Actor Part 9 in Gujarati Love Stories by NILESH MURANI books and stories PDF | એક્ટર ભાગ ૯

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

એક્ટર ભાગ ૯

એક્ટર ભાગ 9.

પ્રસ્તાવના:-
દોસ્તો, એક ઉમર પછી જિંદગી આપણી પાસેથી એક્ટિંગ કરાવવાનું શરુ કરી મુકે છે અને આપણે ખબર પણ નથી હોતી, એક્ટિંગ કરતા કરતા ક્યારેક અકળાઈ જઈએ છીએ! બાળપણ સુંવાળું હોય છે કેમકે એ સમયમાં એક્ટિંગ અસ્થાને હોય છે. જેની પાસેથી જિંદગી એક્ટિંગ કરાવે છે એવા એક યુવાનની પ્રેમ કહાની લખવા પ્રયાસ કર્યો છે, આશા રાખું છું કે આપને ગમશે. આપના પ્રતિભાવ જરૂર આપશો.

-નીલેશ મુરાણી

એક્ટર ભાગ ૯.

===========

સાંજે હું માં પાસે ગયો ત્યારે માંએ મને તેની પાસે બેસાડ્યો અને કહ્યું.

“બેટા નીલ તને ખબર છે, સુનીલ ની હત્યા કોને કરી છે?”

“ના મને ખબર નથી, તું કશું જાણે છે?”

“હા મને વધારે કશી ખબર નથી સુનીલ આગ્રાથી આવ્યો તે દિવસે રાત્રે ઘરમાં ખુબ ઝગડો થયો હતો, અને સુનીલ ઘરથી બહાર નીકળ્યો ત્યારે ખુબ ગુસ્સામાં હતો, એને કારનો દરવાજો પણ એટલા જોરથી બંધ કર્યો હતો કે હું તો ગભરાઈ ગઈ હતી.”

“ઓકે બીજું તે શું શું જોયું હતું? તે જે કાઈ જોયું હોય એ મને ડીટેઇલ માં જણાવ.”

“પછી થોડીવાર રહીને મોટા ભાઈ અને ઇન્દુ સુનીલને શોધવા નીકળ્યા હતા, ત્યારે રાત્રે લગભગ બાર વાગ્યા હતા, મને પણ ઊંઘ નહોતી આવતી. કારણ કે હું ખુબ ગભરાયેલી હતી. પરોઢના પાંચ વાગ્યે પાછા આવ્યા. હું બહાર ખાટલો ઢાળીને બેઠી હતી. મેં ઇન્દુને પૂછ્યું કે ક્યાં ગયો છે સુનીલ? મળ્યો? કોઈ સમાચાર? અને એ આટલો ગુસ્સે થઈને કેમ ગયો?”

“આંટી ત્યારે મોટાભાઈના મીસીસ ક્યાં હતા?”
વચ્ચે શૈલીએ દરમિયાનગીરી કરતા પૂછ્યું..

“એ તો ઘરમાં જ હતા, મોટાભાઈ એમના ઉપર તાળું મારીને ગયા હતા.”
“ઓહ! એમ વાત છે.” મેં કહ્યું .

મને હવે થોડી થોડી સમજ પડતી હતી, મેં એ દિવસે રાત્રે ગામમાં જવાનું નક્કી કર્યું. મેં શૈલી તરફ જોઇને કહ્યું..
“શૈલી આજે રાત્રે ૧૧ વાગ્યા પછી હું ગામમાં જવાનો છું બધા સુઈ ગયા હશે, હું ઘરમાં પડેલી રોકડ રકમ અને મારું બાઈક લેતો આવું.”
“નીલ હું પણ તારી સાથે આવીશ.”
“નાં તારે નથી આવવું, તારો જીવ જોખમમાં નથી મુકવો. કાલે સવારે તું નીકળી જા સોમનાથ, તારી ટીકીટ કરાવી લાવું.”

“નીલ મારી તબિયત ખરાબ છે એટલે હું અહીં નથી રોકાઈ. મારે સુનીલની હત્યા કોણે કરી છે એ જાણવું છે, અને એ જાણીને પછીજ હું જઈશ. મિસ લીલીને મેં ફોન કરીને કહી દીધું છે. અને હવે સુનીલના હ્ત્યારરાને હું જેલના સળિયા ગણતો જોઇશ પછી જ લંડન જઈશ.”

શૈલીની આંખોમાં આક્રોશ હતો, એની આંખોમાં ખુબ ગુસ્સો હતો. થોડીવાર શાંત રહ્યા પછી શૈલીએ એના હોઠ ભીંસીને ને કહ્યું..

“નીલ પહેલા તો મારે એ લેબોરેટરી વાળાને મળવું છે, જેને સુનીલનો સ્પર્મકાઉન્ટ રીપોર્ટ બનાવ્યો હતો.”

શૈલીની આંખમાં એક અલગ આત્મવિશ્વાસ જોવાયો, અને શૈલીએ પુછેલા સવાલે મારું દિમાગ ખોલી દીધું. અને બીજી વાત પણ એવી કરી કે શૈલી ઉપર મારું દિલ આવી ગયું. એને કોઈ નવી યોજના ઘડી કાઢી હતી.

“મને એકવાર એ લેબોરેટરી બતાવ પછી જો હું શું ખેલ કરું છું.”

મારી શૈલીમાં ફરી લંડનની શૈલી આવી ગઈ હતી એ જોઇને હું ખુશ થયો.

“અત્યારે સુઈ જા સવારે એ લેબોરેટરીની તપાસ કરીએ.” મેં કહ્યું.

શૈલીએ ઘડી કાઢેલી યોજના મુજબ મારે શું કરવાનું હતું એ મેં વિચારી લીધું હતું.
બીજા દિવસે સવારે હું અને શૈલી એ લેબોરેટરી શોધવા માટે નીકળી પડ્યા. મને અંદાજો હતો, શહેરમાં બે કે ત્રણ લેબ હતી અને એમાંથી પણ જો મોટાભાઈ જાય તો એ કઈ લેબમાં જાય એ અંદાજો મને હતો. હું અને શૈલી રીક્ષા પકડીને સીધા એ લેબ પર પહોંચ્યા..

અમારી યોજના મુજબ શૈલીએ સાડી પહેરી અને માથામાં સિંદુર લગાવ્યું. બજારમાંથી સસ્તું મંગળસૂત્ર ખરીદીને પહેરી લીધું.. તેમજ હું નીચે ઉભો રહ્યો અને પહેલા શૈલી લેબમાં ગઈ..
દસ મિનીટ પછી શૈલી નીચે આવી અને મને અંગુઠો બતાવ્યો. અમે રીક્ષા પકડી રવાના થયા. શૈલીના ચહેરા ઉપર સારી શરૂઆતના વિજય ભાવ જોવાયા. હવે પછીની યોજના બપોરે ત્રણ વાગ્યે પાર પડવાની હતી હજુ ઘણો સમય બાકી હતો, મેં સ્વાગત રેસ્ટોરન્ટ પાસે રીક્ષા ઉભી રખાવી, શૈલીએ તેના માથા ઉપર લગાવેલું સિંદુર ટીસ્યુ પેપર થી સાફ કર્યું અને મંગળસૂત્ર કાઢીને પર્સમાં મુક્યું, અને અમે બને રેસ્ટોરન્ટના એક ટેબલ ઉપ ગોઠવાયા. શૈલીએ એના પર્સમાંથી કેમેરો કાઢી મને કલીપ જોવા કહ્યું. હું કલીપ જોતો હતો એ દરમિયાન શૈલીએ જમવાનું ઓર્ડર કર્યું.
“એક નંબર નો હલકટ અને લંપટ હતો શાલો એ લેબ વાળો.” શૈલીએ ઓર્ડર આપી મારી તરફ જોતા કહ્યું.
“કેમ શું થયું?” મેં પૂછ્યું.
“સાલો લાઈન મારતો હતો. એમાં પણ જયારે મેં એને એમ કહ્યું કે મારો પતી મને જાતીય આનંદ નથી આપી શકતો. એ સાલો મારા સ્તન ઉપર ટીકી ટીકીને જોઈ રહ્યો હતો.”

“હા એ તો વિડીઓ કલીપમાં દેખાય છે.”

“પચાસ હજાર રૂપિયામાં બોગસ રીપોર્ટ બનાવી આપવાની કબુલાત કરી. હવે આ તો ગયો. એનું લાયસન્સ જપ્ત થઇ જશે.” શૈલીએ કહ્યું.

“હા પણ આ વિડીઓ કલીપથી આપણે કશો ફાયદો થતો નથી. ફક્ત એટલો અંદાજો લગાવી શકાય કે અ લેબ વાળાએ સુનીલનો બોગસ રીપોર્ટ બનાવ્યો હશે.”

“સાંજે આ વિડીઓ કલીપ દીપકને આપી અને આ લેબ વાળાને ખુલ્લો પાડીએ. એ કબુલાત કરશે પણ થોડો સમય લાગશે, મને લાગે છે કે હાલ તો આ લેબ વાળો ખુલ્લો પડી જાય એટલું કાફી છે.”
“હા સાચું કહ્યું નીલ.”

ટેબલ ઉપર જમવાનું ગોઠવાયું અમે જમી અને બહાર નીકળ્યા બપોરે બે વાગ્યા હતા, મારી બીજી યોજના મુજબ અમે રીક્ષા પકડીને બજારમાંથી શૈલી માટે એક બુરખો ખરીદયો અને મારા માટે નકલી દાઢી અને મુછ તેમજ ટોપી. મને અંદાજો હતો કે બપોરે ત્રણ વાગ્યે જો અમારા ગામમાં જઈએ તો ભર બપોરે બધાજ ઉનાળાના તાપમાં ઘરમાં ભરાઈને સુતા હોય, મારું ઘર ગામના એક છેવાડે હતું અને ત્યાંથી પણ ગામમાં પ્રવેશ થઇ શકતો હતો. કદાચ વાડી વિસ્તારમાંથી અમે ચાલતા ચાલતા જઈએ તો કોઈને શંકા ન જાય, કોઈ ભૂલે ભટકે જોઈ પણ જાય તો વેશ બદલાવીને ગામમાં જવામાં કોઈ વાંધો ન હતો. હવે શરુ થઇ અમારી બીજી યોજના એક જાહેર સૌચાલય પાસે રીક્ષા ઉભી રખાવી અમે બંને તેમાં ઘુસી ગયા. શૈલી સ્ત્રી વિભાગમાં જઈને સાડી ઉપર બુરખો ચડાવી આવી એજ રીતે હું પણ નકલી દાઢી અને મુછ લગાવી, બહાર આવી ગયો તેમજ મોઢા ઉપર ઘઉં વર્ણ મેક-અપ કરી થોડું શ્યામ કરી નાખ્યું, અને રીક્ષા દોડાવી મારા ગામ તરફ. અહી અમારી યોજના ફક્ત બાઈક બાઈક, ઘરમાં પડેલી રોકડ રકમ અને ઘરમાં પડેલો જરૂરી સમાન કપડા વગેરે લાવવાનો હતો. મારા ઘરથી થોડે દુર રીક્ષા ઉભી રખાવી. ઉનાળાનો બપોર અને ત્રણ વાગ્યા હતા. ગામમાં સન્નાટો છવાયો હતો. કોઈ આસપાસ દેખાતું ન હતું. ફ્ક્ર્ત વાડી વિસ્તાર અને વાડીઓમાં કામ કરતા મજુરો દુર દુર દેખાઈ રહ્યા. રીક્ષામાંથી ઉતરી અમે બને ચાલતા થયા. અમે બને મારા ઘરપાસે પહોંચ્યા. સુનીલનું ઘર બંધ પડ્યું હતું, મોટાભાઈના રૂમનું એસી ચાલુ હતું. એના ઉપરથી મને અંદાજો આવી ગયો કે મોટાભાઈ ઘરે હશે. મેં ધીમેથી બહાર નો મેઈન ગેટ ખોલ્યો, અને શૈલી બહાર ઉભી આસપાસ જોઈ રહી. મેઈન ગેટ જેવો ખુલ્યો હું ઘરના દરવાજા પાસે પહોંચ્યો, ખિસ્સામાંથી ઘરની ચાવી કાઢી દરવાજાનું તાળું ખોલ્યું, દરવાજો ખુલતાજ મેં શૈલીને અંદર બોલાવી લીધી. અને દરવાજો અંદરથી બંધ કરી દીધો, ઉતાવળે ધરની અલમારીમાંથી એક માં ની એક સાડી કાઢી અને કપડા અને રોકડ રકમ જેમના તેમ પોટલામાં ભરી લીધા. ધીમેથી દરવાજો ખોલી બહાર નજર કરી. કોઈ દેખાયું નહી.

“શૈલી હું જેવો બહાર નીકળું તું પણ બહાર નીકળી ને દરવાજાને તાળું મારી દેજે.”
“ઓકે," કહેતા શૈલી દરવાજા પાસે તૈનાત થઇ ગઈ,
અને હું જેવી બાઈક બહાર કાઢું આ પોટલું લઈને બહાર આવી જજે અને મેઈન ગેટને પણ તાળું મારી દેજે.”
“ઓકે.”

બાઈક અને રોકડ લાવવામાં અમે સફળ થયા ગામમાં કોઈની નજર અમારા ઉપર પડી નહી. શૈલી બાઈકની પાછળ ઘોડો ઘોડો બેસી ગઈ અને મેં કિક મારી બાઈક ગામની બહાર કાઢી. બાઈક ગામની બહાર નીકળતા મારી નજર દુરથી ગુલાબી છત્રી ઉપર પડી. એક પગદંડી જેવા કાચા રસ્તા ઉપરથી ઇન્દુ આવી રહી હતી. અમારી યોજના મુજબ અમારે ચુપચાપ નીકળી જવાનું હતું. અને હજુ ઇન્દુની નજર અમારા ઉપર પડી ન હતી. પણ મને તરતજ અમારી ત્રીજી યોજના જે રાત્રે પાર પડવાની હતી એ યોજના અત્યારેજ પાર પાડવાનો કીડો સળવળ્યો. મેં લીંબડાના ઝાડ નીચે બાઈક ઉભી રાખી..

“કેમ ઉભી રાખી બાઈક?” શૈલીએ પૂછ્યું.
“શૈલી તને બાઈક ચલાવતા આવડે છે?” મેં પૂછ્યું.

“હા, આવડે છે. પણ શું થયું?”

“તો બાઈક ચલાવવાની તૈયારીમાં રહેજે.” મેં કહ્યું.

સામેથી ઇન્દુ અમારી તરફ આવી રહી હતી. મેં લીંબડાના છાંયે ઉભા રહીને જ યોજના ઘડી કાઢી.. અને શૈલીને સાવધાન કરી....
“શૈલી તું કરી શકે છેને?”

“યસ નીલ આઈ કેન ડુ ઈટ. ડોન્ટ વરી.” શૈલીએ આત્મવિશ્વાસ સાથે કહ્યું.

હવે મારી નજર એક તરાપ મારવા વિચારી રહી. મેં ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો અને મો ઉપર બાંધી દીધો, મારી વાડી અહીંથી લગભગ એક કિલોમીટર અને સામેથી આવતી ઇન્દુ સો મીટરના અંતરે. હું બાઈકની પાછળ બેસી ગયો અને શૈલીને બાઈક ચલાવવા કહ્યું, શૈલીના હાથમાં રહેલ કપડાનું પોટલું, બાઈકની સાઈડમાં લટકાવી દીધું, મોકો જોઇને મેં શૈલીને બાઈક હંકારવા ઈશારો કર્યો. જેવી બાઈક ઇન્દુની નજીક પહોંચી, ઇન્દુ કઈક વિચારે કે વિચારવા સ્વસ્થ થાય એ પહેલા મેં એના હાથમાંથી છત્રી ઉપર તરાપ મારી છત્રીને સમેટી લીધી અને ત્વરિત તેનો કડા જેવો ગોળાકાર ભાગ બાઈકના કેરિયરના સળિયા સાથે પાછળ અટકાવી લટકાવી, ઇન્દુના બને હાથ પાછળથી પકડીને પલટાવી દીધી. એ બચાવો બચાવોનો અવાજ કરવા જાય એ પહેલા એને ઊંચકીને બાઈકની પાછળની સીટ ઉપર પટકી, એક હાથેથી ઇન્દુનું મોઢું દબાવ્યું અને બીજા હાથેથી એના બંને હાથ પકડી પાછળ બેઠો કે તરત શૈલીએ કિક મારી અને મેં જે પ્રમાણે મારી વાડીનો રસ્તો બતાવ્યો હતો એ તરફ બાઈક દોડાવી. ઇન્દુ મારા હાથમાં બચકા ભરી રહી હતી પણ મેં પાછળ એના હાથ પકડીને પકડ એટલી મજબુત કરી રાખી હતી કે એને બચકા ભરવાનું બંધ કરી દીધું.

બાઈક મારી વાડી સામે પહોંચી આવ્યું શૈલીએ બાઈક ઉભું રાખી દોડતી ગેટ ખોલી આવી અને તરત બાઈક સંભાળી બાઈક સીધું પાર્કિંગ ગેરેજમાં ઘુસાડી દીધું. ગેરેજની બાજુમાં એક નાનો ઓરડો હતો. બાઈક જેવું ઉભું રહ્યું મેં શૈલીને પોટલામાંથી એનો એક દુપટ્ટો અને એક સાડી કાઢવા કહ્યું. હવે જે મારફાડ મિસન રાત્રે અગિયાર વાગ્યે શરુ કરવાનું હતું તે મિસન ભર બપોરે ચાર વાગ્યે શરુ થયું. ઇન્દુના બને હાથ દુપટ્ટાથી પાછળથી બાંધી દીધા, બીજા દુપટ્ટાથી એનું મો બાંધી દીધું. બાઈકને ગેરેજના એક ખૂણામાં વ્યવસ્થિત પાર્ક કરી અને બાજુ પર પડેલું છૂટક ઘાસ વેરી દીધું. ઇન્દુને હવા આવી ગઈ હતી કે એનું અપહરણ કરવામાં આવ્યું છે. એના હાવભાવ ઉપરથી ખબર પડી ગઈ હતી કે એ મને ઓળખી ગઈ છે. મેં શૈલી તરફ નજર કરી, શૈલી બુરખામાં અકળાઈ ગઈ હતી. શૈલી મારી આંખ વાંચી ગઈ હય એમ મને ઈશારો કર્યો, મેં તરત જ ઇન્દુને પાર્કિંગ ગેરેજમાંથી ઊંચકી અને ઓરડામાં પડેલા જુના બારદાનના ઢગલા ઉપર પટકી દીધી. શૈલી પણ અંદર ઓરડામાં આવી અને ઓરડાને અંદરથી બંધ કરી દીધો. મેં મોઢા ઉપરથી રૂમાલ કાઢી નાખ્યો અને શૈલીએ પણ એનો બુરખો ખેંચી કાઢ્યો. આજે પહેલી વાર શૈલીને ક્રિમીનલ અંદાજમાં જોઈ હતી આજે એની આંખોમાં રહેલો આક્રોશ ઓછો થયાનો મને ભાષ થયો. એના ચહેરા ઉપરથી પ્રસ્વેદ ટપકી રહ્યો હતો. મેં બારીમાંથી નજર દોડાવી આસપાસ કોઈ દેખાતું ન હતું.


===================
ક્રમશ: આવતા ગુરુવારે.

-નીલેશ_મુરાણી.
મોબાઈલ:- ૯૯૦૪૫૧૦૯૯૯
ઈમેઈલ:- nileshmurani@gmail.com