( આગળ આપડે જોયુ કે મુક્તિ ને ઓફીસ માં કોઈ નો હોવાનો એહસાસ થાય છે. મંથન મુક્તિ ને ડીનર પર લઈ જાય છે. મુક્તિ નું ગળુ એક લોહીયાળ હાથ દબાવે છે હવે આગળ )
મંથન ઘરે પહોંચી ગયો. ફ્રેશ થઈને બેડ પર આડો પડ્યો. પોતે જ વિચારી રહ્યો કે પોતે " શું કામ આવા મુક્તિ ના સપનાં જોયા. ખબર નહી આજે શું થઈ ગયેલુ મને."
મંથન એ સૂવાની કોશિશ કરી પણ ઊંઘ ન આવી તેથી રસોડાં માં જઈ કોફી બનાંવી હીંચકે બેઠો. એટલા માં જ તેનાં દાદાજી આવ્યા જે એનાં બાજુ માં બેઠા. તે તેનાં મિત્ર જેવાં જ હતાં.
" શું થયું બેટા આજે ઊંઘ નથી આવતી ? "
" ના કાંઈ નહી દાદુ "
" તારા ચહેરા પર તો કાંઈ અલગ જ દેખાઈ છે શું વાત છે મંથન.ને નહી કહે "
" દાદુ એતો આજે મુક્તિ સાથે ગયો હતો તો મે એને સપનું જોયું. જેમાં હું એની સાથે ડાન્સ કરતો હતો. ખબર નહી દાદાજી મને શું થઈ ગયેલું. એ મારી સારી મિત્ર છે "
" બેટા એને પ્રેમ કહેવાય. તુ મુક્તિ ને પ્રેમ કરે છે "
" પ્રેમ અને મુક્તિ ને? ક્યારે ? કેવી રીતે ?"
" બેટા પ્રેમ પૂછીને નથી થતો. અને આ તારા ચહેરા ની લાલાશ કહે છે તાને પ્રેમ થઈ ગયો છે "
" દાદુ. યુ આર ધ બેસ્ટ. હું સમય જોઈને જ મુક્તિ ને મારા મન ની વાત કહી દઈશ. પણ દાદુ તમને કેવી રીતે ખબર ?"
" બેટા તને આજે અહેસાસ થયો છે મને તો ક્યારનીય ખબર છે જ્યાર નો તું એને ઘરે લાવેલો "
" દાદુ. આઈ લવ યુ. "
" લવ યુ ટુ બેટા. હવે સુઈ જા. "
************
મુક્તિ સફાળી બેઠી થઈ જાય છે. પરસેવે રેબઝેબ થઈ જાય છે. ગળું પકડી જોવે છે તો બધુ સહી સલામત દેખાય છે.
" મુક્તિ જલદી તૈયાર થઈ જા "
મીતાબહેન નો અવાજ એનાં કાન માં પડે છે એટલે ભાન આવે છે કે પોતે ઘરમાં જ છે અને સપનું જોતી હતી.
" શું થયું મુક્તિ ? "
" કાંઈ નહી મમ્મી બસ ફ્રેશ થઈને આવુ છું "
એમ કહી મુક્તિ નહાવા ગઈ. નહાવા ગઈ અને નહાતા નહાતા એને કાન નીચે ગળાનાં ભાગ માં કાંઈ બળ્યુ. તેણે અંદર નાનો અરીસો હતો વોશબેસીન પર એમાં જોયું તો નખનું નિશાન હતું. મુક્તિ ને હવે મગજ બહેર મારી ગયું.
" શું થઈ રહ્યું છે આ? હું તો સપનું જોતી હતી પછી આ નખ નું નિશાન? આ ઓફીસ માં જ કાંઈ ગડબડ લાગે છે. મુક્તિ કીપ કાલ્મ આ તો સપનાં માં તારો જ નખ વાગી ગયો હશે. ફાલતુ ન વિચાર. ચલ તૈયાર થઈ જા અને કામ કર. " મુક્તિ પોતાની જ સાથે વાતો કરી રહી.
મુક્તિ તૈયાર થઈ ગઈ જવા માટે. મીતાબહેન એ તેનું ટીફીન પહેલા જ મૂકી દીધેલું. મુક્તિ ફાઈલ લઈને જય શ્રી કૃષ્ણ કહી નીકળી ગઈ.
મંથન તેનાં ઘર બાજુથી આવતો હતો. આજે એણે બ્લેક ફોર્મલ પેન્ટ અને ઉપર નેવી બ્લુ શર્ટ પહેરેલો. જાણે કોઈ આધુનિક રાજકુમાર ઘોડા નાં બદલે બાઈક પર આવતો હોય એમ તે મુક્તિ નાં ઘર ની ગલી ની સામે ઊભો રહ્યો. સામેથી તેને મુક્તિ આવતી દેખાઈ. બ્લુ જીન્સ અને તેનાં ઉપર લોન્ગ પીળી પ્રીંટેડ ખુરતી. કાન માં સાદી એરીંગ. હાથ માં રોજ નું તેનાં માતા એ ગીફ્ટ કરેલી ઘડીયાળ. ખુલ્લા વાળ હમણાં જ ધોઈને આવી હોય એમ. મુક્તિ પણ કોઈ આધુનિક રાજકુમારી થી કમ ન હતી લાગી રહી. મંથન ને મુક્તિ ની અણીયાળી આંખો જોઈને બેગ્રાઉન્ડ માં ગીત સંભળાવા લાગ્યુ.
" આંખો મે તેરી અજબ સી અજબ સી અદાયે હેં
દીલકો બનાદે જો પતંગ સાંસે વો તેરી વો હવાયે હે "
" ગુડ મોર્નિંગ મંથન "
" ગુડ મોર્નિંગ મુકુ "
મંથન મુક્તિ ને મુકુ કહી ચીડવતો. મુક્તિ બહુ અકળાતી.
" શું મંથન તુ હજીય કોલેજ માં જ છે લાગે હવે તો રેવા દે "
" આપણે તો આવા જ રેવાનાં "
મુક્તિ ચીડાતી ચિડાતી પાછળ બેઠી. બંન્ને ઓફીસ પહોંચી ગયાં. અને લાગી ગયા પોતાનાં કામ પર. એમ ને એમ સાંજ પડી ગઈ. મંથન ને આજે બપોર નાં કોઈ ફંક્શન માં જવાનું હતુ માટે હાફ ડે લઈ ને જતો રહેલો. સર પણ જતાં રહેલાં. અને મહેતા સર આજે આવ્યા ન હતાં. મુક્તિ ને આજે બહું કામ હતું. ૬ વાગ્યા.
" મેડમ ૬ વાગ્યા. ઓફીસ બંધ કરવાનો સમય થઈ ચૂક્યો છે "
" હા પણ અંકીત મને કામ છે હજી વાર લાગશે "
" તો મેડમ હું જાવ છું. તમારું કામ પતે એટલે મને મેસેજ કરી દેજો. મારુ ઘર અહીં બાજુ માં જ છે હું પછી આવીને લોક મારી જઈશ "
" ઓકે "
અંકીત જતો રહ્યો. સાંજ નાં ૭ વાગ્યા. મુક્તિ નું કામ પતી ગયું. એટલે એણે અંકીત ને મેસેજ કરી દીધો. અંકીત નો રીપ્લાય આવ્યો કે મુક્તિ ઘરે જાય અંકીત અડધા કલાક માં આવી લોક કરી જશે. મુક્તિ હાથ મોં ધોવા વોશરૂમ માં ગઈ. તેણે નળ ખોલ્યો અને પાણી ચહેરા પર રેડ્યું. અરીસા માં જોયું તો પોતાનો ચહેરો લાલ રંગથી રંગાયેલો હતો. નીચે જોયુ તો પાણી લાલ રંગનું હતું. મુક્તિ એ ફટાફટ ચહેરો લુછ્યો. જેવો ચહેરા પરથી રુમાલ હટાવ્યો કે કાચ ઉપર લખાવા લાગ્યું લાલ રંગથી " ચલી જા યહાંસે " જોર જોર થી કોઈ ચિલ્લાઈ રહેલું. " ચલી જા યહાંસે ચલી જા " મુક્તિ એ આજુબાજુ જોયુ તો કોઈ દેખાતું ન હતું. લાઈટો આપમેળે જ ચાલુ બંધ થવા લાગી. મુક્તિ ડરી ગઈ.
મુક્તિ એટલી ડરી ગઈ કે લથડીયાં ખાતી દરવાજા તરફ ભાગી. પોતાની ફાઈલ અને પર્સ લીધુ. અને મેઈન ડોર તરફ ભાગી. દરવાજો ખોલવા પ્રયત્ન કર્યો પણ દરવાજો ખુલ્યો જ નહી. તેણે બે ત્રણ વાર ધક્કો માર્યો દરવાજા ને પણ દરવાજો ન ખુલ્યો. પછી તેણે મન માં માતાજી નું નામ લીધું અને તરત દરવાજો ખુલી ગયો. તે ભાગી ને લીફ્ટ માં ગઈ. ગ્રાઉન્ડ ફ્લોર નું બટન દબાવ્યુ. મંથન ને ફોન પણ જોડ્યો પણ ન લાગ્યો. લીફ્ટ માં પહોંચી મુક્તિ ને થોડી શાંતિ થઈ. એટલા માં જ લીફ્ટ ની લાઈટો ચાલુ બંધ થવા લાગી. તેનાં કાન માં એક અવાજ આવ્યો. મુ...ક...તિ...મુક્તિ એ પાછળ વળી જોયુ તો કોઈ ન હતુ. મુક્તિ ની હાલત એટલી ખરાબ હતી કે કાપો તો લોહી પણ ના નીકળે. જેમ તેમ કરી એ ગ્રાઉન્ડ ફ્લોર પર લીફ્ટ નો દરવાજો ખુલ્યો. તે સીધી ભાગી બહાર ની તરફ અને પડી ગઈ. જેમ તેમ કરી ઊભી થઈ ભગવાન નુ નામ લઈને ભાગી બહાર. શિવશક્તિ કોમ્પલેક્ષ ની બહાર નીકળી એ ભાગવા લાગી રોડ પર. એ એટલી ડરી ગયેલી કે એને કોઈ હોશ ન હતો. ભાગતાં ભાગતાં એ એક બાઈક સાથે અથડાઈ ગઈ.
શું થશે હવે મુક્તિ નું? શું તે બચી શકશે? શું મંથન નો પ્રેમ અધુરો જ રહી જશે? કોણ છે એ ઓફીસ મા જે મુક્તિ ને ડરાવી રહ્યું છે? શું એ મુક્તિ નો ભ્રમ છે કે હકીકત? જાણીશું આગળ નાં ભાગ માં.
મારી અન્ય રચનાં માટે તમે મને ફોલો કરી શકો છો ઓફીસ નં ૩૦૮ દર શુક્રવારએ રીલીઝ થાય છે.