આપ આવી શકો
તો...!!
(અછાંદાસ સંગ્રહ
-અશ્ક રેશમિયા)
ચાલ,
'અશ્ક' ઊંઘી જઈએ
કબ્રમાં જઈ નિરાંતે,
ઈંતજારનીયે કંઈ હદ હોય છે ભલા..
૧.
આપ
આવી શકો તો ઠીક છે
નહીંતર
વરસાદ આવી ગયો છે.
ઘડીક ગર્જના ને ગમતી વીજ છે
મોસમનો મિજાજ આજ
ગજબનો ફાવી ગયો છે.
કાલ હતાં કેવાં સાવ કોરાં કોરાં
ભીંજવવા ભીનો સંગાથ
વરસાદ આવી ગયો છે.
ભીતરે ટહુંકે છે મોરલા, ને ગગને મેઘ જો,
તારી યાદોના બીજને
ઉરમાં એ વાવી ગયો છે!
તારો જ અભાવ છે
છે તારી જ ઈંતેજારી,
તું આવ
ખુશ્બું ભીનો પવન
આજ જીંદગી મહેંકાવી રહ્યો છે.
દીધો 'તો કૉલ તે
"પહેલા વરસાદે આવીશ હું!"
ન આવી શકે તો પણ
મોંઘેરા વાયદા પ્રણયના નિભાવવા
હવે આવ તું
વરસાદ જો આવી ગયો છે!
*
૨.
સમ તમારા,
તમને સ્મરીને જ મે ગઝલ લખી છે;
દિલની કંઈ ખબર નથી,
આંખમાં તો નમી જ છે.
દર્દ-જખમ સઘળું છે,
કિન્તું આપની જ કમી છે.
ઊભો છું હેમખેમ
જમાનાને એવું લાગે છે,
કિન્તું
પગ તળેથી ક્યારનીયે સરકી ગઈ જમીં છે.
કસમ તમારી,
શરમ શરમ જ નડી છે
લો, તમને જે નથી જ ગમતી એ વાત મે લખી છે.
*
૩.
આ ઘનઘોર મેઘલી સાંજે
સખી ચોમાસું ઊતર્યું છે મારી આંખે.
સૂના લોચન મારા અંગારા ભાસતા
વિરહના વાદળા સીનાને બાળતા
કદીક અજાણ્યા દીદાર તારા,
ઉમંગભેર ઉરને અજવાળતા
કદીક મિલન તારું
બેમોસમ હરખીલું ચોમાસું લાવતું.
ફરી એકવાર સખી આવ તું
સૂના સીનાને ફરી હરખાવ તું.
આકાશે જ્યમ વાદળા ગોટે બંધાય છે
દિલમાં મારા તારું દર્દ એમ ઘોળાય છે
બંજર બન્યું છે, હતું રસાળ જીવન જે,
મુજને તો હતી તુજથી જ બેપનાહ મહોબ્બત,
ખુદા જાણે તુજને અણધારી અન્યો પર ઊતરી શીદ નીસ્બત!
સૂનો સંસાર મારો સૂની થઈ જીંદગી,
તું જ ન સુણે ક્યાં જઈ, કોને કરવી હવે બંદગી?
ફરી એકવાર સખી આવ તું
સૂના સીનાને ફરી હરખાવ તું.
*
૪.
આંખે અંધારા ઉગ્યા છે
ને
એ મળવા આવ્યા છે!
કહું કોને?
કે એ છળવા આવ્યા છે!
દરિયા સમું દર્દ આપીને
એ
સંબંધની ખારાશ ગળવા આવ્યા છે!
ખાસ કંઈ વાળી શક્યા નહી
એટલે
વેરી બનીને લડવા આવ્યા છે?
*
૫.
ઓય....
આવો તો ઉમંગે આશરો આપું
ને ઉરમાં સ્થાપું;
સ્નેહના શિરામણ કરાવુ
ને પીયુષ પ્રેમના પીવડાવું;
વિરહી વેરાન આ દિલમાં
ઉગ્યા છે એકલતા તણા ઝાડવા
શીળી એની છાંયમાં ઢોલિયો ઢળાવું;
વરસોની ઝંખનામાં ઝામર થઈ
પાંપણની કૉરે બેઠા શમણાઓને
દિવ્ય દીદાર આપના કરાવું;
જીવનની સાવ સૂની ગલિયોમાં
ફુવારા આનંદના ઉડાવી
ચૉરે ને ચૌટે તોરણ લીલા બંધાવું;
વર્ષારાણીની રીઝવીને
વીજળીના ચમકારે
ઝગમગ ઝગમગ ઝરમરિયા મેઘને તેડાવું;
હૈયાના હિલ્લોળાતા હેતથી
નયન તણા અમૃત લઈ
ચરણ તવ પખાળું;
સૂના છે કાંગરા
ઉઘાડા છે બારણા
ઠેકીને ઉંબરા ઝટપટ પધારો
પ્રણયના પ્રકાશથી પોંખાવું.
આવો તો આંગણા સજાવું
ને
દિલની ડેલીએ દીવડા પ્રગટાવું!
આવો તો અણસાર દ્યો
ને
હંમેશ રોકાઈ જવાનું વચન દ્યો
મંગળગીત ગાઈને
હાથમહીં એટલે મહેંદી મૂકાવું;
આવો તો ફરી આશરો આપું,
ને તમે દીધેલા ઝેરી જખ્મો ભૂલાવું,
દિલમંદિરમાં મૂરત સમ સ્થાપું!
આવો તો ઉમંગે આશરો આપું..
*
૬.
એ ગઈ
પછી પાછા ફરીને જોયુ નથી મેં
જવાની ગઈ ગુજરી
ને કંઈ ખોયુ નથી મેં,
ઉપવનો મહીં
આંટાફેરા હોય છે રોજ
છતાં કુસુમ કોઈ મનને મોહ્યું નથી મેં!
*
૭.
આમ મુજથી ચહેરો છુપાવશો ક્યાં સુધી?
દિલને મારા આમ ઈંતજાર કરાવશો ક્યાં સુધી?
તારા જુલ્ફોની ખુશ્બુ આવે છે છેક મારા ઘર સુધી!
આમ છાના માના દિલને રડાવશો ક્યાં સુધી?
હવે તો લાગણીના વાદળ વરસાવી જ દો;
આમ ચાતકની માફક તડપાવશો ક્યાં સુધી?
એક તારો જ અભાવ છે સુના સુના હૈયામાં!
આમ વિરહની આગમાં સળગાવશો ક્યાં સુધી?
ટેવ છે મારી વેરાન આંખોને તારા દીદારની જ!
આમ રડતા હૈયાને હીબકાવશો ક્યાં સુધી?
તારા સુધીની જ છે યાત્રા સવારથી સાંજ સુધી,
આવી જાઓ હવે! ચરણોને દોડાવશો ક્યાં સુધી?
અંધારા પાછળ અજવાળું કેવું આવે છે દોડતું!
તમારા વિના દિનમાં રાત ગુજારાવશો ક્યાં સુધી?
*
૮.
જખમોને
આમ
સરાજાહેર તું છેડ ના,
પાંપણે ઊગ્યા છે
પીડાના ઝાડવા.
મંઝીલનું ઠેકાણું નથી
ને પડાવ નાખીને
બેઠા છે કારવાં,
જખમોને
આમ
સરાજાહેર તું છેડ ના,
ધીમી પડી જાય છે
પીડાની સંવેદના.
*
૯.
જીદ ન કર
તું હવે આવી જા;
મગતરી મોંખવારીએ મુકી છે માઝા!
ને ભ્રષ્ટાચાર થયો છે ભોરીંગ,
જીદ ન કર હવે
તુ આવી જા ગોવિંદ.
દહેજ દાનવ સમો દિસે
ને સબંધોને સનેપાત થયો છે,
વળી,
વાણીને ગર્ભપાત થયો છે;
એકપા રાંકના રતન રોળાય છે
ને પા બીજી મહેફિલો મંડાય છે,
લાગણીઓને થયો છે લકવો
ને
સ્નેહના સીના ગુંગળાય છે.
જીદ ન કર
હવે
આવી જા તું ગોવિંદા.
*
૧૦.
તું ગઈ પછી
તું પરણીને સાસરે ગઈ
પછી
હજી મારી નથી કોઈ થઈ!
તું કહેતી હતી:મળી જશે 'કોઈક!'
પણ
મને હજી નવી ગોતવાની આદત નથી થઈ!
તું પરણીને ગઈ,
બળી રાતોય વસમી વેરણ થઈ!
'મારી સાસરીએ આવજે એકવાર' તે કહ્યું હતું,
કિન્તું
ત્યાં આવી તને બદનામ કરવાની હવે હિમ્મત નથી થઈ!
તું પરણીને ગઈ...
તને પરણવાની મારી અભિલાષા અધુરી રહી ગઈ!
હતી તું, તો હતી જહોજલાલી!
તું ગઈ ને જીવનવેરવિખેર કરતી ગઈ!
*
૧૧.
મેં
મનને ક્યારનુંયે મનાવી લીધું હતું
કે
તું હવે નહીં જ આવે!
કિન્તું
તું ફરી આવી ગઈ!
હરખ હવે એનો આભલે પહોંચી ગયો છે.
તું ગઈ એનીયે કંઈ જાણ નહોંતી મને,
ને સહસા તું આવી ગઈ
અચાનક આજે!
કંઈ ભાન એનુંયે નહોંતું મને!
મારી આંખે જ તું નિહાળતી હતી દુનિયાને
ને
મારી આંખોથી જ તું ઊડી ગઈ'તી સહેંજે?
એ 'દિ લાગ્યું 'તું મુજને
જાણે
મારી આંખો જ તું ખોતરી લઈ ગઈ છે.
દિલ તો હતું જ ક્યાં મારું?
પહેલી જ નજરે તને આપી દીધું હતું મેં.
*
૧૨.
મેરી તલાસ ન કરના
મૈ ખો ગયા હું
થા આઈના અબ ફરસી હૌ ગયા હું;
કલ
જબ મૈ ઘર સૈ નીકલતા થા
બાગૌ મે બહાર આ જાતી થી,
અબ ઊઠ ભી નહી શકતા પંગુ હૌ ગયા હું;
મૈ ચલતા થા
તો ડોલતી થી દુનિયા
આજ મૈ એક ખબર હો ગયા હું;
હરાભરા થા આશિયાના
ઉજડ ઉજડ સા ગયા હું,
ઉસને છોડા
ફિર કિસીને નહી પકડા
અબ મૈ બૈરબિખૈર હૌ ગયા હું;
થા જમાના
થી મેરી એક કહાની
આજ ફિર કહાની બન કે રહ ગયા હું;
ધ્રુજતે થે જૌ મેરે હાજરી સૈ
આજ મુજ પર થું થું કર રહૈ હૈ;
ગયા વો જમાના
ગઈ જીંદગાની!
બન કે જુઠી કહાની મૈ ગુમનામ હો ગયા હું;
ન આના કબર પર મેરી
ન આંસું બહાના
મિટ્ટી કા થા
અબ ફિર મિટ્ટી હો ગયા હું.
*
૧૩.
હસી લઉં છું
રડી લઉં છું
દીદારે એમના ઉછળી લઉં છું.
કહી દઈં છું
સહી લઉં છું
કોઈ ઝાપટ મારે તો ગાલ ધરી દઉં છું
જમાનો છે કાતિલ
કોઈ દિયૈ ઝેર તો પી લઉં છુ.
દગાઓ-આઘાતોની
ચૂકવવી પડે છે કિંમત ભારે
તેમછતાં હસતે વદને એ વહોરી લઉં છું.
***
પોપચાં ફોડીને નજરોમાં ડોકાય છે તું,
હું અપલક નજરે દીદાર કરતો રહું છું!
© અશ્ક રેશમિયા..
૯૮૨૪૬૩૧૭૧૫