Aarohi - 4 in Gujarati Love Stories by Irfan Juneja books and stories PDF | આરોહી - ૪

Featured Books
Categories
Share

આરોહી - ૪

સવાર થતા જ વૈભવભાઈ અને વર્ષાબેન એક કામથી બહાર જાય છે. એમના ગયા પછી થોડી જ વારમાં વિરાટનો વકીલ આરોહીના ઘરે આવી ચડે છે. આરોહી દરવાજો ખોલે છે.

"તમે? તમે અહીં કેમ આવ્યા છો?"

"મને વિરાટએ મોકલ્યો છે. કાલે તમારીને વિરાટની જેલમાં વાત થઇ એ માટે કાગળિયા લઈને આવ્યો છું. ક્યાં છે વૈભવભાઈ?"

"ઘરે કોઈ નથી. તમે જાઓ અહીંથી અત્યારે..."

"હા સારું વાંધો નહીં સાંજે પાછો આવીશ.."

"લાવો મને આ ડોક્યુમેન્ટ્સ આપી દો.. હું સહી કરાવી દઈશ.."

"ઓહ.. તો તું આખરે વિરાટની વાત માની જ ગઈ એમને.."

આરોહીએ માફીપત્ર લઈને જોરથી દરવાજો બંધ કર્યો. ઘરે કોઈને આ વિષે જાણ ન થાય એ માટે ફાઇલ છુપાવીને મૂકી દીધી. કારણ કે આરોહી જાણતી હતી કે જો એના મમ્મી પપ્પા સામે વકીલ આવશે ને કઈ ઊંધું સીધું બોલશે તો એ લોકો પાછા ટેન્શનમાં આવી જશે અને સહી કરી દેશે.

આરોહી ભાઈના મૃત્યુના દુઃખમાં ઓરડામાં બેઠી હોય છે. એની બંને નાની બહેનો મમતા અને અસ્મિતા ત્યાં આવે છે. આજે આરોહી અને મલ્હારનો બર્થડે હોય છે. બંને ટ્વીન્સ હતા એટલે હંમેશા સાથે જ બર્થડે ઉજવતા આવ્યા હતા પણ આજે મલ્હાર ત્યાં હાજર ન હતો. આરોહી પોતાના આ જીવનના પળોને યાદ કરીને આંખોથી અશ્રુધારા વહાવી રહી હતી.

"દીદી.. હું જાણું છું તું મલ્હાર ભાઈને મિસ કરે છે. આજે તારો ને મલ્હાર ભાઈનો બર્થડે છે પણ આપણા ઘરમાં શોકનું વાતાવરણ છે એટલે હિંમત ન થઇ આજે દિવસ દરમિયાન કહેવાની પણ મલ્હારભાઈ અમારી સાથે મળીને તારા બર્થડેની સરપ્રાઈઝ પ્લાન કરતા હતા. એમને આ ગિફ્ટ તારા માટે લીધી હતી.."

આરોહી રડતા રડતા ગિફ્ટસ ખોલે છે. સૌથી પહેલા એક બર્થડે કાર્ડ નીકળે છે. મલ્હારે આરોહીને બર્થડે વિશ કરવા આ કાર્ડ જાતે જ બનાવ્યું હોય છે. એમાં મલ્હારે એમનો આ સાથે છેલ્લો બર્થડે છે એવો પણ ઉલ્લેખ કર્યો હોય છે. મલ્હારને હતું કે આવતા વર્ષે તો એ ભણવા માટે અબ્રોડ જશે તો બર્થડે આ સાથે છેલ્લો જ હશે. પણ કોણે ખબર હતી કે આ જીવનનો છેલ્લો બર્થડે બની જશે. ત્યારબાદ બેગ માંથી એક બાળપણની ઢીંગલી નીકળે છે. જે આરોહીને ખુબ જ પસંદ હતી. એનો ભાઈ આજે એની સાથે નથી પણ એની યાદો એ આજે તાજી કરાવી રહ્યો છે. ત્યારબાદ છેલ્લી ગિફ્ટમાં મોબાઇલ નીકળે છે. મલ્હારને ખ્યાલ હતો કે આરોહીને મોબાઈલની જરૂર છે. એ મોબાઈલ લેવા પૈસા જમા કરતી હતી પણ એ પૈસા તો રિક્ષાવાળાની મદદમાં એણે આપી દીધા હતા એટલે મલ્હારએ એના માટે મોબાઈલ લીધો હતો. આરોહીએ મોબાઈલ ઓન કર્યો. મોબાઈલમાં મલ્હારે પોતાનો નવા કપડાંમાં એક ફોટો સેવ કર્યો હતો અને એક વીડિયો પણ બનાવ્યો હતો. આરોહીએ વિડીયો પ્લે કર્યો.

"હેલો મારી સ્વીટ બહેના... આજે આપણો ખાસ દિવસ છે. આજના દિવસે આપણે બંને દુનિયામાં આવ્યા હતા. આજે હું તારી સાથે નથી પણ તને બર્થડે વિશ કરવા મેં આ વીડિયો બનાવ્યો હતો. હેપ્પી બર્થડે ડિયર આરોહી... હેપી બર્થડે ટુ યુ..
જો હવે રડતી નહીં અને મમ્મી પપ્પાનું ધ્યાન રાખજે. હું મારી સટડીઝ પુરી કરીને જલ્દી આવીશ.. પછી આપણે બહુ મસ્તી કરીશું... બાય... આરોહી.."

વીડિયો જોયા બાદ આરોહીની આંખો ધળધળ વહેવા લાગી. મમતા અને અસ્મિતાએ આરોહીને શાંત કરી. ત્રણેય બહેનો મલ્હારને ખુબ યાદ કરી રહી હતી.

બીજા દિવસે સહી કરીને માફીપત્રના મળતા નેતાના ગુંડાઓ ફરીથી આરોહીના ઘરે આવી ચડ્યા. ઘરની બારીઓ પર પથ્થર મારીને એ ભાગી ગયા. વર્ષાબેન આ જોઈને ખુબ જ ડરી ગયા.

"આરોહી... આ જો હું કહેતી હતી કે સહી કરી દઈએ. આ લોકો આપણને ચેનથી જીવવા પણ નહીં દે... આજે પથ્થર માર્યા છે. કાલે કંઇક બીજું કરશે.. માન બેટા માન.."

"મમ્મી તું રડ નહીં. હું જાણું છું કે આ નાની બહેનો કોલેજ નઈ જઇ સકતી. પપ્પાને પણ ઓફીસ જતા ડર લાગે છે. આપણે પણ ઘરમાં એક ડરવાળા માહોલમાં રહીએ છીયે. પણ મમ્મી હું મલ્હારને યાદ કરું તો મને આ બધું ભુલાઈ જાય છે. મને મારા ભાઈની આત્માની શાંતિ માટે જ આ કરવું છે. મમ્મી તું મને સમજવાની કોશિસ કર..."

થોડીવાર પછી આરોહી ઘરેથી નીકળે છે. મમતા અને એના મમ્મી રોકે છે પણ એ કઈ કહ્યા વગર નીકળી જાય છે. આરોહી જેલમાં પહોંચે છે. હાથમાં માફીપત્રની ફાઇલ છે. આરોહીને આવતી જોઈ વિરાટ ખુશ ચહેરા સાથે લોકપના દરવાજે આવીને ઉભો રહે છે.

"ઓહ.. તો આરોહી મારા વગર રહી નથી સકતી... આવી ગઈ મળવા..."

"વિરાટ.. તારા જેવા લુખ્ખાઓને હું થુંકતી પણ નથી.."

"તો અહીં શું કામ આવી છે? માફીપત્ર આપવા?"

"હા લાવી છું તારું માફીપત્ર પણ સહી કરીને નઈ.. તારા મોઢાપર ફેંકવા .."

"આરોહી માની જા પરિણામ સારું નહીં આવે..."

"તારે અને તારા બાપે જે ઉખાડવું હોય ને એ ઉખાળી લેજો.. માફીપત્ર પર તો મારા જીવતા સહી નહીં જ થાય..."

આરોહી માફીપત્રના ટુકડા કરીને વિરાટના મોઢા પર મારીને પછી જાય છે. વિરાટનો ગુસ્સો દિવસે દિવસે વધતો જાય છે. વિરાટ એના પિતા, માતા , અજય બધા પાર ગુસ્સો કરે છે. કેમ કોઈ એને છોડાવતા નથી એ વિચારી એ પાગલ થઇ રહ્યો હોય છે.

અહીં નેતાજીના ઘરે વકીલ,અજય અને શર્મિલાજી અને નેતા વિચારી રહ્યા હોય છે કે હવે શું કરવું.

"અંકલ તમે ઘરની બહાર ના નીકળતા. મેં પ્લાન બનાવ્યો છે. બદનામી પણ નહીં થાય અને કામ પણ થઇ જશે. પોલીસને પ્રેશર કરીને બે કલાક માટે વિરાટને બહાર લાવવો જ પડશે.."

"પણ અજય.. મીડિયા આવી ગયું તો.. મારી ઈજ્જત, પાર્ટી , સીટનો સવાલ છે... "

"કઈ નઈ થાય અંકલ મેં બધો પ્લાન ઘડીને જ રાખ્યો છે."

આરોહી જેલમાંથી નીકળી પોતાના બીજા કામ પતાવી ઘરે આવે છે. ઘરે આવતા જ જોવે છે. વિરાટ એના હોલમાં સોફાપર બંધુક લઈને બેઠો હોય છે. એના ઘરના દરેક સભ્યો પાસે સિક્યોરિટી ગાર્ડસ ઉભા હોય છે.

"તું? તું અહીં શું કરવા આવ્યો છે?"

"ઓહ.. મેડમ અવાજ નીચે.. તું મને કહીને ગઈ હતીને કે સજા અપાવીશ.. જેલ માંથી બહાર નહીં નીકળવા દે.. લે આવી ગયો તારી સામે... બોલ શું થયું તારી ધમકીનું.."

"મારા ઘરમાંથી નીકળી જા.. ગેટ આઉટ.."

"મને કોઈ શોખ નથી તારા ઘરમાં રહેવાનો બસ આ માફીપત્ર પર સહી થઇ જાય એટલે તું તારા રસ્તે ને હું મારા રસ્તે.."

"માફીપત્ર પર તો સહી આજેય નહીં થાય ને કાલે પણ નહીં થાય..."

વિરાટ ગુસ્સામાં આવીને આરોહીને પકડી લે છે. એના માથા પર બંધુક મૂકી દે છે. આરોહીના મમ્મી ડરીને વચ્ચે આવી જાય છે.

"વિરાટ તું મને ગોળી મારી દે.. મારી દીકરીને કઈ જ ન કર.. તને પગે પડું.."

"આંટી આ રહ્યા પેપર સહી કરો..."

આરોહી એના મમ્મીને રોકે છે. પણ વર્ષાબેનએ દીકરો ગુમાવ્યો. હવે એ દીકરી ગુમાવવાના ડરમાં સહી કરી દે છે. વિરાટની આ હરકતથી વૈભવભાઈને હાર્ટઅટેક આવે છે. વિરાટ માફીપત્ર લઈને ત્યાંથી નીકળી જાય છે. આરોહી અને એના પરિવારવાળા વૈભવભાઈને હોસ્પિટલ લઈને જાય છે. ડોક્ટરના કહેવા પ્રમાણે એમને પેરાલિસિસનો અટેક આવ્યો હોય છે. એમને હોસ્પિટલમાં ICU માં રાખવામાં આવે છે. આરોહી અવાચક બની જાય છે. હોસ્પિટલની લોબીમાં ચાલતા ટીવી પર ન્યુઝમાં વિરાટને જેલમાંથી છૂટો કરવાના ન્યુઝ ચાલે છે. ફુલહાર પહેરીને એ નેતા સાથે ઘરે જઇ રહ્યો હોય છે.

નેતા અને એની પત્ની હોસ્પિટલ આવે છે. મીડિયા ત્યાં એમને રોકે છે. આરોહી અને એની માતાને પણ સવાલોની ઝડી વર્ષાવે છે. પણ આરોહી અને એની માતા કઈ જ બોલતા નથી. નેતા મીડિયા ના સવાલોના જવાબ આપતા કહે છે.

"જુવો આપ આ લોકો ને પ્રશ્નો કરીને હેરાન ન કરો. એમના ફેમેલી મેમ્બર એડમિટ છે. એમને સવાલો કરી હેરાન ના કરશો. હું તો વૈભવભાઈ અને એમના પરિવારથી ખુબ જ ખુશ છું. એમને મારા દીકરાને માફ કર્યો. અમે એમને પ્રેમથી આજીજી કરી હતી અને એ લોકોએ અમને માફી આપી. અમે એમના ઋણી છીયે..."

આરોહી અને વર્ષાબેન નેતાના આ જુઠ્ઠાણાં ને સાંભળી રહ્યા હતા. પણ કઈ જ પ્રતિભાવ આપ્યા વગર ત્યાંથી નીકળી ગયા.

બે દિવસ પછી ડોક્ટર વૈભવભાઈ ને તપાસવા આવ્યા. આરોહીએ રિપોર્ટ બતાવ્યા.

"બેટા.. બધું નોર્મલ જ છે. આપણે આજે જ વૈભવભાઈ ને રજા આપી દઈશું.. પણ એ હવે થોડા મહિનાઓ સુધી ચાલી નહીં શકે અને જમણો હાથ પણ ઊંચો નહીં કરી શકે. આપ સૌ એ કાળજી રાખવી પડશે.."

"હા ડોક્ટર વાંધો નહીં અમે કાળજી રાખીશું જ્યાં સુધી વ્હીલચેર પર છે.."

"ઓકે બેટા તો તમે ડિસ્ચાર્જની ફોર્મટીલી કરી દો એટલે રજા મળી જાય..."

"હા ડોક્ટર સાહેબ.. અને કેટલા પૈસા થયા?"

"પૈસા.. બેટા આમનુ તો બધુ જ પેમેન્ટ ક્લિયર છે.."

"હે? વોટ? કોને આપ્યા પૈસા?"

"દાતા એ નામ ગુપ્ત રાખ્યું છે..."

"હું એમની દીકરી છું. અમે કોની દયા નીચે દબાયા છીયે મારે જાણવું છે.."

"નેતાજી એ કાલે રાત્રે જ પેમેન્ટ કર્યું..."

આરોહી આટલું સાંભળી ભડકે બળી ગઈ. એ પિતાને ડિસ્ચાર્જ અપાવીને ઘરે ગઈ. ત્યાંથી ગુસ્સામાં નેતાની પાર્ટી ઓફીસએ પહોંચી. દરવાજે સિક્યોરિટીએ રોકી. નેતાએ આરોહીને આવતા જોઈ અને સિક્યોરિટીને કહ્યું

"આવા દો એને અંદર..."

ઓફીસમાં વિરાટ , શર્મિલા અને નેતા બેઠા હતા.

"આવો બેટા.. મળી ગઈ તારા પિતાને રજા..?"

"હા મળી ગઈ.. પણ અમે તમારા જેવા ખૂનીના પૈસાનું દાન નથી લેવા મંગતા.. એટલે આ રહ્યો તમારા પૈસાનો ચેક... અમારી પર દયા કરવાની કોઈ જ જરૂર નથી..."

"આરોહી... અવાજ નીચે કરીને વાત કર તને ખબર નથી તું કોની સાથે વાત કરે છે..."

"હું મારા પુરા હોશમાં છું. મને ખબર છે હું અહીં એક નેતા સાથે વાત કરું છું. જે પોતાની પૈસાની હવા કરીને પાવર બતાવીને કોઈને પણ ને ધમકાવવાની વાત કરે છે... "

"છોકરી બહુ ના બોલ..."

"બહુ શું હે?? લોકોને સત્તાનો ફાયદો ઉઠાવીને હરાવી દો એમાં કોઈ ધાડ નથી મારી લીધી. મજા તો ત્યારે આવે જયારે કોઈને સત્તાના પાવરના ઉપયોગ વગર હરાવો.. સમજ્યા.. "

વિરાટ આ સાંભળીને અવાચક બની જાય છે. નેતા પણ જીવનમાં કોઈ પહેલી આવી છોકરી મળી હશે જે નીડર એની સામે એની ઓકાત બતાવીને ચાલી ગઈ. આરોહી ઘરે આવે છે. એના મમ્મી સાથે એ ખુબ જ નારાજ છે. એના મમ્મીએ માફીપત્ર પર સહી કરી એ વાતને લઈને એ કોઈ સાથે ઘરમાં વાત પણ નથી કરતી. બે દિવસ આમ જ ચાલ્યા બાદ મમતા આરોહીને સમજાવે છે.

"જો આરોહી મમ્મીએ જે કર્યું એ તારા જીવ ખાતર કર્યું. એ ડરી ગઈ હતી કે મલ્હાર સાથે થયું એ તારી સાથે થશે તો? એટલે સહી કરી નાખી. તું પ્લીઝ એમને દોષ ન આપ. તું પણ ત્રણ દિવસ થી નથી જમી અને મમ્મી પણ પ્લીઝ તું કંઇક ખા તો મમ્મી પણ જમશે.."

આરોહીને મમતાની વાત યોગ્ય લાગી. એ રસોડામાં જઈને જમવાની થાળી બનાવી એના મમ્મીના ઓરડામાં ગઈ. વર્ષાબેન આરોહીને જોઈને રડી પડ્યા.

"બેટા હું જાણું છું કે મલ્હારના દોષીને છોડાવીને મેં ભૂલ કરી પણ બેટા વિરાટએ જયારે મલ્હારને ગોળી મારીને ત્યારે હું ત્યાં હાજર ન હતી. નઈ તો મારા દીકરાના ભાગની ગોળી હું ખાઈ લેત. પણ જયારે એને તારા માથે બંધુક મૂકી ત્યારે હું સામે હતી. બેટા તું જ કે કઈ મા હશે જે પોતાના બાળકની સામે મોત થતા જોવે... મને માફ કરીદે દીકરી..."

"હા મમ્મી.. જે થયું એમાં તારી ભૂલ નથી બસ મને તો મલ્હારનો ગુનેગાર ખુલ્લેઆમ ફરે છે એ અફસોસ છે.. ચાલ જમી લે.. અને રડ નહીં.."

આરોહી અને વર્ષાબેન ત્રણ દિવસ પછી એકબીજાને મોઢામાં કોળિયા આપીને જમાળે છે. આરોહી પોતાના ભાઈના ખૂનીને આઝાદ જોઈ આઘાત અનુભવી રહી છે. વર્ષાબેનને પણ જે કર્યું એનો અફસોસ છે. પણ પરિસ્થિતિ સામે બંને વંચીત હતા. શું કરવું એની કોઈ સમજ જ ન હતી. વૈભવભાઈ પેરાલિસિસના અટેકના કારણે જાતે હરીફરી પણ નથી સકતા. વર્ષાબેન સતત એમની કાળજી રાખી રહ્યા છે. મલ્હાર પણ હવે નથી રહ્યો. ઘરમાં પૈસાની તંગી વર્તાઈ રહી છે.


[ક્રમશ:]