An Untold Truth in Gujarati Motivational Stories by Nirav Donda books and stories PDF | મારી કલમે - સામાજીક દર્પણ

Featured Books
Categories
Share

મારી કલમે - સામાજીક દર્પણ

આજે સવારે એક ખૂબ જ અદભુત ઘટના મેં મારી નજરે નિહાળી.હું સવારમાં જ્યારે મારું લેખન કાર્ય કરતો હતો ત્યારે મેં ગરબાનો અવાજ સાંભળ્યો.નવરાત્રી અને શરદપુર્નિમા પતિ ગયા તોય અત્યારે આ ગરબા ? એટલે ઊભો થઈને હું બહાર જોવા માટે ગયો. દૂર થી આવતી એક રિક્ષા ઊપર બે સ્પિકરો લગાડેલા હતા, અને એમાં આ ગરબા વાગતા હતા. મને એમ થયું કે કોઈ શો-રૂમ, દુકાન કે કોઈ product નું માર્કેટીંગ હશે પણ જેવી એ રિક્ષા નજીક આવી તો મને જરા હસવું આવી ગયું.

એ રિક્ષા માં કંઈ product માર્કેટીંગ માટે હતી ખબર છે ? આપણા લાડલા કૃષ્ણ કનૈયા ખુદ. હું મન માં જ બોલ્યો ,"વાહ પ્રભુ શું અદભુત લીલા છે તારી ! બધા યુગ માં જુદા જુદા રૂપો બતાવ્યા અને આજ કલિયુગ માં સ્વયં રિક્ષા માં સવારી કરીને આવ્યો ?, તમે એકલા હોત તો બરાબર આ બીજા ભગવાનો ને પણ લઈ આવ્યા. " તેમની મૂર્તિ ની પાછળ બીજા ઘણા ભગવાનના ફોટા હતા.

  હું આ વિચારતો હતો ત્યાં એક વ્યક્તિ મારી પાસે આવીને કહે, " પૈસા ". હવે કોઈ વ્યાજખોર બાકી ઉઘરાણી કરતો હોય એમ એણે મારી પાસે પૈસા માગ્યા.

એ મહાશય નું અદભુત વર્ણન તમને કદાચ ગમશે. " પગમાં બૈરાઠી ના ચપ્પલ, સફેદ પેન્ટ અને શર્ટ , દસ માંથી છ આંગળીઓ માં રંગબેરંગી વીંટીઓ, ગળામાં ત્રણ - ચાર અલગ અલગ માળાઓ, ખભે પીળા કલરની ખેસ, ચહેરો પૂરો દાઢી અને મુછ માં સંતાયેલો, કાન માં કડી, ગલોફા માં પાન દાબેલુ અને માથા માં મોટું તિલક. આવા સજ્જન પુરુષ પોતાના બે સાથી મિત્રો જોડે ઘરે ઘરે આમ જ ઉઘરાણી કરતા.

    એને એમ કે કદાચ મેં સાંભળ્યું નહીં હોય એટલે એણે ગલોફા માં દબાવેલા પાનની પિચકારી કરી ફરી કીધું, " રામ કે નામ પે દે દો,ભગવાન કે લિયે ચાહીએ." હું ફરીથી વિચારમાં પડી ગયો અને મેં રિક્ષા માં જોયું. અમારા કિશન કનૈયા અને બીજા ભગવાનોની બેઠકમાં પ્રભુ શ્રી રામ તો કંઈ નજરે નહોતા પડતાં છતા આ મહાશય એમના નામની ઉઘરાણી કરતા હતા. રીક્ષામાં કનૈયા ને ફેરવે અને પૈસા ઉઘરાવે રામ ના નામે. વળી પાછુ માંગે તો એમ કે , "ભગવાન કે લિયે પૈસા ચાહીએ." ખુદ ને જોતાં છે એમ કીધું હોત તો આપી પણ દેત.પણ આ અખિલ બ્રહ્માંડ નો નાથ મારા ચિલ્લર નો ભૂખ્યો તો બિલકુલ નાં હોય.

મેં એ વ્યક્તિ ને પૂછ્યું, "ભૈયા,કહા સે આયે હો આપ ?"
તો એ બોલ્યો,"શિરડી સાંઇ કે ધામ સે આયે હૈ , મહારાષ્ટ્ર સે."

હું મનમાં બોલ્યો, "આ તો નવું લાવ્યો પાછું. આવ્યો છે શિરડી સાંઈધામ થી, મૂર્તિ કૃષ્ણની લઈને ફરે છે, અને માંગે છે રામ નાં નામે." મેં વળી પાછુ જ્યારે ધ્યાન થી જોયું તો સાંઈબાબા દૂર એક ખૂણામાં પડેલી લાકડી નાં ટેકે હતા. મેં ફરી મનમાં ને મનમાં પુછી લીધું, "બાબા,તમે પણ આવ્યા છો ? "

હવે બિચારા સાંઈ પણ કહેતા હશે," મારે તો નહોતું આવવું પણ આ પરાણે રિક્ષા માં નાખીને લાવ્યો છે."

હવે તમે લોકો જો આમનુ માર્કેટિંગ જોવો ને તો ગજબ નું હો. જે જગ્યાએ કે રાજ્યમાં જાય ત્યાંના ગીતો અને ભજનો વાગે.ગુજરાતમા આવે તો હેમંત ચૌહાણ નાં ભજનો અને ગરબાઓ, મહારાષ્ટ્રમાં જાય તો ત્યાં ગણપતિ બાપા ના ભજનો , રાજસ્થાનમાં જાય તો ત્યાંના ગીતો.એક કહેવત છે ને કે જેવો દેશ એવો વેશ પણ અહી તો જેવો દેશ એવો સંદેશ .

વળી પાછું આ લોકો માંગવા નીકળે તો એ પણ ભગવાન નાં નામે. હવે એક સીધું ગણિત હું તમને સમજાવું, જો સમજાય તો સમજજો. માની લો કે આ લોકો મહારાષ્ટ્ર થી ગુજરાત આવવા નિક્લ્યા.હવે ત્યાંથી અહી આવવા માટે રિક્ષા કે કોઈ પણ સાધન ઈંધણ તો ખાશે, એ ઈંધણ નું ઇન્વેસ્ટમેન્ટ એ કરે પછી ગુજરાતભર માં એ રિક્ષા લઈને બધા ભગવાનો ને ગુજરાત દર્શન કરાવે. બપોરે અને સાંજે બીજાએ જો કંઈ આપ્યું હોય તો એ નહીંતો લોજમા જમે, કારણ કે એક રિક્ષામા તો રસોઈ બનાવવા માટેનો સામાન તો નાં આવી શકે.
હવે દિવસભર રિક્ષામા વપરાતું ઈંધણ , બપોર અને સાંજનુ જમવાનુ, દિવસભર માં ખવાતા પાન-મસાલા અને બીડીઓ આ બધા માં જ દિવસે જેટલું ભેગું કર્યું હોય એ વપરાય જાય. એટલે જ્યારે આ મંડળી શિરડી પહોંચે ત્યારે જેવા એ નિક્લ્યા હોય એવા જ પાછા જાય. પછી ના તો મંદિર બને કે ના તો કોઈ ભગવાન ને આરામ મળે.

     વાચક મિત્રો, આપણા માટે સૌથી મોટી દુઃખ ની વાત તો એ છે કે ૩૦-૩૫ વર્ષ નો ખડતલ જુવાન-જોધ આદમી ભગવાનને રિક્ષામા નાખી ઘરે-ધરે ભીખ માંગવા નીકળે છે. અરે પોતાની કાયરતા અને નપુન્સકતા એ ભગવાન નાં નામે છુપાવે છે.

  આવા લોકોને કારણે આજે જે વૃદ્ધ છે , જે ખરેખર અશક્ત અને કામ કરવા અસમર્થ છે જે પોતાના પેટ માટે મજબૂરી અને લાચારી ને લીધે બે રૂપિયા માંગે છે એમની સમાજ અવગણના કરે છે અને તેમને ધિક્કારે છે. જરૂર છે પૈસા આ લોકોને આપવાની, જરૂર છે મદદ આ લોકોની કરવાની પણ આપણે તો ધર્મના નામના પાટાઓ આંખે બાંધીને ફરીએ છિયે  એટલે આપણને બીજું કંઈ દેખાતું જ નથી.

અને વળી સાહેબ એ લોકો પૈસા જરૂર માંગે છે પણ એ ભગવાનના નામે નથી માંગતા એ એમ કહે કે ," સાહેબ ભૂખ લાગી છે બે રૂપિયા આપશો તો ઉપકાર તમારો.ભગવાન તમારું ભલું કરશે, તમારી બધી મનોકામનાઓ પૂરી કરશે."

આ લોકો પોતાના માટે માંગી અને તમને આશિર્વાદ આપે છે કે ઊપરવાલો તમારી ઇચ્છા પૂરી કરશે.નહીં કે આ કાયર જેમ ભગવાન ના નામે માંગીને પોતાના ખિસ્સા ભરશે.

   જરૂર છે બદલાવની, જરૂર છે માનસિકતા બદલવાની. આ એક રિક્ષા લઈને ફરવા વાળો નથી, આવા તો હજારો લોકો કામ-ધંધા કરવાની આળસે ભગવાન ને લઈને બજારોમાં નીકળી પડે છે , હરાજી કરવા. અને આપણે પણ બધું જાણતા હોવા છતા અજાણ બનીને ફરીએ છિયે.આપણી આ એક ભૂલ ને કારણે આજે ગૌ-શાળા, અનાથાલયો, મંદિરો અને વૃદ્ધાશ્રમો નાં નામે લાખો-કરોડો આ કાળાબજારીઓ ના ઘરમાં ઠલવાય છે.

   જો પૈસા આપીને કોઇની મદદ કરવી જ હોય તો ગરીબ અને અશક્ત એવા વૃદ્ધની કરજો, અનાથાલયો માં ખુદ જઈને  બાળકો ને પોતાના હાથે જમાડજો, વ્રુદ્ધાશ્રમ માં જઈને વડીલોની સેવા કરજો અને ગૌ-શાળા માં જઈને પોતાના હાથે ગૌ માતાને ખવરાવજો. કોઈ આ વચેટીયાઓ નાં ખિસ્સા ભરાય એવી કોઈ દેખાવાની સેવા મહેરબાની કરીને નાં કરતા.

ફરી મળીશું નવા topic ને લઈને, નવા વિષય પર ચર્ચા કરીશું ત્યાં સુધી Love Your Life.

Jay Hind
|| सत्यमेव जयते ||

તમારાં અભિપ્રાયો અને સૂચનો આવકાર્ય છે.

Whatsapp no :- 9376366161
Instagram :- @nirav_donda