bakalu - 5 in Gujarati Love Stories by Pawar Mahendra books and stories PDF | બકા'લુ-૫ - ૫

Featured Books
Categories
Share

બકા'લુ-૫ - ૫

બક‍ાલુ ૫

(પાર્થિવે કાવ્યાંના ગાલે ચુંબન કર્યા બાદ )

      કાવ્યાંના ગાલે મળેલું પહેલું ચુંબન અને પાર્થિવે કરેલ પહેલુ ચુ્ંબન અે બન્નેનાં અનુભૂતિમાં ઘણો તફાવત હતો. કાવ્યાં અે વિચારેલ હતું કે ચુંબન તો હું લગ્ન પહેલાં કોઇને કરવા નહિં  દઉં અે વચન ન પાળી શકવાનો  ઘણો જ અફસોસ ક‍ાવ્યાંને લાગતો  હતો ...

          દિવસો વિતતા ગયા, ફોન અને શાકભાજી ખરીદીના કારણે અેક બીજાની મુલાકાતો થતી રહી...અેક દિવસે અચાનક  કાવ્યાં અોફિસથી સીધી પાર્થિવના શાકભાજીના દુકાને આવી. આ ઘટના પહેલીવાર બની હતી, કારણ કે કાવ્યાં દરરોજ અોફિસથી રૂમે જઇ,ફ્રેશ થઇ ત્યાર બાદ શાકભાજી ખરીદીનાં બહાને પાર્થિવને મળવા આવતી હતી..આજે કાવ્યાંના  હાથમાં મિઠાઇનું  પેકેટ હતું,ને બહું જ ખુશ લાગતી હતી, તે અ‍ાવીને પાર્થિવન‍ા હાથમાં મિઠાઇ પકડાવી ને કહે છે. પાર્થ હું આજે બહું જ ખુશ છું આજે મને પ્રમોશન મળ્યું છે , અને સાથે દુ:ખી પણ છું કારણ કે પ્રમોશનમાં મને મારા જ જિલ્લામાં બદલી થઇ છે ...

       પ્રમોશન વાત સાંભળતાં જ પાર્થિવના મુખ પર ખુશી લહેર આવી હતી અને બે જ ક્ષણમાં બદલીની વાત સાંભળતાં જ કરમાયેલ ભાજી જેવો ઉદાસ ચહેરો થઇ ગયો ... હાથમાં પકડેલી મિઠાઇનો સ્વાદ પણ કડવો જ હશે તેમ મનમાં લાગતું હતું, શાકભાજીની દુક‍ાન અને દરરોજની બહાને બહાને   થતી કાવ્યાં જોડેની મુલાકાતો પણ આથમી જસે અે વેદના ભર્યો ઉદાસ ચહેરો સાથે કાવ્યાં અે આપેલ મિઠાઈ હાથમાં  પકડી મુર્તિવંત બની ગયો.. પાર્થિવના હાથમાંથી કયા મિત્રોઅે મિઠાઇ લઇને વહેંચી ખાધી કે શું કર્ય કશું ખબર ન પડી. સૌને મિઠું મિઠું બોલતો હતો તે પાર્થિવ  આજે મૌન વ્રત લઇ ખુરશીમાં બેસી રહ્યો.....

          ક‍ાવ્યાં તો મિઠી મિઠાઇને કડવો સ્વાદ આપીને નિકળી ગઇ હતી, કાવ્યાંને કાંઇ વાત પુછવા કે કહેવા માટે પાર્થિવનું મોઢું જાણેં સિવાય ગયું હતું...

        પ્રમોશનની  ખુશીમાં   કાવ્યાં થોડી વાર માટે પાર્થિવની ખુશીને ભુલી ગઇ હતી, તે પાર્થિવને આ વાત સમજી વિચારી કે યોગ્ય રીતે ન કહિ તે પછીથી યાદ આવે છે.. અોહ ગોડ!!!! આ મેં શુ કર્યું ?!!!  ને પાર્થિવને કોલ કરે છે પણ પાર્થિવનો કોલ અોફ મોડમાં અાવતો હતો....

     કાવ્યાં વિચારે છે કે પાર્થને ખોટું તો નહિં લાગ્યુંને ?
અેને હાર્ટની બિમારી પણ  છે, કશું ખોટું પગલું ના ભરે ને ??! અેમ વિચારી કાવ્યાં પોતાનાં રૂમથી દોડતી શાકભાજીના દુકાને પહોંચી  ત્ય‍ાં તો દુકાને બિજો કોઇ છોકરો બેઠો હતો...

કાવ્યાં ગભરાઇને પેલા ભાઇને પુછે છે
પાર્થિવ ક્યાં ગયો ?

દુકાને બેસેલો ભાઇ કહે છે,  નહિં ખબર બહેન પણ તે મને દુકાને બેસાડીને થોડિવારમાં આવું કહીને સનસેટ પોઇન્ટ તરફ ગયો છે...આ વાત સાંભળી કાવ્યાં સનસેટ  પોઇન્ટ તરફ ચાલતી, રડતી અને દોડતી જાય છે...ત્યાં પહોંચી કાવ્યાંઅે જોયું તો ...

પાર્થિવ સનસેટ પોઇન્ટના બાકડે બેસી સિગારેટ પીતો હતો , ત્યાં નીચે છ ,સાત હાલ જ પીધેલ સિગારેટનાં ઠુંઠા પડેલ હતા ,ક‍ાવ્યાં દોડતી જઇ પાર્થિવના હાથમાંથી સિગારેટ લઇને ફેકી દઇને જોરથી પાર્થિવના કાનપટ્ટામાં લાફો ચોડી દઇને કહે છે....

પાર્થ તારે વહેલાં મરવું છે ? તને ખબર છે તને  ડોક્ટરે નશો કરવાની ના પાડી છે ?

પાર્થિવ: હા ક‍ાવ્યાં મને તારો નશો લાગ્યો છે ...હું તારા વગર અેકપળ પણ ના રહિ શકું ..

કાવ્યાં: તો સિગારેટ કેમ પિવે છે ?

પાર્થિવ: કાવ્યાં અે વફાદાર છે અે ભલે મારી જાન લઇ જાય , અે જલે પણ મારા હાથે, જીવે પણ મારા હોઠેં ,મરે પણ મારા હાથે...

ક‍ાવ્યા: પાર્થિવ મે ક્યાં તમને દગો કર્યો  છે ?

પાર્થિવ: તો બદલી કેમ કરાવી ? મારાથી દુર જવા માટે?

કાવ્યા: હું કેવી રીતે સમજાવું પાર્થ તને !  પ્રમોશનની બદલી મળી છે તને તો  ખુશી મળવી જોઇઅે કે મને પ્રમોશન મળ્યું છે !!! તો અેમાં ઇમોશનલ થવાની જરૂર નથી, હું ક્યાં તારા દિલથી દુર જઇ રહિ છું ? કહીને કાવ્યાં પાર્થિવના ખોળે માથું મુકી રડે છે...

પાર્થિવ: કાવુ રડીશ મા, નહિં તો મને રોવડાવશે!!!

 ( પાર્થિવની મનોવેદનાની કાવ્યાં સમક્ષ રજુઆત ક્રમશઃ )