उड़े दिल बेफिक्रे
उड़े दिल बेफिक्रे
अंगारों में निखरे
उड़े दिल बेफिक्रे
रात भर झूमेंगे
आसमान घूमेंगे
चाँद ये चूमेंगे
तारों के मारेंगे फेरे
उड़े दिल बेफिक्रे
उड़े दिल बेफिक्रे
अंगारों में निखरे
उड़े दिल बेफिक्रे
સ્કૂલમાં કારની એન્ટ્રી થાય છે અને એ કારમાંથી આ song વાગતું હોય છે. કાર સ્કૂલની અંદર દાખલ થાય છે અને બધા વિદ્યાર્થીઓનું ધ્યાન એ તરફ જાય છે. ખાસ કરીને છોકરીઓનું. ગાડીમાંથી બે છોકરાઓ ઉતરે છે. સમ્રાટ અને રાઘવ. આ બંને boys પાછળ તો કેટલીય girls ફિદા હતી.
સમ્રાટ અને રાઘવ બેસ્ટ ફ્રેન્ડ હતા. સમ્રાટ પાસે કારનું મોટુ કલેક્શન છે. કલેક્શનમાં તો એવી ઘણી લકઝરી કારનો તથા બાઈકનો સમાવેશ થતો હતો. સમ્રાટ અમીર ઘરનો છોકરો અને ખૂબ જ લાડકોડમાં ઉછરેલો. નામ તો સમ્રાટ પણ એને બધા સેમ કહીને જ બોલાવતા. સમ્રાટ દેખાવડો અને રફ એન્ડ ટફ ટાઈપનો હતો. સેમ માટે નવી નવી girl's ને ફ્રેન્ડ બનાવવી, એમની સાથે ફરવું અને એમને kiss કરવી એ બધું ખૂબ નોર્મલ હતું. સેમની આ bad habit હતી. એના આવા લક્ષણોને લીધે સ્કૂલમાં તે bad boy તરીકે ફેમસ હતો. સેમને પણ આ પોપ્યુલારીટી ગમતી.
બધાની સાથે સાથે સ્વરા અને શામોલીનું પણ ધ્યાન જાય છે.
"મેં કહ્યું હતું ને કે કોઈની love story મહિનાઓ સુધી પણ ચાલતી નથી." સ્વરાએ સેમ તરફ જોતા કહ્યું.
"હા તો હવે તને અહેસાસ થઈ ગયો કે વાસ્તવિક જીવનમાં પણ સાચો પ્રેમ હોય છે." શામોલીએ રાઘવ તરફ જોતા કહ્યું.
સ્વરા:- સેમ જેવા છોકરાની love story તો એક જ દિવસ ચાલે છે. રોજ રોજ નવી છોકરી. સેમ જેવા છોકરો આપણી સ્કૂલમાં હોય તો કેવી love story? Love ને મજાક બનાવી રાખ્યો છે.
શામોલી:- એણે love ને મજાક નથી બનાવ્યો. પરંતુ એ પ્રેમમાં વિશ્વાસ જ નથી કરતો. જે છોકરીને મળે છે એને સ્પષ્ટપણે કહી જ દે છે ને કે પ્રેમમાં વિશ્વાસ જ નથી કરતો. કમસેકમ એ કોઈ છોકરીની લાગણી સાથે તો નથી રમતો.
"સરસ...બહુ સરસ...બીજામાં ક્યો સારો ગુણ છે તે તું શોધી કાઢે છે. પણ તારી આ બીજામાં સારાઈ શોધી કાઢવાનો ગુણ છે ને એ એક દિવસ તને મુસીબતમાં મૂકી દેશે. તું જેવું વિચારે છે એવી આ દુનિયા નથી. અને ખાસ કરીને સેમ. એ તો સારો છોકરો નથી જ. એનામાં પણ તને સારાઈ દેખાઈ ગઈ. સેમ પર તો વિશ્વાસ કરવા જેવો જ નથી." સ્વરાએ શામોલીને સમજાવતા કહ્યું.
શામોલી:- સેમ સિધ્ધાંતવાદી છે. એ કોઈની ફીલીંગ્સ સાથે રમતો નથી.
સ્વરા:- બસ હો. સેમનું ઉપરાણું લેવાનું બંધ કર.
શામોલી:- સારું પણ હવે તો કહે કે વાસ્તવિક જીવનમાં પણ બુકમાં હોય તેવી લવ સ્ટોરીઓ હોય છે.
સ્વરા:- શામોલી બહુ થયું હો. Love story નો ટોપિક બંધ કર.
શામોલી:- પણ તું માની લે કે વાસ્તવિક જીવનમાં પણ બુકમાં હોય તેવી લવ સ્ટોરીઓ હોય છે.
સ્વરા:- કેવી રીતે માની લઉં?
શામોલી:- એવાં તો ઘણાં કપલ છે જેનો પ્રેમ સાચો છે.
સ્વરા:- એવું તો ક્યું કપલ છે જેનો પ્રેમ સાચો છે. જેના પર તને આટલો વિશ્વાસ છે.
શામોલી:- આપણા જ ક્લાસમાં છે.
"જલ્દી બોલ. આમ ગોળ ગોળ રીતે વાત ન કર." સ્વરાએ જરા કંટાળીને કહ્યું.
શામોલી:- હા એ મારી બેસ્ટ ફ્રેન્ડ છે. કોઈ સ્વરા છે જેને રાઘવ નામનો છોકરો પ્રેમ કરે છે અને સ્વરા પણ તેને પ્રેમ કરે છે. બંન્નેની જોડી પણ ખૂબ સરસ લાગે છે.
"મારી અને રાઘવની વાત અલગ છે." સ્વરાએ નજાકતથી કહ્યું.
શામોલી:- ઑય હૉય રાઘવનું નામ લેતા જ મેડમના ચહેરા પરની સ્માઈલ તો જો..!!
હવે તો માની જા કે બુક જેવી love story વાસ્તવિક જીવનમાં હોય છે.
"હા મારી માં માની લીધુ. હવે ખુશ..!" સ્વરાએ હાથ જોડીને કહ્યું.
ક્રમશ: