પ્રસ્તાવના:
આ સનસની ખેજ કથા મારા અને મિનલજી ના સહિયારા પ્રયાસથી આલેખાઈ..
છે આશા રાખુ છુ કે તમને ગમી જશે..
કહાની ફક્ત મનોરંજનના માટે લખાઇ છે જેમાં હકીકતોને અવકાશ નથી..
============
- સાબીરખાન પઠાણ "પ્રીત"
- મિનલ ક્રિશ્ચન "જીયા"
9
જીયાએ જે વાત સમિરને કહી એ આ મુજબ હતી.
આખો કબિલો ખૌફના ભારણ તળે દબાયેલો હતો.
ધરધરમાં રોકકળ હતી.
કોણ કોના આંસુ લૂછતુ.
એક પણ ધરમાં પાપા પગલી પાડનારુ કોઈ બચ્ચુ નહોતુ.
કબિલાના દરેક ઘરોનાં પ્રાંગણો સૂના ગરમલ્હાય નિસાસા નાખતાં હતાં.
સ્ત્રીઓના ચહેરા પરનાં તેજ ગાયબ હતાં.
ડરી ડરીને બહાર નિકળતી સ્ત્રીઓ સતત હેમખેમ ધરે પહોચવાની ઉતાવળમાં રહેતી.
કબિલાવાસીઓનુ પ્રભાત એક નવી આશાઓ સાથે ઉગતુ.
પરંતુ આજના પ્રભાતની રોનક જુદી હતી.
એક રહસ્યનો પર્દાફાશ થવાનુ પહેલેથી જાણી ગયાં હોય એમ કેટલાય દિવસથી આ વિસ્તારને છોડી ગયેલાં પંખીઓ કિલ્લોલે ચડ્યાં હતાં.
દૂર વનરાજીમાં મોરલો કળા કરી ટહૂકવા લાગેલો.
જાણે કે સાવ કોરી ધાકોર ધરા ભીંજાવાનો એને અણસાર હતો.
કબિલાવાસીઓએ કેટલાય દિવસ પછી પ્રકૃતિમાં પલટો જોયો હતો.
કુદરત પણ કંઈક બદલાવ ઈચ્છી રહી હતી.
એવામાં અચાનક અણધારી એક ઘટના ઘટી.
કબિલાના જ એક ઘરના દ્રારે ફરિશ્તાની જેમ એક સવાલી આવીને ઉભો..
"માઈઈ..! અલ્લાહ કે વાસ્તે કુછ દે દે..!
યે સવાલી તૂજે દુવા દે જાયેગા..!"
એક અજાણ્યા જ ભિક્ષુકને ઘરના ઊંબરે આવેલો જોઈ એક ગર્ભવતી સ્ત્રી પ્લેટમાં સબ્જી રોટલી સાથે બહાર આવી.
બે ઈંચની મુલાયમ શ્વેત દાઢી, માથે શ્વેત પાગડી, આંખોમાં અનોખુ તેજ અને ચહેરા પર અલૌકિક નૂર ધરી ઉભેલો ફકીર બે પળ માટે એ સ્ત્રીને જોઈ વિચલિત થઈ ગયો.
એના મનમાં ઉઠેલા વંટોળને ઠરીઠામ થવા દઈ એણે ભોજનની પ્લેટ લઈ લીધી.
"યહાં બૈઠકર આરામસે ખાઇએ બાબા..!"
પેલી સ્ત્રીએ પ્રેમાળ સ્વરે કહ્યુ.
અને ઘરમાં જવા પીઠ ફેરવી કે ત્યાં જ..
"ઠહેરો માઈ..! કોઈ બૂજુર્ગ હૈ આપકે ઘરમે મે..? મૈ સબકે ભલે કે લિએ કુછ બતાના ચાહતા હું..!"
"જી અભી આઈ..!" કહેતી એ સ્ત્રી ભીતરે ચાલી ગઈ.
ફકીર મસ્તીથી ક્ષુધા તૃપ્ત કરતો રહ્યો.
પેલી સ્ત્રી પાછી ફરી ત્યારે એની સાથે આધેડ ઉમરનાં સ્ત્રી અને પુરૂષ હતાં.
બેઉની આંખો નીચે કૂંડાળાં બાજી ગયાં હતાં.
ચહેરાઓ પર ઝાંખપ વર્તાતી હતી.
"કહિએ બાબા ક્યા હૈ..?"
આધેડ પુરૂષે આંખોમાં જુગુપ્સા ભરી પૂછ્યુ.
-ક્યા બાત હૈ..?"
ફકીરે ખાવાનુ પૂર્ણ કરી તૃપ્તીનો ઓડકાર લઈ પ્રભુનુ સ્મરણ કર્યુ.
પેલી ગર્ભીણી સ્ત્રીના હાથમાંથી પાણીની બોટલ લઈ પાણી પીધુ.
પછી બેઉ આધેડ પતીપત્ની તરફ નજર નાખતાં બોલ્યા.
"જબ આપકા નમક ખા લિયા હૈ તો.. નમક કા હક અદા કરકે જાના ચાહતા હૂં..!"
"અછ્યા વો કૈસે..?"
માથા પર ઉતરી રહેલા આછા વાળમાં હાથ ફેરવતાં પેલા આધેડે પૂછ્યુ.
મુજે લગતા હૈ આપ લોગો કો કોઈ ચિંતા ખાએ જા રહી હૈ..!
ઔર મેરા રબ મૂજે સચ બુલવા રહા હૈ તો વો સારી ચિંતા આપકી બહુ કે પેટમે પલ રહે ગર્ભ કો લેકર હૈ..!"
બેઉની આંખો પહોળી થઈ ગઈ.
બન્ને જણાં ફકીર સામે હારેલા યોધ્ધાની જેમ ફસડાઇ પડ્યાં.
એમની આંખો ડબડબી ઉઠી હતી.
"આપને બિલકૂલ સહી કહા બાબા..!"
"આપ ઉઠીએ.. મૈ કોઈ ફરિશ્તા નહી હૂ..!
મૂજે મહેસૂસ હુઆ હૈ કી યહાં કી ઓરતે ઔર બચ્ચે સલામત નહી હૈ..!
ખાસ કરકે જન્મ લેને વાલા એક ભી બચ્ચા જિંદા બચતા નહી હોગા..!"
"બિલકૂલ દૂરસ્ત હૈ બાબા..! ઉસકી વજહ હમ જાન સકતે હૈ..?"
જૈફ ઉમરની સ્ત્રીએ ચિંતા દર્શાવતાં પૂછ્યુ.
ફકીરે પેલી ગર્ભસ્થ સ્ત્રી ભણી નજર કરી પણ એ જાણે પોતાની જાતને છૂપાવવા માગતી હોય એમ ઘરની ભીતરે દોડી ગઈ..
"બુલાઓ આપકી બહૂકો..વરના ઈસ કે બચ્ચે કે સાથ વો ઈસકો ભી માર ડાલેગી..?"
ફકીરનો ચહેરો આક્રોશથી ભભકી રહ્યો હતો.
કૌન બાબા..? કૌન માર ડાલે ગા ઈસે..?"
બેઉ આધેડ પતીપત્ની ડરી ગયાં હતાં.
તેઓ સમજી ગયેલાં કે કંઈક તો ઊલટ સુલટ હતુ.
ફકીરે શાંત સ્વરે પૂછ્યુ.
કિતને બચ્ચે મારે જા ચૂકે હૈ..?"
અનગિનત બાબા..! પીછલે પાંચ છ સાલો સે કબિલે કી ઔરતે ગર્ભવતી જરૂર હોતી હૈ મગર બચ્ચે મરે હુએ પૈદા હોતે હૈ...!"
"પૈદા હોને વાલે હર બચ્ચે કે સરકા પિછલા હિસ્સા ગાયબ હોતા હોગા..?"
"હા મગર યે બાત આપકો કૈસે માલૂમ હૂઈ..?"
ઈલ્મ હૈ મુજે.. હવાઓ કી સરસરાહટસે માલૂમ હો જાતા હૈ માજરા ક્યા હૈ..!
આપકે કબિલે પર એક ખતરનાક ડાયન કા સાયા હૈ.. ઔર વો ડાયન ગર્ભવતી ઓરતો કે શરીરમે કીસીભી તરીકે સે પ્રવેશ કર લેતી હૈ.. આપ લોગ ગર્ભવતી ઓરત કો દોજીવાતી સમજ કર જો કુછ ખિલાતે હૈ વો ડાયન ખા જાતી હૈ..
જબ તક બચ્ચે કો ખા નહી જાતી તબતક વો ગર્ભવતી ઓરતકા શરીર નહી છોડતી.. વો અપની મરજી સે આતી હૈ ઔર અપની મરજી સે જાતી હે.
વો એક સાથ કઈ ઓરતોમે રેહ સકતી હૈ જિંદા ડાયનકી યહી તો ખાસિયત હૈ..!"
"તો ઈસકા મતલબ હૈ.. હમારી બહુ મે વો..!"
"વો મોજૂદ હૈ..!" ફકીરે એમનુ વાક્ય પકડી લીધુ.
"તો અબ..?"
અબ ક્યા..? બુલાઓ ઉસકો મૈ ઉસે સારે કબિલે મે આજ ઉજાગર કરના ચાહતા હું..!
છૂપછૂપ કે બહોત ખૂન પી લીયા આપ લોગો કા.. જરા મૈ ભી તો દેખુ આખિર ક્યા ચાહતી હૈ વો..?"
***** ***** ***** *******
એ આધેડ સ્ત્રી ગભરાહટ છૂપાવી ભીતર ભાગી.
ખરેખર એને હવે જાણવુ હતુ.
પોતાની વહુમાં ખરેખર ડાયનનો વાસ હતો કે કેમ ..?
ઉતાવળા પગલે કીચનમાં ભરાઈ ગયેલી પૂત્રવધૂ આરતીનો હાથ એને પકડ્યો.
ક્યા હુઆ મા..? આપ ઈતની ગભરાઈ હુઈ કયો હો..?
એણે અજાણતા નો અંચળો ઓઢી લીધો.
કુછ નઈ હુવા.. એક મિનિટ તુ મેરે સાથ ચલ..?
કહેતાં આરતીને ધક્કો ન લાગે એવી રીતે એ દરવાજે દોરી લાવી.
આરતીના બદનમાં ધીમી કંપારી છૂટી ગઈ.
ફકીરે બેફીકરાઇ થી ચિલમ જલાવી ધુંમાડો હવામાં ફંગોળ્યો.
અને એ ધૂમાડામાં કોઈ કરતબ જોતો હોય એમ બે પળ એ તાકી રહેલો.
આરતીને આવેલી જોઈ એની આંખોમાં ગજબની ચમક પથરાઇ ગઈ.
"ઈધર બૈઠ જાઓ..!" એણે સીધો આરતીને આદેશ કર્યો.
સત્તાવાહી સ્વરના પ્રભાવમાં આવી ગઈ હોય એમ એ બેસી ગઈ.
એના બેબી બંપને સાડીના પલ્લુમાં છૂપાવતી એ શરમાઇ રહી હતી.
પોતાની જોળીમાંથી એણે લોબાનદાની કાઢી.
"મુજે કુછ અંગારે મિલેંગે..?"
એની પ્રકિયા જોઈ રહેલા આધેડ પુરુષે પત્નીને આંખથી ઈશારો કર્યો.
વૃધ્ધા ઝડપથી કીચનમાં પ્રવેશી સગળીમાંથી અંગારા પ્યાલીમાં ભરતી આવી.
ફકીરે અંગારા લોબાનદાનીમાં નાખી એની ઉપર સુંગધિત લોબાન વેર્યુ.
જોતજોતામાં મનને પ્રસંન્ન કરે એવી ખુશ્બુ પ્રસરી ગઈ.
પછી ક્ષણનાય વિલંબ વિના ફટાફટ જોળીમાંથી એક કાચની પ્યાલી લઈ જળ ભર્યુ.
અને ધુંમાડાથી ગોટાયેલા અંગારાને હાથમાં પકડી લઈ એણે કાચની પ્યાલીમાં ધા કર્યો.
એ સાથે જ છમ્ એવો અવાજ કરી અંગારો બુજાઈ ગયો.
એ પ્યાલીના જળને હથેળીમાં ભરી લઈ
બંધ આંખે એણે જળને પવિત્ર આયતો ધ્વારા અભિમંત્રિત કરી સીધો આરતીના માથે છંટકાવ કર્યો.
શરીર પર તેજાબ છંટાયુ હોય એમ આરતી ધૃજી ઉઠી.
એની આંખોમાં રતાશ ઉભરવા લાગી.
બાબાએ એના સાસુને ઇશારો કરી આરતીના માથાનો ચોટલો ખોલી નાખવા કહ્યુ.
માથેથી સાડીનો પાલવ હટાવી સાસુજીએ વાળ છૂટા કરી મૂક્યા.
સુંદર ગોરા ચહેરાને ફકીર બાબા નિર્લેપતાથી જોતા રહ્યા.
લોબાનની ધુમ્રશેરો પર ફૂંક મારી બાબાએ આરતીના નાક તરફ ધકેલી.
આરતીની આંખો લાલધૂમ થઈ ગઈ.
"બોલ કૌન હૈ તુ..?"
બાબાનો ધૂર્રાટ સાંભળી એ આખી હલબલી ગઈ.
"ઊંહ..!" એણે ન'કારમાં માથુ ધુણાવ્યુ.
મૈ કહેતા હું બોલ..! વરના યહાં હી જલા કર ભસ્મ કર દૂંગા..!"
કહી બાબાએ ફરી અભિમંત્રિત જળનો આરતી પર છંટકાવ કર્યો.
એટલે એણે પોતાના વાળ પાછળની તરફ ફંગોળી મોટી મોટી આંખો કાઢતાં એ તાડૂકી ઉઠી.
"મત જલા મૂજે..!
તૂ મત જલા મૂજે...! મૈ એક બૂઢી ડોકરી હૂં ..!
ઔર ઈસ બૂઢી કો ઈતની દૂરસે ક્યુ બુલાયા તૂને..?
તુજે રહેમ ન આયા મુજ પર..?"
એટલુ બોલી આરતી બુઢ્ઢી સ્ત્રીની જેમ હોંફવા લાગી.
ફકીર એની મઝા લેતો હોય એમ બોલ્યો.
તુ બુઢ્ઢી હૈ.. તો ઈસ બચ્ચી કે પીછે ક્યો પડી હૈ... ?"
ફકીરની વાત સાંભળી નાની બાળકીની જેમ એ મોઢામાં આંગળીઓ નાખી ચૂસવા લાગી.
પૂત્રવધૂના શરીર પર હાવી થયેલી ડાકણનાં ચરિતર જોઈ બન્ને આધેડ પતિ-પત્ની ધ્રૂજી ઉઠ્યાં.
"બચ્ચોં કે લિએ આઇ હુ મૈ...!
બચ્ચે મૂજે બહોત પ્યારે હૈ..! મૈં છોટે છોટે બચ્ચો કો લે જાતી હૂં..!
"કૈસે બચ્ચે..? ઓર કહાં લે જાતી હૈ તૂ..?"
એણે જોરથી નાના બાળકની જેમ કીલકીલાટી પાડી.
બાબા જરાય વિચલિત નહોતા પણ પેલાં બન્ને વૃધ્ધો ફફડી ઉઠ્યાં.
એ બેફામ હસવા લાગી.. એની આંખો ખૂબજ ડરામણી લાગી રહી હતી.
ગોરા ચહેરા પર અનેક સળ ઉપસી આવ્યા.. ચહેરાની ચામડી ઢીલી પડી ગયેલી.
એનુ હાસ્ય ડરામણુ હતુ.
પવન સ્તબ્ધ બની ગયેલો.. પંખીઓ છૂપાઈ ગયાં હતાં.
પ્રકૃતિ મૂંગી બની એનુ બુંલદ અટહાસ્ય સહેતી હતી.
ધણાં ખરાં કબિલાનાં લોકો ભેગાં થઈ ગયેલાં.
બાબા પર રોષે ભરાઈ હોય એમ છણકો કરી એ બોલી..
"તૂ સૂનના હી ચાહતા હૈ ના..? તો સૂન...!
છોટે છોટે બચ્ચો કી હડ્ડીયાં તક ચબા જાતી હુ મૈ..!
મુજે ઉનકા કલેજા ઔર ભેજા બહોત પસંદ હૈ..
પિછલે પાંચ સાલોસે કબિલે કા કોઇભી બચ્ચા મૈને નહી છોડા..!
સબ કો ખા ગઈ હું..!
ક્યા સમજતા હૈ તુ..?
ઈસ કબિલે કો મૂજસે બચા લેગા..?
મૂર્ખ હૈ તૂ..! ઈતને સાલો મે મુજે કોઈ નહી છૂ પાયા.. ના છૂ પાયેગા..!
મેરે સામને તેરી કુછ ભી ઓકાત નહી.
ચલા જા યહાં સે વરના બેમૌત મારા જાયેગા.
ટોળુ વળેલાં બધાં જ કબિલાવાસીઓ ગભરાયેલાં હતાં.
બધાંની આંખો ખૌફના ભારણ તળે દબાઈ ગઈ હતી.
બાબાએ એક વધુ પ્રયાસના ઈરાદે જળ છંટકાવ કર્યો.
આરતી ઉછળીને પટકાઈ ગઈ..
એ મૂર્છિત બની ગયેલી..
એની આવી હાલતથી ગભરાઈ ગયેલાં એનાં સાસુ સસરાએ બીજી સ્ત્રીઓની મદદ લઈ એને ભીતરે લીધી.
બાબાએ ત્યાં ઉપસ્થિત બધાં કબિલાવાસીઓને ડાયનના આતંક અને પિશાચી પરાક્રમોથી અવગત કરાવતાં કહ્યુ.
"ઈસ બદજાત ડાયન ને આપ સબકી ઔરતો કો ધરદબોચા હૈ.. કીસી ભી ગર્ભવતી ઔરત કો સુખસે જીને નહી દીયા.. ના ઉસકે બચ્ચે કો જન્મ લેને દિયા હૈ...!
ઈસકા કાલ બનકર મૈ આયા હૂં ..!
ફીલહાલ મેરે લૌટને તક આપ લોગ ઈસ ડાયન કો આરતી કે માધ્યમસે વાપસ બુલા સકતે હો..
ઓર ઉસસે અપને બચ્ચો કે બદલે ઔર કુછ માંગને કો કેહકર અપને બચ્ચો કી જાન બચા સકતે હો..!"
ટોળામાંથી એક સ્ત્રીએ કહ્યુ.
પર વો હમ લોગોસે આરતી કે શરીરમે કૈસે આયેગી.
બાબાએ જગા પરથી ઉભાં થઈ પોતાના ગળામાં રહેલુ તાવિજ ઉતારી આરતીના સસૂરને આપતાં ઉમેર્યુ.
આને વાલી જુમેરાત(ગુરુવાર) કો પૂરે કબિલે કો ઈકઠ્ઠા કરેગેં આપ..
ઔર ઈસ તાવિજ કો લોબાન કી ધૂની દેકર આરતી કે ગલે મે પહેના દેના..
વો જરૂર આયેગી..
મેરે લૌટને તક ઉસસે અપને બચ્ચો કે બદલે કુછ ઔર માંગને કો કહેકર.. અપને બચ્ચો કી જાન બચા લેના..
મૈ વાપસ લૌટૂંગા.
ઈસ ડાયન કા સે અપના હિસાબ બરાબર જો કરના હૈ...
ખુદાહાફીઝ...!
કહી એ અલ્લાહનો પરોપકારી બંદો મસ્તમૌલાની જેમ ચાલી નીકળ્યો.
કબિલાવાસીઓ પર ડાયનનો પડછાયો મૂકીને.
( ક્રમશ:)
તમારા પ્રતિભાવોનો અભિલાષી
-સાબીરખાન
મિનલ ક્રિશ્ચિયન 'જિયા'