lagn-bhag 1 in Gujarati Love Stories by Kaushik books and stories PDF | લગ્ન - ભાગ ૧

The Author
Featured Books
Categories
Share

લગ્ન - ભાગ ૧



                      "લગ્ન - ભાગ ૧"
               

                  " 'આ હા હા હા.... શું દ્રશ્ય છે! પ્રકૃતિ પણ સોળે કળા એ ખીલી ઉઠી છે. વૃક્ષો પણ વરસાદ ના પાણીએ મન મૂકીને નાહ્યા છે.ચારે બાજુ લીલું છમ ચાદર પથરાયેલું છે.નાના-નાના ઝરણાં ઓ ખળ ખળ ખળ ખળ વહી રહ્યાં છે.જેવી રીતે આપણે દર દિવાળી એ ઘર ને સાફ કરીએ એ રીતે કુદરત પણ એમનાં ઘર ને સાફ કરે છે અને એ પણ કેવી અદભુત રીતે!! આપણે તો પાણી ને એક જગ્યા એ થી બીજી જગ્યા એ પહોંચાડવા માટે ડ્રેઈનેજ સિસ્ટમ નો ઉપયોગ કરીએ ત્યારે આપણું ઘર સાફ થાય ,જયારે ઈશ્વર તો પાણી ને વાયુ સ્વરૂપ માં ફેરવી ને જ્યાં પહોંચાડવાનું છે ત્યાં પહોંચાડી વાયુને પાણી ની બુંદો માં ફેરવે છે આ તે એની કેવી સિસ્ટમ!!' મેં સુપ્રિયા ને કહ્યું.     

                        ત્યારે બીજું કોઈ નહીં અમે ત્રણ જ હતાં હું,સુપ્રિયા અને કુદરત.એ દિવસે તો સુપ્રિયા પણ મસ્ત દેખાતી હતી.એકદમ ફ્રેશ,ખુલ્લા વાળ જાણે એનાં ચહેરાને અલગ જ આકાર આપતાં હતા,ભરાવદાર છાતી,ગુલાબ ની કળી જેવા ગુલાબી હોઠ,નાનકડું નાક,આંખો માં તેજ અને વારંવાર જેનાં તરફ મારી નજર જતી રહે એ ઉપરનો હોઠ પૂરો થતાજ એક ઝીણું એવું તલ મને બહુજ ગમતું.એ લીલીછમ હરિયાળી જોતી હતી, હું એને અને ઈશ્વર અમને બંનેને.હું ભગવાને આપેલા પાંચસો છોતેર મેગા પિક્સલ નાં કેમેરા થી એની અલગ-અલગ ખૂણે થી તસ્વીરો ખેંચતો હતો અને મગજ માં સેવ કરતો અને એમાંય બેક ગ્રાઉન્ડ પણ સારું હતું.આ બધાય ની વચ્ચે આજે એનો બર્થ-ડે હતો સ્પેશિયલ!!
                        
                     અમે બંને દોડતાં-દોડતાં સન-રાઇજ પોઇન્ટ પર પહોંચ્યા.દોડ્યાં પછી થોડો થાક લાગ્યો હતો.એ કુદરત ના ઠંડા પવન ની વચ્ચે સુપ્રિયા ના ઉશ્વાસ માંથી અંદર ની ગરમ હવા મને જાણે એનાં તરફ ન ખેંચતી હોય!સૂર્ય ને ખીલવાની થોડીક જ વાર હતી.હું બહુજ ઉતાવળો થતો હતો.કેમ?? હમણાં ખબર પડશે.બાજુમાં નજર દોડાવીએ એટલી ઊંડી-ઊંડી ખીણો હતી.અમને એમ હતું કે સૂર્ય ને ઉગતો નહીં જોઈ શકીએ કેમ કે ચોમાસા જેવાં વાતાવરણ માં વાદળીઓ કદાચ આડી આવી જાય તો.પણ એ દિવસ એ રજા પર હતી.અમે એ તરફ જોવાં લાગ્યાં સુરજ નું પહેલું કિરણ અમારાં પર પડતાં જ હું સુપ્રિયા સામે જોઈને મેં તારી કવિતા લલકારી,
    

'તારા જન્મદિવસ વખતેનો સુરજ પણ રાજી થઇ ગ્યો હશે,
ઉઠતાં ની સાથેજ તને આ ધરતી પર જોઈને ;

રાત નાં ચાંદાએ પણ રજા રાખી દીધી હશે એવું જાણીને કે,
ચાંદની ખુદ જ એ ધરા પર પહોંચી ગઈ છે;

ખરતો તારો પણ ગ્રહથી છુટો પડયો હશે એટલાં પ્રમાણમાં કે તારા થી સહેજ દૂર સુધી પહોંચવા,
તારાં ના પહોંચ્યા પછી તું પણ હતાશ થઇ ગઈ હોઈશ તારી મૈત્રી ને ઓલવાતાં જોઈને ;

તારાંઓએ પણ ડોકા કાઢયાં હશે કે અમારી તો જરૂર નહીં પડે ને,
તું પણ મુશ્કુરાણી હોઈશ જવાબ માં ના કહીને.'

                           'હેપી બર્થ ડે,સુપ્રિયા' આટલું કહીને પછી હું સ્તબ્ધ થઇ ગયો.નો એની મુવમેન્ટ!પછી એ મારી નજીક આવી 'ને મને ભેટી ગઈ. 'થેન્ક યુ,મનન' આવો મેસેજ તેણી નાં કંઠે થી નીકળી મારાં જમણા કાન પર આવ્યો એકદમ પ્રેમાળ અને સાર્પ અવાજ.બંને વચ્ચે અવકાશ ને કોઈ સ્થાનજ નહોતું.જયારે શરીર ને ઉભુ વચ્ચે થી કાપવામાં આવે એટલે બંને સાઈડ બધું સરખુંજ આવે, સિવાય હ્રદય.ખબર નહીં ભગવાન થી ક્ષતિ રહી ગઈ હોય કે? પણ એટલેજ તો ઈશ્વર જ એવું હ્રદય મોકલશે જે સદાય એક-બીજા ને પ્રેમ કરશે.એટલે હવે હ્રદય પણ બે થઇ ગયાં હતાં. જોતજોતામાંજ વાદળાંઓ ઘેરાવા લાગ્યાં જાણે કે ઈશ્વરે એવો સંકેત ન આપી દીધો હોય કે મેં મારી ક્ષતિ દૂર કરી!
                          
                   વરસાદ ચાલુ થઇ ગયો.બંને ભીંજાવા લાગ્યાં. કોઈ છૂટું પડવાનું નામ ના લે.બહાર થી ઠંડી અને અંદર થી ગરમીનો અહેસાસ આ હા હા હા..કડક!વરસાદ નાં ભીંજાવા નાં લીધે એમનાં કપડાં એ તેણી નો આકાર ધારણ કરી લીધો હતો.પૂરાં શરીર ના વળાંકો સ્પષ્ટ હતાં.અમે બંને આંખો માં આંખ નાખી ને જોવા લાગ્યાં.પછી મારી નજર તેનાં ઉપર નાં હોઠ પર તલ ની બાજુમાં પડેલાં પાણી ના ટીંપા પર ગઈ.એક તો પહેલેથીજ મને એ ગમતું અને ઉપર થી એ સ્વાદવિહીન ટીપું.છતાંય મારું મન એ ટીંપાને ચુંસીને સ્વાદ પારખવા બહુ ઉતાવળું થઇ રહ્યું હતું.મારાં હોઠ તે પાણી ના ટીંપા પાસે બસ જઈજ રહ્યાં હતાં અમારી આંખો બંધ થઈને ....