4 year to unconditional love in Gujarati Short Stories by Sagar Makawana books and stories PDF | 4 year to unconditional love

Featured Books
Categories
Share

4 year to unconditional love

આમ તો આ વાત બહુ વર્ષો જૂની છે પણ મન માં એમ થયું કે એને યાદ કરી ને તો બહુ ખુશ થયો આજે એના માટે થોડું લખી ને આનંદ લવ તો આજે મેં બસ મારી એની થોડીક યાદો ના ભાગ ને શેર કરું છું.

મારુ નામ સાગર છે.. આજ થી ઘણા વર્ષો (લગભગ ૮ વર્ષ) પેલા ની વાત છે જયારે હું એને ઓળખાતો હતો પણ એવી કોઈ ખાસ ઓળખાણ નતી કે હું એની જોડે કોઈ વાત કરી શકું કે પછી કે મળી શકું એને. તો પણ હું એને ઘણા સમય થી ઓળખાતો હતો એ મને ઓળખાતી હતી કે નઈ એનું મને નથી ખબર પણ હું એને સારી રીતે ઓળખાતો હતો.

આપણે વાત કરીયે તો હું એને સ્કૂલ સમય થી ઓળખાતો હતો કેમ કે હું અને એ અમે બંને એક જ સોસાયટી મા અને એક જ સ્કૂલ મા જોડે જ હતા અને હું વધુ એને સ્કૂલ ના કાર્યક્રમ મા અને સ્કૂલ ની કોઈ સ્પર્ધા મા એને મેનેગમેન્ટ મા જોતો હતો જેમ કે શિક્ષક દિવસ અને બીજા ઘણા બધા કાર્યક્રમ મા જોતો હતો અને ટ્યુશન મા જતા આવતા પણ જોતો હતો અને "એ એટલી સરળ હતી કે જોતા જ કોઈ પણ ને પસંદ આવી જાય એવી એ એકદમ સરળ, સુંદર અને શાંત હતી કે પેલી વાર જોતા જ કોઈ પણ ને ગમી જાય" એને બસ હું એ રીતે જ ઓળખાતો હતો અને એ સમય તો એવી કઈ નતી ખબર પડતી તો બસ એને જોતો જ હતો અને બીજું તો કોઈ ઓળખાણ હતી નઈ તો વાત પણ કેમ કરવી એના જોડે તો બસ કઈ નઈ જેમ ચાલતું હતું એમ ચાલવા દીધો દરરોજ સ્કૂલ અને ટ્યુશન મા આવતા જતા જોવાની એમ ચાલતું રહ્યું જોત જોતા મા મેં ૧૦ ધોરણ ૨૦૧૦ મા પાસ કર્યું અને એ મારા કરતા ૧ વર્ષ નાની હતી તો હવે તે ૧૦ મા ધોરણ મા આવી પછી તે એમાં વ્યસ્ત થઈ અને હું મારા ડિપ્લોમા ના એડમિશન મા વ્યસ્ત એમ ૧ વર્ષ ક્યાં નીકળી ગયું કઈ ખબર જ ના પડી ક્યારેક જોવા મલાઈ જતી અને ક્યારેક નઈ પણ અને હું પણ મારા નવા કોલેજ દિવસો ને એન્જોય કરતો હતો. નવા મિત્રો, નવી જગ્યા તો એમાં ૧ વર્ષ ક્યાં નીકળી ગયું અમારું ખબર જ ના રહી.

તેના પછી એને પણ ૧૦ ધોરણ ની બોર્ડ ની પરીક્ષા આપી અને પછી વેકેશન ના ફ્રી સમય મા તેને કમ્પ્યુટર ક્લાસ શરુ કર્યા તો એ શીખવા જવા લાગી અને થોડા દિવસ બાદ બોર્ડ નું પરિણામ આવ્યું અને એ સ્કૂલ ની ટોપર હતી તો સારા એવા પેરર્સન્ટાગે થઈ પાસ થઇ ગઈ અને એને પણ મારી જેમ જ ડિપ્લોમા જોઈન કર્યું. નશીબે નજીક જ કોલેજ મા એને એડમિશન મળ્યું અને હવે તો વધુ જોવા મળવા લાગી ક્યારેક તો જોડે જ કોલેજ આવતા અને જતા. બસ સ્ટેન્ડ પર અને બસ મા પણ જોડે થઇ જતા હતા પણ એનું ધ્યાન નાટો હતો કદાચ એ મને નઈ ઓળખાતી હોઈ તો બસ્સ એ એની ફ્રેન્ડ્ઝ જોડે મજાક-મસ્તી કરતી અને વાતો કરતી અને હું બસ એને જોયા કરતો એની સરળ અને સુંદરતા ને અને ક્યારેક તો ટ્યુશન મથી પણ છૂટે ત્યારે પણ જોવા મળતી હતી રીક્ષા મા તે અમારા સોસાયટી ના નજીક ઉતરે અને બસ ત્યાંથી ચાલતી ચાલતી ઘરે જતી અને ક્યારેક તો હું જાણી જોઈ ને રસ્તા મા કોઈ બહાને ઉભો રહી જાવ અને એને જોડે થવા દવ જેથી હું એની જોડે ચાલી શકું અને અને જોઈ શકું. મને તે સૌથી વધારે નવરાત્રી મા બહુ જોવી ગમતી કેમ કે એ બધા થી અલગ જ સૌથી સરળ અને સુંદર લગતી હતી અને એને એની મસ્ત એવી આંખ મા આંજણ કરતી એટલે એની સુંદરતા મા વધારો થઇ જતો હતો અને હું બસ એને જ ગરબા રમતી જોતો.

* * * * * * *

હવે મેં કહ્યા મુજબ આ વાત ૮ વર્ષ જૂની છે તો એને મેં કઈ રીતે કોન્ટેક્ટ કર્યો? અને કઈ રીતે અમે મળ્યા? અને કઈ રીતે મેં વાત શરુ કરી?

એ બધું આગામી પ્રકરણ મા જણાવીશ.

વધુ આવતા અંકે..

દોસ્તો આ સ્ટોરી મારી પોતાની ઓરિજિનલ છે.

~સાગર