ભાગ -૧
કયારેક ટ્રૈન મોડી હોય તો કયારેક વહેલી
અાજ ટ્રૈન વહેલી હતી.
અમદાવાદથી નીકળી આજ હું બોટાદ જવા રવાનાં થયો હતો..
હું અમદાવાદની ધુડ ખાઇને રાત્રે ૨:૦૦ વાગ્યે ટ્રૈનમાં બેઠો.
ટ્રૈનમાં લોકો સુમસાન સુતાં હતા.
સવારે આઠથી સાંજનાં ૨:૦૦ વાગ્યા સુધી અમદાવાદની ધુડ ખાયને થાક્યો હતો.
લગભગ રાત્રે ૨:૦૦ વાગ્યા સુધીમાં તો મે ત્રણ નિદંર લઇ લીધી હોય...
હા' મને યાદ હતું કાલ સવારે મારે કોલેજનો પહેલો દિવસ હતો.
મને થતું શું હશે મારી કોલેજમાં?
કેવા હશે મારી કોલેજના પ્ોફેસર?
અત્યાર સુધી તો મારા મિત્રો સારા હતા હવે કોલેજમા કેવા મળશે મિત્રો..
એના વિચારમાંને વિચારમા જ આંખ મારી મિચાઈ ગઇ...
#કોલેજનો_પહેલો_દિવસ....
આજ મારો કોલેજનો પહેલો દિવસ હતો
મને થતું શું હશે કોલેજમાં?
કેવી હશે મારી કોલેજ?
હું સરસ મજાના કપડા પહેરી કોલેજમાં જવાની તૈયારી કરતો હતો.
તુ આવે છો ને આજ કોલેજ?
મેં 'હા' કહીને ફોન ટેબલ પર મુકયો..
લગભગ ૯:૩૦ કલાકે હું કોલેજમા આવી ગયો હતો..
કોલેજનો વાતાવરણ એકદમ રળિયામણું હતું
આજુબાજુ સરસ મજાના ખેતર હતા.
કયારેક કયારેક કબૂતરનો અવાજ તો કયારેક ચકલીનો અવાજ મારા કાને પડતો હતો.અંદર પોહંચતા જ પ્રાર્થના શરુ થઈ ગઇ હતી
અફસોસ હતો કે પહેલા જ દિવસે જ હું પ્રાર્થનામા જોડાય ન શકયો..
કોલેજમા પ્રવેશ કરતા જ હું પહેલા જ પ્રિન્સીપાલને મળ્યો..
પ્રિન્સીપાલનો આવકાર મને ઘણો નિકટ લાવી દિધો..
પ્રિન્સીપાલ ચેક કલાસ સુધી મને મુકવા આવ્યા અને કહ્યું બેટા આ તારો કલાસ..
હું બે ઘડી તે પ્રિન્સીપાલ સામે જોય રહ્યો
અને કલાસમાં મે પ્રવેશ કર્યો .
કલાસનું વાતાવરણ ખુબ જ સરસ હતું
પહેલી વાર મળ્યા હોય એવું લાગતું જ નોહતું!
જાણે જન્મ જન્મનો સાથ હોય તેમ બધા જ પક્ષીની જેમ કલરવ કલરવ કરી રહયા હતા.એટલામા જ મને આદર સહીત કલાસમા મુકવા આવેલ પ્રિન્સીપાલ કલાસમા આવ્યા
તેનો નિયમ હતો જે વિધાથી કલાસમા નવા આવે તેનો ઇન્ટ્ોડકશન લેતા..
જેમાં મારો વારો પહેલો જ હતો કેમકે હું પહેલી બેન્સ પર હતો ..
સૌ પ્રથમ મે મારુ નામ પપ્પાનુ નામ અને સ્કુલનું નામ કીધું ..
પણ,મને બે સવાલ એવા કરા કે હું થોડીવાર મુંજવણમા મુકાય ગયો..
૧)પહેલો સવાલ
તમે શા માટે ફામઁસીમા એડમીશન લીધું ?
૨)બીજો સવાલ
તમે ફામઁસી કરી શું કરવા માંગો છો..?
મારી સામે ફુલની જેમ હસતા તેમણે બે સવાલ કર્યા ..
મને ફામઁસી કરવું ગમે છે...
ફામઁસી પુરુ કરી હું ફામઁાકંપની શરુ કરવા માંગું છું.
સરસ....મને તેમણે કહ્યું ...
અમારો લેકચર થોડીવાર પછી પુરો થયો..
હું થોડીવાર આમતેમ બેન્ચ પર થયો ત્યાં જ મારી નજર એક બેન્ચ પર પડી.
તેની ભુરી આંખ ગુલાબી હોઠ લીલા રંગનો આસા પટાવાળો ડ્ેસ અને કયારેક કયારેક બારીમાંથી આવતા પવની ઝલકથી તેના માંથા પરના વાળ ચહેરાને વધુ સુંદર બનાવતા હતા...
હું કઇ આગળ વિચાર કરવા જાવ ત્યાં તેમણે પણ મારી તરફ નજર કરી..
તે પણ મારી સામું કોઈ હમણાં જ બે નદીના બંધન માથી છુટી એકલતા અનુભવી રહી હોય તે રીતે મારી સામું જોયું ...
મે શરમાઇને નજર નીચે કરી તે પણ થોડી શરમાઇ..
તે બારી બાજુ જોયને થોડું હસી...
ફરી વાર તેણે ત્રાસી નજરે મારી સામું જોયું ..
તે મારી સામે હસી...
હું પણ તેની સામે થોડું હસ્યો.
હું તેને હસતી જોય જ રહ્યો મને થયું ઘડીભર કેવી સુંદરતા ..
આવી સુંદરતા મે પહેલી વાર જોઈ હતી.
અપ્સરા પણ તેની સામે ઘડીભર જોય રે તેવી સુંદરતા તેની હતી.,
મને તેની બાજુમાં બેસી કલાકો સુધી તેનો ચેહરો જોવાનું આજ મન થઇ ગયું .
મને થયું શું નામ હશે એનું ?
હું તેનું નામ જાણવા માટે આતુર હતો...
.............................
લી.કલ્પેશ દિયોરા
-kalpeshdiyora999@gmail.com