pankhudi in Gujarati Moral Stories by Gohil Takhubha ,,Shiv,, books and stories PDF | પંખુડી

Featured Books
  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

  • આ મોબાઇલે તો ભારે કરી!

         જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો...

Categories
Share

પંખુડી

વાત હાલના કહેવાતા સભ્ય સમાજ નિ એક વરવી વાત છે.એક ખુબ જ પ્રેમાળ છોકરી ની છે જેના ખૂબ જ ધામધૂમથી લગ્ન થયા ઘર પરીવારના તમામ સભ્યો ખુબ જ ખુશ હતા,દરેક છોકરીના જીવનમાં આવતિ અનુસાર રી રાત પલકના જીવનમાં પણ આવી,પલક ખૂબ જ ખુશ થઇ ને સુહાગરાત ની સેજ પર બેઠી પોતાના પતિ ની આતુરતા થી રાહ જોતી હતી,લગભગ રાત્રીના બાર વાગી ગયા હતા પલક વારંવાર પોતાના કાંડા પર બાંધેલી ઘડીયાળ મા જોયા કરતિ,ને પતિની રાહ જોઈ જોઈને થાકી ગ્ઈ અને લગ્ન ની દોડાદોડી નો પણ થાક હતો એટલે પલક આડી પડી ને પડતાજ મિઠી નિંદર મા પોઢી ગ્ઈ ને અચાનક ધબાંગ લઈ ને ઘરનુ બારણુ ખખડ્યુ,,ઉંડી ગહેરી નિંદર માથી પણ પલક જાગી ગ્ઈ ને ત્યાજ સામે પોતાના પતિને જોયો ને ઊંઘમાં થી પણ ઉઠીને હોઠ પર સ્મિત ફરકી ગયુ,,પરંતુ એનો પતી શરાબ ના નશામાં ચકચુર હતો તેણે ઉભા રહેવાનો પણ હોશ નહોતો, આ બધુ જોઈને પલક ડઘાઈ ગ્ઈ એણે પોતાના બે હાથ નો ટેકો દ્ઈને ઊભડક પગે થઈ ગઈ ને અચાનક ઠેકડો મારી ને પલંગમાથી નીચે ઉતરી ગ્ઈ ને પલકનુ હૈયુ જોર જોરથી ધડકવા લાગ્યું, એને અચાનક સજાવેલા ઓરતા ઓસરવા લાગ્યા ને વાઢે તો લોહી પણ ના નિકળે એવી હાલત થઈ ગઈ,, જાણે શ્ર્વાસ હમણાં જ રોકાઈ જશે એને થયુકે ધરતી મારગ આપે તો સમાઈ જવૂ છે,,ને અચાનક ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી ને રાત્રીના ત્રણેક વાગ્યે ઘરના પલકના રડવાનો અવાજ સાંભળીને દોડી આવ્યા,, ને પલકને પકડીને પુછ્યું કે શૂ થયુ થોડીવાર પછી સ્વસ્થ થઈ ને પોતાના પતિ તરફ આંગળી ચિંધીને કહેવા લાગી કે આ જો તમારો દિકરો લાગેછે નશો કરીને આવ્યો છે એણે એ પણ ન વિચાર્યું કે મારી નવોઢા પત્ની એની રાહ જોઈને બેઠી છે.
શુ આછે તમારા સંસ્કાર શુ આછે તમારી પરવરીશ પલકે કહ્યું,, પલક એક ભણેલી ગણેલી એજ્યુકેટેડ છોકરી છે ને
પોતે સ્માર્ટ પણ એટલીજ છે,એટલે એણે ચોખ્ખા શબ્દોમાં કહ્યું ભય તમે સગાઈ કરવા આવ્યા ત્યારે તો બહુજ મોટી મોટી વાતો કરી ને પોતાના દિકરા ને શ્રવણ કુમાર સાથે સરખામણી કરી હતી શુ આછે તમારો શ્રવણ કુમાર એટલે પલકના આવા કડવા વેણ સાંભળી ને એના સાસુ સસરા ને
ગંભીરતા નો અણસાર આવી ગયો ને થયુકે આ ભણેલી દિકરી છે એ આવુ બરદાસ્ત નહી કરે એટલે એમણે પલકને
સમજાવીને કહ્યું દિકરી બેટા મારો દિકરો કોઈદિવસ દારુ નથી પિતો પણ આજે કદાચ એના ભયબંધોએ પરાણે પાયો હશે,,આજે એને માફ કરીદે તુ ચાલ આજે મારી પાસે સુ્ઈ જા,એ સવારે ઉઠે એટલી વાર છે  સાસુ સસરા ની વાત પલકને સાચી લાગી એટલે એને થયુ કે હા કદાચ હોઇ શકે ને જો એમજ હોય તો હુ એને સવારે સમજાવી લ્ઈશ,એણે
એની સાસુ ને કહ્યું ઠીકછે તમે જાવ હુ એને સંભાળી લ્ઈશ
એટલે બેઉ જડપથી બહાર ગયાને પલકે દરવાજો બંદ કર્યો
એટલે નશામાં ઘેઘુર થઈ ને પડેલો એનો પતી અચાનક ઉઠી ને બડબડાટ કરવા લાગ્યો. તેથી  પલકે એના માથાપર હાથ મુકીને માથુ દબાવવા લાગી ,તેથી અચાનક ઉભો થયો ને પલક કાઈ પણ સમજે એ પહેલાજ પલકને બેત્રણ તમાચા ચોડી દિધા,આ બધુ અચાનક જોઈને પલક પોતાના હોશોહવાશ ખોઈ બેઠી,ને એકદમ દોડીને દરવાજો ખોલવાની કોશિષ કરી પણ દરવાજો ખુલ્યો નહી કારણ કે
એના સાસુએ દરવાજો બહારથી લોક કરી દિધો હતો ,એટલે પલકને સમજાયુ નહી કે શુ કરવુ એટલામાં તેનો પતિ જબરજસ્તી કરવા લાગ્યોને પલક બેહોશ જેવી બની ને જોતી રહી....