીજું માંસ દૂર કરી અંદર નાં અવયવો પર નજર નાંખી..અંદર નાં અવયવો ની સ્થિતિ જોઈને લવ અને રાજવીર ની દશા પણ ડોકટર વસંત જેવી થઈ ગઈ હતી.એમને પણ આવું કઈ રીતે હોઈ શકે એ પ્રશ્ન સતાવી રહ્યો હતો.
"જોઈ લીધું..હું કેમ એ રીતે રીએક્ટ કરી રહ્યો હતો.."લવ અને રાજવીર ને ઉદ્દેશીને વસંતભાઈ એ કહ્યું.
"પણ ડોકટર આવું કઈ રીતે શક્ય છે..આ યુવતી ની બોડી ની ઉપર તો કોઈપણ પ્રકાર નું સળગવાનું નિશાન નથી..સળગવાનું તો દૂર થોડું ઘણું દાઝવાનું પણ ચિહ્ન નથી..તો પછી અંદર.."રાજવીર આશ્ચર્ય સાથે બોલ્યો.
રાજવીરનો અવાજ સાંભળી જયદીપ અને ગોપાલ પણ પોતાની જગ્યાથી ઉભાં થઈ એ યુવતી ની બોડી નું જ્યાં પોસ્ટમોર્ટમ થતું હતું ત્યાં આવીને ઉભાં રહ્યાં.. જયદીપ તો હિંમત વાળો હતો પણ ગોપાલ થોડો ગભરુ હતો છતાં પણ હિંમત કરી એને જયદીપ ની સાથે એ યુવતી નાં ચિરાયેલાં પેટ ની અંદર નો નજારો જોયો..એમની હાલત પણ એ જોતા રાજવીર ની જેવી થઈ ગઈ.
"ઈન્સ્પેકટર રાજવીર હું પણ એજ વિચારું છું કે આ યુવતી ની ત્વચાની બહારની ભાગ પર સહેજ પણ દાઝવાનું નિશાન નથી તો કિડની, આંતરડાં, પિત્તાશય બધું કેમ સળગી ગયું હોય એવું લાગે છે..કોઈ વ્યક્તિ બહારથી સળગી જાય પણ અંદર બધાં અવયવો એવાં જ મળે..પણ મેં એવું જોયું કે સાંભળ્યું નથી કે કોઈ વ્યક્તિની અંદર નાં અવયવો સળગી જાય અને બહાર કોઈપણ પ્રકારનું સળગવાનું નિશાન હોય જ નહીં.."એ યુવતી ની પેટની અંદરનાં અવયવોની સ્થિતિ જોઈ વસંતભાઈ એ કહ્યું.
"પપ્પા, આવો કોઈ કેસ મેડિકલ સ્ટડી માં પણ મારી ધ્યાનમાં નથી આવ્યો..ક્યાંક આવી કોઈ ડેડબોડી મળી હોય એવું મને જ્ઞાત નથી કે મારી જાણકારી માં નથી.."લવે વસંતભાઈ ની તરફ જોઈને કહ્યું.
"સાહેબ મને લાગે છે આ કોઈ ચુડેલે કર્યું હોવું જોઈએ.."રાજવીરનાં કાન માં ધીરે થી ગોપાલ બોલ્યો.
ગોપાલ ની વાત ત્યાં હાજર દરેકે સાંભળી લીધી..એની વાત પર હસવું કે ડરવું એ ત્યાં હાજર કોઈ વ્યક્તિ ને સમજાઈ નહોતું રહ્યું..રાજવીરે આંખો પહોળી કરી ગોપાલ ને ચૂપ થઈ જવા કહ્યું.
ગોપાલ ચૂપ તો થઈ ગયો પણ ત્યાં હાજર દરેકનાં મનમાં એક સવાલ જરૂર મુકતો ગયો.
***
"ડોકટર સાહેબ તમને શું લાગે છે..આ બધું થવાનું કોઈ સચોટ કારણ..?"રાજવીરે વસંતભાઈ ને પૂછ્યું.
"સાહેબ..કહ્યું તો ખરું આવું મારાં મેડિકલ લાઈફનાં ઈતિહાસ માં ક્યારેય નથી જોયું.."વસંતભાઈ એ જણાવ્યું.
આ બધી વાતચીત દરમિયાન લવ હજુપણ સ્કેલેપન વડે એ યુવતીનાં આંતરિક અવયવો નું નિરીક્ષણ કરી રહ્યો હતો..અચાનક લવ ની નજરમાં કંઈક આવતાં એને જોરથી કહ્યું.
"પપ્પા અહીં આવો.. અહીં કંઈક છે.."
લવ ની વાત સાંભળી દરેકનું ધ્યાન એની તરફ દોરવાયું..અને વસંતભાઈ ઉતાવળાં પગલે એની તરફ વધ્યાં અને લવ ની જોડે ઉભાં રહી પૂછ્યું.
"શું છે લવ..?"
"અહીં આંતરડા ની અંદર કંઈક છે..કોઈ કાગળ કે કપડાં જેવું.."સ્કેલેપન વડે એ યુવતીનાં આંતરડા ને થોડાં પહોળા કરી એમાં છુપાયેલી કોઈ વસ્તુ તરફ વસંતભાઈ નું ધ્યાન દોરતાં લવ બોલ્યો.
"હા કંઈક તો છે..તું એમજ પકડી રાખજે..હું સાચવીને એ વસ્તુ બહાર કાઢી લઉં.."આટલું કહી વસંતભાઈ એ એક ચિપીયો લઈ આંતરડા નીચે રહેલી એ વસ્તુ ને બહાર કાઢી.
વસંતભાઈ એ બહાર કાઢેલી વસ્તુ પર અત્યારે લેબ માં હાજર દરેક વ્યક્તિનું ધ્યાન કેન્દ્રિત હતું..એ વસ્તુ એક કાપડ ની વાળેલી ગડી હતી..એક કોટન નો સ્પિરિટ વાળો ટુકડો લઈ વસંતભાઈ એ કાપડ ની એ ગડી ને પહેલાં વ્યવસ્થિત સાફ કરી અને પછી એને ખોલી..ખોલતાં જ એક વસ્તુ ગબડીને ટેબલની નીચે પડી ગઈ.
નીચે પડેલી એ વસ્તુને લવે નીચા નમી તાત્કાલિક પોતાનાં હાથમાં લઈ લીધી..એ વસ્તુ એક દાંત હતો.
"પિતાજી મને લાગે છે આ દાંત આ યુવતી નો જ છે..આપણે જ્યારે એનાં મોં નું એક્ઝેમાઇન કર્યું ત્યારે આ મૃત યુવતી ની એક દાઢ મિસિંગ હતી.."લવે પોતાની હાથમાં રહેલો દાંત આમ-તેમ ફેરવીને નિરખતાં નિરખતાં કહ્યું.
"હા..મને પણ એવું જ લાગે છે..પણ આ દાંત ને આ કપડામાં રાખી આ યુવતી ની અંદર એનાં પેટમાં છુપાવવાનું કારણ મને હજુ સમજાતું નથી.."આ બધી વસ્તુઓ વસંતભાઈ ને વિચિત્ર લાગી રહી હતી.
"આ બધું કોઈ આવનારી ભયાનક વાત ની એંધાણી છે..આ પોસ્ટમોર્ટમ અહીં જ રોકી દો.."ગોપાલ અત્યારે બહુ ખરાબ રીતે ડરી ગયો હોય એમ એની વાત પરથી સાફ સાફ સમજાઈ રહ્યું હતું.
"ગોપાલ, મહેરબાની કરીને તું ચૂપ થઈશ..ડોકટર ને એમનું કામ કરવા દે.."ગોપાલ ની વાત સાંભળી ગુસ્સેથી રાજવીરે એને ચૂપ કરાવતાં કહ્યું.
"સારું તો હું અહીં ઉભો નહીં રહું..સાહેબ સાચું કહું મને કંઈક અનહોની બનવાના સંકેત મળી રહ્યાં છે.."આટલું કહી ગોપાલ એ યુવતી ને જ્યાં રખાઈ હતી ત્યાંથી દૂર પાછો પહેલાં હતો એ ખુરશી પર જઈને બેઠો.
"ડોકટર..તમે એ કપડાંનાં ટુકડા પર લખેલું છે એ વાંચો.."રાજવીરે વસંતભાઈ તરફ જોઈને કહ્યું.
રાજવીર ની વાત સાંભળી વસંતભાઈ એ એ કપડાં નો ટુકડો હાથમાં લઈ એની અંદર લખેલું વાંચવાનો પ્રયાસ કર્યો..પણ અંદર નું લખેલું સમજાઈ નહોતું રહ્યું..એમને અચાનક લવ ને એક અરીસો લાવવા કહ્યું.
લવ તરત જ લેબ ની અંદરનાં કેબિનમાંથી એક મીરર લઈને આવ્યો અને વસંતભાઈ ને આપ્યો..વસંતભાઈ એ કપડાંનો ટુકડો એ મીરર ની સામે રાખ્યો તો એની અંદરના શબ્દો હવે સાફ સાફ દેખાઈ રહયાં હતાં.
"અવધ ડાયન પરીક્ષણ"કપડાં નાં ટુકડામાં રહેલાં પહેલાં શબ્દો વાંચતાં વસંતભાઈ બોલ્યાં.
"અવધ ડાયન પરીક્ષણ" ત્યાંહાજર બધાં વસંતભાઈ ની વાત સાંભળી એકસાથે બોલી ઉઠયાં.
એ લોકો નાં આટલું બોલતાં ની સાથે આખા લેબ ની લાઈટ ચાલુ બંધ થવા લાગી..અને અચાનક બધી લાઈટ બંધ થઈ ગઈ..આ સાથે જ એક જોરદાર પવન રૂમ માં આવ્યો જેનાંથી વસંતભાઈ નાં હાથમાંથી કપડાં નો ટુકડો ઉડી ગયો..આ બધી વસ્તુઓથી રૂમ માં હો હા થઈ ગઈ.
"લવ બેકઅપ લાઈટ ઓન કર..મને લાગે છે બહાર પવન વધુ છે એટલે પાવર કટ થઈ ગયો હોવો જોઈએ.."વસંતભાઈ એ મોટેથી લવ ને ઉદ્દેશીને કહ્યું.
"Ok.. પપ્પા.."આટલું કહી લવે પોતાની મોબાઈલ ની ફ્લેશ લાઈટ ઓન કરી અને કેબિન ની બહાર રાખેલ જનરેટર ને ચાલુ કરી લેબ ની લાઈટ પુનઃ ચાલુ કરી.
લાઈટ ઓન થતાં ની સાથે બધાંને થોડી હાશ થઈ..આમ પણ ડર અંધારાનો હોય છે.
વસંતભાઈ ને લાઈટ ઓન થતાં હાશ થઈ પણ જેવી એમની નજર લેબમાં રાખેલાં અન્ય સ્ટ્રેચર પર પડી એવી જ એમની આંખો ફાટીને ફાટી રહી ગઈ.
"લવ બીજી પોસ્ટમોર્ટમ માટે આવેલી લાશો ગાયબ છે.."વસંતભાઈ એ ખૂબ ઉંચા અવાજે કહ્યું.
વસંતભાઈ ની વાત સાંભળી ત્યાં હાજર દરેકે ચમકીને એ યુવતી ની બાજુનાં સ્ટ્રેચર પર નજર કરી તો સાચે જ ત્યાં કોઈ લાશ મોજુદ નહોતી.જ્યારે લાઈટ ઓફ થઈ પહેલાં તો ત્યાં ત્રણેય લાશ પડી હતી.
આખરે આ બધી લાશો આટલી વારમાં ગાયબ ક્યાં થઈ ગઈ હશે? એ વિચારી ત્યાં હાજર દરેક અત્યારે માથું ખંજવાળી રહ્યો હતો.
કોઈ કંઈ બોલે કે કંઈ હરકતમાં આવે એ પહેલાં જ અચાનક રેડિયો ઓન થઈ ગયો અને ફરીવાર એજ ગીત વાગવા લાગ્યું જે પહેલાં વાગી રહ્યું હતું.
"आओ हुज़ूर तुमको सितारों में ले चलु
दिल झूम जाएं ऐसी बहारों में ले चलु
आओ हुज़ूर तुमको....."
વધુ આવતાં ભાગમાં...
એ યુવતી ની હકીકત શું હતી..? જો એ યુવતી બોલી જ નહોતી શકતી તો ઈન્સ્પેકટર રાજવીર ની કોની સાથે વાત થઈ હતી..? એ યુવતી નાં મૃત્યુ ની કારણ શું હશે..? અવધ ડાયન પરીક્ષણ હકીકતમાં હતું શું અને કપડાં ના ટુકડામાં બીજું શું લખ્યું હતું..? લેબ માં હાજર લાશો અચાનક ક્યાં ગાયબ થઈ ગઈ હતી..? આ બધાં સવાલોના જવાબ માટે વાંચતા રહો અનામિકા : કહાની એક ડાકણ ની નો નવો ભાગ આવતાં સપ્તાહે.
આ સિવાય તમે માતૃભારતી પર વાંચી શકો છો..મારી અન્ય નોવેલ
દિલ કબૂતર
રૂહ સાથે ઈશ્ક
ડણક:The Story Of Revange.
-દિશા. આર. પટેલ