PRAVAS- E DHIRAN DAS NO in Gujarati Travel stories by MAYUR BARIA books and stories PDF | પ્રવાસ-એ ધોરણ દસ નો

Featured Books
Categories
Share

પ્રવાસ-એ ધોરણ દસ નો

                પ્રકરણ -૧.     ભણકારા

          આ વાત એ સમયની છે, જ્યારે હું ધોરણ દસનો અભ્યાસ કરી રહેલો વિદ્યાર્થી હતો.ભણવા કરતા મેં એ વાત તો મનોવૈજ્ઞાનિકની જેમ કહી શકું કે દરેક દસમાં ધોરણના વિધાર્થીને ઓવેરકોન્ફિડન્સ હોય છે કે , પાસ તો થઈ જ જવાના છે.કદાચ આને ચરબી કેવું વધારે સારું રહેશે,કેમ કે મારામાં એ ભરપુર હતી, શરીર મારું સુકલકડું હતું પણ આ ચરબી તો કારી.મારા શિક્ષકને એટલો જ અકોન્ફિડન્સ હતો,આ નાપાસ ના થાય.પરંતુ મહેનત બંને કરે છે.

          એક સાથે એક સો વીસ વિદ્યાર્થીઓને હાથમાં પેપર પકડાવી શકે તેવો મોટો ક્લાસ હતો, મને હજી પણ યાદ છે,એની દિવાલ પર જો કોઈ ખાસ ધ્યાન આપ્યા વગર નજર ફેરવી લે તો, આ વર્ગખંડ અનંત જ લાગે.મારા હાથમાં ગણિતનું પેપર, એક સો વીસના વર્ગમાં એક સો વીસ વિદ્યાર્થીઓ ખરા.પણ બધાં અલગ-અલગ ધોરણના મારી સાથેના ધોરણ દસનાં માત્ર વીસ જ.બાકીના બીજા ધોરણના હતા.એટલે એક સો વીસ વિદ્યાર્થીમાં વીસ જ દસમાં ના.

          અમારો ધોરણ દસનો કલાસ એક મુઠ્ઠી હતો, ચોરી કરવા માટેની સૌથી આધુનિક ટેકનોલોજી અમારી પાસે હતી. 

          જો કોઈ બીજાને વિકલ્પ પૂછે તો તે જવાબ પ્રમાણેની આંગળીથી ખંજવાળે. ખંજવાળ પર કોને શંકા જાય. આંખોના પલાકાર કરે. પેપર અદલાબદલી કરવા,કાપલી ના વિચારો તો જૂના કહેવાય. જો નજીકમાં કોઈના હોય તો શિક્ષકને ફરિયાદ કરે, આ બધાં જ વિકલ્પો ખોટાં છે, એટલે શિક્ષક જુએ તે પહેલા કોઈ એને સાંકેતિક સંદેશો આપી દે, એ વિકલ્પ તો ખરો પણ એની ઉપર-નીચેનો પણ જાણી લે.

          પરંતુ આ તો ગણિત. વિષય શિક્ષકે પેપરમાંથી વિકલ્પોને નિસ્તેનાબુદ કરી નાખ્યા હતા.ટેસ્ટનું પ્રકરણ પણ સૌથી હાઈલેવાલનું ત્રિકોનમિતિ. જે કરવું હોય તે sin, cos, tan, ની બહારનું કશું જ નહીં.અમારી આખી કોમ્યુનિકેશન સિસ્ટમ જ ઠપ થઈ ગઈ હતી. જે સિસ્ટમમાંથી આખેઆખો સવિસ્તાર બીજે પહોંચી જતો ત્યાં આજે એક અક્ષર જવા તૈયાર ન હતો.બધાં જ કઈ ને કંઇક અટકી ગયા હતા. આ પ્રકરણમાં કંઈક દશા જ બધાની બેઠી હતી, અમુક કલાકો પછી ભૂલી જ જવાય.આ પ્રકરણ એક સૂત્રને સાર્થક કરતું હતું.
#tagmaths

M=   મારો

A=   આત્મા

T=   તને

H=   હંમેશા

S= સતાવશે

          આ મહાનસૂત્રને મેં મારી શાળાના શિક્ષક પાસેથી જાણેલું પરંતુ, એ અમને ખાસ ના લાગ્યું.આજે એને સાર્થક થતું જોઈને મને પરસેવા નો રેલો આવી ગયો હતો, કારણ કે માર્કસ ઘરે મેસેજ કરવાના હતા. અમારા ટ્યુશનની બહાર નીકળીએ એટલે રીંગણી બાળી નાખે એવી ઠંડી છતાં અમારા ક્લાસમાં પાંખ ચાલુ હતા, બિચારા પંખા પણ ઠંડીથી કિચુડ... કિચુડ... કરતા હતા.મને અને મારા સાથીદારોને પરસેવો થતો હતો.પરસેવાનું કારણ નહતું આવડતું એ તે નહતું, પણ બોર્ડની પરીક્ષના બે મહિના પહેલા પોતાની આ હાલત જોઈને પરસેવો થતો હતો.બધાં અમારી સિસ્ટમમાં જવાબ આપવાને બદલે સામો સવાલ પૂછતાં હતા. વર્ગમાં કોઈ હોશિયારની પદવી પર ના હોતું બેઠું પણ મહેનતવાળા હતા, હું પણ, તો જ તો પાસ થયો સાથે હાસ પણ થયો.

          ક્લાસનું એ ભયંકર વાતાવરણ મને આજે પણ યાદ છે.હું થોડી-થોડી વારે જવાબની આશાએ વારેવારે સિસ્ટમમાં ઓનલાઇન થતો,પણ કંઈ જ ન મળતા પાણીનો એકાદ ઘૂંટો પીતો.હું પોણા ભાગની બોટલ પાણીની પી ચુક્યો હતો,હવે આ પોણા ભાગનું પાણી કાઢવાનો વારો આવ્યો.ક્લાસમાં ચાર રક્ષકો અર્થાત શિક્ષકો હતા.ચાર માંથી બે શિક્ષકોને હું નામથી તેમજ સ્વભાવથી પણ ઓળખતો હતો,જ્યારે બીજા બે ના નામઠામ કંઈ જ ખબર ન હતી.ઓળખાનમાં એકબાજુ ચાન્સ જ ન હતો અને બીજી બાજુ 50-50 કદાચનો ચાન્સ હતો.મેં પણ KBCના ખેલાડીની જેમ 50-50માં દાવ લગાવ્યો.દાવ કમામ આવ્યો,મને બહાર જવાના વિઝા મળી ગયા.

          મેં ઝડપી કદમે બાથરૂમ તરફ પ્રયાણ કર્યું.ક્રિયાકર્મ પતાવીને બહાર ઉભી રહ્યો.સામાન્ય રીતે મને ઘડિયાળનો શોખ નથી,બસ ટેસ્ટના દિવસે ખાસ પહેરતો.મને સમય જોતા ખબર પડી કે ૧૫ મિનિટ બાકી છે.મેં મારા પેપરમાં યાદશક્તિથી બધું ધોળી નાખ્યું હતું.બસ સમયને પાસ કરીને પોતાના પાસ-નપાસની રાહ જોવાની શરૂઆત કરવાની હતી.મને ટમ-ટમતા તારલા જોવાનો નાનપણથી જ શોખ,એટલે ગેલેરીમાંથી અવકાશદર્શન શરૂ કર્યું, પણ બહારની કાતિલ ઠંડીએ મને પાછો જવા મારે મજબૂર કર્યો.હું આકાશના ચંદ્રમા ને ફરી એકવાર જોઈને ફરી ક્લાસ તરફ ગયો.

          મેં સમયને ગાળવા ધીમી ગતિથી જવાનું વિચારી ચાલ્યો.ત્યાં તો બહારના ટેબલ પર સરને બેસેલા જોયાને એકદમ બે કદમ પાછળ હતીને દિવાલની ઓઠે થઈ ગયો.અમારા મેહુલસર ક્રોધી સ્વભાવવાળા ન હતા, કે વગર કામના સવાલ પણ ના કરે,અરે! કામમાં હોય તો સામુ પણ ન જુએ.મને એમની વાતોનો અવાજ આવતો હતો.કાઉન્ટર ઉપરના પૂજદીદી અને સર કશાકનું આયોજન કરતા લાગ્યા. મેં ધીમી ગતિએ અને ઘાણેન્દ્રિને સતેજ કરીને ચાલ્યો."આ વરસે આપણે પ્રવાસમાં ઝંડ હનુમાન,જામી મસ્જિદ, ધાબા ડુંગરી અને વિરાસત વન યોજેલ છે." સર આ સ્થળના નામ જણાવતા હતા.આ બધાં સ્થળ પેલા પણ લઈ ગયા હતા, મેં સહજતાથી કહી દીધું," અરે!...ઓ સર કઈક નવી જગ્યા વિચારોને એ તો કંઈ લખી રાખી છે." સરે મારી સામે માત્ર સ્મિત કર્યું.

( ક્રમશઃ. )

વાંચક શાંતિ રાખો ....
ફરવા જઈશું....
તમારો અભિપ્રાય અને રેટ જરૂર આપજો.