Actor Part 10 in Gujarati Love Stories by NILESH MURANI books and stories PDF | એક્ટર ભાગ ૧૦.

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

એક્ટર ભાગ ૧૦.

એક્ટર ભાગ 10.

પ્રસ્તાવના:-
દોસ્તો, એક ઉમર પછી જિંદગી આપણી પાસેથી એક્ટિંગ કરાવવાનું શરુ કરી મુકે છે અને આપણે ખબર પણ નથી હોતી, એક્ટિંગ કરતા કરતા ક્યારેક અકળાઈ જઈએ છીએ! બાળપણ સુંવાળું હોય છે કેમકે એ સમયમાં એક્ટિંગ અસ્થાને હોય છે. જેની પાસેથી જિંદગી એક્ટિંગ કરાવે છે એવા એક યુવાનની પ્રેમ કહાની લખવા પ્રયાસ કર્યો છે, આશા રાખું છું કે આપને ગમશે. આપના પ્રતિભાવ જરૂર આપશો.

-નીલેશ મુરાણી

પણ મને અંદાજો આવી ગયો હતો કે જો હજુ પણ એક કલાક જેવો સમય વીતી ગયો તો વાડીમાંથી કામ કરીને આવતા મજૂરોની આવન જાવન શરુ થઇ જશે. મેં શૈલી તરફ જોયું. ઓરડામાં ખુબ ગરમી થઇ રહી હતી. થોડી થોડી વારે બારીમાંથી વાડીઓનો ઠંડો પવન આવતો તેનો ટેકો મળી રહેતો. શૈલીએ પર્સમાંથી કેમેરો બહાર કાઢ્યો. અને ખૂણામાં પડેલી બે ચાર ઇંટો ઉપર ગોઠવતા મારી સામે જોઈ બોલી..

“જો તો બરાબરછે ને?”

મેં ડિસ્પ્લે ઉપર નજર કરી. મો અને હાથ બાંધેલી ઇન્દુ દેખાઈ રહી હતી,”
મેં શૈલીને અંગુઠો બતાવી કહ્યું..

“ઓકે.”

“તો હવે હું મારો ખેલ શરુ કરું.” શૈલીએ મારી સામે જોતા આક્રમક અંદાજમાં કહ્યું..
મેં ફરી અંગુઠો બતાવ્યો.. શૈલી બાઈક પાછળ લટકતી છત્રી સાથે લાવી હતી. એને છત્રી હાથમાં લેતા કહ્યું..

“હું કહું ત્યારે કેમેરામાં રેકોર્ડીંગ નું બટન દબાવી દેજે.”

મેં ફરી અંગુઠો બતાવ્યો. અને હું ઓરડાના એક ખૂણામાં ઉભો રહી ગયો..
શૈલે છત્રી ઉંધી કરી, ઇન્દુના મો ઉપર લગાવેલ દુપટ્ટો હટાવ્યો અને આંખો કાઢીને કહ્યું.

“ચુપ રહેજે હો.. એક શબ્દ પણ ઉચ્ચાર્યો છે તો આ છત્રી તારી સગી નહી થાય.”

એટલું કહેતા શૈલી ઇન્દુ ઉપર છત્રીથી ત્રાટકી અને એક પછી એક એમ ઇન્દુને મારવા લાગી.. અને વચ્ચે વચ્ચે બોલવા લાગી જો હજુ તો હું ધીમે ધીમે મારું છું, પણ જો મોઢાંમાંથી અવાજ નીકળ્યો તો આ છત્રીનો ધારદાર ભાગ તારા પેટમાં ખોસી દઈશ.


ઇન્દુ બચાવ કરવા વચ્ચે પગ રાખી રહી હતી પણ શૈલીને એટલો ગુસ્સો આવી ગયો હતો ઉનાળામાં એના શરીરમાં પેસી ગયેલી બધીજ ગરમી એને આજે ઇન્દુ ઉપર ઉતારી..
ઇન્દુ રડવા લાગી..

“તમે લોકો શું ઈચ્છો છો? તમને પૈસા જોઈએ છે? કેટલા જોઈએ છે? બોલો હમણાજ મંગાવી દઉં મને છોડી દો.”

“ચુપ થા એય સાહુકારની ઔલાદ.” શૈલીએ ગુસ્સામાં કહ્યું..

“તો તમને શું જોઈએ છે?”

મેં શૈલીને કહ્યું. "જરા ઉતાવળ રાખજે, એને જે પૂછવું હોય એ જલ્દી પૂછી લે કારણ કે આપણી પાસે સમય ઓછો છે."
મારી વાત સાંભળતા શૈલીનો ગુસ્સો બેસી ગયો હોય એમ એ હાંફતી હાંફતી ઇન્દુની સામે બેસી ગઈ અને ઇન્દુના હાથ પણ ખોલી મુક્યા. હાથ ખોલતા ખોલતા શૈલીએ ઇન્દુને કહ્યું..

“તને ખોલું છું તો એમ નાં સમજતી કે તને છોડી દઈશ. જ્યાં સુધી મારા સવાલોના જવાબ નહી મળે તને મારતી રહીશ.”

“શું પૂછવું છે તમારે પૂછો હું તમારા બધાજ સવાલોના જવાબ આપીશ પ્લીઝ મને છોડી દો.”

“ગુડ ગર્લ” કહેતા શૈલીએ ઇન્દુના ગાલ ઉપર ટપલી મારી.

“ સુનીલ ની હત્યા કોણે કરી? શા માટે કરી? સુનીલના સ્પર્મકાઉન્ટ ઓછા છે એવો રીપોર્ટ કેમ બનાવડાવ્યો?

શૈલી પોલીસ ઇન્સ્પેકટરની જેમ સવાલ પૂછી રહી હતી. આ સમયે ઇન્દુના ચહેરા ઉપરના ભાવ જોવા જેવા હતા. એ જોર જોરથી રડવા લાગી, એનો રડવાનો આવાજ મારા કાન ખાઈ રહ્યો હતો. મેં કાન બંધ કર્યા આખો બંધ કરી અને સટ્ટાક થી એક સણસણતો તમાચો શૈલીએ ઇન્દુના ગાલ ઉપર છોડી દીધો..

“એકજ લાફો માર્યો છે. હજુ માર ખાવો છે કે બધું સાચે સાચું બોલી જાય છે.”

“જી બબ.બ.બ.બ.બ.મમ્મ મ મ મ મને ખબર નથી સુનીલની હત્યા કોણે કરી.”

“નીલ એક કામ કરીએ આ રંડીને પાછી બાંધી દઈએ. આપણે સવારે આવીશું આની સાથે વાત કરવા, હું થાકી ગઈ છું. આ રાંડ એમ સાચું નહી બોલે.”

“તો ? શું આખી રાત આને અહીં વિતાવવાની? શૈલી તને ખબર છે? મારી વાડીમાં ત્રણ ચાર ઝેરી નાગ ફરે છે. દુનિયાભરના વીંછી આ ઉનાળામાં નીકળી પડે છે. આ ઇન્દુડી તો રાત્રે ડરી ડરીને મરી જશે.”

હું બોલી રહ્યો હતો એ સમયે ઇન્દુના ચહેરા ઉપર ભય ફરી વળ્યો, એને નક્કી થઇ ગયું હતું કે જે પ્રમાણે શૈલી બોલી રહી છે એવું કરશે તો એની હાલત શું થશે. એ ડરી ગઈ હતી. મેં એના ડરમાં વધારો કરવા ફરી એના હાથ બાંધી દીધા એનું મોઢું બાંધી રહ્યો હતો ત્યારે એ બોલી ઉઠી..

“મને ખબર છે સુનીલ ની હત્યા કોને કરી. પણ પછી તમે મને છોડી દેશો? હું બધું કહેવા તૈયાર છું.”

મને અંદાજો હતો જ, ભય શું ન કરાવી શકે? શૈલીએ એને ઢોર માર માર્યો, પણ એ એક શબ્દ પણ ન બોલી, પણ જેવો એને ભય બતાવ્યો એ બધુજ કહેવા તૈયાર થઇ ગઈ. મેં એને બાંધેલા હાથ ખોલી નાખ્યા, એને વ્યવસ્થી બેસવા અને એના વિખરાયેલા વાળ વ્યવસ્થિત કરવા કહ્યું. શૈલીએ એના પર્સમાંથી મેક-અપનો નાનો ડબ્બો અને વેટ ટીસ્યુ કાઢ્યા, એનો ચહેરો ટીસ્યુથી સાફ કરતા કરતા બોલી..

“કોઈ ડ્રામા કરવા માટે તને મેક-અપ નથી કરી આપતી, કેમેરાની સામે બધું સાચે સાચું બોલવાનું છે. સમજી?”

એના હાથમાં નાનો કાંસકો પકડાવ્યો અને વાળ સરખા કરવા કહ્યું, એના ગાલ ઉપર હળવું બલસ કરી અને કહ્યું..
“ચાલ હવે થઇ જા શરુ. હું નથી ઈચ્છતી કે વચ્ચે મારે તને કોઈ સવાલ કરવો પડે અને ફરી છત્રી ઉપાડવી પડે. અને ફરી તારો મેક-અપ ખરાબ થાય.”

ઇન્દુના ગાલ ઉપર હાથ ફેરવતા શૈલીએ કહ્યું..

હું નીચે ઘૂંટણીયે બેસી ગયો. શૈલીએ કેમેરાનું રેકોર્ડ બટન દબાવ્યું અને ઇન્દુએ બોલવાનું શરુ કર્યું..

"એ રાત્રે અમને ખબર ન હતી કે સુનીલ આવવાનો છે, અને સુનીલ પણ એ દિવસે ચુપચાપ ઘરે આવી પહોંચ્યો.”
“અમને એટલે? કોને કોને?” શૈલીએ સવાલ કર્યો.
“જી મને અને કિશોરને.”
“કિશોર કોણ?” શૈલે ફરી સવાલ કર્યો..
“મોટા ભાઈ.. મતલબ સુનીલના મોટાભાઈ.” મેં જવાબ આપ્યો.
“ઓકે. હવે આગળ બોલ.”
“જી એ રાત્રે સુનીલ અમને બંનેને સંદિગ્ધ અવસ્થામાં અમારા બેડરૂમમાં જોઈ ગયો હતો..”
“સદીગ્ધ અવસ્થા એટલે? ખુલ્લીને બોલ.”

“નગ્ન હાલતમાં.”

“ઓકે. પછી?”

“જયાભાભી આ બધું જાણતા હતા પણ એ કશું બોલી નહોતા શકતા, અમારા આડા સંબંધને લઈને જયાભાભીએ એક વખત વિરોધ કર્યો હતો પણ જયાભાભી પાંચ વર્ષના રાહુલને લઈને ચિંતિત હતા, એક દિવસ કિશોરે જયાભાભીને પણ ઘર છોડીને જતા રહેવા ધમકી આપી હતી, તે દિવસથી જયાભાભીએ પણ અમારા અનૈતિક સંબંધને સ્વીકારી લીધા હતા..

“આ બધું કેટલા સમયથી ચાલી રહ્યું હતું?” મેં પૂછ્યું.

“શરૂઆત થી, મારી સુનીલ સાથે સગાઇ થઇ એના પહેલાથી જ, અને મારા બાપુને પણ આ બાબતે ખબર હતી.”

“ઓહ માય ગોડ! આટલો મોટો દગો?”

“અને સુનીલના રીપોર્ટ? એનું શું રહસ્ય છે?”

“એ ખોટો રીપોર્ટ બનાવડાવ્યો હતો, કિશોર નહોતો ઈચ્છતો કે સુનીલને કોઈ બાળક થાય. કિશોર બધીજ મિલકત ઉપર નજર જમાવીને બેઠો હતો. એને મારા બાપુ પાસેથી પાંચ કરોડ વ્યાજે લીધા હતા.”

“પણ તારા બાપુ મૂરખા કહેવાયને! આવા નીચ માણસ ઉપર વિશ્વાસ કરાય?”

“મારા બાપુની નજર કિશોરની જમીન અને ફાર્મ હાઉસ ઉપર હતી, મારા બાપુ મારા લગ્ન કિશોર સાથે કરાવવા માંગતા હતા, પણ પછી મારા બાપુએ અને કિશોરે મળીને આ યોજના ઘડી કાઢી હતી.”

“ઓકે હવે આગળ કિશોરની શું યોજના છે?”

“હવે એ મોકો જોઈને જયાભાભીને પણ ખતમ કરી દેશે. જેવી રીતે સુનીલને ખતમ કર્યો.”

“ઓકે સુનીલને કેવી રીતે ખતમ કર્યો?” મેં પૂછ્યું.

“સુનીલ એ રાત્રે આવ્યો અમને બંનેને નગ્ન અવસ્થામાં બેડરૂમમાં જોઈ ગયો અને કિશોર અને સુનીલ વચ્ચે જોરદાર ઝગડો થયો હતો, સુનીલ ગુસ્સામાં કાર લઈને વાડી તરફ ચાલ્યો ગયો હતો. એ રાત્રે હું અને કિશોર ખુબ ગભરાઈ ગયા હતા. પછી હું અને કિશોર રાત્રે સુનીલની પાછળ ગયા, અમને ખબર હતી કે એ વાડીએજ જશે, અમારા અંદાજા મુજબ એ વાડીએ જ ગયો હતો, એ કુવા પાસે બેસીને બીયર પીવા બેસી ગયો, વેલાકાકા પણ એની સાથે બીયર પીવા બેઠા હતા. એટલે અમે બને કુવાની પાછળ છુપાઈને બેસી રહ્યા. જયારે વેલાકાકા એના રૂમ તરફ ચાલ્યા ગયા ત્યારે હું અને કિશોર પાછળથી ગયા અને બાજુમાં પડેલો પાવડો સુનીલના માથા ઉપર ઠોકી દીધો. એક જ ઘામાં સુનીલ બેહોશ થઇ ગયો, ત્યાર બાત મોટાભાઈએ સુનીલને સુનીલની જ કારમાં પાછળની સીટ ઉપર સુવડાવી દીધો. ત્યાર બાદ અમે બને સુનીલને સુમસાન જગ્યા ઉપર લઈ ગયા સુનીલના માથા ઉપર પત્થરના ઘા જીંકીને સુનીલને મારી નાખ્યો, અને સુનીલની બોડીના ટુકડે ટુકડા કરી નાખ્યા. અને એક બોરીમાં ભરી તેમાં થોડા પથ્થર નાખીને તળાવમાં ફેંકી દીધી.”

આટલું ઓપરેશન કરવામાં અમારા છ વાગી ગયા, હવે અમારે અહીંથી બહાર નીકળવું એ જોખમથી ભરેલું હતું. અમે હવે ગમે એવું જોખમ વહોરવાની તૈયારીમાં હતા. જો શૈલીએ સાથ ન આપ્યો હોત તો આ ઓપરેશન પાર પડવું મારા માટે મુશ્કેલ હતું. ખેર હવે શું કરવું એ બાબતે અમે યોજના ઘડતા પહેલા કોઇપણ જાતની ચર્ચા નહોતી કરી. અમે જે યોજના ઘડી હતી એ મુજબ ઇન્દુને રાત્રે અગિયાર વાગ્યે અપહરણ કરવાની ઘડી હતી પણ એ યોજનાને પણ અમે વહેલી તકે અંજામ આપી દીધો હતો. મારે જે જાણવું હતું એ મેં જાણી લીધું હતું.
હું જાણતો હતો કે આ પુરાવા જો કદાચ પોલીસને સોંપવામાં આવે તો? મારી ધરપકડ શા માટે કરી? સુનીલનો પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં શું આવ્યું? આપ્રકારના ઘણા સવાલો મને ઉભા થયા, પણ હવે આ પુરાવા પહેલા હું મીડિયાને આપીશ પછી કમિશ્નર સાહેબને અને પછી ઈન્સ્પેક્ટ ખન્નાનું ઓપરેશન! મારા વિચારોમાં વિક્ષેપ પાડતા શૈલે પૂછ્યું.

“હવે આ ઇન્દુનું શું કરવું છે? છોડી મુકીશું?”

“ના બિલકુલ નહી. જો એને છોડી મુકીશું તો એ બધીજ હકીકત એના ભડવા કિશોરને કહી દેશે. અને જો નહી છોડીએ તો કિશોર આ રાંડની શોધખોળ શરુ કરશે. મને વિચારવા દે.”
મને પાણી પીવું છે. શૈલીએ એના પર્સમાંથી પાણીની બોટલ કાઢી મારી તરફ લંબાવી.

“આટલુજ છે?”

“હા.”

મેં એક ઘૂંટડો પાણી ગાળામાં ઉતાર્યું, અને પછી શૈલીએ પાણી પીધું, ઇન્દુ પણ તરસી થઇ હતી,, ઇન્દુ સામે જોતા શૈલીએ મને પૂછ્યું.

“આને પાણી આપું?”

“ના. વેઇટ મને વિચારવા દે.”

“પણ નીલ. શું ફરક પડશે? જો એ કિશોરને બધીજ હકીકત જણાવી દેશે?”
“ફરક પડશે, આપણો ખેલ બગડી શકે છે. અને આ તો વેશ્યા છે. કોર્ટમાં ફરી જશે. એક કામ કર આ વેશ્યાને બાંધી નાખ અને આ પાણીની બોટલ ખોલીને અહીં રાખી દે અને એનો દુપટ્ટો એમાં ડુબાડીને રાખી દે. સવાર સુધી તો જીવતી રહીજ જશે.”

“દીદી મને છોડી મુકો પ્લીઝ હું કોઈને પણ આ બાબતે નહી કહું.“

“જોયું? એક મર્ડર કર્યું! અને હવે દીદી! સાલ્લી રાંડ તને જરા પણ વિચાર ન આવ્યો? મારા સુનીલનું ખૂન કરી નાખ્યું? પૈસાની અને જમીનની લાલચમાં તે મારું જીવન બરબાદ કરી મુક્યું, અને હવે હું તારા ઉપર દયા કરું?”

એમ કહેતા શૈલીએ ઇન્દુને મજબુત બાંધી દીધી. ઉનાળાનો સમય હતો, સાંજના આઠ વાગ્યા હતા પણ જોઈએ એવું અંધારું નહોતું થયું. મારે પંદર કિલોમીટર કાપીને શહેરમાં મીડિયા વાળાને આ બંને કલીપ સોંપવાની હતી. ક્લીપની સીડી બનાવવાની હતી. અને કમિશ્નર સાહેબના ઘરે જવાનું હતું, આટલું કામ પતાવીને હું કેટલી વારમાં પાછો અહીં વાડી ઉપર આવી શકું એ હિસાબ લગાવવા લાગ્યો. કદાચ દોઢ કલાક! કદાચ બે કલાક? ત્રણ કલાક લાગી જાય તો પણ હું મોડામાં મોડો વાડી ઉપર રાત્રીના સાડા અગિયાર સુધીમાં પાછો ફરી શકું છું. અને ફરી મારા દિમાગમાં કૈંક ક્લિક થયું,

“શૈલી તારે આની ચોકી કરવી છે કે મારી સાથે ચાલવું છે?”

“છોડ આ રાંડને અહીં મરવા દે. ચાલ હું પણ તારી સાથે આવું છું. મોડી રાત્રે બધો ખેલ ખતમ થઇ જાય પછી આને લેવા આવીશું.”

“ઓકે ડન, આપણા પોટલા ઉપાડ અને ઓરડાને તાળું માર.”

ક્રમશ: આવતા ગુરુવારે.

-નીલેશ_મુરાણી.
મોબાઈલ:- ૯૯૦૪૫૧૦૯૯૯
ઈમેઈલ:- nileshmurani@gmail.com