Single Mother in Gujarati Motivational Stories by Khodifad mehul GuRu books and stories PDF | સિંગલ મધર

Featured Books
Categories
Share

સિંગલ મધર

" અભ્ય,બેટા જલ્દી કર,જીદ ના કર,તારી સ્કૂલબસનો ટાઇમ થઇ જવા આવ્યો છે.જલ્દી રડયા વગર રેડી થઇ જા."તૃપ્તિએ તેના છોકરા અભ્ય ને સ્કૂલ યુનિફોર્મ પહેરાવતા,આજીજી કરતા કહ્યુ.
"ના મમ્મા ,મારે નથી જવુ સ્કૂલે આજે,પ્લીઝ મમ્મા"પોતાના ગળામા બાંધેલી ટાઇની ગેઠને છોડતા,એક હાથ થી પોતાની આંખને ચોળતા,રડતા,કગળતા અવાજ સાથે અભ્ય એ તેની મમ્મી તૃપ્તિને કહ્યુ.
"પ્લીઝ અભ્ય, ખોટી જીદ ના કર.... સ્કૂલે તો જવુજ પડેને ,તને સ્કૂલે જવામા શુ પ્રોબ્લમ છે..બેટા."સેન્ડવીચ ખવરાવતા ખવરાવતા,તૃપ્તિ અભ્યને સમજાવાની કોશીશ કરે છે.
"નો...મમ્મા....નો...મમ્મા.."ના પાડતા,સેન્ડવીચના પીચને ડાઇનીંગ ટેબલ પર પડતો મુકીને,અભ્ય ખુરશી પરથી ઉભો થઇને પોતાની રૂમ તરફ ઉતાવળા પગે ચાલતો થાય છે.તૃપ્તિ તેની પાછળ જઇને તેને પકડીને,ટોમેટો સોસથી બગડેલા તેના હોઠ,ટીસ્યુ પેપરથી સાફ કરે છે.ત્યાર બાદ તે,અભ્યના લંચબોકસમા બે સેન્ડવીચ અને ટોમાટો કેચઅપ મુકે છે.
અભ્યનો શર્ટ,તેના યુનિફોર્મ ના પેન્ટમા ઇન કરે છે ત્યાર બાદ તેને બેલ્ટ પહેરાવે છે.તૃપ્તિ અભ્યના સ્કૂલ શુઝ સાફ કરી તેને,પહેરાવે છે.તૈયાર કરેલુ લંચબોકસ,તૃપ્તિ અભ્યના સ્કૂલ બેગમા મુકે છે.પાણી ભરેલી બોટલને અભ્યના ગળામા લટકાવે છે.એક હાથમા સ્કૂલબેગ અને બીજા હાથમા અભ્યનો હાથ પકડીને,તૃપ્તિ સોસાયટીના ગેઇટ તરફ ચાલતી થાય છે.ગેઇટ પર પહોંચતાની સાથેજ,સ્કૂલ બસ આવે છે.તૃપ્તિ વ્હાલ ભરા ચુંબન સાથે,અભ્યને સ્કૂલ બસમા બેસાડે છે. સ્કૂલબસ તેના રુટ તરફ ચાલતી થાય છે. તૃપ્તિ હળવા હાસ્ય સાથે,સ્કૂલબસ ની બારી પાસે બેઠેલા અભ્ય ને,પોતાનો હાથ ઉચો કરી બાય બાય કરે છે. અભ્ય તેની મમ્મીનું બાય બાય જોયને,પોતાના અંગુઠાને હોઠે અડાડીને કીટ્ટા કરતો જાય છે.તો સામે ઉભેલી તેની મમ્મી પોતાના હાથ થી,કાન પકડીને સોરી કહીને માફી માંગે છે.
અભ્ય,સ્કૂલબસમાથી ઉતરીને,પોતાનુ સ્કૂલબેગ ખંભે નાખીને પોતાના ક્લાસમાં જાય છે.બધા બાળકો પોતાની જગ્યા પર ઉભા થઇને,પ્રાર્થના કરે છે.તે વગઁની શિક્ષિકા,પોતાના કલાસના બાળકૉની એટેન્ડસ લે છે.ત્યાર બાદ તે,તેને આપેલુ હોમવકઁ ચેક કરે છે.આ જોયને અભ્યના ચહેરા પર ગભરાહટ પેદા થાય છે.હૃદયના ધીમે ધબકતા ધબકારા,ધડાધડ ધબકવા લાગે છે.તેની કલાસ ટીચર તેની બાજુમા બેઠેલી કૃતીનુ હોમવકઁ ચેક કરી રહી હતી.
"અભ્ય,તારા હોમવકઁની બુક મને આપ "નીચુ માથું રાખીને બેઠેલા અભ્યને તેની કલાસ ટીચરે કહ્યુ.આ સાંભળીને અભ્ય એ તેની હોમવકઁની બુક તેની ટીચરના હાથમા મુકી.
"શુ છે આ બધુ અભ્ય,આજે તુ હોમવકઁ કર્યા વગરજ સ્કૂલે આવી ગયો.કેમ હોમવકઁ ના કરુ?"અભ્યની ટીચરે તેના પર ગુસ્સો કરતા કહ્યુ.અભ્યની આંખોમા આંસુ આવી ગયા.
"ગેટ આઉટ..કલાસની બહાર ઉભો રહે જા "અભ્યને તેની કલાસ ટીચરે,કલાસ માથી બહાર કાઢતા તેની ટીચર બોલી.અભ્ય ધીમા પગે,ધીમા ધીમા ધ્રુજકે રડતો રડતો,નીચુ માથું રાખીને ક્લાસની બહાર નિકળી ગયો.તેની આસપાસના વિદ્યાર્થીયે અભ્યની આંખ માંથી ટપકતા આંસુઓ ને,ક્લાસની લોબીમાં પડતા જોયા.અભ્ય તેના ક્લાસની બહાર લોબીમા,નીચુ જોઇને ઉભો હતો.આખી લોબીમા એકદમ નીરવ શાંતિ જણાતી હતી.માત્ર અલગ અલગ કલાસમા બાળકોને ભણાવી રહેલા,ટીચરોનો ધીમો અવાજ બહાર આવી રહ્યો હતો.
"ટીચર,પ્રીન્સીપલ મેડમને મારી ફરિયાદ કરશે, પ્રીન્સીપલ મેડમ મારી મમ્મીને બોલાવીને,તેની સામેજ મને ધમકાવશે."નીચુ માથુ રાખીને ઉભેલા,અભ્યના મગજમા આવા વિચારો વૃધ્ધી પામી રહ્યા હતા.
"અભ્ય,કાલે તુ તારા પપ્પાને સાથે લઇને સ્કુલે આવજે.અને મે આપેલુ હોમવકઁ બે વાર કરીને આવજે."અભ્યની ક્લાસ ટીચરે,હોમવકઁ ન કરવાની સજા આપતા અભ્યને કહ્યુ. અભ્ય નિરસ ચહેરા સાથે,કલાસમા આવ્યો,પોતાની બોટલ માથી પાણી પીધું,તેની બુકસને બેગમા મુકી,બેગ બંધ કરી.સ્કૂલનો બેલ વાગ્યો.બધા વિદ્યાર્થીયે પોતાના બેગ ખંભે નાખ્યા ને ,એકી સાથે અવાજ કરતા,વોટર બેગના બેલ્ટને હાથમા પકડી,વોટર બેગને ગોળ ફેરવતા,એકબીજાના હાથ પકડીને,દોડતા બધા વિદ્યાર્થીઓ સ્કુલબસ તરફ દોડયા.
અભ્ય એકલો તેની પાછળ ધીમે ધીમે ચાલતો હતો.તે સ્કૂલબસમા તેની જગ્યા પર બેઠો.સ્કુલ બસના બાળકો,બસમા એકબીજાની સ્કૂલબેગ ખેંચતા હતા.અમુક બાળકો એકબીજાની વોટર બેગમા બચેલા પાણીથી બીજાની વોટર બેગમા પાણી ભરતા હતા.તો કોઇ વળી કંઇક અલગજ મસ્તી કરતા હતા.અભ્યને આ બધુ દેખાતુ તો હતું,પરંતુ તેની કોઇ સારી કે ખરાબ અસર નહોતી થતી.વારંવાર તેના કાનમાં,તેની ટીચરે કહેલા શબ્દોજ સંભળાતા હતા. અભ્ય તેની સોસાયટીના ગેટ પર સ્કૂલબસમાથી ઉતરી ગયો અને તેના ધર તરફ ચાલવા માંડયો.
"અભ્ય,બેટા તુ આવી ગયો."તૃપ્તિએ અભ્યના માથા પર હાથ ફેરવતા કહ્યુ.અભ્ય એક શબ્દ પણ ના બોલ્યો.તૃપ્તિએ અભ્યનુ સ્કૂલ બેગ,તેના ખંભા પરથી ઉતારુ.અભ્યને પોતાના હાથ થી,ઠંડુ પાણી પીવડાવ્યુ,તેનો યુનીફોમઁ કાઢીને,તેને નાઇટ પેન્ટ અને ટી શટઁ પહેરાવે છે.અભ્ય ધરના હોલમા બેસે છે.ત્યાર બાદ તૃપ્તિ અભ્યને એક ડીશમા કાપેલુ સફરજન આપે છે. અભ્ય સોફા પર બેસીને,એક હાથમા ટીવીનુ રીમોટ પકડીને કાર્ટૂન નેટવર્ક જોતા જોતા સફરજ ખાઇ છે.
"અભ્ય,ટીવી બંદ કર,હોમવકઁનો ટાઇમ થઇ ગયો છે "રસોડામા સબજી સુધારી રહેલી તૃપ્તિ બોલી.પણ તેની આ બુમને કોઇ પ્રતિકાર મળ્યો નહી.તે સબજીને ગેસ પર પકવા મુકીને,ટીવી જોય રહેલા અભ્ય પાસે આવે છે.અભ્યના હાથમા અડધી ખાધેલી સફરજની સીર હતી,પેટ પર ટીવીનુ રીમોટ પડેલુ હતુ.અભ્યની આંખો બંધ હતી.ધીમો શ્વાસ ચાલતો હતો. અભ્ય સોફા પર ઉંધી રહ્યો હતો.તૃપ્તિએ ટીવી બંધ કરી.
અભ્યને ઉઠાડયો,તેના હાથ પગ અને મો ધોવડાવી ને,તે બન્ને જમવા બેઠા.તૃપ્તિ અભ્યને પોતાના હાથ થી ખવડાવે છે.ત્યાર બાદ તે પોતે જમે છે.અભ્ય જમીને,તૃપ્તિનુ લેપટોપ ઓપન કરીને,ઓનલાઇન વિડીયો ગેમ રમે છે.ધરના હોલમા,ગોળીઓ છુટવાનો અવાજ,અને આ ગોળીઓ વાગવાથી થી ધાયલ થતા,ગોળીઓ વાગવાથી મરતા,માણસની સીચોનો અવાજ,રોડ પર પુરપાટ ઝડપે ચાલતી કારનો અવાજ,લેપટોપ માથી આવી રહ્યો હતો.રસોડામા વાસણ માજી રહેલી તૃપ્તિને,નળ માથી વહેતા પાણીના અવાજની સાથે,વિડીયો ગેમનો અવાજ પણ સંભળાય છે.
"ચાલ....અભ્ય,હોમવકઁ કરીયે,તારુ સ્કૂલ બેગ લઇ આવ,વિડીયો ગેમ કાલે રમજે. "તૃપ્તિએ પોતાના માથાના વાળ સરખા કરતા,અને પોતાના મોમા રહેલી પીન ને વાળમા ભરાવતા કહ્યુ.
" નો મોમ,મને વિડીયોગેમ રમવા દે,મને કોઇ હોમવકઁ નથી આપ્યુ."ભોળા સ્મીત સાથે,અભ્ય એ તેની મમ્મીને જવાબ આપ્યો.
"સાચે...તારી હોમવકઁની ડાયરી બતાવતો મને."તૃપ્તિએ અભ્ય પાસેથી ડાયરી માગતા કહ્યુ.અભ્ય એ ગેમ રમતા રમતા તેની હોમવકઁ ડાયરી તેની મમ્મીને આપી.તૃપ્તિએ ડાયરી ચેક કરી. ડાયરીમા કોઇ હોમવકઁ લખેલુ નહોતું.
"ગુડ બોય....માય ગ્રેટ બોય"તૃપ્તિએ અભ્યને ગાલ પર પપ્પી કરતા કહ્યુ.
"યસ...મમ્મા "અભ્યે તેની મમ્મી તૃપ્તિના ગાલ પર પપ્પી કરતા બોલ્યો .
"ઓકે...બેટા,હુ કપડાને ઇસ્ત્રી કરુ છુ,પેલા રૂમમા.તુ શાંતિથી રમજે."તૃપ્તિ આટલુ બોલીને ઇસ્ત્રી કરવા જાય છે.અભ્ય પોતાની ધુનમા વિડીયોગેમ રમવાનુ ચાલુ રાખે છે.
"અભ્ય,ચાલ હવે સુઇજા,કાલે સ્કૂલે જવાનુ છે"તૃપ્તિએ
રૂમ માથી બુમ મારી.પણ કોઇ જવાબ ના મળો.તે કપડા કબાટમા મુકીને, રૂમ માથી બહાર હોલમા આવે છે.લેપટોપ અભ્યના પેટ પર પડુ છે,લેપટોપનુ માઉચ,નીચે લટકી રહ્યુ હતુ.
લેપટોપની સ્ક્રીન ઉપર,oops,you are lost this game આવો રેડ કલરનો મેસેજ આવતો હતો. અભ્ય વિડીયોગેમ રમતા રમતાજ સુઇ ગયો હતો. તૃપ્તિ લેપટોપ ઓફ કરી તેને સાઇડમાં મુકે છે,તે અભ્યને તેડીને તેની રૂમમા,બેડ પર સુવરાવે છે.તૃપ્તિ તેના ધરની બધી લાઇટ ઓફ કરીને સુઇ જાય છે.
* * * * * * * * * * * * * * * * * * *
રૂમમા લટકાવેલી ધડીયાળમા,એક પછી એક,એમ છ ડંકા વાગે છે.આ અવાજ સાંભળીને,તૃપ્તિ પોતે ઓઢેલી,શાદરને પોતાના પરથી ઉઠાવતા,આંખો સોળતા,બગાસુ ખાતા અને આળસ મરડતા,બેડ માથી ઉભી થાય છે.તે ફટાફટ ફ્રેશ થાય છે. તૃપ્તિ અભ્યને ઉઠાડે છે,તેને બ્રશ કરાવે છે,નવરાવે છે.સ્કૂલ યુનીફોમઁ પહેરાવે છે.અભ્યને નાસ્તો ખવડાવે છે.ત્યાર બાદ રોજના સમય પ્રમાણે, તેને સ્કૂલબસમા બેસાડે છે.ત્યાર બાદ તૃપ્તિ પણ,પોતાનો નાસ્તો કરી,બપોરનુ ટીફીન લઇને બેન્ક પર જાય છે. તૃપ્તિ એક બેન્કર હતી.
"અભ્ય,તુ તારા પપ્પાને લઇને કેમ ના આવ્યો,તે હોમવકઁ કર્યુ કે નહી?"અભ્યની ક્લાસ ટીચરે અભ્યને પુછ્યુ.
"સોરી....મેમ,હોમવકઁ નથી કર્યુ અને પપ્પા પણ સાથે નથી આવ્યા. "ગભરાતા સ્વરે અભ્યે જવાબ આપ્યો. અભ્યની આંખમાંથી આંસુ સરી રહ્યા હતા.
"તુ ક્લાસની બહાર ઉભો રહે,મારો કલાસ પતે પછી તને પ્રિન્સીપલ મેડમ,જોડે લઇ જવ છુ."ગુસ્સાથી અભ્યને તેની ક્લાસ ટીચરે કહ્યુ.અભ્ય રડતો રડતો કલાસની બહાર નિકળી ગયો.આંસુના ટીપા અભ્યના શટઁને ભીનૉ કરી રહ્યા હતા.અભ્યની સામે રહેલી ધડીયાળનો કાંટો,તેની ટીચરનો ક્લાસ પુરો કરવા, ટક ટક ચાલી રહયો હતો.ત્યાજ ધંટનો રંણકારો થયો.
"અભ્ય,તુ મારી જોડે ચાલ,પ્રિન્સીપલની ઓફીસમા"ક્લાસ પતાવીને બહાર આવતી,અભ્યની ક્લાસ ટીચરે અભ્યને કહ્યુ.અભ્ય નીચી નજર રાખીને, પ્રિન્સીપલની ઓફીસ તરફ જાય છે. અભ્ય અને તેની ક્લાસ ટીચર, પ્રિન્સીપલની ઓફીસમા પ્રવેશ કરે છે.
"કેસે હો,મેડમ....?"અભ્યની ટીચરે ખુરશી પર બેસતા, પ્રિન્સીપલને પુછ્યુ.
"મે ઠીક હુ,તુમ કેસી હો?" પ્રિન્સીપલે અભ્યની ટીચરને જવાબ આપતા,સામે સવાલ કર્યો.
"મે ઠીક હુ મેડમ"અભ્યની ટીચરે સ્માઇલ કરતા જવાબ આપ્યો.
"ઓર બતાવ,કયું આના પડા ઇસ બચ્ચે કો લેકર ?" પ્રિન્સીપલે પુછ્યુ .
"મેડમ,મેને ફાધર ડે આ રહા હૈ તો,સબકો ડિયર ડેડી કે ટોપીક પર,અપને પાપા કે બારે મે લીખને કેલીયે બોલા થા,તો એ લીખકે નહી લાયા,તો દુસરે દિન મેને ઉનકો વો દો બાર લીખને કેલિયે ઓર અપને ડેડી કો સાથ મે લાને કેલિયે બોલા થા,પર ઇસને ના તો દો બાર લીખા ઓર અપને ડેડીકો ભી નહી લાયા સાથમે.નીચી નજર કરીને ઉભેલો અભ્ય,તેની કલાસ ટીચરે કરેલી ફરીયાદ,ચુપચાપ સાંભળી રહ્યો હતો.
"કોલ...લગાવ ઉનકે ધર પે,બુલાવ ઉનકે મમ્મી પપ્પા કો,અભી ઇસી વક્ત સ્કૂલમે" પ્રિન્સીપલે અભ્યની ક્લાસ ટીચરને કહ્યુ. અભ્યની ટીચર તૃપ્તિને,કોલ લગાવે છે. અભ્ય નિરાશ,નિરસ થઇને આ બધુ જોવે અને સાંભળે છે .
તૃપ્તિની નરમ,આંગળીઓ કી બોડઁ પર ફરી રહી હતી. ત્યા જ તેની બાજુમા પડેલો,તેનો મોબાઈલ વાઇબ્રેટ થાય છે. તે કોલ રીસીવ કરે છે.
"હલ્લો,કોન બોલ રહે હૈ આપ?"અભ્યની ટીચરે પુછ્યુ.
"મે તૃપ્તિ બોલ રહી હુ,આપ કોન ?"તૃપ્તિએ જવાબ આપતા સામો સવાલ કર્યો.
"જી,તૃપ્તિજી....મે અભ્ય કી ક્લાસ ટીચર બોલ રહી હુ,કયા આપ અભી સ્કૂલપે આ સકતી હૈ?" અભ્યની ટીચરે જવાબ આપતા,તૃપ્તિને કહ્યુ.
"હમમમ....યસ...મેડમ...મે અભી આતી હુ "તૃપ્તિએ પોતાનો લંચ મોકુફ રાખતા,હેલ્મેટ પહેરીને,પોતાની એકટીવા લઇને,બેન્ક પરથી અભ્યની સ્કૂલ પર આવવા નિકળે છે. થોડીજ વારમા,તે સ્કૂલ પર પહોંચે છે.તે પોતાની એકટીવા પાકઁ કરીને પ્રિન્સીપલની ઓફીસ તરફ જાય છે.
"મે આઇ કમીન, મેડમ? "તૃપ્તિએ દરવાજા પર નોક કરતા બોલી.
"યસ...કમીન "પ્રિન્સીપલે તૃપ્તિને પરવાનગી આપતા કહ્યુ.તૃપ્તિ ઓફીસની અંદર આવે છે.તૃપ્તિ પ્રિન્સીપલના ટેબલની સામેની ખુરશી પર બેસે છે.અભ્યની ક્લાસ ટીચર,તૃપ્તિને હોમવકઁની બધી વાત જણાવે છે.અભ્યની આંખો જમીન તરફ હતી,તેના ગાલ પર આંસુના ટીપા ધીમે ધીમે ઢળી રહ્યા હતા.
"અભ્ય,મે તને તારા હોમવકઁની બાબતે પુછેલુ તો તુ મારી સામે જુઠ કેમ બોલ્યો,મને કીધુ કેમ નહી ?"તૃપ્તિએ અભ્યને પુછ્યુ.
"સોરી....મમ્મા,વો હોમવકઁ પોશીબલ હી નહીં થા હમારે લિયે "અભ્ય આંસુ લુછતા બોલ્યો.
"કયુ...પોશીબલ નહી થા?,કયા ધિકકત થી?"તૃપ્તિ એ અભ્યને પુછયુ.
"કયુ કી હમારે ધર મે પપ્પા હી નહી હૈ,તો મે ડિયર ડેડી કે બારે મે કયા લિખુ"અભ્યે તૃપ્તિને જવાબ આપ્યો.તૃપ્તિની આંખો પણ,આંસુના ઝળઝળીયાથી છલકાય ગઇ.આખી ઓફીસમા શાંતિ હતી.માત્ર પંખાની હવા અને તેનાથી ઉડી રહેલા બુકના પાના નો અવાજ હતો.
"તૃપ્તિજી...પાની પી લીજીયે,સોરી હમે પતા નહી થા કી આપકે હસબન્ડ જીવીત નહી હૈ."અભ્યની ક્લાસ ટીચરે તૃપ્તિની માફી માગતા કહ્યુ.
"મમ્મા,બતાઓના મેરે પપ્પા કહા હૈ,વો ધર કયુ નહી આતે"પાણીનો ધુટ ભરી રહેલી તૃપ્તિને અભ્યે સવાલ કર્યો.
"બેટા,તુમ્હારે પપ્પા કી કાર એકસીડન્ટમે ડેથ હો ગઇ."તૃપ્તિએ અભ્યના માથામા હાથ ફેરવતા કહ્યું.
"સો સેડ તૃપ્તિજી,આપકા બચ્ચા અભી બહોત છોટા હૈ,તો આપ દુસરી શાદી કયું નહી કરલેતી,કયુ કી અકેલે પાલપોશકે બડા કરના,વો બહોત કઠીન કામ હૈ એક અકેલી ઓરત કેલિયે"પ્રિન્સીપલે તૃપ્તિને સજેશન આપતો સવાલ કર્યો.
"મુજે પતા હૈ મેડમ,મેને દુસરી શાદી કરને કા ડિસીઝન લિયાથા,પર વો ફેઇલ હો ગયા."તૃપ્તિએ આંખમા આવેલા આંસુને લુછતા કહ્યુ.
"કયુ ડિસીઝન ફેઇલ હુવા?" પ્રિન્સીપલે તૃપ્તિને સવાલ કર્યો.
"મે ભી એક અચ્છા હસબન્ડ ઓર અભ્ય કો અચ્છે ડેડી દેના ચાહતી થી,પર લડકે વાલી ફેમીલી,મેરે સાથ મેરે અભ્ય કો એકસેપ્ટ કરના નહી ચાહતી થી,તો ફીર મેને લાઇફ ટાઇમ સિંગલ મધર રહેના હી ડીસાઇડ કર લિયા."તૃપ્તિના આ જવાબમા મજબુત,મહાન અને મહેકતુ માતૃત્વ છલકાઇ રહ્યુ હતુ.
અભ્ય તૃપ્તિની આંખો લુછતો હતો,તૃપ્તિ પણ અભ્યના માથાના વાળ સરખા કરી રહી હતી.પ્રિન્સીપલ અને અભ્યની કલાસ ટીચર આ જોય રહ્યા હતા.
"તૃપ્તિજી ઑર અભ્ય...મુજે માફ કરના,મુજે એ સબ પતા નહી થા"અભ્યની ક્લાસ ટીચરે તૃપ્તિની માફી માગતા બોલી.
"નો સોરી...ડોન્ટવરી...આપને તો અપની તરફસે જો જીમેદારી થી વો પુરી તરહ નિભાઇ."સ્મીત સાથે તૃપ્તિએ જવાબ આપ્યો.
અભ્યના હાથમા ચોકોલેટ હતી.તૃપ્તિએ અભ્ય નુ બેગ એકટીવા પર મુકયુ.અભ્ય તૃપ્તિને હગ કરીને બેસી ગયો.તૃપ્તિએ હેલ્મેટ પહેરયુ અને પોતાની એકટીવા શરૂ કરી અને ધર તરફ જવા લાગી.


દુનિયાની અંદર રહેલી આવી સિંગલ મધરને મારા સલામ.