Chalvani Maja in Gujarati Motivational Stories by Chaula Kuruwa books and stories PDF | ચાલવાની મજા......

Featured Books
Categories
Share

ચાલવાની મજા......

ચાલવાની મજા…….

………………………..

આજકાલ ચાલવા જેવી કોઈ મજા જ નથી…

શ્રેષ્ઠકસરત છે.


સસ્તી અને સારી દવા છે.

સાવ મફતની દવા પણ ખરી ..


તબીબો પણ હવે એકજ સલાહ વારંવાર આપે છે કે બસ ચાલો …

દિવસમાં ચાલશો ૫૦૦૦ ડગલા કે ૪000 ડગલા


તો જ ફાયદો થશે…

થોડું પણ ચાલવાનું અવશ્ય રાખશો.

કસરત ન કરતા કે કરવાનો જેને કંટાળો છે તે બધા માટે ચાલવા જેવી સાવ સરળ બીજી કોઈ કસરત નથી .

ડોકટરો પણ કસરત ન કરી શકતા દર્દીઓને ચાલવાની સલાહ આજકાલ આપે છે.

ખાસ કરીને ડાયાબીટીશ ના ,હાઈબ્લડપ્રેશરના કે સંlધlના દર્દીઓને કસરત અથવા ચાલવાની સલાહ આપવામાં આવે છે.

બ્લડપ્રેશરની દવા એટલે ચાલવું…

પગ ના દુખાવા કે સંlધlના દુખાવા થી બચવા પણ ચાલો….

મોર્નિંગ વોક એ શ્રેષ્ઠ વિટામીન છે…


તબિયતની સાવ મફતની દવા છે ...ચાલવું …


બસ ચાલો અને સ્વસ્થ રહો..મસ્ત રહો….


ચાલશો તો તન અને મન બને મસ્ત રહેશે અને સ્વસ્થ રહેશે..


આપણે ત્યાં હમણાં વોક વે બની રહ્યા છે

ગાર્ડનમાં વોકર્સ માટે પણ વોક વે બન્યા છે…

વિદેશોમાં તો આવા રસ્તા વરસો થી છે..

યુરોપ અમેરિકા જેવા દેશોમાં જેટલું ચલાય છે

તેટલું અlપણે ત્યાં લોકો ચાલતા નથી


વળી બાઈક અને સ્કુટર ના નામે તો લોકોએ ચાલવાનું જ

જાણે બંધ કરી દીધું છે.

જ્યાં ત્યાં બસ આ બાઈક અને સ્કુટર લઈને પહોચી જાઓ…


નાની ગલીમાં પણ અને પોળોમાં પણ…

રીવર ફ્રન્ટ હોય કે સુરતની ચોપાટી…

કાંકરિયાનું લેક હોય કે રાજકોટ કે જામનગર

કે વડોદરાના બાગ બગીચા કે

ભુજના હમીરસર તળાવની આસપાસની ફૂટપાથ હોય

પછી મુંબઈની ચોપાટી કે અન્ય રસ્તાઓ

વોકર્સ સવારના અને સાંજના

પણ હવે તો અlનો લાભ ઉઠાવે છે..

આજકાલ ચાલવાનો મહિમા સમજાયો છે.


પહેલા તો ચાલવું એ રોજીદી ક્રિયાનો એક ભાગ હતું .


ચાલવા નું આરોગ્ય માટે આવશ્યકતા થઇ ગઈ છે.

ચાલવા જેવી આરોગ્ય માટે કોઈ સારી અને સસ્તી

સાવ મફત કોઈ દવા નથી.


એટલું યાદ રાખો અને ચાલવાને નિત્ય ક્રમ બનાવો..

સવારની તાજી હવા હોય તમે પણ ઊંઘમાંથી ઉઠ્યા પછી તાજામજા જ હો ત્યારે ચાલવાની મજા જ કઈ ઓર જ હોય છે.

અમદાવાદમાં લોકો આજકાલ મોર્નિંગ વોક માટે રીવરફ્રન્ટ વિશેષ જાય છે.

પહેલા કાકરીયા લેક વિશેષ લોકપ્રિય હતું.

લો ગાર્ડન સોથી પ્રિય સ્થાન અમદાવાદીઓનું મોર્નિંગવૉક કે ઇવનિંગ વોક માટે આજે પણ છે અને પહેલા પણ હતું.

મુંબઈ ગરાઓના પ્રિય સ્થાનો ચાલવા માટે દરેક વિસ્તારમાં અલગ અલગ છે.

ચોપાટી અને જુહુ આજે પણ લોકપ્રિય છે.

દરેક મોટા શહેરોમાં અlવl લોકપ્રિય સ્થાનો અવશ્ય જોવા મળશે.

જોકે મોટાભાગના શહેરીજનો માટે તો ઘર પાસેના રસ્તા પર ચાલવાનું જ વિશેષ અનુકુળ હોય છે.

કદાચ તેમના નસીબમાં પણ આ જ છે અને તેમણે તે સ્વીકારેલ છે.

આ લોકો વધારે ચોક્કસ છે તેમના સવાર ના નિત્યક્રમ બાબતે..

ગ્રીન સીટી તરીકે પ્રખ્યાત ગાંધીનગરમાં અનેક ગાર્ડન અને પાર્ક છે.

રાજધાનીના નગરજનો આ સુંદર ઉદ્યાનોમાં મોર્નિંગ વોક લેવું વિશેષ પસંદ કરે છે.

જોકે વિશાળ રસ્તાઓ ઉપર પણ વોક કરતા નગરજનોને તમે જોઈ શકો છે.

સવારનો ૧૫ થી ૨૦ મીનીટનો મોર્નિંગવૉક સારી કસરત છે દિવસ પણ સારો જાય છે.

morning વોકને તમારા જીવનનો નિત્યક્રમ બનાવો.

દિવસની શરૂઆત મોર્નિંગવૉક થી જ કરવાનું રાખો.

શિયાળાનો સમય મોર્નિંગવૉક માટે સોથી સારો હોય છે.

મોટાભાગના લોકો તેની મોજ માણે છે.

ઘણા તો ક્યારે દિવાળી જાય અને વોક શરુ કરી દઈએ તેની રાહ જોતા હોય છે.

ચોમાસા અને ઉનાળામાં વોક લેવામાં ક્યારેક મુશ્કેલીઓ પડે છે

ત્યારે બને તો થોડો ૩-૪ દિવસનો બ્રેક લઇ શકાય.

ઉનાળામાં ૫ થી ૭ દરમ્યાન સૂર્યોદય પૂર્વે વોક લેવો સારો છે.

ઘણl એવા પણ હોય છે જેઓ માત્ર દિવાળી પછીજ ચાલવાનું શરુ કરે છે .

શિયાળામાં ચાલવા જતા લોકો ની સંખ્યા વિશેષ જોવા મળે છે.

આવા મોર્નિંગવૉકસ તમને પાર્કની બહlર ખાસ કરીને લો ગાર્ડન કે પરિમલ પાર્ક માં ઘણી વાર

નાસ્તા કે સવારના પીણાની મોજ્ માણતા પણ જોઇ શકાય છે.

નાસ્તો ઝાપટી તેમનો બ્રેકફાસ્ટ પણ અહી જ પતાવી દેતા હોય છે .

શિયાળામાં અlવl દ્રશ્યો બીજા શહેરોમાં પણ જોઈ શકાય છે.

સાધારણ રીતે મોર્નિંગવૉક લીધા પછી જ પ્રાણાયામ કે બીજી કસરતો કરવી જોઈએ.

જો સારું સ્થાન હોય તો ગાર્ડન માં પણ એમ કરી શકાય છે.

અને ત્યારબાદ જ નાસ્તો કે ચા દૂધ લેવા જોઈએ.

સવારે સમય ન મળે તો ઘણા સાંજે પણ ચlલવા જતા હોય છે.

એમાં પણ મોર્નિંગ વોક તો સોથી ઉતમ દવા છે.

શરીર અને મનને તરોતાજા રાખવા કઈ પણ ખાધા વગર એકાદ ગ્લાસ પાણી પીને

સવારના સૂર્ય ઉગતા પૂર્વે અડધો કલાક ચાલવાનું રાખો.


મોર્નીગ વોક તમારા સ્વાસ્થ્ય ને ઉતમ ટોનિક પૂરું પlડશે.


જો નોકરી કે કોઈ કારણસર સવારના ચાલવાનો સમય ન મળે

તો સાંજના પણ ચાલી શકાય છે.

શરત એટલી કે જમ્યા પછી લાંબુ કે જડપથી ન ચાલવું જોઈએ.


ચાલતી વખતે ધ્યાન રહે કે દોડવાકે જડપથી ચાલવા કરતા

મધ્યમ ચાલે ચાલવું વિશેષ યોગ્ય છે.


ચપલ કરતા સેન્ડલ કે શુજ પહેરીને ચાલો.

વધારે ટlઈટ કપડા ચાલતી વખતે ન પહેરો.


ચાલવાના નિયમોને અનુસરો.


તો જ તેના ફાયદા મેળવી શકાશે.

ચાલશો તો તન અને મન બને મસ્ત રહેશે અને સ્વસ્થ રહેશે.

જિંદગીનો જે આનંદ ચાલવામાં છે તે બીજે ક્યાયથી નહિ મળે તમને ....

તેમાં પણ મોર્નિંગ વોક શ્રેષ્ઠ છે કારણ શુદ્ધ ઓક્સીજન સવારે જ મળે છે.

ચાલવાના પણ કેટલાક નિયમો છે.

ચાલતી વખતે વાત ન કરો ..

કે બીજું કઈ ન કરો .

તેમજ બહુ જડપથી ન ચાલો . સાધારણ ચાલે જ ચાલો.

૩૦ કે ૨૦ મીનીટનો વોક પુરતો છે. અતિશય ચાલવાનો પ્રયાસ ન કરો.

પરસેવો બહુ થાય કે હાંફી જવાય તો વિશ્રામ લોં.

ચાલવાથી રીલેક્ષ ફિલ થવું જોઈએ.

એટલેકે ફિલ ગુડ થવું જોઈએ. ટેન્સન કે થાક ન લાગવો જોઈએ.

ચાલતી વખતે કઈ ખાવું કે પીવું નહિ પાણી પણ નહી .

ચાલ્યા પછી પણ ૨૦ મિનીટ બાદ જ ખાવાનો કે પાણી કે બીજા પીણા લેવા.

સlદા ચપલ કરતા સ્પોર્ટ્સ શુજ પહેરીને ચાલવું સારું છે.

કાપડ પણ ખુલતા કે વધુ ટાઈટ નહિ તેવા પહેરવા.

સૂર્ય માથે હોય ત્યારે ન ચાલવું જોઈએ ,જેથી નુકશાન થાય છે.

સવારનો વોક જ ફાયદા કારક છે.

પાર્ક માં કે એવી રિવરફ્રન્ટ જેવી જગ્યાએ જ ચાલો.

કે સીધા રસ્તા પર.

ઉબડખાબળ રસ્તાઓ પર ન ચાલશો.

ચાલતી વખતે હાસ્ય સાથે સારા વિચારો કે

ખાલી મગજ રાખીને જ ચાલશો તો ફાયદો થશે.

મોર્નિગ વોકના અનેક ફાયદા છે તે તમને ફીટ રાખે છે. અને ફીલગુડ કરાવે છે.

શરીરની અનેક તકલીફમાં તમને રાહત આપી બેલેન્સ રાખે છે.

ચાલવા જેવી સાવ સસ્તી, અને સરળ કોઈ દવા નથી એ યાદ રાખો.

હવે તમે પણ વોક ન લેતા હો તો ચાલવાનું શરુ કરી દો .

દિવાળી પતી ગઈ અને આજ શ્રેષ્ઠ સમય છે ચાલવાની શરૂઆત કરવાનો..

શિયાળો શરુ થઇ રહ્યો છે બસ ચાલવાની શુભ શરૂઆત કાલથી જ કરો.

ચાલવાના નિયમોનું અવશ્ય પાલન કરશો તો જ ચાલવાના ફાયદા મળશે....

મોર્નિંગવૉકના નામે અતિશય ચાલવાનો પ્રયાસ ન કરો તે નુકશાનકારક છે.