"આક્રંદ:-એક અભિશાપ"
પ્રસ્તાવના
સૌપ્રથમ તો મારી છેલ્લી બંને નવલકથા ડેવિલ:એક શૈતાન અને ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની..ને અદભુત પ્રેમ અને પ્રતિસાદ આપવા બદલ સર્વે વાંચક મિત્રો નો ખુબ ખુબ આભાર. આ બંને નોવેલની સફળતા પછી મારાં પર જવાબદારી બેવડાઈ ગઈ હતી વધુ સારું લખવાની..સસ્પેન્સ નોવેલ મારી ખાસિયત છે એટલે આ વખતે ફરીથી વાંચકો ની ફરમાઈશ પર ડેવિલ પછી એક નવી હોરર સસ્પેન્સ નોવેલ લઈને આવ્યો છું જેનું નામ છે આક્રંદ:એક અભિશાપ.
હિંદુ ગ્રંથો માં જેમ ભુત પ્રેત નો ઉલ્લેખ છે એમજ ઈસ્લામ ધર્મમાં કુરાને શરીફ ની સાથેસાથે ઘણાં ઈસ્લામ ગ્રંથો પણ ભુત પ્રેત નાં અસ્તિત્વ નો સ્વીકાર કરે છે..ઈસ્લામ માં જીન્ન અને જિન્નાત ની કહાનીઓ વર્ષો થી પ્રચલિત છે..આપણે પણ નાનપણ માં અલીફ લૈલા કે અલાદીન માં જીન્ન વિશે ઘણું જોઈ ચૂક્યાં છીએ..આ સિવાય જીન્ન સાથે જોડાયેલી ઘણી વાતો છે ઘણાં તથ્યો છે જે મોટાં ભાગનાં વાંચકો માટે નવાં છે.ખાસ કરીને હિંદુ વાંચકો.
ઘણો બધો અભ્યાસ અને રિસર્ચ કર્યાં પછી આ નોવેલ નો પ્લોટ તૈયાર કર્યો છે.આ નવલકથા એક real life incident પર આધારિત છે..એ કયાના છે એ વિશે હું નવલકથા નાં અંત માં જણાવીશ.હા એમાં મેં જરૂર ઘણાં બધાં ફેરફાર કર્યા છે..પાત્રો નાં નામ ની સાથે સ્થળનાં નામ પણ બદલી દીધાં છે. એ સિવાય પણ વાંચકો ને વાંચવું ગમે એ હેતુથી આ નવલકથામાં વાંચવા લાયક જરૂરી મરીમસાલો પણ ઉમેર્યો છે જે મારાં મતે નવલકથા નાં સસ્પેન્સ જગાવતાં પ્લોટ માટે જરૂરી હતો.
મેં મારી રીતે હંમેશા ૧૦૦% આપવાનો પ્રયત્ન કર્યો છે..મેં ઘણા બધાં વીડિયો જોયાં અને કુરાન સંબંધી વાતો વિશે વાંચન પણ કર્યું છે છતાંપણ ક્યાંય કોઈ કારણસર કોઈ ઉણપ રહી ગઈ હોય અને કોઈની પણ ધાર્મિક લાગણી દુભાતી હોય તો હું હૃદયપૂર્વક માફી માંગુ છું..આ નોવેલ ફક્ત અને ફક્ત મનોરંજન નાં હેતુ થી લખાઈ છે.
આ નવલકથા નાં પ્લોટ ની સાથે એમાં દર્શાવેલી જગ્યાઓ અને એમાં રહેલાં પાત્રો તમારાં માનસપટલ પર છવાઈ જશે..એક ગજબ નાં સસ્પેન્સ અને ડર ની અનુભૂતિ આ નવલકથા તમને કરાવતી જશે એ નક્કી છે.હોરર સસ્પેન્સ જોનર માં આ નવલકથા નવો માઈલસ્ટોન નો પથ્થર બનશે એ નક્કી છે.
આ નવલકથા લખવાની પ્રેરણા મને ઘણાં વાંચકમિત્રો પાસેથી મળી છે..બધાં નાં નામ તો લખાય એમ નથી પણ વર્ષા બેન, જૈનમ, દીપેન્દ્ર ભાઈ નો સૌથી મોટો આભાર..જેનાં નામ નથી લખ્યાં એમને પણ મારાં તરફથી પ્રેમ અને હૃદયપૂર્વક નો આભાર.
Last but not the list મારી નાની બેન દિશા પટેલ નો હું સૌથી વધુ ઋણી છું જેને મને દરેક પ્રકારની મુશ્કેલી સામે લડવામાં મદદ કરી છે..આ નોવેલ હું મારાં એ દરેક વાંચક ને અર્પણ કરું છું જેમનાં થકી હું કંઈક છું એવી લાગણી ઉત્તપન્ન થાય છે.
તો મિત્રો રજૂ કરું છું જીન્ન ની દુનિયાનાં રહસ્યો ને ઉજાગર કરતી હોરર સસ્પેન્સ નોવેલ "આક્રંદ:એક અભિશાપ."
ઓથર : જતીન. આર. પટેલ
(૧)
પ્રથમ ભાગ શરૂ કરતાં પહેલાં અમુક શબ્દો વિશે તમને માહિતી આપી દઉં જેનો ઉપયોગ આગળ જતાં નોવેલમાં વારંવાર થવાનો છે..
Exorcism:-આને તમે ગુજરાતીમાં ભુત ભગવવાની તંત્ર વિધિ કે ઝાડ ફૂંક વિધિ પણ કહી શકો..જેનાં દ્વારા દુષ્ટ આત્માનાં વશમાંથી કોઈ નિર્દોષ વ્યક્તિ ને મુક્ત કરવામાં આવે છે.
Evil spirit:- evil spirit નો સીધો સાદો અર્થ છે કે શૈતાની આત્મા.
Possession:-જ્યારે કોઈ વ્યક્તિ કોઈ આત્મા કે evil spirit નાં વશ માં આવે ત્યારે એ વ્યક્તિ pussest થઈ ગયો હોય એમ કહેવાય.
Rituals:-વર્ષો જૂની કોઈ વિધિ કે ઢબ
Spell:-એક વિશિષ્ટ પ્રકારનો કાળો જાદુ..જેમાં કોઈ ખાસ રીતે જાદુ વિધિ દ્વારા પોતાનાં દુશ્મન વ્યક્તિ ને શારીરિક, માનસિક કે આર્થિક રીતે નુકશાન પહોંચાડવામાં આવે છે.
Entity:-એવી કોઈ વસ્તુ જે અસ્તિત્વ ધરાવે છે ભલે એ દ્રશ્ય સ્વરૂપે કે હોય કે પછી અદ્રશ્ય સ્વરૂપે.
તો હવે આગળ વધીએ નવલકથા નાં પહેલા પ્રકરણ ની શરૂઆત તરફ.
"ડિયર સ્ટુડન્ટ..જો તમને એવી વસ્તુઓ પર વિશ્વાસ ના હોય જે હકીકતમાં દેખીતી રીતે અસ્તિત્વ ધરાવતી જ નથી અને તમે એવી evil entity થી pussest વ્યક્તિ ને ને મેન્ટલી પ્રોબ્લેમ ધરાવતી વ્યક્તિ સમજતાં હોય તો તમારાં દરેક માટે આ વીડિયો જોવો જરૂરી છે.."ઓક્સફર્ડ યુનિવર્સીટી નાં પેરાનોર્મલ વિભાગનાં પ્રોફેસર કેવિન ફોરમેન લાસ્ટ યર નાં સાયકોલોજી અને પેરાનોર્મલ વિભાગનાં સ્ટુડન્ટ્સ નો એમનાં અભ્યાસ નો લાસ્ટ સેમિનાર લેતાં બોલી રહ્યાં હતાં.
એમની વાત પૂર્ણ થતાં ની સાથે જ હોલ ની લાઈટો બંધ થઈ ગઈ અને સ્ટેજ પર રાખેલાં પ્રોજેક્ટરમાંથી પ્રકાશ પુંજ નીકળ્યો જે સીધો દીવાલ પર રાખેલાં સફેદ પડદા પર પડ્યો અને એ સાથે જ એક વીડિયો શરૂ થયો.
વીડિયો ની શરૂવાત માં એક ત્રીસેક વર્ષ ની મહિલા દ્રશ્યમાન થઈ જેની આંખોમાંથી કોઈ રાતી રોશની બહાર આવતી હતી..એનો ચહેરા ની ત્વચા પણ અત્યારે સામાન્ય લોકો નાં ચહેરા થી સાવ ભિન્ન જણાતી હતી..જેમાં કરચલીઓ દેખાઈ રહી હતી.
ચાર લોકો દ્વારા એને મજબૂતાઈથી પકડી રાખવામાં આવી હતી પણ એની અંદર એટલું બધું જોર હતું કે એ વારંવાર એ ચાર વ્યક્તિઓની પકડમાંથી છૂટવાનો પ્રયત્ન કરી રહી હતી..પણ એ લોકો પણ અત્યારે વધુ મજબૂતાઈથી એનાં હાથ અને પગ પકડી ને બેઠાં હતાં.
એ મહિલા વારંવાર કોઈ પુરુષનાં અવાજમાં બોલી રહી હતી.
"હું આને મારી સાથે લઈ જઈશ..કોઈ આને બચાવી નહીં શકે.."
આ દ્રશ્ય જોઈ એવું સમજી શકાતું હતું કે એ મહિલા અત્યારે કોઈ રુહાની તાકાત ની ગિરફતમાં છે..અચાનક એક અન્ય અવાજ સંભળાયો.
"તારે આ મહિલા નું શરીર મૂકવું જ પડશે..અલ્લાહ નાં નામે હું તને આદેશ કરું છું કે તું આનો દેહ મૂકી તારા ગંતવ્ય સ્થાને પાછો જતો રહે નહીંતો..તારી હાલત હું ભૂંડી કરી મુકીશ."
આ શબ્દો ની સાથે હવે કેમેરાનું ફોકસ પણ અવાજ ની દિશામાં ફર્યું..આ શબ્દો એક ત્રીસેક વર્ષ નો પુરુષ બોલી રહ્યો હતો..પહેરવેશ અને દાઢી પરથી એ મુસ્લિમ જણાતો હતો. આવી કપરી પરિસ્થિતિમાં પણ એની આંખો અને અવાજ એની અંદર રહેલાં આત્મવિશ્વાસ ની ઝાંખી કરાવતાં હતાં.એનાં વર્તન અને શબ્દો પરથી એ કોઈ ઝાડ-ફૂંક વિધિ કરતો ઓઝા લાગતો હતો.
"કાફીર તું મારી ભૂંડી હાલત કરીશ..હજુ તને મારી શક્તિનો અંદાજો નથી..?"એ સ્ત્રી ની અંદર રહેલ રુહાની શક્તિએ પેલાં પુરુષ ને કહ્યું.
"અરે તને હજુ અલ્લાહ ની શક્તિ નો અંદાજો નથી..અને કાફિર તો તું છે જે નિર્દોષ લોકો પર તારી મરજી ચલાવી રહ્યો છે..દમ હોય તો મારો મુકાબલો કરી બતાવ.."
આટલું કહી એ ઓઝા કુરાન ની આયાતો ઉંચા સાદે બોલવાનું શરૂ કરે છે.
(જે વાંચક મિત્રો આયાત નો અર્થ ન જાણતાં હોય એમનીમ જાણ ખાતર જણાવી દઉં કે જેમ ગીતા માં કોઈ શ્લોક હોય એમ કુરાન માં આયાત હોય છે..જેનાંથી મોહમ્મદ પયગંબર સાહેબ ની કહેલી વાતો ને યાદ કરાય છે.)
આ આયાતો ની અસર નીચે એ મહિલા જોરજોરથી ચિલ્લાવા લાગી..એની અંદર રહેલી રુહાની શક્તિ અત્યારે જાણે બંડ પોકારતી હોય એમ ઓઝા ને ગંદી ભાષામાં ગાળો આપવા લાગી..પણ ઓઝા પોતાની વિધિ પર કાયમ હતો..એ રુહાની શક્તિ હવે ધીરે ધીરે નિર્બળ થઈ રહી હતી.
ઓઝા ને ખબર પડી ગઈ કે હવે આ મહિલા ની અંદર રહેલી શૈતાની શક્તિને બહાર નીકાળી મુકવાનો સમય આવી ગયો છે એટલે એને આંખો નાં ઈશારાથી એ લોકો જ્યાં હાજર હતા એ રૂમ ની લાઈટો બંધ કરવાનું પેલી મહિલા ને પકડીને ઉભેલા વ્યક્તિમાંથી એક ને કહ્યું.
એ વ્યક્તિ એ રૂમ ની બધી લાઈટો બંધ કરી દીધી..હવે ફક્ત બારીમાંથી આવતો આછો સૂર્યપ્રકાશ રૂમમાં દેખાતો હતો.
"જુનેદ એક કાળુ કપડું લેતો આવ.."એ ઓઝા એ કહ્યું..એની વાત સાંભળતા જ જે વ્યક્તિ એ લાઈટ સ્વીચ ઓફ કરી હતી એ જઈને એક કાળુ કપડું લેતો આવ્યો.
ઓઝા એ એ કપડું પોતાનાં હાથમાં લઈ એ મહિલા પર ઢાંકી દીધું જેનાંથી એ મહિલા સંપૂર્ણ અંધકારમાં આવી જાય..પછી પોતાનાં ખિસ્સામાંથી અત્તર ની એક શીશી કાઢી અને એમાંથી થોડું અત્તર પોતાનાં હાથ પર લગાવી લીધું.ત્યારબાદ ખુદાની બંદગી કરતો હોય આંખો બંધ કરી હાથ ઉપર કર્યાં.આંખો ખોલી એ ઓઝા એ પોતાનો હાથ એ મહિલાને ઓઢાળેલી ચાદર ની અંદર નાંખ્યો.
ઓઝા નો હાથ અંદર નાંખતાની સાથે ચાદરની અંદરથી એક પુરુષ ની મોટી ચીસ નીકળી અને એ સાથે જ ઓઝા એ ચાદરની અંદર નાંખેલો પોતાનો હાથ બહાર કાઢ્યો..એનાં હાથ બહાર કાઢતાં ની સાથે કેમેરો સીધો ઓઝાનાં હાથ પર કેન્દ્રિત થઈ.એનાં હાથ માં અત્યારે થોડું રક્ત અને એક કાચ નો ટુકડો નીકળ્યો.ઓઝા એ પોતાનાં હાથમાં રહેલ કાચ નાં ટુકડા ને એક નાની થેલી માં રાખી દીધો અને પછી એ pussest થયેલી મહિલા પરથી ચાદર દૂર કરી દીધી.
"હવે આ મહિલા સંપૂર્ણપણે સ્વસ્થ છે..એની અંદર રહેલી શૈતાની રૂહ ને મેં બહાર નીકાળી મુકી છે.."ઓઝા એ કહ્યું.
ઓઝા નાં આટલું કહેતાં ની સાથે કેમેરા નું ફોકસ એ મહિલા નાં ચહેરા પર ગયું જ્યાં અત્યારે એની આંખો પણ સામાન્ય હતી અને ચહેરાની ત્વચા પણ વ્યવસ્થિત થઈ ગઈ હતી..જેનાં પરથી સમજાઈ રહ્યું હતું કે એ મહિલા અત્યારે સંપૂર્ણ સ્વસ્થ થઈ ચૂકી છે.
વીડિયો પૂર્ણ થતાં ની સાથે જ હોલ ની લાઈટ ઓન થઈ ગઈ.લાઈટ ઓન થતાં ની સાથે પ્રોફેસર કેવિન ફોરમેને ત્યાં હાજર બધાં સ્ટુડન્ટ્સ ને ઉદ્દેશીને કહ્યું.
"તો આ વીડિયો ઉપર તમારાં દરેક નું શું મંતવ્ય છે એ હું જાણી શકું..?"
પ્રોફેસર ની વાત સાંભળી ઘણાં સ્ટુડન્ટે પોતાની આંગળી ઊંચી કરી..પ્રોફેસર કેવિને એક સ્ટુન્ડટ તરફ જોઈને કહ્યું.
"યસ..mr.. જોસેફ"
એમનાં કહેતાં ની સાથે જ જોસેફ નામનો સ્ટુડન્ટ ઉભો થયો અને બોલ્યો.
"સર હું પર્સનલી એવું માનું છું કે સાચે જ એ મહિલા કોઈ evil sprit થી વશીભૂત હતી.."આટલું કહી જોસેફ પાછો બેસી ગયો.
"Ok.. anyone else.."કેવિને કહ્યું.
"Miss નૂર મલિક..બોલો તમારું શું માનવું છે..?"પ્રોફેસરે એક યુવતી ને ઉદ્દેશીને કહ્યું.
નૂર નામ ની એ યુવતી પોતાની જગ્યાએથી ઉભી થઈ અને બોલી.
"સર..મને લાગે છે એ ઓઝા હકીકતમાં fraud હતો.વીડિયો માં દેખાતી મહિલા કોઈ evil sprit થી ગ્રસ્ત નહીં પણ મેન્ટલી કોઈ પ્રોબ્લેમ થી પીડાતી હતી.પોતાનું નામ અને કામ બંને વખણાય એ માટે એ ઓઝા આ વિધિ કરી રહ્યો હોય એવું લાગે છે."આટલું કહી નૂરે પોતાનું સ્થાન પાછું ગ્રહણ કર્યું.
"મને ખબર હતી કે તમે આ વીડિયો ની હકીકત નો સ્વીકાર નહીં કરો..આમપણ પેરાનોર્નલ વસ્તુઓ પર ત્યારેજ વિશ્વાસ આવે આવે જ્યારે તમે એનાંથી રૂબરૂ થઈ શકો. હું ઇચ્છતો તો નથી પણ ક્યારેક તમારી જોડે કોઈ એવો બનાવ બનશે જેનાંથી તમે આવી spiritual વસ્તુઓ પર વિશ્વાસ કરવા લાગો.."કેવિન ફોરમેને કહ્યું.
"Sure.. હું પણ એ દિવસની રાહ જોઈ રહી છું જ્યારે મારો મુકાબલો આવી કોઈ શક્તિ સાથે થાય.."નૂરે પ્રોફેસર કેવિન ની વાત સાંભળી ફરી પાછા પોતાનાં સ્થાન પર ઉભાં થઈને કહ્યું.
"confidence સારો પણ over confidence ખોટી વાત છે miss નૂર..જે દિવસે એવી શક્તિ સાથે મુકાબલો થશે ત્યારે તમારી ડીગ્રી કે ભણતર કંઈ કામ નહીં આવે.."કેવિન નાં અવાજમાં સલાહ ની સાથે એક ધમકી હતી.
કેવિન ની વાત સાંભળી નૂર વધુ બોલવાને બદલે પોતાની બેગ લઈને સેમિનાર હોલમાંથી બહાર નીકળી ગઈ..જતાં જતાં એનાં મનમાં એ બોલી રહી હતી.
"આટલી મોટી યુનિવર્સિટીમાં પ્રોફેસર છે અને વાતો કરે છે અઢારમી સદી ની.. disgusting.."
થોડીવારમાં જ સેમિનાર ની પણ પુર્ણાહુતી થઈ ગઈ.સેમિનાર હોલમાંથી નીકળી નૂર પોતાનાં ઘરે જવા માટે નીકળી ગઈ.
***
નૂર ઓક્સફર્ડ યુનિવર્સિટીનાં સાયકોલોજી વિભાગની છાત્રા હતી..નૂર નું મૂળ વતન આમ તો ઇન્ડિયા હતું પણ એનાં જન્મ પહેલાં જ એનાં અબ્બુ અને અમ્મી લંડન આવી ગયાં હતાં..નૂર જ્યારે એની માં નાં પેટમાં હતી ત્યારે એનાં પિતાજી અહમદ મલિક નું એક રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું પણ એની અમ્મી જુનેદા બેગમ દ્વારા નૂર નો ઉછેર ખૂબ લાડકોડથી કરાયો હતો.
એક મુસ્લિમ વિધવા મહિલા હોવાં છતાં જુનેદા એ નૂર ને ઓક્સફર્ડ જેવી વર્લ્ડ ની બેસ્ટ યુનિવર્સિટીમાં ભણાવી હતી.નૂર યુનિવર્સિટીમાં ટોપર હતી અને પોતાનાં સ્ટડી ને ઘણું મહત્વ આપતી.નૂર દેખાવે ખૂબ જ સુંદર હતી..એની પાણીદાર આંખો જાણે મયખાનું હોય એમ ઊંડાણ ધરાવતી હતી.
આજે નૂર જ્યારથી સેમિનાર માં વીડિયો જોઈને આવી હતી ત્યારથી થોડી વિચારમગ્ન હતી.નૂર અત્યારે પોતાનાં બેડરૂમ માં બેઠી બેઠી પોતાનાં કોમ્પ્યુટર પર પેરાનોર્મલ વસ્તુઓ અને dissociative identity disorder(જેને "multiple personality disorder" પણ કહેવાય છે..આવી વ્યક્તિઓ તમે ભૂલભુલૈયા કે અપરિચિત મુવી માં જોઈ હતી.આ બીમારીમાં વ્યક્તિ પોતાની જાત ને અન્ય વ્યક્તિ સમજીને એની જેમજ વર્તન કરે છે.)વચ્ચેનાં કોમન મુદ્દા પરનાં થિસીસ રીડ કરી રહી હતી..કેમકે એને યુનિવર્સિટીમાં જે પ્રોજેકટ સબમિટ કરાવવાનો હતો એનો વિષય પણ આજ હતો..!!
"I think એ ઓઝા ફ્રોડ જ હતો..હું આવી કોઈ વસ્તુ પર વિશ્વાસ ધરાવતી જ નથી જે હકીકતમાં અસ્તિત્વ ધરાવે છે એની સાબિતી જ ના હોય.."કોફી નો ઘૂંટ ભરતાં ભરતાં નૂર મનોમન બબડી રહી હતી.
નૂર હજુ પોતાનાં મગજમાં પ્રોજેકટ માં શું સબમિટ કરાવવું એ વિશે ગહન વિચારોમાં મગ્ન હતી ત્યાં એની અમ્મી ની બુમ એનાં કાને પડી.
"નૂર..તારી મામીજાન નો ફોન છે..રેશમા ની હાલત વધુ ને વધુ બગડી રહી છે..એ તારી સાથે વાત કરવા માંગે છે.."
"અમ્મી હું આવી તું ફોન ચાલુ રાખજે.."આટલું કહી રેશમા કોફી નો મગ ત્યાંજ કોમ્પ્યુટર ટેબલ પર મૂકી ને ઉભી થઈ અને પોતાનાં બેડરૂમમાંથી બહાર નીકળવા ભાગી.
નૂર નાં જતાં ની સાથે એની કોમ્પ્યુટર સ્ક્રીન નું સ્ક્રીનસેવર ઓન થઈ ગયું જેમાં લખેલું હતું..666.
કોફીના મગમાંથી નીકળતી બાષ્પ અત્યારે કોપ્યુટર ની એ સ્ક્રીન પર જઈને કંઈક પ્રતિકૃતિ બનાવે છે જેનો આકાર કપાળ વચ્ચે એક આંખ ધરાવતાં બાળક જેવો હતો..!!
***
વધુ આવતાં અંકે.
નૂર પોતાનો પ્રોજેકટ પૂરો કરવા શું કરશે..?? નૂર નાં બેડરૂમમાંથી નીકળતાં ની સાથે ત્યાં ઘટિત ઘટનાઓનું રહસ્ય શું હતું..??રેશમા ને કેવી બીમારી હતી..?? આ બધાં સવાલોના જવાબ આવતાં ભાગમાં.
આ નોવેલ નો વિષય ખૂબ અલગ છે..પણ સાથે સાથે એટલાં બધાં રહસ્યો અને અજાણી વાતો થી ભરેલો છે કે દરેક ભાગ તમને આવનારાં ભાગની પ્રતીક્ષા કરવા મજબૂર કરી મુકશે..આ નોવેલ અંગેના રિવ્યુ 8733097096 whatsup કરી પર આપી શકો છો.
માતૃભારતી પર આ સિવાય વાંચો મારી અન્ય નોવેલ..
બેકફૂટ પંચ
ડેવિલ:એક શૈતાન
ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.
~જતીન. આર. પટેલ (શિવાય)