Majburi - 5 in Gujarati Moral Stories by Ketul Patel books and stories PDF | મજબૂરી પ્રકરણ 5

Featured Books
Categories
Share

મજબૂરી પ્રકરણ 5

"વસીમ ખડૂસના ઘરમાં કોણ કોણ છે..?" મેં વસીમ સામે જોઇને પૂછ્યું   

"એ, એનું બૈરું અને એક છોકરો.. કેમ ?" વસીમે મને પૂછ્યું 

"કદાચ દિવાળીમાં એ દુબઈ જાય છે પાક્કું કરવું પડશે પછી નક્કી કરીએ" હું બોલ્યો 

"અલ્યા ભાઈ દુબઈ એ જશે કેમેરા સિક્યુરિટી ગાર્ડ અને કુતરો નઈ જાય, ચસકી ગયું છે કે શું તારું" અખિલ મારા તરફ જોઈને બોલ્યો 

"એનું થઈ જશે ટેન્શન ખાલી ઘરમાં કોઈ ના હોવું જોઈએ બસ બાકી તો ફોડી લઈશું" હું મારા મગજની યોજનાથી આગળ વધી રહ્યો હતો 

"પણ આપડે સોસાયટીની અંદર જતા રહીશું ચાલો પણ કેમેરાને કેવી રીતે ધોકો આપીશું" રાજા બોલ્યો 

"આપડે ગેટથી જઈશું જ નઈ" હું બોલ્યો 

"ત્યાં છે ને સોસાયટીની દીવાલ પર તાર છે અને ત્યાં પણ જો CCTV નીકળ્યો તો..?" અખિલ બોલ્યો 

"ત્યાં થી પણ નઈ જઈએ ભાઈ" હું હસતા બોલ્યો 

"તો ક્યાંથી જઈશું..?" રાજા વસીમ સામે જોતા બોલ્યા 

"પેહલા તમે પાક્કું પ્લાનમાં શામેલ છો તો જ બોલું" હું બોલ્યો 

"ભાઈ જીવીશું તો પણ જોડે અને મરીશું તો પણ જોડે" રાજા અખિલ સામે જોઇને બોલ્યો અને બધાએ હકારમાં માથું હલાવ્યું 

"ઓકે તો આપડે એ ખડૂસ રહે છે એનાથી એક કીલોમીટર દુર એક ફ્લેટની સ્કીમ છે, છેલ્લા બે વરસથી સરકારના સ્ટેના લીધે એનું બાંધકામ અટકી પડ્યું છે અને એ મેઈન રોડથી થોડી અંદર પણ છે" હું બધા સામે જોઇને બોલ્યો 

"હા શ્યામલ હિલ્સ પણ એનું શું..?" વસીમ મારી સામે જોઇને બોલ્યો 

"આપડે એના નીચે સુરંગ ખોદીને એ ખડૂસના ઘર તરફ આગળ વધીશું અને ખેતર છે એના લીધે કોઈ પાઈપ લાઈન આવાની શક્યતા પણ નહિ રહે" હું બોલ્યો 

"ભાઈ શ્યામલ જોડે કોઈ ફ્લેટ કે એવું નથી એ બરાબર પણ આપડે જેમ આગળ વધીશું એ બાજુ તો ત્યાના ગાર્ડ કે અમને અવાજ નઈ આવે" રાજા બોલ્યો 

"અવાજ આવશે પણ આપડે હવે નવરાત્રીના આડે ચાર દિવસ છે તો નવરાત્રીના પેહલા દિવસની રાતથી જ સુરંગ ખોદવાનું ચાલુ કરીશું તો નવરાત્રીના અવાજમાં એ અવાજ દબાઈ જશે આપડે નવ દિવસમાં એ પૂરું કરીશું અને જે દિવસે ખડૂસ દુબઈ જવા માટે નીકળશે એ જ રાતે એના ઘરને લુંટી લઈશું" હું બોલ્યો 

"પ્લાન તો બરાબર છે પણ આપડે ચાર જ કરી લઈશું અને પાછા આવવા માટે..?" વસીમ બોલ્યો 

"ના બીજા બે મજુર જોઇશે જે ખોદકામમાં સારા હોય અને ઝડપી કરી શકે આ કામ, અને આપડે પાછા એ જ રસ્તે આવીશું.." હું બોલ્યો 

"વાહ ભાઈ થોડા જ સમયમાં આપડે લખપતિ થઇ જઈશું" અખિલ બોલ્યો 

"પણ પછી પોલીસ ફરિયાદ થશે અને કેસ ઠંડો ના પડે એટલે કે એકાદ મહિના સુધી કોઈએ એ પૈસા વાપરવાના નથી" હું બોલ્યો 

"તો તારી મમ્મીના સારવારનો ખર્ચો કેવી રીતે કરીશ તું ભાઈ ?" વસીમ બોલ્યો 

"એનું હું કરી લઈશ પણ તમારે ઉતાવળમાં કોઈ જ ખર્ચો કરવાનો નથી, સમજી ગયા અને પેલા બે મજુર તમે લાવી શકશો રાજા અને લાલા" હું બોલ્યો 

"પણ એમને કેહવાનું શું કે કામ શું છે અને એવું પૂછે તો" અખિલ બોલ્યો 

"ભાઈ સચ બોલ દેવાનું અમને પણ હિસ્સો મળશે કઈ દેવાનું અને કોઈ સારો ભરોસેમંદ બંદો જ પકડવાનો જેને પૈસાની પણ જરૂર હોય" વસીમ બોલ્યો 

"બરાબર વસીમ" મેં બોલીને પેલા બંને સામે જોયું 

"ભાઈ પૈસાની જરૂર તો આ દુનિયામાં બધાને જ છે ભલે તારો પૈસાવાળો અમીર હોય કે ભીખ માંગતો ભિખારી હોય" અખિલ બોલ્યો 

"તો મિશન લુંટો ખડૂસ ઓન" વસીમ બોલ્યો અને બધાએ એમાં હકારમાં હામી પુરાવી

અને પછી વસીમ અમારા રૂમથી નીકળીને એના ઘર તરફ ગયો પણ હજી મારા દિમાગમાં પ્લાન ચાલતો હતો અને ત્યાં પેલી બંધ ફ્લેટની સ્કીમ પરથી એ સુરન્ગનું કામ કરી શકાય એમ છે કે નઈ

સુરંગના કામમાં વિધ્નો અને તકલીફ હું ગણીને જ હું આગળ વધી રહ્યો હતો , પણ મારે એ બધું બાકીના લોકોને કહીને હતાશ કરવા નહોતા

હું બાઈકની ચાવી લઈને બહાર નીકળતો હતો અને ત્યાં જ પાછળથી રાજાનો મને બોલાવતો અવાજ આવ્યો 

"રતન કઈ બાજુ અત્યારે રાતે..?" એ ઉભો થતા બોલ્યો 

"કઈ નઈ આંટો મારવા.." હું બોલ્યો અને દરવાજો ખોલીને બહાર જવા લાગ્યો

"ઉભો રે હું પણ આવું" કેહતા એ પણ બંડી પર શર્ટ પેહરતા પાછળ પાછળ આવ્યો 

મેં ખિસ્સામાંથી સિગારેટનું બોક્ષ કાઢ્યું મોઢા વચ્ચે એક સિગારેટ કાઢીને સળગાવીને પછી સિગારેટ દબાવીને એક ઉંચો કસ ખેંચતા બાઈકની ચાવી કાઢીને રાજાને આપીને બાઈક ચલાવી લેવાનો ઈશારો કર્યો 

"પણ જવાનું ક્યાં છે..?" એ બાઈકની કિક મારીને મારી તરફ જોતા બોલ્યો

"ખડૂસના ઘર બાજુ લઈ લે" હું પાછળ બેસતા બોલ્યો 

રાજા અને અખિલે વર્ણન તો કર્યું હતું પણ હું દુરથી જોઈ લેવા માંગતો હતો, અને પછી રાજાએ બાઈક હંકારી મુક્યું 

એની સોસાયટીથી થોડે દુર પોહ્ચ્યા અને મેં રાજાને ધીમે ધીમે ચાલવા કહ્યું, એ વિસ્તાર હજી તો નવો નવો ડેવલોપ થઈ રહ્યો હતો, રાજા એ કહ્યું હતું એમ જ ત્યાં ચાર પાંચ સોસાયટી હતી અને થોડીઘણી દુકાનો હતી એટલે મને ત્યાનો વિસ્તાર તો બરાબર લાગ્યો કારણ કે અત્યારે રાતના નવ વાગે પણ ત્યાં સુનકાર છવાયેલો હતો શેઠનો બંગલો સોસાયટીમાં છેલ્લો હતો અને સોસાયટી પણ સાવ ખૂણામાં હતી , અને એ ખડૂસની સોસાયટીથી સામેની બાજુ એક નવી ફ્લેટની સ્કીમનું કામ ધમધોકાર ચાલી રહ્યું હતું  એટલે મને વધુ શાંતિ થઈ 

"બાઈક શ્યામલ હિલ્સ લઈ લે પણ મેઈન રોડથી નઈ ખેતરમાંથી લેજે" હું ફરી સિગારેટ કાઢીને પીતા બોલ્યો 

"અલ્યા ભાઈ તું કરવા શું માંગે છે એ તો કે" રાજા મારી તરફ પાછળ જોઇને બોલ્યો 

"હાલ તું હું કવ એ કર ઘરે જઈને સમજાવીશ" મેં રાજાના ખભા પર હાથ મુકીને અને જવા દેવાનો ઈશારો કરતા કહ્યું

થોડેસુધી મેઈન રોડ પર ગયા પછી રાજાએ બાઈક બાજુમાં આવેલી ઉજ્જડ જમીન તરફ લઈને શ્યામલ હિલ્સ તરફ મારી મૂકી 'ખડૂસ' ની સોસાયટીથી શ્યામલ હિલ્સ સુધીના વચ્ચે માત્ર ઉજ્જડ જમીન જ હતી એટલે કોઈ ખાસ મુશ્કેલી ના લાગી મને, 

થોડીવારમાં મારું બાઈક શ્યામલ હિલ્સની અડધી બનેલી બિલ્ડીંગ આગળ આવીને ઉભુ હતું હું બાઈક પરથી ઉતર્યો અને રાજાને મારા પાછળ આવાનો ઈશારો કરતા હું અંદર તરફ મોબાઇલ કાઢીને એની ટોર્ચ ચાલુ કરીને આગળ વધ્યો અને સિગારેટ કાઢીને ફરી કશ લઈને ધુમાડા કાઢવાના ચાલુ કર્યા, જોયું તો ત્યાં બે-ત્રણ કુતરા અને નકામી ઉગી ગયેલા ઝાડવા સિવાય કઈ જ નહોતું એટલે પછી આ જગ્યા જ બરાબર છે એવું મનોમન વિચારીને હું અને રાજા બાઈક જોડે આવી પહોચ્યા 

મેં હાથમાં રહેલી સિગારેટ જમીન પર ફેંકી અને પગમાં પહેરેલા ચંપલ વડે મસળીને લાખોપતિ થવાના વિચારો કરતા અમે ઘરે આવ્યા.

“કેમ ગયા હતા ત્યાં એ હવે તો બોલ" રાજા અંદર આવતા જ બોલ્યો 

"બધું બરાબર છે કાલે તું બીજા બે જણ સોધીને આવજે આપડે જલ્દીથી કામ શરુ કરીશું લોકો નવરાત્રીમાં મસ્ત અને આપડે દિવાળીમાં લખપતિ થઈ જઈશુ" હું એના તરફ જોઇને આંખ મારતા બોલ્યો

બીજા દિવસે સવારે ઉઠીને મેં વસીમને ફોન કર્યો અને પછી હું પણ ઓફીસ જવા માટે નીકળી પડ્યો, હવે મારા અને વસીમ તથા રાજા અને અખિલ જોડે કોલ વધવાના હતા અને હું એ જુના મોબાઇલ સીમકાર્ડ લઈને એ બાજુ જવાનું રિસ્ક હું લેવા માંગતો નહોતો એટલે હું નવા સીમકાર્ડ અને સસ્તા મોબાઇલ લેવા માટેનું પ્લાન કરી રહ્યો હતો, 

આ સિવાય ખોદવા માટેના જરૂરી સાધનો પણ એતો પેલા બે મજુરો એટલે કે નવા સાથીઓ આવે પછી લેવાના હતા, હું હવે માનસિક રીતે તૈયાર હતો